You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

અમેરિકામાં કોરોના સંક્રમણના 75 ટકા જેટલા કેસ ઓમિક્રૉન વૅરિયન્ટના

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની સરકારે ઓમિક્રૉન વૅરિયન્ટના ઝડપથી વધતા સંક્રમણને જોતાં તૈયારીઓ શરૂ કરી.

લાઇવ કવરેજ

  1. ભારતમાં ઓમિક્રૉન સંક્રમિતોની સંખ્યા 200, મહારાષ્ટ્ર અને દિલ્હી સૌથી મોખરે

    ભારતમાં કોરોના વાઇરસના વૅરિયન્ટ ઓમિક્રૉનનાં સંક્રમિતોની સંખ્યા 200 પર પહોંચી છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલયે આ અંગે જાણકારી આપી છે.

    આંકડાઓ અનુસાર ભારતમાં સૌથી વધુ 54-54 કેસો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં નોંધાયા છે. જ્યારે તેલંગણામાં 20 અને કર્ણાટકમાં 19 કેસો સામે આવ્યા છે.

    એક દિવસ પહેલા જ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમની સરકાર ઓમિક્રૉન વૅરિયન્ટને પહોંચી વળવા માટે સક્ષમ છે.

    આ સાથે તેમણે કેન્દ્ર સરકાર પાસે એક બૂસ્ટર ડોઝ માટે મંજૂરી પણ માગી હતી.

  2. ભારતમાં ઓમિક્રૉનના 80 ટકા દર્દીઓ નહિવત્ લક્ષણો ધરાવે છે : મનુસખ માંડવિયા

    ભારતમાં સોમવાર સુધીમાં નોંધાયેલા કોરોના વાઇરસના વૅરિયન્ટ ઓમિક્રૉનના 161 દર્દીઓ પૈકી 80 દર્દીઓ નહિવત્ લક્ષણો ધરાવતા હોવાનું કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ રાજ્ય સભામાં જણાવ્યું હતું.

    'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે ભારતમાં નોંધાયેલા ઓમિક્રૉનના 161 દર્દીઓ પૈકી 13 ટકા દર્દીઓ હળવાં લક્ષણો ધરાવતા હતા. જ્યારે 80 ટકા દર્દીઓ નહિવત્ લક્ષણો ધરાવતા હતા.

    જ્યારે 161માંથી 44 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર હાલમાં આ વૅરિયન્ટની ગતિવિધિઓ પર ધ્યાન રાખી રહી છે અને વૅરિયન્ટ પર વૅક્સિનની અસર તપાસવા માટે પ્રયોગો પણ ચાલી રહ્યા છે.

  3. ઓમિક્રૉન : ક્રિસમસ દરમિયાન વૅકેશનના પ્લાન રદ કરવા વિશ્વ આરોગ્ય સંસ્થાની અપીલ

    ઓમિક્રૉન : ક્રિસમસ દરમિયાન વૅકેશનના પ્લાન રદ કરવા વિશ્વ આરોગ્ય સંસ્થાની અપીલ

    વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઇરસના વૅરિયન્ટ ઓમિક્રૉનના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને લોકોને ક્રિસમસ વૅકેશનના પ્લાન રદ કરવા અપીલ કરી છે. જેથી સાર્વજનિક સ્વાસ્થ્યની રક્ષા કરી શકાય

    ડબલ્યૂએચઓના પ્રમુખ ડૉ. ટેડ્રોસ એડનૉમ ગેબ્રિયેસસે કહ્યું કે, “કાર્યક્રમ રદ કરવા એ જિંદગીને જોખમમાં મૂકવા કરતાં યોગ્ય છે. ”

    તેમણે વધુમાં કહ્યું હતું કે, “હવે 'આકરા નિર્ણયો' લેવા પડશે. તેનો અર્થ એ છે કે કેટલાક મામલાઓમાં સમારોહ તેમજ વિવિધ આયોજનો રદ કરવામાં આવે અથવા તો પાછા ઠેલવવામાં આવે. હવે અમારી પાસે પૂરતા પુરાવા છે કે ઓમિક્રૉન ડેલ્ટા કરતાં વધુ ઝડપથી પ્રસરે છે.”

    ડૉ. ટેડ્રોસનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ફ્રાન્સ અને જર્મની સહિત અનેક દેશોએ કોવિડ પ્રતિબંધો આકરા કર્યા છે અને તહેવારોના ટાણે યાત્રા પર પ્રતિબંધો લાદ્યા છે.

    નેધરલૅન્ડ્સમાં ક્રિસમસ દરમિયાન ચુસ્ત લૉકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે.

  4. ગુડ મૉર્નિંગ! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજ પર આપનું સ્વાગત છે. અહીં આપને દિવસના મોટા સમાચારો અને લાઇવ અપડેટ રજૂ કરવામાં આવશે.