વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી મુખ્ય મંત્રી અને અધિકારીઓ સાથે બેઠક યોજી.
લાઇવ કવરેજ
નમસ્કાર
બીબીસી ગુજરાતીનું લાઇવ પેજ હવે અમે બંધ કરીએ છીએ. ગુજરાત
સહિત દેશ-વિદેશના સમાચારો માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે. તમે અમને
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યૂબ પર ફોલો કરી શકો છો અને દેશ અને દુનિયાની
તરોતાજા માહિતી, ઉત્તમ અવલોકનોની માહિતગાર રહી શકો છો. જોડાયેલા રહો બીબીસી ન્યૂઝ
ગુજરાતી સાથે.
મધદરિયે ફસાયેલા લોકોનું દિલધકક રૅસ્ક્યુ ઑપરેશન
ગુજરાતમાં આવેલા તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. જ્યારે વાવાઝોડું આવ્યું એ સમયે દરિયામાં કેટલાક લોકો ફસાયા હતા.
વાવાઝોડાને કારણે લોકોનાં ઘરને પણ નુકસાન થયું હતું અને અનેક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થયાં હતાં.
જોકે આ દરમિયાન ભારતીય નૅવી દ્વારા દરિયાકાંઠે અને અન્ય સ્થળોએ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તૌકતે વાવાઝોડાથી ગીરમાં કેસર કેરીનો પાક બરબાદ
ગુજરાતમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ ઘણો વિનાશ વેર્યો છે. ખાસ
કરીને જ્યાં સૌથી વધારે અસર પહોંચી એવા સૌરાષ્ટ્રમાં કૃષિને ઘણું નુકસાન થયું છે.
હાલ કેરીની સિઝન ચાલી રહી છે ત્યારે તૌકતે વાવાઝોડાનો ભોગ
કેરી પકવતા ખેડૂતો ખાસ બન્યા છે. કેરી ઉપરાંત અન્ય પાકોને પણ ઘણું નુકસાન ગયું છે.
આપ પાર્ટીએ નરેન્દ્ર મોદીને પત્ર લખીને ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે માગ
તૌકતે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં સર્જાયેલી તબાહી અંગે નિરીક્ષણ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે.
ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના ઉપાધ્યક્ષ ભૌમાભાઈ ચૌધરીએ તૌકતે વાવાઝોડાના કારણે લોકોને થયેલા નુકસાન સામે યોગ્ય વળતર આપવા માટે રજૂઆત કરી છે.
પત્રમાં એમ પણ લખવામાં આવ્યું છે કે ખેડૂતોને 2016થી પાક વીમા અંતર્ગત પૂર્ણ વળતર ચૂકવાયું નથી તે ચૂકવવામાં આવે. આ ઉપરાંત રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓ દ્વારા ખાતરની કિંમતમાં ભાવ વધારો કર્યો છે તે પાછો ખેંચવામાં આવે.
બ્રેકિંગ, કેન્દ્ર સરકાર ગુજરાતને એક હજાર કરોડની સહાય કરશે, મૃતકના પરિવારને બે લાખ રૂપિયા આપશે
કેન્દ્ર સરકારે વાવાઝોડાને કારણે થયેલી નુકસાનીને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારને તાત્કાલિક એક હજાર કરોડ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
ઉપરાંત ઘાયલોને પચાસ-પચાસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મુખ્ય મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે મિંટિંગ કરી હતી. તે બાદ તેમણે આ જાહેરાત કરી હતી.
કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને દીવ-દમણમાં મૃતકો અને ઘાયલોને સહાય આપવામાં આવશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

સમાચાર સંસ્થા પીટીઆઈએ ભારતીય નૌસેનાને ટાંકીને કહ્યું છે કે વાવાઝોડા તૌકતેના કારણે મુંબઈની પાસે ડૂબેલા બાર્જ પી 305ના 22 કર્મચારીઓનાં મૃત્યુ થયા છે અને હાલ 65 કર્મચારીઓ ગાયબ છે.
નેવીએ કહ્યું છે કે હાલ સુધી તેની પર સવાર 273 લોકોમાંથી 186 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે.
નેવીના પ્રવક્તાએ કહ્યું, "શોધખોળ અને બચાવની કામગીરી હાલ પણ ચાલુ છે અને તેમને કિનારે સુધી લાવવાને લઈને અમે હિંમત હાર્યા નથી."
નેવીના પ્રવક્તાએ કહ્યું, "બુધવારે સવાર સુધીમાં પી304ના 184 કર્મચારીઓને બચાવી લેવામાં આવ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કરી સમીક્ષા બેઠક
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારઓનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદ આવીને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મિંટિંગ કરી સ્થિતિની સમીક્ષા કરી છે.
આ બેઠકમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિ હાજર છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દીવમાં હવાઈ નિરીક્ષણ કર્યું
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં થયેલી તબાહીનું નીરિક્ષણ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉના, દીવ, જાફરાબાદ, મહુવા વગેરે સ્થળોનું હવાઈ નીરિક્ષણ કર્યું હતું.
સમાચાર સંસ્થા એએનઆઈ પ્રમાણે તે હવે અમદાવાદમાં સમીક્ષા મીટિંગ કરશે.
કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો માટે વાવાઝોડાએ કેવી મુશ્કેલી ઉભી કરી છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતના સૌરાષ્ટ્રમાં જ્યાં મોટા પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે, ત્યાં તૌકતે વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે.
ત્યારે જાણો શું કહી રહ્યા છે ખેડૂતો.
INS કોચીને અરબ સાગરમાંથી બાર્જ P305 જ્યાં ડૂબ્યું ત્યાંથી 14 લોકોના મૃતદેહ મળ્યા
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
મુંબઈના નેવલ ડૉકયાર્ડમાં કામ કરતા ભારતીય નૌસેનાના અધિકારીએ કહ્યું કે આઈએનએસ કોચીને અરબ સાગરમાંથી બાર્જ પી305 જ્યાં ડૂબ્યું હતું, ત્યાંથી 14 લોકોના મૃતદેહ મળ્યા છે.
17 મેએ સાંજે સાત વાગ્યે બાર્જ ડૂબ્યું હતું, ત્યારે તેની પર 261 લોકો સવાર હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
તૌકતે વાવાઝોડાના કારણે અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે જાનહાનિ થઈ છે. મોટી સંખ્યામાં ઝાડ પડી ગયાં છે.
અમરેલી જિલ્લામાં ઝાડ પડી જવાના કારણે પક્ષીઓના માળા તબાહ થતાં એક વ્યક્તિએ તેમને પોતાના ઘરમાં આશરો આપીને બચાવ્યા હતા.
સમાચાર સંસ્થા એએનઆઈને આશરો આપનારે કહ્યું, "તેમને અહીં પોલીસ લાઇનમાં રાખવામાં આવ્યા હતા, તેમને દવા ખોરાક અને પાણી આપવામાં આવ્યાં. તેમને સાંજે સ્થિતિ સારી થશે પછી છોડી દઈશું"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે પહોંચ્યા છે.
તેઓ હાલ અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગર જિલ્લાનું હવાઈ નીરિક્ષણ કરશે
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી.
'તેમના કારણે જીવતા છીએ, બાકી ન બચ્યા હોત', ભારતીય સૈન્યનો માન્યો આભાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
તૌકતે વાવાઝોડાના કારણે મુંબઈ હાઈ ખાતે બાર્જ P305 તૂટી પડ્યું હતું.
આ તૂટી પડતા તેમાં બચેલા ક્રૂ મેમ્બરને ભારતીય નૌસેનાએ બચાવ્યા હતા.
ભારતીય સૈન્યના આઈએનએસ કોચ્ચી બુધવારે તેમને મુંબઈના દરિયાકિનારે પરત લાવ્યું હતું.
બચેલા ક્રૂ મેમ્બરમાંથી એક સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું, "તેમનો ખૂબ ખૂબ આભાર, તેમના કારણે જીવિત છીએ, બાકી અમે ના બચ્યા હોત."
તેમના બાકી સાથીઓ વિશે વાત કરતા તેમણે કહ્યું, "અમારા જેવા જ બીજાની સ્થિતિ છે."
ભારતીય નૌસેનાએ 184 લોકોને રેસ્ક્યૂ કરી પરત લાવ્યું હતું, જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.
ONGCના 89 કર્મચારી હજી દરિયામાં લાપતા
ભારતીય નૌસેનાએ કહ્યું છે કે દરિયાઈ તોફાન તૌકતેના કારણે મુંબઈની પાસે ડૂબેલા P305 બાર્જના 89 ઓએનજીસી કર્મચારી હજી સુધી ગાયબ છે.
નેવીએ કહ્યું છે કે અત્યાર સુધીમાં તેના પર રહેલા 273 લોકોમાંથી 184 લોકોને બચાવી લેવાયા છે.
બે અન્ય બાર્જ અને એક ઑઇલ રિગ પરથી કામ કરી રહેલા લોકો સુરક્ષિત છે.
નેવીના પ્રવક્તાએ કહ્યું, "બુધવારે સવારે P305ના 184 કર્મચારીઓને બચાવી લેવાયા છે અને તેમને લઈને આઈએનએસ કોચ્ચી અને આઈએનએસ કોલકાતા મુંબઈના કાંઠે પહોંચ્યા છે"
ઇમેજ સ્રોત, Getty Images
"આઈએનએસ તેગ, આઈએનએસ બેતવા, આઈએનએસ બ્યાસ, P81 વિમાન અને સીકિંગ હૅલિકૉપ્ટરથી બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે"
પ્રવક્તાએ કહ્યું કે નૌસેના અને દરિયાી કાંઠાના દળે મંગળવારે જીએએલ કન્સ્ટ્રક્ટરના બાર્જ પરના 137 કર્મચારીઓને બચાવી લીધા હતા.
સાથે જ ss-3 બાર્જ પર કામ કરી રહેલા 196 લોકો અને સાગર ભૂષણ ઑઈલ રિગ પર તહેનાત 101 લોકો સુરક્ષિત છે.
અધિકારીઓએ જાણકારી આપી હતી કે ઓએનજીસી અને એસસીઈના જહાજો પરથી બાર્જને ખેંચીને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યું.
એક બીજું વહાણ આઈએનએસ તલવાર મદદ માટે તહેનાત છે.
પ્રવક્તાએ કહ્યું કે સોમવારે તૌકતે વાવાઝોડાના કારણે ત્રણ બાર્જ અને એક ઑઇલ રિગ સમુદ્રમાં ભટકી ગયા છે જેના પર 707 લોકો કામ કરી રહ્યા હતા.
અમદાવાદમાં તૂટેલાં 1000 ઝાડ રસ્તામાંથી હઠાવાયાં
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે વાવાઝોડું અમદાવાદમાંથી પસાર થયા પછી એક હજારથી વધારે પડી ગયેલા ઝાડને હઠાવવાની કામગીરી કરવામાં આવી હતી.
તેમણે કહ્યું હતું કે ઇજનેર વિભાગ, ગાર્ડન અને સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમે હઠાવવાની કામગીરી કરી હતી. હાલ તેને ડિસ્પોસ કરવાની કામગીરી કરાશે.
તેમના કહેવા પ્રમાણે એક જ રાતમાં એક હજાર જેટલાં વૃક્ષો હઠાવવાની કામગીરી કરાઈ હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
તૌકતે વાવાઝોડાએ સોમવારે રાત્રે ગુજરાતના દરિયાકાંઠે લૅન્ડફોલ કર્યું હતું.
લૅન્ડફોલ દરમિયાન દીવ ખાતે 133 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
દીવ, ગુજરાતના ઉના, અમરેલી, ભાવનગર, નવસારી સહિતના વિસ્તારોમાં જાનમાલને ભારે નુકસાન થયું હતું.
હાલ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ટીમો બચાવ અને રાહતકામગીરીમાં લાગી છે.
દીવમાં રસ્તાઓ પર પડેલાં હોર્ડિંગ્સને હઠાવાઈ રહ્યાં છે.
એનડીઆરએફના ડીજી સત્યપ્રધાને ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ભાવનગરમાં રસ્તાઓ પર પડેલાં ઝાડને હઠાવવામાં આવી રહ્યાં છે.
નવસારીના જલાલપુરમાં મકાનના કાટમાળને હઠાવવામાં આવી રહ્યો છે.
તૌકતે વાવાઝોડું મંગળવારે ગુજરાતના દરિયાકાંઠાથી આગળ વધી અમદાવાદ પાસે થઈ ઉત્તર ગુજરાતમાં પ્રવેશ્યું હતું.
સુરેન્દ્રનગરના ચોટીલા, અમદાવાદમાં પણ એનડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં લાગી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતના સૌરાષ્ટ્રમાં તારાજી સર્જ્યા બાદ હવે વાવાઝોડું તૌકતે નબળું પડ્યું છે અને હવે રાજસ્થાન તરફે ફંટાયું છે.
રાજ્યમાં વાવઝોડાને પગલે 10થી વધુ લોકોનાં મોત થયાં હોવાનું સરકારે કહ્યું છે.
વાવાઝોડાની હાલની સ્થિતિ વિશે વાત કરીએ તો તૌકતે હવે ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાતાં હવે તેની તીવ્રતા ઘટી ગઈ છે.
તે ગુજરાત પાસે દક્ષિણ રાજસ્થાનમાં ગતિમાન છે.
તેની હાલની સ્થિતિ ઉદયપુરથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 60 કિલોમિટર દૂર છે.
તે આગામી 12 કલાકમાં હજુ નબળું પડવાની શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ તૌકતે વાવાઝોડું અમદાવાદ પાસેથી પસાર થયું હતું, જેથી શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો અને પવન ફૂંકાયા હતા.