બંગાળ ચૂંટણી : નદીગ્રામનાં પરિણામો પર ઘેરાતું રહસ્ય
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કૉંગ્રેસ ભલે નિર્ણાયક સરસાઈ મેળવી ચૂકી હોય પણ સૌની નજર નંદીગ્રામની બેઠક પર છે.
લાઇવ કવરેજ
પશ્ચિમ બંગાળમાં નવ સીટ પર તૃણમૂલ કૉંગ્રેસ આગળ
ચૂંટણી પંચે જાહેર કરેલાં આંકડા અનુસાર પશ્ચિમ
બંગાળમાં સવારના સાડા નવ વાગ્યા સુધી તૃણમૂલ કૉંગ્રેસ નવ સીટ પર આગળ છે. જ્યારે
ભારતીય જનતા પાર્ટી ત્રણ સીટ પર આગળ ચાલી રહી છે.
આસામમાં ભાજપ અને કૉંગ્રેસ બંને પાર્ટી બે-બે સીટ
પર આગળ છે, જ્યારે આસામ ગણ પરિષદ અને બોડોલૅન્ડ પીપલ્સ ફ્રન્ટ એક-એક સીટ પર આગળ
છે.
કેરળમાં સીપીઆઈએમ 10 સીટ પર આગળ છે, જ્યારે કૉમ્યુનિસ્ટ
પાર્ટી 2 પર અને કૉંગ્રેસ છ સીટ પર આગળ છે. અન્ય ચાર સીટ પર આગળ છે.
પુડ્ડુચેરીમાં ભાજપ અને કૉંગ્રેસ એક એક સીટ પર
આગળ છે.
તામિલનાડુમાં ડીએમકે 7
સીટ પર, એઆઈડીએમકે 8 સીટ પર અને પટ્ટાઈ મક્કલ કાચી 2 સીટ પર આગળ છે.
ઇમેજ સ્રોત, results.eci.gov.in
પશ્ચિમ બંગાળમાં હાલ ચાલે છે પોસ્ટ બૅલેટની ગણતરી
પશ્ચિમ બંગાળમાં હાલ પોસ્ટલ બૅલેટની ગણતરી ચાલી રહી છે.
પોસ્ટ બૅલેટમાં ભાજપ અને ટીએમસીની વચ્ચે આકરી હરિફાઈ ચાલી રહી છે.
પોસ્ટલ બૅલેટમાં કોઈ આગળ અને પાછળ હોવાથી જીત અને હારનો અંદાજો લગાવી શકાતો નથી.
અસમમાં બે સીટ પર કૉંગ્રેસ આગળ, પશ્ચિમ બંગાળમાં ભાજપ આગળ
અસમમાં બે સીટ પર કૉંગ્રેસ આગળ,
પશ્ચિમ બંગાળમાં ભાજપ આગળ
વિવિધ રાજ્યોમાં નવ વાગ્યા સુધી આવેલા
વલણ આવી ચૂક્યાં છે. સીવોટર પ્રમાણે પશ્ચિમ બંગાળમાં ભાજપ ત્રણ સીટ પર આગળ છે,
જ્યારે તૃણમૂલ કૉંગ્રેસ એક સીટ પર આગળ છે.
આસામમાં કૉંગ્રેસ 2 સીટ પર અને ભાજપ એક
સીટ પર આગળ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
બંગાળના ગુજરાતી નેતા દિનેશ ત્રિવેદીએ શું કહ્યું હતું?
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલાં ગુજરાતી અને મમતા બેનરજીના પક્ષમાં એક મોટા નેતા તરીકે જાણીતા દિનેશ ત્રિવેદી તૃણમુલ કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા.
જે બાદ તેમણે બીબીસી સાથે વાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ શા માટે ભાજપમાં જોડાયા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
વધતા કોરોના વચ્ચે ચૂંટણીપંચે ક્યાં નવા દિશાનિર્દેશ જાહેર કર્યા છે?
ઇમેજ સ્રોત, Getty Images
આજે પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે.
ચૂંટણીપંચે આ મતગણતરી માટે કોરોનાની બીજી લહેરને જોતાં દિશા-નિર્દેશ જારી કર્યા છે.
ચૂંટણીપંચનું કહેવું છે કે મતગણતરીકેન્દ્રમાં ફક્ત એ ઉમેદવારો કે એજન્ટને જવાની મંજૂરી હશે, જેમનો RT-PCR ટેસ્ટ નેગેટિવ હશે અથવા જેમણે વેક્સિનના બે ડોઝ લઈ લીધા હશે.
આ લોકોએ મતગણતરી શરૂ થવાના 48 કલાક પહેલાં RT-PCR અથવા રેપિડ એન્ટિજન ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ અથવા વૅક્સિનના બે ડોઝ લીધા હોવાનું સર્ટીફિકેટ આપવાનું રહેશે.
ઉપરાંત ચૂંટણીપંચે એ સ્પષ્ટ કર્યું છે કે મતગણતરીકેન્દ્રની બહાર લોકોને એકઠાં થવાની મંજૂરી નહીં હોય.
કાઉંન્ટિંગ હૉલ મોટો હોવો જોઈએ જેથી સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થઈ શકે.
મતગણતરી પહેલાં અને પછી મતગણતરીકેન્દ્રને સેનિટાઇઝ કરવામાં આવશે અને ઇવીએમ મશીનોને પણ સેનિટાઇઝ કરવામાં આવશે.
કોરોનાનાં લક્ષણોવાળી કોઈ પણ વ્યક્તિને મતગણતરીકેન્દ્ર પર આવવા દેવામાં નહીં આવે.
ચૂંટણીપંચે પહેલાં જ એ નિર્દેશ આપી દીધો છે કે કોઈ ઉમેદવાર જિત્યા બાદ વિજય સરઘસ નહીં કાઢે.
ચૂંટણીપંચે સ્પષ્ટ કર્યું છે કે જે પણ આ દિશા-નિર્દેશોનું પાલન નહીં કરે તેના વિરુદ્ધ સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
બ્રેકિંગ, પશ્ચિમ બંગાળમાં ભાજપ શરૂઆતના વલણમાં આગળ - સીવોટર
સી વોટર અનુસાર શરૂઆતના વલણોમાં પશ્ચિમ બંગાળમાં ભાજપ બે સીટ પર આગળ છે અને ટીએમસી એક સટી પર.
ભાજપ પશ્ચિમ બંગાળમાં 2019ની લોકસભા ચૂંટણી બાદ મોટી તાકાત બનીને ઉભરી છે અને મમતા બેનરજીને આકરી ટક્કર આપી રહી છે.
વિધાનસભાના પરિણામ માટે મતગણતરી શરૂ
ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે.
સેંકડો કેન્દ્રો પર કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની સાથે મતગણતરી થઈ રહી છે. થોડીવારમાં
જ વલણો આવવાનાં શરૂ થશે.
એક્સિટ પોલ અનુસાર પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલ કૉંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. અસમમાં ભાજપ સત્તામાં બની રહેવાની શક્યતા, જ્યારે તમિલનાડુમાં વર્તમાન સરકાર સત્તા ખોઈ શકે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
બંગાળમાં બરાબરની ટક્કર કોણ મારશે બાજી મમતા કે મોદી?
ઇમેજ સ્રોત, Getty Images
કોરોના મહામારી વચ્ચે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 822 વિધાનસભા બેઠકો પર થયેલી ચૂંટણીની મતગણતરી આજે થવા જઈ રહી છે.
ભારત જ્યારે કોરોના વાઇરસની ગંભીર સ્થિતિમાં જકડાયેલો છે અને દરરોજ હજારો લોકો સારવારના અભાવે દમ તોડી રહ્યા છે ત્યારે આ મતગણતરી શરૂ થવા જઈ રહી છે.
આ મામલે ભારતના ચૂંટણીપંચની ટીકા થઈ રહી છે કે તેણે કોરોના મહામારીની વચ્ચે રેલીઓને મંજૂરી આપી. મદ્રાસ હાઇકોર્ટે તો ત્યાં સુધી કહી દીધું કે ચૂંટણીપંચ પર હત્યાનો કેસ દાખલ થવો જોઈએ.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
પશ્ચિમ બંગાળમાં કોરોનાની વચ્ચે મહિનો ચાલી ચૂંટણી
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે આઠ તબક્કામાં મતદાન થયું હતું. 27 માર્ચથી 29 એપ્રિલની વચ્ચે અહીં મતદાન થયું.
સત્તાધારી તૃણમુલ કૉંગ્રેસ અને ભાજપે રાજ્યમાં ખૂબ જ આક્રમક ચૂંટણીપ્રચાર કર્યો. મમતા બેનરજીએ ત્રીજી વખત સત્તામાં આવવા માટે પૂરું જોર લગાવ્યું તો ભાજપે પણ તેને ભારે ટક્કર આપી.
29 એપ્રિલે પશ્ચિમ બંગાળમાં છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ એક્સિટ પોલ જારી કરવામાં આવ્યા. જે મુજબ મમતા બેનરજી ત્રીજી વખત મુખ્ય મંત્રી બની શકે છે. જોકે, ચૂંટણી પરિણામ ટીએમસી અને ભાજપ વચ્ચે ખૂબ જ નજીક રહેશે.
પશ્ચિમ બંગાળમાં કોણ મારશે બાજી?
પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કૉંગ્રેસ, ભાજપ તથા કૉંગ્રેસ-ડાબેરી પક્ષો અને ઇન્ડિયા સૅક્યુલર ફ્રન્ટની યુતિ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.
મમતા બેનરજીને આશા છે કે તેમનો પક્ષ સળંગ ત્રીજી વખત ચૂંટણી જીતવામાં સફળ રહેશે, જ્યારે ભાજપ અહીં પોતાનો ગઢ સ્થાપિત કરવા માગે છે.
294 ધારાસભ્યોવાળી વિધાનસભા માટે આઠ તબક્કામાં મતદાન યોજાયું હતું.
બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં તમારું સ્વાગત છે. અમે આ લાઇવ પેજમાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલી ચૂંટણીની મતગતરીનાં વલણોની તમને માહિતી આપીશું.