You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ભારતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસ 100ને પાર, ગુજરાતના પાડોશી રાજ્યમાં સ્થિતિ વણસી

જામનગરમાં ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત ત્રણ વ્યક્તિઓના રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે, ત્યારે તેની સાથે દેશમાં કુલ કેસની સંખ્યા 100ને પાર પહોંચી ગઈ છે.

લાઇવ કવરેજ

  1. પાકિસ્તાનથી અફઘાનિસ્તાનમાં રૉકેટથી હુમલો

    અફઘાનિસ્તાન તાલિબાને સ્વીકાર્યું કે ગુરુવાર રાત્રે પાકિસ્તાની વિસ્તારથી પૂર્વી કુનાર પ્રાંતની ઉપર રૉકેટ છોડવામાં આવ્યાં હતાં.

    ત્યાં મીડિયામાં ચાલતી અફવાઓ મુજબ કુનાર પ્રાંતના શાલન્તન જિલ્લામાં એક પાકિસ્તાની તાલિબાન નેતાને ટાર્ગેટ કરીને ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.

    પરંતુ અફઘાન તાલિબાનના ઉપ પ્રવક્તા બિલાલ કરીમીએ બીબીસી પશ્તો સેવાને જણાવ્યું કે ડ્રોન હુમલાના સમાચાર ખોટા હતા. જોકે તેમણે પાકિસ્તાન તરફથી રૉકટ હુમલાની વાત જરૂર સ્વીકારી લીધી.

    કરીમીએ પોતાના નિવેદનમાં આ હુમલા પાછળનાં કારણો અને કોને નિશાન બનાવવામાં આવ્યા એ વિશે ઉલ્લેખ નહોતો કર્યો. તેમણે કહ્યું કે આ રૉકેટ પહાડો સાથે ટકરાઈ ગયાં હતાં.

    આ સંબંધમાં પાકિસ્તાન સરકાર અને સેના તરફથી કોઈ ટિપ્પણી કરવામાં નથી આવી.

    કુનાર પ્રાંતમાં સ્થાનિક અફઘાન તાલિબાન અધિકારીઓએ ડ્રોન હુમલાની વાત કરી છે.

    પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કેટલાક સમાચાર પત્રો અને મીડિયા ચૅનલોમાં દાવો કરવામાં આવ્યો કે આ હુમલામાં પાકિસ્તાન તાલિબાનના મૌલવી ફકીર મોહમ્મદને નિશાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

    પરંતુ હજી સુધી આની કોઈ આધિકારિક પુષ્ટિ નથી થઈ. આ વિસ્તારમાં આ રૉકેટ હુમલો પહેલી વખત થયો નથી.

  2. અસંગઠિત ક્ષેત્રમાં 60 ટકા મહિલા કામદારોએ આજીવિકા ગુમાવી છે

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સેલ્ફ-ઍમ્પ્લૉયડ વુમન્સ ઍસોસિએશન (SEWA) કોઑપરેટિવ ફેડરેશન અને SEWA ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં એવું તારણ બહાર આવ્યું છે કે કોવિડ-19 મહામારી દરમિયાન અસંગઠિત ક્ષેત્રમાં 60 ટકાથી વધુ મહિલા કામદારોએ તેમની આજીવિકા ગુમાવી હતી અને તેમની આવકમાં 65 ટકાનો ઘટાડો થયો હતો.

    'બિલ્ડિંગ રિઝિલિયન્સ ઍન્ડ સ્ટ્રેન્થનિંગ અવર સૉલિડેરિટી' શીર્ષકવાળા આ અભ્યાસમાં કૃષિ, હસ્તકલા, સેવાઓ, ઉત્પાદન અને નાણાંકીય ક્ષેત્રોમાં છ રાજ્યોની મહિલાઓની 15 સહકારી સંસ્થાઓને આવરી લેવાઈ હતી અને આ સંસ્થાઓ ઉપર કોરોનાની બીજી લહેરના પ્રભાવનો અભ્યાસ કરાયો હતો.15 પૈકી, ગુજરાતમાંથી પાંચ ક્ષેત્રોની સાત સહકારી સંસ્થાઓને આવરી લેવામાં આવી હતી. અભ્યાસમાં સમાવિષ્ઠ અન્ય રાજ્યો બિહાર, દિલ્હી, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને પંજાબ હતા.

    અભ્યાસ મુજબ, કૃષિમાં સર્વિસ સેક્ટર ઉપર બીજી લહેરની સૌથી વધુ અસર થઈ હતી.

  3. બ્રિટનમાં છેલ્લા બે દિવસથી કોરોનાના હજારો કેસ નોંધાઈ રહ્યા છે

    બ્રિટનમાં કોરોના સંક્રમણના કેસ રેકોર્ડ સ્તરે વધી રહ્યા છે. બુધવારે બ્રિટનમાં કોરોના સંક્રમણના 78 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા, તો ગુરુવારે સંક્રમણના કેસ 88 હજારને વટાવી ગયા છે.

    અગાઉ, બ્રિટનમાં કોરોના ચેપના કેસોમાં આટલો મોટો ઉછાળો જાન્યુઆરી મહિનામાં નોંધાયો હતો જ્યારે આઠ જાન્યુઆરીએ એક જ દિવસમાં સૌથી વધુ 68,053 કેસ નોંધાયા હતા.

    આ તે સમયગાળો હતો જ્યારે બ્રિટનમાં લોકડાઉન લાગુ હતું.

    પરંતુ ગુરુવારે 88,376 નવા કેસની પુષ્ટિ થતાં તમામ રેકૉર્ડ તૂટી ગયા હતા.

    ઇંગ્લૅન્ડના ચીફ મેડિકલ ઑફિસર પ્રોફેસર ક્રિસ વ્હીટ્ટીએ ચેતવણી આપી હતી કે કોરોનાનો નવો વૅરિયન્ટ 'ઓમિક્રૉન' ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે, જોકે તેના વ્યાપને બૂસ્ટર ડોઝથી ઝડપથી નિયંત્રિત કરી શકાય છે.

  4. લગ્ન માટે છોકરીઓની વયમર્યાદા વધારવા પાછળનું કારણ શું છે?