ગુજરાતમાં ઓમિક્રૉનના કુલ કેસ 11 થયા, દેશમાં આંકડો 150ને પાર
રવિવારના દિવસે ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના નવા ચાર કેસ નોંધાયા છે.
દેશમાં નવા 10 કેસ સાથે રવિવારના રોજ ભારતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસની સંખ્યા 150ને પાર પહોંચી છે.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ બિલ હેઠળ આધારને વોટર કાર્ડ સાથે જોડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
રવિવારના દિવસે ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના નવા ચાર કેસ નોંધાયા છે.
દેશમાં નવા 10 કેસ સાથે રવિવારના રોજ ભારતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસની સંખ્યા 150ને પાર પહોંચી છે.
નેધરલૅન્ડ્સે ઓમિક્રૉન કોરોના વૅરિયન્ટને કારણે વધતી ચિંતાને પગલે આગામી નાતાલમાં કડક લૉકડાઉન લાગુ કર્યું છે.
બિનજરૂરી દુકાનો, બાર, જિમ, સલૂન અને સાર્વજનિક સ્થળો 14 જાન્યુઆરી સુધી બંધ રહેશે.
એક પરિવારમાં માત્ર બે મહેમાનો અને નાતાલની રજાઓમાં માત્ર ચાર મહેમાનોને બોલાવવાની મંજૂરી અપાશે.
વડા પ્રધાન માર્ક રૂટે કહ્યું છે કે આ પગલાં લેવાં જરૂરી હતાં.
યુરોપના અનેક દેશોમાં નવા વૅરિયન્ટને જોતાં કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે.
જોકે નેધરલૅન્ડ્સમાં સૌથી કડક નિયંત્રણ લાદવામાં આવ્યાં છે.
16 ડિસેમ્બરના રોજ ઘોઘંબાની જીએફએલ કંપનીમાં લાગેલી આગમાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 15 જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા છે. જે તમામ હાલ આ હૉસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.
હૉસ્પિટલના બર્ન્સ વૉર્ડમાં સારવાર લઈ રહેલા આ કામદારોના ચહેરા પર હજુ પણ એ ઘટનાનું દર્દ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
તેમના શરીરની સાથે-સાથે આ ઘા તેઓ જિંદગીભર માનસ પર ઈને જીવશે તેવું પ્રતીત થાય છે.
જોકે, હૉસ્પિટલનાં આ ભયાવહ દૃશ્યો વચ્ચે એક એવું દૃશ્ય છે કે જેણે લોકોનાં દિલ જીતી લીધાં છે.
સોમવારના શૅરબજાર ખૂલતાં જ સેન્સેક્સ 1,000 અંક નીચે આવી ગયો અને નિફ્ટી 50 ઇન્ડેક્સ આવી ગયો.
વૈશ્વિક બજારમાં ઓમિક્રૉનને કારણે વધતી ચિંતાઓને કારણે ઓછી કિંમત પર શૅરોના વેચાણની અસર ભારતીય શૅરબજાર પર પણ દેખાઈ.
ઓમિક્રૉનને કારણે યુરોપમાં કડક પ્રતિબંધો લાગુ કરાયા છે અને વધતા કેસને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર પણ સંકટની આશંકા છે. આ કારણોસર એશિયાનાં શૅરબજારોમાં પણ સતત કડાકો જોવા મળ્યો છે. તેલની કિંમતમાં પણ સોમવારે કડાકો નોંધાયો છે.
આમાં સૌથી મોટું નુકસાન 'બજાજ ફાઇનાન્સ'ને થયું, જેના શૅરમાં લગભગ ચાર ટકાનો ઘટાડો થયો.
આ લિસ્ટમાં ટાટા સ્ટીલ, એસબીઆઈ, એનટીપીસી, એમઍન્ડએમ અને એચડીએફસી બૅન્કનું સ્થાન પણ રહ્યું જ્યારે સોમવારે બજાર ખૂલતાંની સાથે નુકસાન થયું હતું.
ચીનસમર્થક ઉમેદવારોએ હૉંગકૉંગની વિધાનપરિષદ ચૂંટણીમાં ભારે જીતનો દાવો કર્યો છે. આ ચૂંટણીમાં અત્યાર સુધીનું સૌથી ઓછું મતદાન થયું છે.
હૉંગકૉંગ ચૂંટણી પ્રણાલીમાં વ્યાપક ફેરફાર લાગુ કરાયા પછી આ પ્રથમ ચૂંટણી હતી. આ બદલાવોને પગલે હૉંગકૉંગના રાજકારણમાં ઘણા ફેરફાર આવ્યા છે.
આ પહેલાં ’રાષ્ટ્રભક્ત’ પ્રસ્તાવ પસાર કરાયો હતો, જે ચીનને પ્રત્યેક ઉમેદવારની તપાસ કરવાનો અધિકાર આપે છે.
ચીનના અધિકારીઓનો તર્ક છે કે સ્થિરતા માટે આ બદલાવની જરૂરત છે પરંતુ ટીકાકારોનું કહેવું છે કે આનાથી હૉંગકૉંગમાં લોકશાહીને નબળી પાડવામાં આવી રહી છે.
આધિકારિક માહિતી મુજબ માત્ર 30.2 ટકા મતદાતાઓએ મતદાનમાં ભાગ લીધો હતો.
ભારતીય જળસીમામાં ગુજરાત પાસેથી ‘અલ હુસૈની’ નામની પાકિસ્તાની બોટને 77 કિલો હેરોઇન સાથે ઝડપી પાડવામાં આવ્યું છે.
‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’ના અહેવાલ પ્રમાણે, ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત રીતે આ ઑપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
મધરાતે પાર પાડવામાં આવેલા આ ઑપરેશનમાં પાકિસ્તાની બોટ ‘અલ હુસૈની’માંથી 77 કિલોગ્રામ હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું હતું.
બોટમાં હાજર છ લોકો અને હેરોઇનના જથ્થા સાથે જખૌ બંદરે લાવીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજ પર જોડાવા બદલ આભાર. અહીં અમે આપને દિવસભરના તમામ મોટા સમાચારો અને લાઇવ અપટેડ આપતા રહીશું.