ગુજરાતમાં કોરોનાનો કેર : અમદાવાદમાં 24 કલાકમાં સૌથી વધુ કેસ-સૌથી વધુ મૃત્યુ, દેશની સ્થિતિ કેવી?

કોરોના વાઇરસના સંક્રમણની બીજી લહેરે ભારતમાં ભયંકર સ્થિતિ સર્જી છે, જેમાંથી ગુજરાત પણ બાકાત નથી.

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, ભારતની કોવૅક્સિન કોરોનાના જીવલેણ B.1.617 વેરિયેન્ટ પર પણ સફળ : ડૉ. ફાઉચી

    એન્થની ફાઉચી

    ઇમેજ સ્રોત, Getty Images

    સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે વ્હાઇટ હાઉસના મેડિકલ સલાહકાર અને અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાત ડૉ. એન્થની ફાઉચીએ કહ્યું છે કે ભારતમાં બનેલી કોવૅક્સિન કોરોના વાઇરસના જીવલેણ વેરિયેન્ટ B.1.617 ને નિષ્ક્રિય કરવામાં કામયાબ રહી છે. ડૉ. ફાઉચીએ મંગળવારે એક પત્રકાર પરિષદમાં આ વાત કહી હતી.

    સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે ડૉ. ફાઉચીએ કહ્યું, “અમે લોકો દૈનિક આધાર પર ડેટા હજી પણ જોઈ રહ્યા છીએ. પરંતુ હાલના ડેટા પરથી જાણવા મળે છે કે કોવેક્સિન ઉપયોગ કરનારાઓને ફાયદો થયો છે. આ B.1.617 વેરિયન્ટ પર પણ સફળ રહી છે. એવામાં ભારતમાં રસીકરણ ખૂબ જ મહત્ત્વનું છે.”

    ન્યૂયૉર્ક ટાઇમ્સના રિપોર્ટમાં પણ મંગળવારે કહેવામાં આવ્યું હતું કે કોવેક્સિન ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં અને એન્ટિબૉડી બનાવવામાં મદદ કરી રહી છે. કોવેક્સિનને ભારત બાયોટેકના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ વાઇરોલૉજી અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્સે સાથે મળીને તૈયાર કરી છે. કોવેક્સિનની ઇમરજન્સી ઉપયોગની મંજૂરી ત્રણ જાન્યુઆરીના રોજ મળી હતી. ટ્રાયલના પરિણામોના આધારે તેેને 78 ટકા સફળ ગણાવવામાં આવી હતી.

  2. કોરોનાના દર્દીઓ માટે ઉપયોગી રેમડેસિવિર નથી મળી રહ્યાં, રાજ્યમાં ભારે અછતની ફરિયાદો, સાગર પટેલ, અમદાવાદથી, બીબીસી ગુજરાતી સંવાદદાતા

    કોરોના વાઇરસ

    ઇમેજ સ્રોત, Getty Images

    રેમડેસિવિર, આ નામ પાછલા કેટલાય દિવસથી સોશિયલ મીડિયામાં દર ત્રીજી પોસ્ટમાં જોવા મળી રહ્યો છે.

    કોરોના વાઇરસની માંદગીથી પીડાતા પોતાના સ્વજનને બચાવવા લોકો રેમડેસિવિરની ભાળ મેળવવા કલાકો અને દિવસો સુધી મથામણ કરતા નજરે પડી રહ્યા છે.

    આવી અછતની પરિસ્થિતિમાં જ્યારે અમદાવાદની એક ખાનગી ફાર્મા કંપનીએ 900 રૂપિયામાં આ ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી તો આ સાથે જ હૉસ્પિટલ બહાર લાંબી કતાર લાગી ગઈ.

    એક તરફ જ્યાં સરકાર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી અને એક જગ્યાએ વધુ સંખ્યામાં એકઠા ન થઈ કોરોના વાઇરસના સંક્રમણને ઘટાડવા રાગડા તાણી રહી છે. ત્યાં આ જાહેરાતની સાથે જ પોતાના સ્વજનને બચાવવા માટે મથી રહેલા એક હજાર લોકોની લાંબી લાઇન દસ એપ્રિલના રોજ હૉસ્પિટલની બહાર જોવા મળી.

    જ્યારે બીબીસી ગુજરાતીની ટીમ આ સ્થળે પહોંચે ત્યારે પત્રકારોને જાણવા મળ્યું કે ઘણા લોકો રાજ્યનાં દૂર દૂરના સ્થળોએથી ઇન્જેક્શન લેવા માટે અમદાવાદ પહોંચ્યા હતા.

    ઇન્જેક્શન લેવા માટે છેક કચ્છ જિલ્લાથી અમદાવાદ ઢસડાઈ આવેલી એક વ્યક્તિ સાથે જ્યારે અમારા પત્રકારોએ વાત કરી ત્યારે તેમણે કહ્યું કે દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂ આ ઇન્જેક્શન કરતાં સરળતાથી મળી જાય છે.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    એક તરફ લોકોને રેમડેસિવિર મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યાં સ્થાનિક મીડિયામાં આ ઉપયોગી ઇન્જેક્શનની કાળાબજારીના સમાચાર જોવા રહ્યા હતા.

    સતત મીડિયા કવરેજના કારણે જ કદાચ અમદાવાદની ખાનગી ફાર્મા કંપનીએ થોડાક જ સમયમાં રેમડેસિવિરનો જથ્થો સમાપ્ત થઈ ગયો હોવાની જાહેરાત કરવી પડી.

    ફરી એક વાર લોકો સરકારના ભરોસે થઈ ગયા. પરંતુ સરકારી અને ખાનગી દવાખાનામાં રેમડેસિવિરની ભારે અછત હોવાની વ્યાપક ફરિયાદો હતી. અછતની આ પરિસ્થિતિમાં પણ ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલે સુરતમાં જરૂરિયાતમંદો માટે રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કરી. આ વિતરણ અંગે વિપક્ષે સવાલ પણ ઉઠાવ્યા.

    હાલમાં સોશિયલ મીડિયાનાં ગ્રૂપો જરૂરિયાતમંદો માટે ઇન્જેક્શનની જાણકારી અને પ્રાપ્યતા અંગેનો માર્ગ દર્શાવનારા માધ્યમો બની ગયાં છે.

    દેવલ જાદવ નામના એક શખ્સ સાથે આ અંગે વાત થતાં તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 12 કલાકથી આ ઇન્જેક્શન શોધી રહ્યા છે. જેવો સોશિયલ મીડિયા પર મૅસેજ આવે તેવા તેઓ ઉલ્લેખિત જગ્યાએ તે મેળવવા માટે પહોંચી જાય છે. પરંતુ સ્થળ પર પહોંચતા ઇન્જેક્શન નહીં નિરાશા જ હાથ લાગે છે.

  3. Live : ગુજરાતમાં અને દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે મુંબઈમાં કેસ કેમ ઘટી રહ્યા છે.?

  4. પશ્ચિમ બંગાળમાં કોરોનાની વચ્ચે ચૂંટણીઓ, રોજના હજારો કેસ, ગંભીર સ્થિતિ, અમિતાભ ભટ્ટાસાલી, કોલકાત્તાથી, બીબીસી બંગાળી સર્વિસ

    કોરોના વાઇરસ

    ઇમેજ સ્રોત, sanjay das

    પશ્ચિમ બંગાળમાં કોરોનાની સ્થિતિ વધારે ગંભીર બનતી જાય છે. કોલકાત્તાથી બંગાળી સર્વિસના અમિતાભ ભટ્ટાસાલી જણાવે છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16,403 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે 73 લોકોનાં કોરોનાના કારણે મોત થયાં છે.

    પશ્ચિમ બંગાળમાં હવે મોટા ભાગના લોકો માનતા થયાં છે કે કોરોના ક્યાંય ગયો નથી, એ હજી આપણી આસપાસ છે. થોડાં અઠવાડિયાં પહેલાં તમે કોઈને પૂછો કે તમે કેમ માસ્ક પહેરતા નથી તો કહેતા કે કોરોના ક્યાં છે? શા માટે માસ્ક પહેરવા જોઈએ. હવે લોકોની વિચારસરણી બદલાઈ છે.

    હવે લોકોને તેની આસપાસ બનતી ઘટનાઓની સાચી કહાણીઓ સાંભળવા મળી રહી છે કે લોકો ઓક્સિજનના અભાવે મરી રહ્યા છે. કોઈ વ્યક્તિ કોરોનામાં એટલે મરી ગઈ કે તેમનો પરિવાર તેના માટે ઓક્સિજન સિલિન્ડ ના મેળવી શક્યો.

    મોટાભાગની ખાનગી હૉસ્પિટલોમાં કોરોનાના બેડ ભરાઈ ગયા છે, જ્યારે સરકારી હૉસ્પિટલોમાં ક્યાંક ખાલી બેડ મળી આવે છે. જ્યાં કોરોનાનું સંક્રમણ ઓછું છે તેવા વિસ્તારોમાં મહામહેનતે તમે કોરોનાની બેડ હજી મેળવી શકો છો. પરંતુ કોલકાત્તા અને તેની આસપાસના વિસ્તારોમાં સારવાર માટે જગ્યાઓ નથી.

    કોરોનાની સ્થિતિ

    ઇમેજ સ્રોત, sanjay das

    પશ્ચિમ બંગાળમાં લૉકડાઉન કે કર્ફ્યુ નથી પરંતુ અહીં ચૂંટણીઓ ચાલી રહી છે.

    ગુરુવારે 35 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, કેટલીક જિલ્લાઓમાં આવેલી બેઠકો છે, જ્યારે કેટલીક કોલકાત્તા શહેરની અંદર છે.

    એક મહિનાથી વધારે સમયથી અહીં ચૂંટણીઓનો માહોલ છે. અહીં વિધાનસભાની બેઠકના ઉમેદવારો કોરોના પૉઝિટિવ છે, પક્ષના કાર્યકર્તાઓને કોરોના થયેલો છે, કેટલાક ઉમેદવારોનાં કોરોનાને કારણે મોત પણ થયાં છે.

    અત્યાર સુધી એવા કોઈ પૂરાવા નથી મળ્યા, પરંતુ એ સત્ય છે કે હજારો લોકોએ ચૂંટણી રેલીઓમાં ભાગ લીધો હતો, એમાં અનેક લોકોએ માસ્ક પણ નહોતા પહેર્યા કે ક્યાં સોશિયલ ડિસ્ટન્સ પણ જોવા મળ્યું ન હતું.

  5. ડાયમંડ સિટી' સુરતમાં સતત સળગતી ચિતાઓ, ચીમની ઓગળી ગઈ

    કોરોના વાઇરસ

    ઇમેજ સ્રોત, Getty Images

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  6. કોરોનાના હાલ ભારતનાં અલગ-અલગ રાજ્યોમાં કેવા છે? જુઓ લાઇવ

  7. કોરોનાની વચ્ચે માનવતા : પતિ બીમાર પડ્યા તો પત્નીએ સંભાળ્યું ઓક્સિજનનું કામ

    ગુજરાતમાં હાલ ઓક્સિજનની અછતને કારણે ઘણાં લોકોનાં મોત થઈ રહ્યાં છે. ઓક્સિજન પ્લાન્ટ પર લોકો લાઇનો લગાવીને ઊભા છે. તેવામાં રાજકોટનાં ધોરાજીમાં એક મહિલાનો ઉદાહરણરૂપ દાખલો સામે આવ્યો છે.

    અહીં ઓક્સિજન સપ્લાયરનું કામ કરતા અનુપભાઈની તબિયત ખરાબ થતાં તેમનાં પત્નીએ આ કામ સંભાળ્યું. કોરોનાની આવી સ્થિતિમાં કોઈ ઓક્સિજન વિના ના રહે તે જોતાં તેમણે આ કામ કરવાનું શરૂ કર્યું. જુઓ તેમની કહાણી..

    વીડિયો : બિપિન ટંકારિયા

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  8. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ કોરોનાની ભયાનક સ્થિતિ

    રાજસ્થાનમાં કોરોના દરરોજ કેસ અને મોતના મામલે નવા રેકૉર્ડ બનાવી રહ્યો છે. સરકારી ડૉક્ટર, સ્મશાન અને ઍમ્બુલન્સના કર્મચારીઓ સહિત અન્ય જાણકારો વર્તમાન સ્થિતિને સરકારી આંકડા કરતાં ઘણી ભયાનક બતાવે છે.

    દર્દીઓની સંખ્યા અચાનક વધવાને કારણે બેડ, ઓક્સિજન અને દવાઓની સમસ્યા સર્જાઈ રહી છે. રાજ્યભરમાં સારવારના અભાવે દર્દીઓનાં મોત થવાના અહેવાલો આવી રહ્યા છે. ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે શહેરી વિસ્તારોને બદલે ગ્રામિણ વિસ્તારોની સ્થિતિ વધારે ભયાનક છે.

    429 હૉસ્પિટલોમાં કોવિડની સારવાર ચાલી રહી છે, પરંતુ હવે હૉસ્પિટલો પણ ઓછી પડી રહી છે. જયપુર સહિત અન્ય જગ્યાએ અસ્થાઈ કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યાં છે. સરકાર અંદરો અંદર આરોપ પ્રત્યારોપ કરી રહી છે અને લોકો સુવિધાઓ માટે ભટકી રહ્યાં છે.

    રાજ્યમાં અત્યાર સુધીમાં 5 લાખ 46 હજારથી વધુ લોકોને કોરોનાનું સંક્રમણ થઈ ચૂક્યું છે, જ્યારે 3806 મોત થયાં છે. રાજસ્થાનમાં જયપુર, જોધપુર, ઉદયપુર અને કોટામાં સર્વાધિક કેસો આવી રહ્યા છે.

    રિપોર્ટ : મોહરસિંહ મીણા, જયપુરથી, બીબીસી માટે

    કોરોના કેસ

    ઇમેજ સ્રોત, AFP

  9. ભારતમાં કોરોના ભયાવહ : 24 કલાકમાં કોરોનાના 3 લાખ 60 હજાર નવા કેસ, મોતનો આંકડો 2 લાખને પાર

    coronavirus

    ઇમેજ સ્રોત, Getty Images

    ભારતમાં કોરોના મહામારી દરરોજ ભયાનક રૂપ ધારણ કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના 3 લાખ 60 હજાર નવા કેસ સામે આવ્યા છે.

    નવા રેકૉર્ડ કેસની સાથે-સાથે છેલ્લા 24 કલાકમાં સરકારી આંકડા પ્રમાણે 3,293 લોકોનાં કોરોનાના કારણે મોત થયાં છે. ભારતમાં અત્યારસુધીમાં 1.79 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે.

    ઉપરાંત ભારતમાં અત્યારસુધીમાં કોરોના મહામારીને કારણે 2 લાખથી વધારે લોકોનાં મોત થયાં છે. સૌથી વધારે મોતના મામલે ભારત દુનિયામાં ચોથો દેશ બની ગયો છે. અમેરિકા, બ્રાઝીલ અને મેક્સિકોમાં ભારતથી પણ વધારે લોકોના જીવ કોરોનાને કારણે ગયા છે.

    જોકે, બીજી તરફ એવું પણ કહેવામાં આવે છે કે ભારતમાં કોરોનાના કારણે જેટલાં મોત થાય છે તેનો સાચો આંકડો સામે આવતો નથી.

  10. અમદાવાદમાં કોરોનાની ચિંતાજનક પરિસ્થિતિ, મોતના આંકડા મામલે સરકાર પર આક્ષેપો

    કોરોનાના દર્દી

    ઇમેજ સ્રોત, Getty Images

    રાજ્યના પ્રમુખ શહેર અમદાવાદમાં કોરોનાની કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાછલા અઠવાડિયાની વાત કરીએ તો અમદાવાદમાં દરરોજ સરેરાશ સાડા પાંચ હજાર કોરોના કેસ નોંધાયા છે.

    દરરોજના સરેરાશ 20-25 લોકો મૃત્યુ પામ્યા છે.

    આ આંકડાની ભયાનકતાને વધુ તીવ્ર બનાવે છે રાજ્ય સરકાર પર કોરોનાના આંકડા છુપાવાઈ રહ્યા હોવાના આક્ષેપો.

    શહેરની સિવિલ હૉસ્પિટલની બહાર ઍમ્બુલન્સની લાંબી કતાર રાજ્યની સ્વાસ્થ્ય વ્યવસ્થાની દયનીય હાલતનું ચિત્ર રજૂ કરે છે.

    ખાનગી હૉસ્પિટલોમાં ઓક્સિજન પર રહેલા દર્દીઓને ગમે ત્યારે ઓક્સિજનના અભાવની પરિસ્થિતિનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ છે.

    હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે ખાનગી હૉસ્પિટલો દર્દીને દાખલ કરતાં પહેલાં તેમના ઓક્સિજન સેચ્યુરેશન લેવલ અંગે પૂછી લે છે, જો તે અમુક સપાટી કરતાં ઓછું હોય તો તેઓ દર્દીને દાખલ કરતા નથી.

    કોરોનાના સંક્રમણને ડામવા અમદાવાદની ઘણી બજારોમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યો છે.

    શહેરના કાળુપુર વિસ્તારમાં ટંકશાળ બજારમાં 30 એપ્રિલથી 2 મે સુધી બંધ જાહેર કરવામાં આવ્યો છે.

    અમદાવાદ શહેરનાં તમામ સિવિક સેન્ટર 4 મે સુધી બંધ રહેશે.

    શહેરમાં મેડિકલ ઓક્સિજનનો પુરવઠો મળી રહે એ માટે 24 કલાક ચાલતો ઓક્સિજન કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. તેમ છતાં હોસ્પિટલોને ઓક્સિજન મેળવવા બાબતે ઘણી તકલીફો થઈ રહી હોવાની ફરિયાદો ઊઠી છે.

    રિપોર્ટ : તેજસ વૈદ્ય, બીબીસી સંવાદદાતા, અમદાવાદ

  11. ગુજરાત હાઈકોર્ટે રૂપાણી સરકારને કહ્યું, 'તમે હકીકતને બદલે ગુલાબી ચિત્ર પજૂ કર્યું'

    ગુજરાત રાજ્યના ઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રાજ્ય સરકારનો જવાબ રજૂ કરતાં હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, "ગઈ વખતે સમસ્યાઓ અંગે ઉઠાવાયેલા પ્રશ્નો અંગે રાજ્ય સરકારના સોગંદનામામાં કોઈ જવાબ નથી. અમે આજે રજૂ કરેલા જવાબથી નાખુશ છીએ."

    રાજ્ય સરકારના વકીલે રજૂ કરેલા કોર્ટ સામે રજૂ કરેલા જવાબમાંથી કોર્ટે નોંધ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગઈ વખતે અપાયેલા દૈનિક ટેસ્ટના આંકડા અને અત્યારના આંકડામાં કોઈ ફરક નથી. ટેસ્ટિંગમાં વધારો નથી કરાયો.

    ડિવિઝન બૅન્ચના જસ્ટિસ કારિયાએ રાજ્ય સરકારના જવાબની ટીકા કરતાં કહ્યું હતું કે, "તમારા સોગંદનામામાં ગુલાબી ચિત્ર રજૂ કરવાનું કામ કરાયું છે. બધું ઠીક છે એવું દર્શાવવાની કોશિશ કરાઈ છે. જમીન પરની હકીકતો આધારે જવાબ રજૂ નથી કરાયો."

    જસ્ટિસ કારિયાએ રાજ્ય સરકારના જવાબ સામે વાંધો રજૂ કરતાં કહ્યું કે, "પાછલી સુનાવણીમાં તમે કહ્યું હતું કે અમે હૉસ્પિટલોની બહાર લાગેલી લાઇનો બિલકુલ નાબૂદ કરી દઈશું. જે હજુ સુધી થઈ શક્યું નથી. હજુ પણ લોકોને લાઇનોમાં રાહ જોવી પડી રહી છે. અને તમે કહો છો કે અમે દર્દીઓને લાઇનમાં જ તપાસી રહ્યા છે. આવી વ્યવસ્થા અપેક્ષિત નથી."

    જસ્ટિસ કારિયાએ કહ્યું કે. "આવનારા દિવસોમાં પરિસ્થિતિ વણસવાની છે જ્યારે હાલના તબક્કે લોકોને યોગ્ય સારવાર નથી મળી શકી રહી તો આગળ શું થશે?"

    ગુજરાત હાઈકોર્ટ

    ઇમેજ સ્રોત, Kalpit Bhachech

  12. ગુજરાતમાં દર મિનિટે કોરોનાથી 10 સંક્રમિત થયા, હૉસ્પિટલો ઊભરાઈ

  13. બ્રેકિંગ, થાણેની હૉસ્પિટલમાં આગ, ચાર દર્દીનાં મૃત્યુ

    થાણે જિલ્લાના મુંબ્રા પાસે નૉન-કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગમાં ચાર દર્દીનાં મૃત્યુ થયાં છે. થાણે પોલીસે આ અંગે ખરાઈ કરી છે.

    આ હૉસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓ નહોતા અને હૉસ્પિટલમાં અચાનક આગ કઈ રીતે લાગી એ અંગે હજી ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

    હૉસ્પિટલના આઈસીયુમાં સારવાર લઈ રહેલા ચાર દર્દીઓ આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે.

    સમગ્ર મામલે પોલીસ અને અગ્નિશામક દળના અધિકારીઓ તપાસ કરી રહ્યા હોવાનું મુંબ્રા પોલીસસ્ટેશનના ઇન્સ્પેક્ટર આર. બી. વલ્હટકર જણાવે છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  14. ગુજરાતના તબીબો જે મિથેલિન બ્લુની સલાહ આપ છે એ કેટલી સુરક્ષિત?

  15. ગુજરાતમાં આજથી 'મિનિ લૉકડાઉન'

    ગુજરાત રાજ્યનાં 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુની સાથે-સાથે આજથી કેટલાક સખત નિયંત્રણો લાદવામાં આવ્યા છે, જેને મિનિ લૉકડાઉન ગણવામાં આવી રહ્યું છે.

    આ નિયંત્રણો 28 એપ્રિલ 2021, બુધવારથી 5મી મે 2021, બુધવાર સુધી અમલી રહેશે.

    રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે કે આ નિયંત્રણો દરમિયાન 29 શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

    ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે આ નિર્ણય મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    • આ સમયગાળા દરમિયાન અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી-ફળોની દુકાન, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બૅકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રાખી શકાશે.
    • 29 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાં અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત્ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
    • તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત્ રહેશે.
    • 29 શહેરોમાં તમામ રેસ્ટોરાં બંધ રહેશે માત્ર ટેક-અવે સેવા ચાલુ રાખી શકાશે.
    • તમામ 29 શહેરોમાં મોલ, શૉપિંગ કૉમ્પલેક્સ, સિનેમાહોલ, ઑડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વૉટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યૂટી પાર્લર અને અન્ય ઍમ્યુઝમૅન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.
    • સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.
    • સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે, માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.
    • સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સ્પૉર્ટ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.
    • સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ 50 વ્યક્તિઓ હાજર રહી શકશે, અંતિમવિધિમાં 20 વ્યક્તિઓ હાજર રહી શકશે.
    ગુજરાતમાં મિનિ લૉકડાઉન

    ઇમેજ સ્રોત, Getty Images

  16. સુપ્રભાત, બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    અહીં દિવસ દરમિયાન કોરોના મહામારી સંદર્ભે ગુજરાત, દેશ તથા દુનિયાની ખબરો મેળવી શકશો.