વારાણસી પહોંચીને મોદીએ કહ્યું - 'હું કાશી આવીને અભિભૂત છું'
શ્રી કાશી વિશ્વનાથધામના લોકાર્પણ માટે વારાણસી પહોંચીને નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં કહ્યું કે 'હું કાશી આવીને અભિભૂત છું.'
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુકેના વડા પ્રધાન બોરિસ જૉનસને કહ્યું કે ઓમિક્રૉન વૅરિયન્ટને હળવાશમાં લેવો ન જોઈએ.
શ્રી કાશી વિશ્વનાથધામના લોકાર્પણ માટે વારાણસી પહોંચીને નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં કહ્યું કે 'હું કાશી આવીને અભિભૂત છું.'
શ્રી કાશી વિશ્વનાથધામના લોકાર્પણના કાર્યક્રમ માટે ત્રણ હજાર જેટલા વીઆઈપી મહેમાન વારાણસી આવ્યા છે. ભાજપશાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ ઉપરાંત સાંસદો અને ધારાસભ્યો પણ બોલાવવામાં આવ્યા છે. તેમણે દેશભરમાંથી આવતા સાધુ-સંતોના સ્વાગતની જવાબદારી આપવામાં આવી છે.
વારાણસીમાં એક મહિનાનો ઉત્સવ પણ યોજવામાં આવશે જેનું નામ "ભવ્ય કાશી-દિવ્ય કાશી" છે. આ કાર્યક્રમમાં કાશીવાસીઓને જોડવા માટે 16 લાખ લાડુઓનો પ્રસાદ તૈયાર કરવનામાં આવ્યો છે.
કાર્યકર્તાઓએ આ પ્રસાદ લોકોને તેમના ઘરે આપવા જશે.
શ્રી કાશી વિશ્વનાથધામના લોકાર્પણ માટે વડા પ્રધાન મોદી વારાણસી પહોંચ્યા છે.
કૉરિડોરના લોકાર્પણને લઈને આખા કાશી નગરમાં ઉત્સવનો માહોલ છે. સરકારી ભવનો અને ચોકને રંગીન ઝાલરોથી શણગારવામાં આવ્યા છે. લોકોએ પણ પોતાના ઘર-મકાનો અને દુકાનોને શણગાર્યા છે.
13 ડિસેમ્બરની સાંજે દિવાળીની જેમ શહેરવાસીઓને પોતાનાં ઘરોને દીવાથી શણગારવાની વિનંતી કરવામાં આવી છે.
પ્રશાસને મૈદાગિનથી કૉરિડોર સુધી જતા માર્ગ પર દરેક ભવનને એક જ ભગવા રંગમાં રંગી દીધાં છે. જોકે આ કાર્યમાં થોડી મુશ્કેલી પણ આવી છે.એક મસ્જિદને પણ ભગવા રંગમાં રંગી દેવામાં આવી.
મુસ્લિમ સમુદાયે આ અંગે શાંતિપૂર્ણ રીતે આપત્તિ વ્યક્ત કરી છે. ત્યાર બાદ મસ્જિદને સફેદ રંગમાં રંગી દેવામાં આવી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ડ્રીમ પ્રૉજેક્ટ શ્રી કાશી વિશ્વનાથધામનું બનારસમાં સોમવારે લોકાર્પણ કરવાના છે. તેઓ વારાણસી પહોંચી ગયા છે. સાત વાર અને નવ ત્યોહારની વિશેષતાનું શહેર બનારસ આ કાર્યક્રમ માટે ઉત્સાહિત છે.
રાજ્યના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની સરકારે વારાણસી શહેરને આ કાર્યક્રમ માટે વિશેષ શણગાર્યું છે.
માનવામાં આવી રહ્યું છે કે જ્યારે આ મહોત્સવની સાથે જ ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો માહોલ ગરમાવા લાગશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત 2019માં વારાણસીના સાંસદ બન્યા હતા. આ પ્રૉજેક્ટ તેમનો ડ્રીમ પ્રૉજેક્ટ હતો.
32 મહિનામાં તૈયાર થયું શ્રી કાશી વિશ્વનાથધામ
વર્ષ 1669માં અહિલ્યાબાઈ હોલ્કરે કાશી વિશ્વનાથ મંદિરનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. તેના લગભગ 350 વર્ષ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના વિસ્તારીકરણ અને પુરુદ્ધાર માટે આઠ માર્ચ 2019ના વિશ્વનાથ મંદિર કૉરિડોર માટે શિલાન્યાસ કર્યો હતો.
શિલાન્યાસ માટે લગભગ બે વર્ષ આઠ મહિના પછી આ ડ્રીમ પ્રૉજેક્ટનું 95 ટકા કામ પૂરું થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે આ પૂર્ણ કૉરિડોરમાં 340 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. હજી આ બાબતે કોઈ આધિકારિક માહિતી આપવામાં આવી નથી.
પૂર્ણ કૉરિડોર લગભગ 50 હજાર વર્ગ મીટરના એક મોટા પરિસરમાં તૈયાર કરવામાં આવ્યો છે. આનો મુખ્ય દ્વાર ગંગાની તરફ લલિતા ઘાટ પરથી પસાર થાય છે.
વિશ્વનાથ કૉરિડોરને લગભગ ત્રણ ભાગોમાં નિર્માણ થયું છે. પ્રથમ, મંદિરનો મુખ્ય ભાગ છે જે લાલ પથ્થરથી બનાવવામાં આવ્યો છે. આમાં ચાર મોટા-મોટા ગેટ લગાવવામાં આવ્યા છે.
આમાં ચારે કોર એક પ્રદક્ષિણામાર્ગ બનાવવામાં આવ્યો છે. આ માર્ગ પર 22 શિલાલેખ લગાવવામાં આવ્યા છે જેમાં કાશીની મહિમાનું વર્ણન છે.
કૉરિડોરમાં 24 ભવન પણ બનાવવામાં આવ્યા છે. જે ભવનમાં મુખ્ય મંદિર પરિસર, મંદિર ચૌક, મુમુક્ષુ ભવન, ત્રણ યાત્રી સુવિધા કેન્દ્ર, ચાર શૉપિંગ કૉમ્પ્લેક્સ, મલ્ટીપરપસ હૉલ, સિટી મ્યુઝિયમ, વારાણસી ગૅલેરી, જલપાન કેન્દ્ર દંદા વ્યૂ કૅફે વગેરે હશે.
ધામની ચમક વધારવા માટે અલગઅલગ પ્રકારની પાંચ હજાર લાઇટ્સ લગાવવામાં આવી છે. આ લાઇટ્સ દિવસ, બપોર અને રાતમાં રંગ બદલે છે.
ધામના નિર્માણનું કામ કરી રહેલી પીએસપી કંપનીના સીએમડી પીએમ પટેલનું કહેવું છે કે 'આ કૉરિડોનની ની વ્યવસ્થા માટે જે સુવિધાઓની જરૂરીયાત પડે છે, તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જે મ્યુઝિયમ, વારાણસી, ગૅલેરી, મુમુક્ષુ ભવન, જલપાનગૃહ વગેરે. જો તમે આધ્યાત્મિક પુસ્તકો જોવાં હોય તો વૈદિક કેન્દ્રમાં તે પણ છે.'
રવિવારના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે ઓમિક્રૉન વૅરિયન્ટ ડેલ્ટા કરતાં વધારે સંક્રામક છે અને વૅક્સિનની અસરને ઘટાડે છે.
જોકે, આ વૅરિયન્ટથી સંક્રમિત લોકોમાં કોરોનાનાં હળવાં લક્ષણો જોવા મળતાં હોવાનું પ્રારંભિક ડેટામાં જાણવા મળ્યું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે, ઓમિક્રૉન વૅરિયન્ટ 9 ડિસેમ્બર સુધીમાં વિશ્વના 63 દેશોમાં પ્રસર્યો છે.
આ 63 દેશો પૈકી તેની સૌથી વધુ સંક્રામકતા દક્ષિણ આફ્રિકામાં જોવા મળી છે, જ્યાં ડેલ્ટા વૅરિયન્ટના વધારે કેસ નથી.
પંરતુ ચોંકાવનારી બાબત એ પણ છે કે ડેલ્ટા વૅરિયન્ટના વધારે પડતા કેસ ધરાવતા યુકે જેવા દેશોમાં પણ ઓમિક્રૉન વૅરિયન્ટના મોટી સંખ્યામાં કેસ જોવા મળ્યા છે.
ભારતનાં હરનાઝ સંધુએ 70મી મિસ યુનિવર્સ પ્રતિયોગિતાનો ખિતાબ જીત્યો છે.
21 વર્ષીય સંધુ મૂળ પંજાબનાં છે અને મૉડલિંગની સાથે-સાથે પબ્લિક ઍડમિનિસ્ટ્રેશનમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યાં છે.
પોતાની જીત બાદ હરનાઝે કહ્યું કે,”હું પરમાત્મા, મારાં માતાપિતા અને મિસ ઇન્ડિયા સંગઠનની ખૂબ આભારી છું, જેમણે મને માર્ગદર્શન આપ્યું અને સહકાર આપ્યો. 21 વર્ષ બાદ આ ગૌરવશાળી તાજ ભારત માટે લાવવો એ મારા માટે ગર્વની બાબત છે.”
આ પહેલાં વર્ષ 2000માં લારા દત્તાએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો.
ઇઝરાયલના ઍલિયટમાં આયોજિત આ પ્રતિયોગિતામાં મૅક્સિકોનાં પૂર્વ મિસ યુનિવર્સ ઍન્ડ્રિયા મેજાએ હરનાઝ સંધુને તાજ પહેરાવ્યો હતો.
આ સિવાય તેમણે ફૅમિના મિસ ઇન્ડિયા પંજાબ 2019 જેવા ઘણા ખિતાબ જીત્યા છે અને ઘણી પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
અમેરિકાના કેન્ટકી રાજ્યમાં આવેલા ભયાનક વાવાઝોડાને પગલે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોનાં મોત થયાં હોવાની આશંકા છે.
રાજ્યના ગવર્નર એન્ડી બેશિયરે આ વાવાઝોડાને કેન્ટકીના ઇતિહાસનું સૌથી ખરાબ વાવાઝોડું ગણાવ્યું હતું.
તેમના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 80 મોતની પુષ્ટિ થઈ છે, પરંતુ શનિવારની સવારથી કોઈ વ્યક્તિ જીવિત મળ્યું નથી.
કેન્ટકીમાં હાલ બચાવકર્મીઓ કાટમાળ હઠાવવાની અને લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે. 300થી વધુ લોકો રાહતકામગીરીમાં જોડાયા છે.
રાષ્ટ્રપતિ જો બાઇડને કેન્ટકી માટે ફંડ જાહેર કરવાની સાથે સ્ટેટ ઇમર્જન્સી જાહેર કરી છે. તેમણે પણ આ વાવાઝોડાને ઇતિહાસનું સૌથી મોટું વાવાઝોડું ગણાવ્યું હતું.
રાષ્ટ્રપતિ બાઇડન દ્વારા જાહેર કરવામાં આવેલું ફંડ કેન્ટકી સિવાય મિસૉરી, આરકંસાસ, ઇલિનૉય, ટૅનેસી અને મિસિસિપી માટે પણ ઉપલબ્ધ છે.
રવિવારના રોજ ભારતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના નવા પાંચ કેસ નોંધાયા છે. જે કેરળ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ચંડિગઢમાં નોંધાયા છે.
રવિવારે કેરળમાં ઓમિક્રૉન વૅરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. યુકેથી પરત ફરેલા એક યુવક આ વૅરિયન્ટથી સંક્રમિત હોવાનું ટેસ્ટ બાદ જાણવા મળ્યું હતું. જ્યારે મહારાષ્ટ્રમાં રવિવારે ઓમિક્રૉન વૅરિયન્ટનો 18મો કેસ નોંધાયો છે.
22મી નવેમ્બરના રોજ ઇટાલીથી ચંડિગઢ આવેલો 20 વર્ષીય યુવાન 1 ડિસેમ્બરના રોજ કોરોના સંક્રમિત થયો હતો. તેના સૅમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવતાં તે ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.
આયર્લૅન્ડથી મુંબઈ આવેલા એક 34 વર્ષીય યુવકે વિશાખાપટ્ટનમ જતી વખતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, તેનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
જિનોમ સિક્વન્સિંગમાં તેઓ પણ ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.
સુપ્રભાત, નમસ્કાર
બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
ગુજરાત, દેશ તથા દુનિયાના સમાચારો માટે જોડાયેલા રહો.
આ પહેલાંની અપડેટ્સ વાંચવા માટે અહીં ક્લિક કરો.