કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારતના
પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતના અસમય નિધન પર લોકસભામાં એક આધિકારિક નિવેદન
કર્યું.
તેમણે કહ્યું કે, “ આજે હું
બહુ દુખ અને ભારે મનથી આઠ ડિસેમ્બર 2021ની બપોરે સૈન્ય હેલિકૉપ્ટર જેમાં ભારતના
પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા રાવત અને 12
અન્ય લોકો સવાર હતા, તે દુર્ઘટનાગ્રસ્ત થવાના દુર્ભાગ્યપૂર્ણ સમાચાર આપવા માટે તમારી વચ્ચે ઊભો છું."
"જનરલ બિપિન
રાવત ડિફેન્સ સર્વિસિઝ સ્ટાફવાળા વેલિંગટનના સ્ટૂડન્ટ્સ ઑફિસર્સ સાથે સંવાદ માટે
પૂર્વનિર્ધારિત મુલાકાત પર હતા. ઍરફૉર્સના એમઆઈ 17વી5 હેલિકૉપ્ટરે કાલે 11 વાગીને
48 મિનિટ પર સુલૂર ઍરબૅઝ પરથી ઉડાણ ભરી હતી. આને 12 વાગીને 15 મિનિટ પર
વેલિંગટનમાં ઉતરવાનું હતું."
રાજનાથ સિંહે કહ્યું કે જનરલ રાવતના હેલિકૉપ્ટરનો 12 વાગીને
આઠ મિનિટ પર એટીસી સાથે સંપર્ક તૂટી ગયો.
તેમણે કહ્યું, "સુલૂર
ઍરબૅઝના ઍર ટ્રાફિક કંટ્રોલે લગભગ 12 વાગીને આઠ મિનિટ પર હેલિકૉપ્ટર સાથે પોતાનો
સંપર્ક ગુમાવી દીધો. પછી કુન્નુરની પાસે જંગલમાં કેટલાક સ્થાનિક લોકોએ આગ જોઈ.
જ્યારે તેઓ ભાગીને તે સ્થાન પર પહોંચ્યા તો તેમણે સૈન્ય હેલિકૉપ્ટરના અવશેષોને આગ
લાગેલી જોઈ. સ્થાનિક પ્રશાસનથી એક બચાવ દળ ત્યાં પહોંચી ગયું.
તેમણે ક્રૅશ સાઇટથી બચેલા લોકોને રિકવર કરવાના પ્રયત્ન
કર્યા. તે અવશેષોમાંથી જેટલા લોકોને કાઢી શકાયા તેમને જલ્દીમાં જલ્દી વેલિંગટનના સૈન્ય
હૉસ્પિટલમાં પહોંચી ગયા.
પ્રાપ્ત જાણકારી અનુસાર, તે
હેલિકૉપ્ટરમાં સવાર કુલ 14 લોકોમાંથી 13 લોકોનાં મૃત્યુ થઈ ગયાં. જે લોકોનાં દુર્ભાગ્યપૂર્ણ
મૃત્યુ થયાં, તેમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ, તેમનાં પત્ની મધુલિકા રાવત, તેમનાં
રક્ષા સાલહકાર બ્રિગેડિયર લખવિંદરસિંહ લિડ્ડર, સ્ટાફ ઑફિસર લેફ્ટનન્ટ કર્નલ હરજિંદરસિંહ
અને વાયુ સેના હેલિકૉપ્ટરના ચાલકદળ સમેત સશસ્ત્ર દળોના અન્ય નવ લોકો સામેલ છે.”