You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જનરલ બિપિન રાવત અને તેમનાં પત્નીના પાર્થિવદેહ દિલ્હીને લવાયા, PM નરેન્દ્ર મોદીએ અંજલિ આપી
ભારત સરકારે કોરોના વાઇરસના નવા ઓમિક્રૉન વૅરિયન્ટને ધ્યાને રાખીને નિયમિત આંતરરાષ્ટ્રીય યાત્રીવિમાન 31 જાન્યુઆરી સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
લાઇવ કવરેજ
જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ, જુઓ અહીં LIVE
બ્રેકિંગ, જનરલ બિપિન રાવતનો પાર્થિવદેહ દિલ્હી પહોંચ્યો
જનરલ બિપિન રાવત અને તેમનાં પત્ની અને સેનાના જવાનોના પાર્થિવદેહ દિલ્હી પહોંચી ગયા છે.
સેનાનાં ત્રણેય દળના અધિકારીઓ અને જવાનોએ આ પાર્થિવદેહોને વિમાનમાંથી ઉતાર્યા હતા.
અહીં થોડી જ વારમાં જનરલ બિપિન રાવત સહિત તમામ સૌનિકોને અંજલિ અર્પવામાં આવશે.
બુધવારે તામિલનાડુમાં થયેલી હેલિકૉપ્ટરદુર્ઘટનામાં દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ સહિત સેનાના 13 લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં.
દિલ્હીના ઇંદિરા ગાંધી ઍરપૉર્ટથી જનરલ બિપિન રાવતનાં પત્નીના પાર્થિવદેહને દિલ્હીના કે. કે. કામરાજ માર્ગ પર સ્થિત નિવાસસ્થાને લઈ જવાશે.
મોદી સરકારના એ પ્રસ્તાવો, જેના કારણે ખેડૂતોએ આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો
બ્રેકિંગ, ઓમિક્રૉન વૅરિયન્ટને પગલે ભારતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 31 જાન્યુઆરી સુધી સ્થગિત
ભારત સરકારે કોરોના વાઇરસના નવા ઓમિક્રૉન વૅરિયન્ટને ધ્યાને રાખીને નિયમિત આંતરરાષ્ટ્રીય કૉમર્સિયલ યાત્રીવિમાન 31 જાન્યુઆરી સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
આ પહેલાં ભારત સરકાર 15 ડિસેમ્બરથી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાની હતી.
જોકે હવે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય તરફથી જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે આ ફ્લાઇટ્સ 31 જાન્યુઆરી સુધી સ્થગિત જ રહેશે.
આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સ અને ડીજીસીએ તરફથી મંજૂરી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને લાગુ નહીં પડે.
ડીજીસીએ દ્વારા એવી પણ સ્પષ્ટતા કરાઈ છે કે આંતરરાષ્ટ્રીય કૉમર્સિયલ યાત્રીવિમાનને ખાસ સ્થિતિમાં મંજૂરી આપી શકાશે.
ભારતનો 30થી વધારે દેશો સાથે ઍરબબલ કરાર પણ છે, જે અંતર્ગત અનેક દેશોની ફ્લાઇટ્સ ચાલુ રહેશે.
નૉન-વેજ વિવાદ : ગુજરાત ખરેખર 'શાકાહારી રાજ્ય' છે કે આ છબિ ખોટી છે?
નૉન-વેજ વિવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને કોર્ટમાં શું સ્પષ્ટતા કરી?
ઈંડાં અને નૉન-વેજની લારીઓ હઠાવવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
ગત મહિને ગુજરાતમાં અમદાવાદ જ નહીં, રાજકોટ અને વડોદરામાં પણ ઈંડાં અને નૉન-વેજની લારીઓ હઠાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ શહેરોની મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભાજપ સત્તા પર છે અને એવા આરોપો થઈ રહ્યા હતા કે આ ઝુંબેશ નૉન-વેજ વાનગીઓ વેચતા લારી-ગલ્લાવાળાઓને ટાર્ગેટ કરવા માટે ચલાવાઈ છે.
જોકે ભાજપ અને રાજ્યની સરકારે આ નિર્ણય સાથે કોઈ સંબંધ હોવાનો ઇન્કાર કર્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વકીલે હાઈકોર્ટને જણાવ્યું કે "માત્ર ઈંડાં અને નૉન-વેજની લારીઓ જ હઠાવવી તેવો કોઈ નિર્ણય નથી લેવાયો."
"રસ્તા પર દબાણ કરતાં અને ટ્રાફિક માટે મુશ્કેલી ઊભી કરતાં લારી-ગલ્લા હઠાવવાની કૉર્પોરેશનની ફરજ છે."
કૉર્પોરેશને સ્પષ્ટ કર્યું કે કોઈને ટાર્ગેટ કરવાનો ઇરાદો નથી.
હાઈકોર્ટે સૂચના આપી કે લારી-ગલ્લાવાળા અરજી કરે તો 24 કલાકમાં તેમનાં લારી-ગલ્લા ઝડપથી પાછા આપી દેવાં.
ખેડૂત આંદોલન સ્થગિત : 'સરકાર વાયદા પૂરા નહીં કરે તો ફરી આંદોલન કરશું'
બ્રેકિંગ, બિપિન રાવત : હેલિકૉપ્ટર ક્રૅશમાં મૃત્યુ પામેલા લોકોના અવશેષો લાવતા કાફલામાં દુર્ઘટના
જનરલ બિપિન રાવત સહિત 13 લોકોનાં અવશેષો લઈને આવી રહેલા કાફલા સાથે આવી રહેલા પોલીસનું વાહન બરલિયાર નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
આ કાફલો કોયમ્બતુર ખાતે સુલૂર ઍરફોર્સ બૅઝ તરફ આવી રહ્યો હતો.
તિરુપુર આર્મ્ડ રિઝર્વ પોલીસ ફોર્સની ગાડીનું એક્સલ તૂટી પડતાં તે પહાડ સાથે ટકરાઈ ગઈ. કેટલાક અધિકારીઓને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેમને સારવાર માટે નજીકમાં સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયા છે.
અન્નૂરમાં એક અન્ય ઘટનામાં હેલિકૉપ્ટર ક્રૅશમાં મૃત્યુ પામેલા લોકોના અવશેષો લઈ જઈ રહેલી ઍમ્બ્યુલન્સ અને આગળ ચાલતી ઍમ્બ્યુલન્સની ટક્કર થઈ ગઈ હતી. માહિતી મળી રહી છે કે આગળ ચાલતી ઍમ્બ્યુલન્સના ડ્રાઇવરે અચાનક બ્રેક મારતાં આ ટક્કર થઈ હતી.
પાછળ ચાલતી ઍમ્બ્યુલન્સને નુકસાન થયું છે. તેની અંદર રહેલી શબપેટીને બીજી ઍમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવી હતી.
બિપિન રાવતનું હેલિકૉપ્ટર ક્રેશ થયું તેની સેકન્ડો પહેલાંનો વીડિયો
'હેલિકૉપ્ટર દુર્ઘટના એટલી ગંભીર કે અવશેષોને ઓળખવા મુશ્કેલ'- સેના
ભારતીય સેનાએ કહ્યું છે કે હેલિકૉપ્ટર દુર્ઘટના એટલી ગંભીર હતી કે તેમાં મૃત્યુ પામનાર લોકોના અવશેષોને ઓળખવા મુશ્કેલ છે. છતાં સેના મૃતકોના પરિજનોની સંવેદનાઓ અને ભાવનાત્મક સુખાકારીને ધ્યાને રાખીને મૃતકોના અવશેષોની ઓળખ કરવા માટે શક્ય તેટલાં પગલાં લઈ રહી છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર સેનાએ જણાવ્યું છે કે આ અંગે સમયસમયે માહિતી આપવામાં આવશે.
સેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે મૃતકોના પરિજનો દિલ્હી પહોંચી રહ્યા છે અને તેમને તે માટે જરૂરી સુવિધા અને મદદ આપવામાં આવી રહી છે.
વૈજ્ઞાનિક પ્રક્રિયા ઉપરાંત મૃતકોના અવશેષોની ઓળખ માટે તેમના પરિજનોની પણ મદદ લેવામાં આવશે.
બધા મૃતકોના અવશેષોની ઓળખ થયા પછી તેમના પરિજનો સાથે સલાહ-સૂચન કર્યા પછી તેમની અંતિમવિધિ અંગે નિર્ણય કરવામાં આવશે.
બુધવારે ભારતીય વાયુ સેનાનું હેલિકૉપ્ટર ક્રૅશ થયું હતું જેમાં ભારતના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા રાવત સહિત કુલ 14 લોકો સવાર હતા.
આ દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની અને અન્ય 11 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
તેમનાં અવશેષોને દિલ્હી લાવવામાં આવી રહ્યા છે.
ખેડૂત નેતાઓએ કરી આંદોલન પરત સ્થગિત કરવાની જાહેરાત, શું કહે છે ખેડૂત નેતાઓ?
ખેડૂત આંદોલન સ્થગિત કરવાનું એલાન, કયા દિવસથી ખેડૂતો પરત જશે
બ્રેકિંગ, સંયુક્ત કિસાન મોરચાના ખેડૂતઓ આંદોલન સ્થગિત કરવાની જાહેરાત કરી
સંયુક્ત કિસાન મોરચાના ખેડૂતઓ આંદોલનને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.
આ આંદોલન દિલ્હીની સરહદો પર એક વર્ષથી ચાલી રહ્યું હતું.
ખેડૂત નેતાઓએ કહ્યું કે તેઓ 11 ડિસેમ્બરથી પોતાનાં ઘર પાછા ફરવાનું શરૂ કરશે. નેતાઓનું કહેવું છે કે 15 જાન્યુઆરીએ ફરી એક વખત સ્થિતિની સમીક્ષા કરાશે.
ખેડૂત નેતાઓએ કહ્યું કે જો કેન્દ્ર સરકાર વાયદા પૂરા નહીં કરે તો તેઓ ફરી આંદોલન કરશે.
ગત મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વિવાદાસ્પદ કૃષિકાયદા પાછા લેવાનો નિર્ણય કર્યો હતો જ્યાર બાદ આંદોલન ખતમ થવાની આશા જાગી હતી.
પરંતુ ત્યાર બાદ ખેડૂતોએ એમએસપી અને કેસ પાછા ખેંચવાની માગ પણ કરી.
છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો અને સરકાર વચ્ચે વાત ચાલી રહી હતી અને હવે કેન્દ્રના પ્રસ્તાવ બાદ સંયુક્ત કિસાન મોરચાએ પોતાના આંદોલનને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.
બે દિવસ પહેલાં કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર એસકેએમ તરફથી સ્પષ્ટીકરણની માગ કરવામાં આવી હતી.
પછી નવા રાઉન્ડની વાતચીત થઈ અને ગુરુવારના કેન્દ્ર સરકાર તરફથી નવો પત્ર આવ્યો અને ત્યાર બાદ આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય થયો.
દિલ્હી-હરિયાણાની સિંઘુ બૉર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ તંબુ હઠાવવાનું શરૂ કર્યું
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, "દિલ્હી-હરિયાણાની સિંઘુ બૉર્ડર પર કૃષિકાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ વિરોધસ્થળ પરથી તંબુ હઠાવવાનું શરૂ કર્યું છે."
જોકે ખેડૂતોએ સ્પષ્ટતા કરી કે આંદોલન ખતમ કરવા અંગે અંતિમ નિર્ણય સંયુક્ત કિસાન મોરચાના નેતાઓ લેશે.
કેન્દ્ર સરકારે MSP અને ખેડૂતો પર કેસ પાછા ખેંચવાનું આશ્વાસન આપ્યું
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ "દિલ્હીની સરહદે એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) પર એક કમિટી રચવાનું અને ખેડૂતો સામે થયેલા કેસ પાછા ખેંચવાનું આશ્વાસન આપતો પત્ર મળ્યો છે."
પત્ર મુજબ જ્યાં સુધી વળતરનો પ્રશ્ન છે તો ઉત્તર પ્રદેશ અને હરિયાણા સરકારે સહમતી આપી છે.
ગુજરાત ગ્રામપંચાયત ચૂંટણી : અહીં કોઈ ઉમેદવારે ફૉર્મ ન ભર્યું અને મતદાન પણ નહીં થાય, પણ કેમ?
ભીમા કોરેગાંવ કેસનાં આરોપી સુધા ભારદ્વાજ મુંબઈની બાઇકુલ જેલમાંથી બહાર આવ્યાં
ભીમા કોરેગાંવ હિંસાના મામલામાં એક આરોપી સુધા ભારદ્વાજ મુંબઈની બાઇકુલ જેલમાંથી જામીન પર ગુરુવારે બહાર આવ્યાં.
બૉમ્બે હાઇકોર્ટે ગત બુધવારે ભારદ્વાજને 2018ના ભીમા કોરેગાંવ કેસમાં જામીન આપ્યા હતા.
ભીમા કોરેગાંવ હિંસા મામલામાં પકડાયેલાં કર્મશીલ વકીલ સુધા ભારદ્વાજને બૉમ્બે હાઇકોર્ટે એક ડિસેમ્બરના ડિફૉલ્ટ જામીન આપ્યા હતા.
રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઈએ આ જામીનનો વિરોધ કરવા સુપ્રીમ કોર્ટની શરણ ગઈ હતી પરંતુ સુપ્રીમ કોર્ટે એનઆઈના પડકારને ફગાવ્યો હતો અને બૉમ્બે હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો.
સુધા ભારદ્વાજ છેલ્લાં અઢી વર્ષથી જેલમાં હતાં. બૉમ્બે હાઇકોર્ટે કહ્યું કે બંધારણના ધારા 21માં અંગત સ્વતંત્રતાના અધિકાર હેઠળ સુધા ભારદ્વાજને જેલમાં ન રાખી શકાય.
કોર્ટે કહ્યું કે તકનીકી કારણોસર જામીનને રોકી ન શકાય.
બૉમ્બે હાઈકોર્ટે કહ્યું કે જામીનના આપવાનો તર્ક ખૂબ જ તકનીકી છે.
એક ડિસેમ્બરના જામીનના આદેશ આપતાં હાઈકોર્ટે કહ્યું કે, ''એનઆઈએ પાસે કોર્ટની ધરપકડની અવધિ નિર્ધારિત 90 દિવસથી આગળ વધારવાનો અધિકાર નથી.''
જોકે અદાલતે આઠ અન્ય આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી. તેમાં સુધીર ડવાલે, ડૉ પી વરવરા રાવ, રોના વિલ્સન, સુરેન્દ્ર ગાડલિંગ, પ્રોફેસર શોમા સેન, મહેશ રાઉત, વર્નૉન ગોંઝાલ્વિસ અને અરુણ ફેરેઇરા સામેલ છે.
આ બધાની ધરપકડ 2018માં જૂનથી ઑગસ્ટ મહિના વચ્ચે થઈ હતી. અદાલતે સુધા ભારદ્વાજને આઠ ડિસેમ્બર પહેલાં એઆઈએની વિશે અદાલતમાં રજૂ થવાનું કહ્યું હતું અને અહીં જામીનની શરતો પર તેમને જેલમાંથી મુક્ત કરાયા.
ઝકિયા જાફરી : 2002નાં રમખાણો અંગે નરેન્દ્ર મોદી સામે ચાલી રહેલો કેસ શું છે?
5 ઑક્ટોબર 2017ના રોજ ગુજરાત હાઈકોર્ટે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી, અન્ય રાજકારણીઓ અને અધિકારીઓને એસઆઈટીના ક્લોઝર રિપોર્ટના આધારે ક્લીનચિટ આપી હતી. ઝકિયાએ ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજી દાખલ કરી હતી.
ગુજરાત હાઈકોર્ટે મેટ્રોપોલિટન કોર્ટના ચુકાદાને ગ્રાહ્ય રાખતાં ઝકિયા જાફરીના આરોપોને નકારી દીધા હતા. ઝકિયાનો આરોપ હતો કે નરોડા પાટિયા, નરોડા ગામ અને ગુલબર્ગ સોસાયટી જેવા કેસ 'એક મોટા કાવતરાનો ભાગ' હતા.
રમખાણોનાં પાંચ વર્ષ બાદ ઝકિયાએ આ મામલે મોદી અને કેટલાક અધિકારીઓ સામે આરોપો કર્યા હતા.
અને આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. અહીં વાંચો આખો અહેવાલ
2002નાં રમખાણોમાં મોદીને ક્લીનચિટ સામે ઝાકિયા જાફરીની અરજી પર SC નો ચુકાદો સુરક્ષિત
સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની 2002નાં ગુજરાત રમખાણોમાં નવેસરથી તપાસ માટેની અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. ઝાકિયા જાફરીએ રાજનેતાઓ અને પોલીસ પર મોટું કાવતરું કરવાનો આરોપ મૂકતાં 2002ના કોમી રમખાણોની નવેસરથી તપાસની અરજી કરી હતી.
જસ્ટિસ એ. એમ. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બૅન્ચે આજે આ મામલે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. એ પહેલાં ઝાકિયા જાફરી, એસઆઈટી અને અન્ય પક્ષોની વિસ્તારપૂર્વ દલીલો કોર્ટે સાંભળી હતી.
ઝાકિયા જાફરી રમખાઓમાં માર્યા ગયેલા સાંસદ એહસાન જાફરીનાં પત્ની છે અને તેમણે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાતનાં 2002ના કોમી રમખાણો મામલે એસઆઈટી તરફથી આપવામાં આવેલી ક્લીનચિટને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો
સુપ્રીમ કોર્ટે 2002 ગુજરાતનાં રમખાણોના મામલામાં ઝાકિયા જાફરીની નવેસરથી તપાસની અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો છે. ઝાકિયા જાફરી કૉંગ્રેસનાં પૂર્વ સાંસદ એહસાન જાફરીનાં પત્ની છે. તેમનું રમખાણો દરમિયાન મૃત્યુ થયું હતું.
સુપ્રીમ કોર્ટમાં ઝાકિયા જાફરીનનું પ્રતિનિધિત્વ કરતા કપિલ સિબલે કહ્યું હતું કે તે આ મામલામાં મોટા કાવતરાની તપાસની માગી કરી રહ્યા છે જે એસઆઈટીએ નહોતી કરી.
એક દિવસ પહેલાં ઝાકિયા જાફરીએ અદાલતને જણાવ્યું હતું કે તેમણે તે સમયે રાજ્યના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને ફસાવવાનો પ્રયાસ નહોતો કર્યો. કપિલ સિબલે અદાલતને કહ્યું કે "જ્યાં સુધી પૂર્વ મુખ્ય મંત્રીની વાત છે, મારી પાસે કહેવા માટે બીજું કંઈ નથી. હું તેના પર દલીલ નથી કરવા માગતો અને મેં તેના પર દલીલ કરી પણ નથી. મેં ક્યારેય પૂર્વ મુખ્ય મંત્રીને ફસાવવાનો પ્રયત્ન કર્યો નથી અને તેના પર દલીલ પણ નથી કરી. અત્યારે હું તેના પર દલીલ નથી કરી રહ્યો."
આ મહિનાની શરૂઆતમાં એસઆઈટી તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ અદાલતને આ મામલાને બંધ કરવાની વિનંતી કરી હતી.
આ મામલામાં વિશેષ તપાસ દળ (એસઆઈટી)એ આઠ ફેબ્રુઆરી 2021ના કેસ બંધ કરવા માટે રિપોર્ટ દાખલ કર્યો હતો. એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં નરેન્દ્ર મોદી સહિત 59 લોકોને ક્લીનચિટ આપતાં કહ્યું હતું કે તેમની વિરુદ્ધ કેસ ચલાવવા માટે યોગ્ય પુરાવા નથી.
2002માં ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના એસ-6 ડબ્બામાં લાગેલી આગમાં કેટલાક કારસેવકોનાં મૃત્યુ થયાં હતાં.
રિપોર્ટ મુજબ આગ ચાંપવામાં આવેલા ડબ્બામાં કુલ 59 લોકો હતા. તેમાં મોટા ભાગે એ લોકો હતા જે અયોધ્યાથી પાછા ફરી રહ્યા હતા.
ત્યાર પછી ગુજરાતમાં અલગઅલગ સ્થળો પર રમખાણો ફાટી નીકળ્યાં હતાં.
સરકારી આંકડા મુજબ આ રમખાણોમાં કુલ 1044 લોકો માર્યા ગયા હતા જેમાં 790 મુસ્લિમ અને 254 હિંદુ હતા.
ગુજરાતના રમખાણોના કેસમાં 450 થી વદારે લોકોને અદાલતે દોષી ઠેરવ્યા હતા.
આમાંથી લગભગ 350 હિંદુ અને 100 મુસ્લિમ હતા. મુસ્લિમોમાં 31ને ગોધરા કાંડ માટે અને બાકીઓને ત્યાર બાદ ભડકેલી હિંસા માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા.