જનરલ બિપિન રાવત અને તેમનાં પત્નીના પાર્થિવદેહ દિલ્હીને લવાયા, PM નરેન્દ્ર મોદીએ અંજલિ આપી

ભારત સરકારે કોરોના વાઇરસના નવા ઓમિક્રૉન વૅરિયન્ટને ધ્યાને રાખીને નિયમિત આંતરરાષ્ટ્રીય યાત્રીવિમાન 31 જાન્યુઆરી સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

લાઇવ કવરેજ

  1. સુલૂરથી દિલ્હી લાવવામાં આવશે બિપિન રાવત, તેમનાં પત્ની અને અન્યોના પાર્થિવ શરીર

    સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ સીડીએસ જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની અને હેલિકૉપ્ટર ક્રૅશમાં જીવ ગુમાવનાર અન્ય વ્યક્તિઓનાં પાર્થિવ શરીરને તામિલનાડુના નીલગિરી જિલ્લાના મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરથી સુલૂર ઍરબૅઝ પર લઈ જવાયા છે.

    સુલૂર ઍરબૅઝથી તેમને દિલ્હી ખાતે વિમાનથી લાવવામાં આવશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  2. હેલિકૉપ્ટરમાં ક્રૅશમાં બચી જનાર એકમાત્ર વ્યક્તિ કોણ છે? તેમની હાલત કેવી છે?

    વરુણ સિંહ

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, વેલિંગટન ખાતે સૈનિક હૉસ્પિટલમાં વરુણ સિંહની સારવાર ચાલી રહી છે

    સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ આ દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના ગ્રૂપ કૅપ્ટન વરુણ સિંહ ઈજાગ્રસ્ત થયા છે.

    હેલિકૉપ્ટરમાં સવાર 14 લોકોમાંથી દુર્ઘટનામાં બચી જનાર એકમાત્ર વ્યક્તિ તેઓ જ છે.

    તેમને આ વર્ષે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને એલસીએ તેજસ ફાઇટર ઍરક્રાફ્ટને વર્ષ 2020માં એક હવાઈ ઇમર્જન્સી બચાવવા માટે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.

    કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે તેમની સારવાર સૈન્ય હૉસ્પિટલમાં થઈ રહી છે.

    રાજનાથ સિંહે જણાવ્યું કે વરુણ સિંહની સ્થિતિ ગંભીર પરંતુ સ્થિર છે. વરુણ સિંહ જીવન રક્ષક ઉપકરણો પર છે અને તેમને બચાવવાના હર સંભવ પ્રયત્ન થઈ રહ્યા ચે. વેલિંગટન ખાતે સૈનિક હૉસ્પિટલમાં વરુણ સિંહની સારવાર ચાલી રહી છે

  3. રાજનાથસિંહે જનરલ રાવતના નિધન પર સંસદમાં શું કહ્યું

    રાજનાથ સિંહ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે સંસદમાં હેલિકૉપ્ટર ક્રૅશ પર આધિકારિક નિવેદન કર્યું

    કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતના અસમય નિધન પર લોકસભામાં એક આધિકારિક નિવેદન કર્યું.

    તેમણે કહ્યું કે, “ આજે હું બહુ દુખ અને ભારે મનથી આઠ ડિસેમ્બર 2021ની બપોરે સૈન્ય હેલિકૉપ્ટર જેમાં ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા રાવત અને 12 અન્ય લોકો સવાર હતા, તે દુર્ઘટનાગ્રસ્ત થવાના દુર્ભાગ્યપૂર્ણ સમાચાર આપવા માટે તમારી વચ્ચે ઊભો છું."

    "જનરલ બિપિન રાવત ડિફેન્સ સર્વિસિઝ સ્ટાફવાળા વેલિંગટનના સ્ટૂડન્ટ્સ ઑફિસર્સ સાથે સંવાદ માટે પૂર્વનિર્ધારિત મુલાકાત પર હતા. ઍરફૉર્સના એમઆઈ 17વી5 હેલિકૉપ્ટરે કાલે 11 વાગીને 48 મિનિટ પર સુલૂર ઍરબૅઝ પરથી ઉડાણ ભરી હતી. આને 12 વાગીને 15 મિનિટ પર વેલિંગટનમાં ઉતરવાનું હતું."

    રાજનાથ સિંહે કહ્યું કે જનરલ રાવતના હેલિકૉપ્ટરનો 12 વાગીને આઠ મિનિટ પર એટીસી સાથે સંપર્ક તૂટી ગયો.

    તેમણે કહ્યું, "સુલૂર ઍરબૅઝના ઍર ટ્રાફિક કંટ્રોલે લગભગ 12 વાગીને આઠ મિનિટ પર હેલિકૉપ્ટર સાથે પોતાનો સંપર્ક ગુમાવી દીધો. પછી કુન્નુરની પાસે જંગલમાં કેટલાક સ્થાનિક લોકોએ આગ જોઈ. જ્યારે તેઓ ભાગીને તે સ્થાન પર પહોંચ્યા તો તેમણે સૈન્ય હેલિકૉપ્ટરના અવશેષોને આગ લાગેલી જોઈ. સ્થાનિક પ્રશાસનથી એક બચાવ દળ ત્યાં પહોંચી ગયું.

    તેમણે ક્રૅશ સાઇટથી બચેલા લોકોને રિકવર કરવાના પ્રયત્ન કર્યા. તે અવશેષોમાંથી જેટલા લોકોને કાઢી શકાયા તેમને જલ્દીમાં જલ્દી વેલિંગટનના સૈન્ય હૉસ્પિટલમાં પહોંચી ગયા.

    પ્રાપ્ત જાણકારી અનુસાર, તે હેલિકૉપ્ટરમાં સવાર કુલ 14 લોકોમાંથી 13 લોકોનાં મૃત્યુ થઈ ગયાં. જે લોકોનાં દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થયાં, તેમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ, તેમનાં પત્ની મધુલિકા રાવત, તેમનાં રક્ષા સાલહકાર બ્રિગેડિયર લખવિંદરસિંહ લિડ્ડર, સ્ટાફ ઑફિસર લેફ્ટનન્ટ કર્નલ હરજિંદરસિંહ અને વાયુ સેના હેલિકૉપ્ટરના ચાલકદળ સમેત સશસ્ત્ર દળોના અન્ય નવ લોકો સામેલ છે.”

  4. બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રૅશ વિશે રાજનાથ સિંહે સંસદને શું માહિતી આપી?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  5. એમએસપીનો પ્રશ્ન પર ખેડૂતઓ અડગ

    ખેડૂત

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ખેડૂતો એમએસપી અંગે કાયદો લાવવાની માગ કરી રહ્યા છે

    કેટલાક ખેડૂતોએ કહ્યું કે ગૃહમંત્રાલયના પ્રસ્તાવની ભાષાને ઠીક કરવામાં આવે તો તેઓ આંદોલન સમાપ્ત કરવા માટે તૈયાર છે.

    ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે સરકારે ખેડૂત નેતાઓ સામે વાર્તા માટે બેસવું જોઈએ

    એમએસપી ગૅરન્ટીને કાયદાકીય કવચ આપવું એ ટિકૈતના સમર્થકો માટે હજી પણ સૌથી મોટો મુદ્દો છે.

    દેશના બીજા ભાગોમાં હરિયાણા અને પંજાબમાં જે હાલની એમએસપી સિસ્ટમ છે એ પ્રભાવી નથી.

    બીજી તરફ ગૃહમંત્રાલયે પોતાના પ્રસ્તાવમાં એમએસપી ગૅરન્ટીને લઈને માત્ર કમિટી બનાવવાની વાત કહી છે અને આ કમિટીમાં સંયુક્ત કિસાન મોર્ચાના લોકોને પણ સામેલ કરી શકાય છે.

    આ કમિટીમાં એમએસપીની સાથે અન્ય મુદ્દાઓ પર પણ વાત થશે.

    ખેડૂતોની માગ છે તે આંદોલન ખતમ થાય તે પહેલાં ખેડૂતો પર દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવામાં આવે. આ કેસ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી પોલીસના છે.

    પંજાબમાં ભારતીય કિસાન યુનિયનના નેતા બલબીરસિંહ રાજેવાલે કહ્યું, "આંદોલન ત્યારે ખતમ થશે જ્યારે કેસ પાછા ખેંચાશે અને આમાં કોઈ શરત ન હોવી જોઈએ."

    બીકેયુના બીજા પક્ષનું નેતૃત્વ કરનાર હરિયાણાના ખેડૂત નેતા ગુરનામસિંહ ચઢૂનીએ કહ્યું કે સમયસીમાની અંદર ખેડૂતો પર થયેલા કેસ પાછા ખેંચાવા જોઈએ અને જ્યારે આંદલનકારી ખેડૂતોનું મૃત્યુ થયું છે, તેમના પરિજનોને આર્થિક સહાયતા આપવામાં આવે.

    ગુરનામસિંહે કહ્યું કે બધા રાજ્યો પંજાબની જેમ વળતર આપે. પંજાબ સરકારે મૃતક ખેડૂતોના પરિજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપ્યું હતું.

  6. ખેડૂત આંદોલન : એક વર્ષથી ચાલતા ખેડૂત આંદોલનનો અંત આવશે?

    સંયુક્ત કિસાન મોર્ચાની બુધવારે થયેલી બેઠક પછી ખેડૂત નેતાઓએ જણાવ્યું કે આંદોલન પર ગુરુવારે નિર્ણય લેવામાં આવશે.

    બેઠક પછી એસકેએમના નેતાઓએ જણાવ્યું કે, " સરકાર તરફથી જે ડ્રાફ્ટ આવ્યો હતો તેના પર અમારી તરફથી સહમતી બની ગઈ છે. અમે સંયુક્ત કિસાન મોર્ચા તરફથી તેની પર સહમતી દર્શાવી છે. સરકાર તરફથી આધિકારિક પત્ર આવી જાય તો અમે કાલે તેના પર નિર્ણય કરશું."

    ખેડૂત નેતાઓએ ભાર મૂકતાં કહ્યું, "આજે જે ડ્રાફ્ટ આવ્યો છે તેની પર અમારા તરફથી સહમતી થઈ ગઈ છે. "

    આની પહેલાં બુધવારની સવારે સંયુક્ત કિસાન મોર્ચાની પાંચ સભ્યોની કમિટીના સભ્ય અશોક ધાવલેએ કહ્યું કે ખેડૂતોને જે પ્રસ્તાવ કેન્દ્ર સરકારે મોકલ્યો છે, તેમાં કેટલીક કમી છે, જે અંગે સૂચનો સાથે સરકારને પ્રસ્તાવ પાછો મોકલવામાં આવ્યો છે.

    તેમણે માગ કરી છે કે કેન્દ્ર સરકાર પંજાબ સરકાર તરફથી આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર ખેડૂતોના પરિવારોને વળતર આપવામાં આવે.

    ખેડૂત

    ઇમેજ સ્રોત, Getty Images

  7. MI-17v5: સૌથી તાકતવર રશિયા પાસેથી લીધેલા આ હેલિકૉપ્ટરની ખાસિયત શું છે?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  8. જનરલ બિપિન રાવત : હેલિકૉપ્ટર દર્ઘટનાને નજરે જોનાર સાક્ષીએ કહ્યું, 'મેં એક વ્યક્તિને સળગતી જોઈ હતી'

    દુર્ઘટનાના સાક્ષી કૃષ્ણાસ્વામી 68 વર્ષના છે.

    ઇમેજ સ્રોત, MADAN PRASAD/BBC

    ઇમેજ કૅપ્શન, દુર્ઘટનાના સાક્ષી કૃષ્ણાસ્વામી 68 વર્ષના છે.

    "મેં મારી નજરે માત્ર એક જ માણસને જોયો. એ સળગી રહ્યા હતા અને પછી નીચે પડી ગયા. હું ખળભળી ગયો."

    આ જાણકારી કૃષ્ણાસ્વામીએ આપી. તેઓ બુધવારે થયેલા હેલિકૉપ્ટર અકસ્માતને નજરે જોનારા સાક્ષી છે. એ દુર્ઘટનામાં દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતનું મૃત્યુ થયું હતું.

    જનરલ રાવત ઉપરાંત આ અકસ્માતમાં તેમનાં પત્ની અને હેલિકૉપ્ટરમાં સવાર અન્ય 11 લોકોનાં પણ મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટનામાંથી એક માત્ર જીવિત બચેલા શખ્સ છે કૅપ્ટન વરુણસિંહ. તેમની સારવાર ચાલી રહી છે.

    વાયુ સેનાએ જણાવ્યું છે કે દુર્ઘટનાનાં કારણોની તપાસ ચાલી રહી છે.

    દુર્ઘટનાના સાક્ષી કૃષ્ણાસ્વામી 68 વર્ષના છે. જે જગ્યાએ હેલિકૉપ્ટર ક્રૅશ થયું એ ઘટનાસ્થળની તેઓ નજીક જ રહે છે. તેમણે આ અંગેની આખી વાત જણાવી હતી.

  9. જનરલ બિપિન રાવત

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની અને 11 અન્ય લોકોનું હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું

    ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું તામિલનાડુમાં ભારતીય વાયુસેનાના હેલિકૉપ્ટરની દુર્ઘટનામાં નિધન થયું છે,

    પરંતુ અહીં સવાલ એ છે કે સૌથી સુરક્ષિત મનાતું ભારતીય વાયુસેનાનું આ હેલિકૉપ્ટર ક્રૅશ કેવી રીતે થયું?

    અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ'ના રિપોર્ટ અનુસાર, જનરલ રાવત માટે તામિલનાડુ પોલીસે ઝેડ પ્લસ સિક્યૉરિટીની વ્યવસ્થા કરી રાખી હતી.

    જનરલ રાવત બુધવારે સુલુર ઍરબૅઝથી તેમનાં પત્ની સહિત સેનાના 14 લોકો સાથે ભારતીય વાયુસેનાના હેલિકૉપ્ટર Mi-17V5માં બેસીને વૅલિંગટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કૉલેજ માટે રવાના થયાં હતાં.

  10. બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.

    અહીં તમે આજ દિવસભરના તાજા સમાચારો વાંચી શકો છો.

    ગુજરાત, ભારત અને દુનિયાના સમાચારો માટે બીબીસી ગુજરાતીના લાઇવ પેજ સાથે જોડાયેલા રહો.