ભૂપેન્દ્ર પટેલ : ફરી પાટીદાર ગુજરાતના નવા મુખ્ય મંત્રી બનતાં હાર્દિક પટેલે શું કહ્યું?

ગુજરાતના મુખ્ય મંત્રીપદેથી વિજય રૂપાણીએ કાલે રાજ્યપાલને મળીને રાજીનામું આપ્યું હતું અને ભાજપનો આભાર માન્યો હતો.

લાઇવ કવરેજ

  1. કઈ રીતે કરાશે નવા મુખ્ય મંત્રીની પસંદગી

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    વિજય રૂપાણીના રાજીનામા બાદ નવા મુખ્ય મંત્રી અંગે શરૂ થયેલા સસ્પેન્સ અને વહેતી થયેલી અટકળોનો આજે અંત આવી જશે. પ્રદર્શ કાર્યાલય ખાતે હાલ કૉર ગ્રૂપની બેઠક ચાલી રહી છે. બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યના જણાવ્યા અનુસાર આ બેઠકમાં આગામી મુખ્ય મંત્રીના નામ પર પસંદગી ઉતારાશે અને એ બાદ પસંદ કરાયેલા નામનો પ્રસ્તાવ વિધાયક દળની બેઠકમાં રજૂ કરવામાં આવશે. જે બાદ નવા મુખ્ય મંત્રીનું નામ જાહેર કરવામાં આવશે.

  2. મેઘરાજાની મહેર

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    ગુજરાતના આગામી મુખ્ય મંત્રીને અન્ય ક્ષેત્રે ગમે તે પડકારોનો સામનો કરવો પડે પણ હાલના સારા વરસાદને પગલે કદાચ જળસમસ્યાનો સામનો નહીં કરવો પડે.

    રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, ગત 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લા અને 180 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં કુલ 515 મીમી (સરેરાશ રેકૉર્ડ 840 મીમી) વરસાદ વરસ્યો છે, જે કુલ જરૂરિયાતના 61.36 ટકા જેટલો છે.

    વિસ્તાર પ્રમાણેજોઈએ, તો કુલ જરૂરિયાત સામે કચ્છ (65%), ઉત્તર ગુજરાત (53 %), પૂર્વ ગુજરાતમાં (54 %), સૌરાષ્ટ્ર (63 %), દક્ષિણ ગુજરાત (65 %) વરસાદ પડી ગયો છે. રાજ્યના 29 તાલુકામાં 10 ઇંચ કરતાં ઓછો વરસાદ પડ્યો છે, જે દુષ્કાળની સંભવિત પરિસ્થિતિ તરફ નિર્દેશ કરે છે.

    રાજ્યના જૂન મહિના (120.38 મીમી) અને ઑગસ્ટ (65.32 મીમી) મહિનામાં વરસાદ ન પડ્યો હોય તેટલો સપ્ટેમ્બર મહિનામાં હજુ સુધીમાં પડી ગયો છે. 11 દિવસમાં 153 મીમી વરસાદ પડ્યો છે.

  3. રૂપાણી બાદ ગુજરાતના મુખ્ય મંત્રી કોણ? કોણ લેશે નિર્ણય?

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ભાજપના ધારાસભ્યોના દળની આજે ત્રણ વાગ્યે પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ રહી છે અને તેમાં વિજય રૂપાણીના ઉત્તારધિકારીની પસંદગી કરવામાં આવશે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને ભાજપના કેન્દ્રીય નિરીક્ષક પ્રહ્લાદ જોશીએ સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું, “હું ગુજરાતના નેતાઓ સાથે વાતચીત કરીશ અને એ બાદ કેન્દ્રીય નેતૃત્વ આ અંગે નિર્ણય કરશે.”

  4. આનંદીબહેનની જેમ વિજય રૂપાણીએ પણ આ જ કારણે રાજીનામું આપ્યું?

    આનંદીબહેન પટેલે પાટીદાર ફૅક્ટરના કારણે રાજીનામું આપ્યું હતું. હવે વિજય રૂપાણીના રાજીનામાં પાછળ પણ પાટીદાર ફૅક્ટર જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

    રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મુખ્ય મંત્રીના રાજીનામા પાછળ પાટીદાર ફૅક્ટર મોટું કારણભૂત હોય શકે છે.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  5. કોણ બનશે ગુજરાતના નવા મુખ્ય મંત્રી?

    રવિવારે સવારે ગુજરાત ભાજપના મુખ્યાલય 'શ્રીકમલમ્' ખાતે કેન્દ્રીય પરિવેક્ષકોના આગમન પૂર્વે ચહલપહલ તો જોવા મળી રહી છે, પરંતુ તેમાં અજબ પ્રકારની શાંતિ પ્રવર્તી રહી છે.

    રૂપાણીનું અચાનકથી રાજીનામું માત્ર ગુજરાત જ નહીં, દેશભરની મીડિયા સંસ્થાઓ માટે મોટા સમાચાર બની ગયા છે, એટલે મોટી સંખ્યામાં પત્રકારો, કૅમેરામૅન તથા ક્રૂ મૅમ્બર સમગ્ર ઘટનાક્રમને કવર કરવા માટે 'શ્રી કમલમ્' પહોંચ્યા છે.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  6. વિજય રૂપાણી કમલમ્ ખાતે, , બપોર બાદ ગુજરાતને મળી શકે નવા સીએમ

    વિજય રૂપાણી

    હાલ ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ્’ સમગ્ર રાજ્ય અને દેશની ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અહીંથી જ ગુજરાતના નવા મુખ્ય મંત્રીની જાહેરાત કરવામાં આવી શકે છે.

    ‘કમલમ્’ ખાતે સવારથી કેન્દ્રીય નિરક્ષકો, ગુજરાત પ્રભારી અને ભાજપના નેતાઓ આવવાનું શરૂ થઈ ગયું હતું.

    ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા ધારાસભ્યોનું દળ અહીં હાજર છે અને એવામાં વિજય રૂપાણી પણ કાર્યાલય પહોંચી ગયા છે.

    ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યને જણાવ્યા અનુસાર આજે સાંજ સુધીમાં રાજ્યના નવા મુખ્ય મંત્રીની જાહેરાત થઈ શકે એમ છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  7. મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલને ભૂકંપ નડ્યો અને વિજય રૂપાણીનો કોરોનાએ ભોગ લીધો?

  8. વિજય રૂપાણીના રાજીનામા વિશે ગુજરાતીઓ શું કહે છે?

    વીડિયો કૅપ્શન, વિજય રૂપાણીના રાજીનામા અંગે આ ગુજરાતીઓ શું બોલ્યા?
  9. કોણ કરશે મુખ્ય મંત્રીની પસંદગી? ભાજપના નેતાએ આપ્યો જવાબ

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ભાજપના ગુજરાત પ્રદેશના નેતા યમલ વ્યાસે પત્રકારોને સંબોધતાં જણાવ્યું કે "ભાજપના ધારાસભાદળની બેઠક આજે બપોરે ત્રણ વાગ્યે યોજાશે."

    "જેમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પ્રહ્લાદ જોશી અને ભાજપના મહાસચિવ તરુણ ચુગ હાજર રહેશે. બેઠકમાં આગામી મુખ્ય મંત્રીના નામની પસંદગી કરાશે."

  10. નીતિન પટેલે મુખ્ય મંત્રીના પદની દાવેદારી અંગે શું કહ્યું?

    નીતિન પટેલ

    ઇમેજ સ્રોત, Getty Images

    વિશ્લેષકો નીતિન પટેલને મુખ્ય મંત્રીની ખુરશી માટે એક પ્રબળ દાવેદાર ગણે છે, પણ તેઓ પોતે શું કહે છે?

    નીતિન પટેલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે "વિજય રૂપાણીના રાજીનામા અંગે મારે કોઈ ટિપ્પણી કરવાની રહેતી નથી."

    તેઓ મુખ્ય મંત્રીના પદની રેસમાં છે કે નહીં તે અંગે તેઓ કહે છે કે "આ કોઈ રેસ નથી કે જેમાં ફૉર્મ ભરવાનું હોય, રાષ્ટ્રીય નેતાગીરી જે નિર્ણય લેશે તે શિરોમાન્ય ગણાશે."

    સાથે જ તેમણે કહ્યું, "લોકપ્રિય વ્યક્તિ ગુજરાતના મુખ્ય મંત્રી બનશે, ગુજરાત તેમને ઓળખતું હોય, એ જરૂરી છે."

  11. કમલમ્ ખાતેથી નવા CMની જાહેરાત કરાશે?

    વિજય રૂપાણી

    ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ્’ ખાતે ભારે હલચલ જોવા મળી રહી છે. કાર્યાલય પર સવારથી પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે અને અહીં કેટલાય નેતાઓ આવી પહોંચી રહ્યા છે.

    બીબીસીના સંવાદદાતા તેજસ વૈદ્યના જણાવ્યા અનુસાર કમલમ્ ખાતેથી જ રાજ્યના નવા મુખ્ય મંત્રીની જાહેરાત થઈ શકે છે.

    ભાજપના પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસીને જણાવ્યા અનુસાર રાજ્યના નવા મુખ્ય મંત્રીના નામની આજે જ જાહેરાત થઈ જશે. અહીં 12 વાગ્યા બાદ ભાજપના ધારાસભ્યો અને અન્ય નેતાઓની બેઠક યોજાવાની છે. આ પહેલાં સવારે ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસ્થાને પણ એક ઔપચારિક બેઠક યોજાઈ હતી.

  12. ભાજપ ગુજરાતના મુખ્ય મંત્રીની ખુરશી કોને આપશે?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    રવિવારે સવારે ગુજરાત ભાજપના મુખ્યાલય 'શ્રીકમલમ્' ખાતે કેન્દ્રીય પરિવેક્ષકોના આગમન પૂર્વે ચહલપહલ તો જોવા મળી રહી છે, પરંતુ તેમાં અજબ પ્રકારની શાંતિ પ્રવર્તી રહી છે.

    રૂપાણીનું અચાનકથી રાજીનામું માત્ર ગુજરાત જ નહીં, દેશભરની મીડિયાસંસ્થાઓ માટે મોટા સમચાર બની ગયા છે, એટલે મોટી સંખ્યામાં પત્રકારો, કૅમેરામૅન તથા ક્રૂ મૅમ્બર સમગ્ર ઘટનાક્રમને કવર કરવા માટે 'શ્રી કમલમ્' પહોંચ્યા છે.

    વિજય રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતના મુખ્ય મંત્રીની ખુરશી પર કોણ બેસશે, એ અંગે વિશ્લેષકો સંભવિત નામો આપી રહ્યાં છે. પણ ભાજપના નેતાઓ શું કહે છે?

  13. ગુજરાતમાં સ્થિર અને બહુમતીવાળી સરકાર છતાં ભાજપે રૂપાણીને કેમ બદલવા પડ્યા?

  14. ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની બેઠક

    આજે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યો મળી રહ્યા છે. સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર ભાજપના કેન્દ્રીય નિરીક્ષક પ્રહ્લાદ જોશી અને નરેન્દ્રસિંહ તોમર પણ આ બેઠકમાં હાજર રહેશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  15. ભાજપના નિરીક્ષકે શું કહ્યું?

    અમે અહીં ચર્ચા (ગુજરાતના આગામી મુખ્ય મંત્રી અંગે) કરવા આવ્યા છીએ. અમે પ્રદેશ પ્રમુખ અને બીજા નેતાઓ સાથે ચર્ચા કરીશું. : નરેન્દ્રસિંહ તોમર

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  16. શ્રીકમલમ્ ખાતેનો માહોલ

    રવિવારે સવારે ગુજરાત ભાજપના મુખ્યાલય 'શ્રીકમલમ્' ખાતે કેન્દ્રીય પરિવેક્ષકોના આગમન પૂર્વે ચહલપહલ તો જોવા મળી રહી છે, પરંતુ તેમાં અજબ પ્રકારની શાંતિ પ્રવર્તી રહી છે.

    રૂપાણીનું અચાનકથી રાજીનામું માત્ર ગુજરાત જ નહીં, દેશભરની મીડિયાસંસ્થાઓ માટે મોટા સમચાર બની ગયા છે, એટલે મોટી સંખ્યામાં પત્રકારો, કૅમેરામૅન તથા ક્રૂ મૅમ્બર સમગ્ર ઘટનાક્રમને કવર કરવા માટે 'શ્રી કમલમ્' પહોંચ્યા છે.

    ભાજપ, ગુજરાત, અમદાવાદ, કમલમ
  17. વિજય રૂપાણીનું રાજકીય ભવિષ્ય શું હશે? હવે કયું પદ મળી શકે?

  18. અમિત શાહ ગુજરાત ના આવ્યા

    શનિવારે વિજય રૂપાણીના રાજીનામાની જાહેરાત બાદ એવી વ્યાપક ચર્ચા હતી કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી સાંજે ગુજરાત આવશે અને ગુજરાત સરકારના અમુક મંત્રીઓ તથા સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક કરશે.

    જોકે, મોડીરાત સુધી તેઓ ગુજરાત પહોંચ્યા નહોતા અને અહેવાલ માત્ર અટકળ બની રહ્યા હતા.

    amit shah

    ઇમેજ સ્રોત, Getty Images

  19. સંભવિત CM બનવાની અટકળો અંગે પાટીલે શું કહ્યું?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    વિજય રૂપાણીના રાજીનામાં બાદ ગુજરાતના નવા મુખ્ય મંત્રી કોણ હશે તેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. અનેક નામોને લઈને અટકળો ચાલી રહી છે. ત્યારે વિજય રૂપાણીના રાજીનામાં બાદ ભાજપના ગુજરાતના પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું અને તેઓ મુખ્ય મંત્રીના પદની રેસમાં નહીં હોવાની સ્પષ્ટતા કરી હતી.

  20. કેન્દ્રીય નિરીક્ષકનું ગુજરાતમાં આગમન

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    વિજય રૂપાણીના રાજીનામા બાદ હવે ગુજરાતના આગામી મુખ્ય મંત્રી કોણ બનશે એને લઈને અટકળો લગાવાઈ રહી છે. મીડિયાના અહેવાલો જણાવી રહ્યા છે કે આજે ત્રણ વાગ્યે બેઠક યોજાશે અને તેમાં આ અટકળોનો અંત આવી શકે છે. આ દરમિયાન ભાજપના કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમર અને રાષ્ટ્રીય મહાસચિવ આજે ગાંધીનગર આવી પહોંચ્યા . બન્ને હાલ ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલના આવાસે બેઠક કરી રહ્યા છે.