ગુજરાતમાં કોરોનાનો કેર : અમદાવાદમાં 24 કલાકમાં સૌથી વધુ કેસ-સૌથી વધુ મૃત્યુ, દેશની સ્થિતિ કેવી?

કોરોના વાઇરસના સંક્રમણની બીજી લહેરે ભારતમાં ભયંકર સ્થિતિ સર્જી છે, જેમાંથી ગુજરાત પણ બાકાત નથી.

લાઇવ કવરેજ

  1. ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા 14,120 કેસ, 174 દરદીનાં મૃત્યુ

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 14,120 કેસ નોંધાયા છે, જ્યારે 174 દરદીઓનાં મૃત્યુ થયાં છે. આ દરમિયાન રાજ્યમાં બુધવારે 8595 દરદીઓ કોરોનાથી સાજા પણ થયા છે.

    ગુજરાતમાં આજે સૌથી વધારે અમદાવાદમાં 5740 કેસ નોંધાયા છે. તો સુરતમાં 2116, વડોદરામાં 838, જામનગરમાં 721 અને રાજકોટમાં 434 કેસ નોંધાયા છે.

    જ્યારે મહેસાણામાં 491 કેસ નોંધાયા છે.

    ગુજરાતમાં આજે સૌથી વધારે મૃત્યુ અમદાવાદમાં થયાં છે. અમદાવાદમાં 26 દરદીનાં મૃત્યુ થયાં છે.

    ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 5,38,845એ પહોંચી છે. જ્યારે હાલ સુધીમાં 368824 દરદીઓ સાજા થયા છે. જ્યારે 6830 દરદીના મૃત્યુ થયાં છે.

    પ્રતીકાત્મકત તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મકત તસવીર
  2. મોદી અને પુતિનની વચ્ચે કોરોના વાઇરસને લઈને થઈ ચર્ચા

    કોરોના સંકટ સામે ભારતની લડાઈમાં રશિયાની મદદ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની વચ્ચે બુધવારે ચર્ચા થઈ.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિન સાથે આજે સારી વાત થઈ. અમે કોરોના વાઇરસની મહામારીની સ્થિતિ પર ચર્ચા કરી. કોરોનાની સામે ભારતની લડાઈમાં રશિયાની મદદ માટે રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  3. કોવિશિલ્ડ વૅક્સિન હવે રાજ્યોને 300 રૂપિયામાં મળશે

    કોવિશિલ્ડ વૅક્સિનની કિંમતમાં ઘટાડાનો નિર્ણય સીરમ ઇન્સ્ટિટ્યૂટે લીધો છે.

    કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાએ તેની જાણકારી આપી હતી

    તેમણે ટ્વિટર પર જાહેરાત કરતા કહ્યું, "સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા તરફથી પરોપકાર કરવાનું પગલું ભરીને રાજ્ય સરકારો માટે આના એક ડોઝની કિંમત 400 રૂપિયાથી ઓછી કરીને 300 રૂપિયા કરીએ છીએ. આના માટે રાજ્ય સરકારોને હજારો કરોડ રૂપિયાની બચત થશે અને વધારે ને વધારે લોકોને વૅક્સિન આપવામાં આવશે અને અનેક લોકોના જીવ બચાવી શકાશે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  4. દક્ષિણ કોરિયાથી સિંગાપોર સુધી, ભારતને વિશ્વમાંથી આ રીતે મળી રહી છે મદદ

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    દક્ષિણ કોરિયાની સરકારે કહ્યું કે તેઓ કોરોનાસંકટથી લડી રહેલા ભારતને તત્કાળ મેડિકલ સપ્લાય મોકલશે, જેથી લોકોની જિંદગીઓ બચાવી શકાય.

    દક્ષિણ કોરિયાના દૂતાવાસે કહ્યું કે ઓક્સિજન કૉન્સેન્ટેટર્સ જેવી મેડિકલ ઉપયોગની વસ્તુઓ અને અન્ય જરૂરિયાતો પર વાત કરાઈ રહી છે.

    દૂતાવાસે કહ્યું કે દક્ષિણ કોરિયાની સરકાર કોરોના સામેની લડાઈમાં ભારત સાથે પોતાનો નજીકનો સહયોગ ચાલુ રાખશે.

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    આ દરમિયાન સિંગાપોરના મંત્રી મલિક ઉસ્માને 256 ઓક્સિજન સિલિન્ડરનો પુરવઠો રવાના કર્યો છે. આ ઓક્સિજન સિલિન્ડર સિંગાપોર ઍરફોર્સનાં બે વિમાનોથી ભારત લવાઈ રહ્યા છે.

    આ પુરવઠો બુધવારે જ ભારત પહોંચી જશે.

    અગાઉ ભારતના ગૃહમંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાનાં કેટલાંક વિમાનો સિંગાપોરથી વધુ ઓક્સિજન કન્ટેનર લાવવા માટે ત્યાં જવાની તૈયારી કરી રહ્યાં છે.

    બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા અને યુરોપીય સંઘ પહેલેથી ભારતને કોરોના મહામારીમાં સાથ આપી રહ્યા છે.

  5. બ્રેકિંગ, કોવિન એપ : ક્રેશ થયું સર્વર, લોકો નથી કરી શકતા વૅક્સિન માટે રજિસ્ટ્રેશન

    18 થી 45 વર્ષની ઉંમરના લોકો માટે કોરોના વાઇરસની વૅક્સિન માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બુધવારે સાંજે ચાર વાગે શરૂ થવાની હતી પરંતુ આના માટે બનાવવામાં આવેલી કોવિન ઍપ અને આરોગ્ય સેતુ ઍપ માટેનું સર્વર ક્રેશ થઈ ગયું.

    મોટી સંખ્યામાં લોકો વૅક્સિનના રજિસ્ટ્રેશન માટે કોવિન ઍપ પર પ્રયત્ન કરતા હતા. પરંતુ કોવિન એપ પર તેમને આ સંદેશો મળી રહ્યો છે કે હાલ 45 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે.

    કેટલાક લોકોની ફરિયાદ છે કે કોવિન ઍપ પર ઓટીપી જનરેટ થઈ રહ્યો નથી.

    આરોગ્ય સેતુનું કહેવું છે કે ચાર વાગે એક સામાન્ય તકનીકી અડચણ આવી હતી જેમાં સુધારો કરવામાં આવ્યો છે અને 18 વર્ષથી વધારે ઉંમરના લોકો હવે વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    આજ સ્થિતિ છે આરોગ્ય સેતુ એપની પણ જ્યાં લોકોને પોતાના એપ પર ‘સર્વર ઇશ્યુ’નો સંદેશો જોવા મળી રહ્યો હતો.

    આ પહેલાં સરકારે એ કહ્યું હતું કે 28 એપ્રિલથી લોકો આરોગ્ય સેતુ તથા કોવિન ઍપ પર વૅક્સિન માટે રજિસ્ટ્રેશન કરી શકશે.

    રજિસ્ટ્રેશન દરમિયાનની તસવીર
  6. ચેન્નાઈમાં સ્થિતિ ગંભીર, હજારો લોકો હૉસ્પિટલમાં

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    મુરલીધરન કાસી વિશ્વનાથન, બીબીસી

    તામિલનાડુનું સૌથી વધુ સંક્રમિત શહેર હાલ ચેન્નઈ છે. ચેન્નઇમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કોરોના વાઇરસના કેસ નોંધાયા છે.

    27 એપ્રિલે ચેન્નઇમાં 4,640 કોરોના વાઇરસના કેસ નોંધાયા હતા. હાલ ચેન્નઇમાં 31,136 દરદી સારવાર લઈ રહ્યા છે.

    તામિલનાડુમાં મંગળવારે 77 લોકો મૃત્યુ પામ્યા હતા જેમાંથી 27 લોકો તો ચેન્નાઈમાં જ મૃત્યુ પામ્યા હતા.

    રાજ્યમાં વધી રહેલાં કોરોના વાઇરસના કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલય દ્વારા 12 હજારથી વધારે ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

    રેમડેસિવિર ઇન્જેક્શનના વિતરણ માટે સરકાર દ્વારા કિલપૌક સરકારી હૉસ્પિટલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યાં હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે.

    સરકારનો આરોગ્ય વિભાગ કહે છે કે રેમડેસિવિર જીવન બચાવતી દવા નથી. તે તમે હૉસ્પિટલમાં રહો છો તેના દિવસોને પણ ઘટાડે છે છતાં પણ હજારો લોકો ખરીદવા માટે આવે છે.

  7. મહારાષ્ટ્રમાં ફરી 15 દિવસ લૉકડાઉન લંબાવાયું, કોરોનાની સ્થિતિ હજી પણ ગંભીર

    મહારાષ્ટ્રમાં ફરી 15 દિવસનું લૉકડાઉન લંબાશે.

    મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું છે કે રાજ્યમાં લૉકડાઉનને 15 દિવસ માટે વધારવામાં આવશે. આ પ્રતિબંધ 30 એપ્રિલે પૂર્ણ થવાનો હતો.

    તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર કેબિનેટના તમામ સભ્યોનો આ મત હતો કે હાલના પ્રતિબંધોને આગામી 15 દિવસ સુધી વધારવા જોઈએ.

    એક મેથી 18 વર્ષ અને તેનાથી વધારે ઉંમરવાળા માટે વેક્સિનેશન શરૂ થઈ રહ્યું છે. આના પર તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની પાસે તમામ મૂળ સુવિધા છે, પરંતુ અમારી પાસે પર્યાપ્ત પ્રમાણમાં વૅક્સિન નથી.

    તેમણે કહ્યું કે મુખ્ય મંત્રી વૅક્સિન બનાવતી સંસ્થાઓ સાથે વાત કરી રહ્યા રહ્યા છે. રાજેશ ટોપેએ પણ જાણકારી આપી હતી કે 18 થી 44 વર્ષના લોકો માટે અલગ વૅક્સિનેશન સેન્ટર હશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  8. સુરેન્દ્રનગરમાં ઓક્સિજન માટે વલખા મારી રહ્યા છે લોકો

    સુરેન્દ્રનગરના સ્મશાનની તસવીર

    ઇમેજ સ્રોત, Sachin Pithva

    ઇમેજ કૅપ્શન, સુરેન્દ્રનગરના સ્મશાનની તસવીર

    સચિન પીઠવા, સુરેન્દ્રનગરથી, બીબીસી ગુજરાતી માટે

    સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સરકારી હૉસ્પિટલોમાં કોરોના વાઇરસના બેડ ફૂલ થઈ ગયા છે. સામાન્ય લોકોને જગ્યા ન મળવાના કારણે ગંભીર સ્થિતિ ઊભી થઈ છે.

    દરદીઓને ઓક્સિજન નથી મળી રહ્યો અને ઓક્સિજન માટે સામાજિક સંસ્થાઓનો આધાર લેવો પડે છે.

    ખાનગી હૉસ્પિટલમાં દાખલ થતાં દરદીઓને પણ ઓક્સિજનની વ્યવસ્થા જાતે જ કરવી પડે છે.

    જિલ્લા વહીવટીતંત્રએ નિર્ણય કર્યો છે કે હોમ આઇસોલેશનમાં રહેલા દરદીઓની ધનવંતરી રથ મુલાકાત લેશે, જાત નિરીક્ષણ કરશે. પછી લખી આપશે તોજ ઓક્સિજન બનાવતી કંપની સિલિન્ડર ભરી આપશે.

    સામાજિક સંસ્થાઓને ઓક્સિજન ન મળવાના કારણે અનેક દરદીઓની સ્થિતિ કફોડી બની છે.

    જિલ્લામાં કોરોના વાઇરસની બીજી લહેરથી સ્વાસ્થ્ય વ્યવસ્થા પર ભારે દબાણ ઊભું થયું છે. ગામડાંમાં પણ કોરોનાના કેસો આવવા લાગતા હવે સ્થિતિ અતિ ગંભીર બની ગઈ છે.

    સારવાર માટે અનેક દરદીઓ એકથી બીજી હૉસ્પિટલો જઈ રહ્યાં છે, બીજી તરફ ઓક્સિજનની અછતના કારણે ગંભીર દરદીઓની સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે.

  9. કોરોનાની બીજી લહેર વિશે દરેક સવાલના જવાબ, કેવી રીતે બીજી લહેરથી બચવું?

  10. કોરોના રિપોર્ટ નેગેટિવ અથવા વૅક્સિનના પ્રમાણપત્ર બાદ જ ઉમેદવારોને મતગતરીકેન્દ્રમાં પ્રવેશ

    2 મેના રોજ પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણની મતગણતરી થવાની છે. ચૂંટણીપંચે આ મતગણતરી માટે કોરોનાની બીજી લહેરને જોતાં દિશા-નિર્દેશ જારી કર્યા છે.

    • ચૂંટણીપંચનું કહેવું છે કે મતગણતરીકેન્દ્રમાં ફક્ત એ ઉમેદવારો કે એજન્ટને જવાની મંજૂરી હશે, જેમનો RT-PCR ટેસ્ટ નેગેટિવ હશે અથવા જેમણે વેક્સિનના બે ડોઝ લઈ લીધા હશે.
    • આ લોકોએ મતગણતરી શરૂ થવાના 48 કલાક પહેલાં RT-PCR અથવા રેપિડ એન્ટિજન ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ અથવા વૅક્સિનના બે ડોઝ લીધા હોવાનું સર્ટીફિકેટ આપવાનું રહેશે.
    • ઉપરાંત ચૂંટણીપંચે એ સ્પષ્ટ કર્યું છે કે મતગણતરીકેન્દ્રની બહાર લોકોને એકઠાં થવાની મંજૂરી નહીં હોય. કાઉંન્ટિંગ હૉલ મોટો હોવો જોઈએ જેથી સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થઈ શકે.
    • મતગણતરી પહેલાં અને પછી મતગણતરીકેન્દ્રને સેનિટાઇઝ કરવામાં આવશે અને ઇવીએમ મશીનોને પણ સેનિટાઇઝ કરવામાં આવશે.
    • કોરોનાનાં લક્ષણોવાળી કોઈ પણ વ્યક્તિને મતગણતરીકેન્દ્ર પર આવવા દેવામાં નહીં આવે.
    • ચૂંટણીપંચે પહેલાં જ એ નિર્દેશ આપી દીધો છે કે કોઈ ઉમેદવાર જિત્યા બાદ વિજય સરઘસ નહીં કાઢે. ચૂંટણીપંચે સ્પષ્ટ કર્યું છે કે જે પણ આ દિશા-નિર્દેશોનું પાલન નહીં કરે તેના વિરુદ્ધ સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
  11. વડોદરામાં ઓક્સિજન ન મળતાં કોઈ મૃત્યુ પામે તો કોણ જવાબદાર?: કૉંગ્રેસની ઓએસડીને રજૂઆત

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    રાજીવ પરમાર, વડોદરાથી, બીબીસી ગુજરાતી માટે

    વડોદરા શહેરમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની અછત વચ્ચે દરદીઓને સારવાર માટે બેડ મળી રહ્યા નથી. ત્યારે વડોદરા પ્રશાસને 160 જેટલી નાની હૉસ્પિટલને ઓક્સિજન આપવાની મનાઈ ફરમાવવાનો નિર્ણય કર્યો હતો.

    આ નિર્ણયની વિરુદ્ધમાં વડોદરા કૉંગ્રેસ દ્વારા શહેરમાં કોરોના વાઇરસની જવાબદારી સંભાળનાર સ્પેશિયલ અધિકારી વિનોદ રાવને મળ્યા હતા.

    કૉંગ્રેસના પ્રતિનિધી મંડળે વિનોદ રાવને રજૂઆત કરી હતી કે ઓક્સિજનના અભાવમાં કોઈ દરદીનું મૃત્યુ થશે તો કોણ જવાબદાર?

    કૉંગ્રેસે જણાવ્યું હતું કે ઓક્સિજન પુરો પાડવાની જરૂરિયાત સત્તાધારી પાર્ટીની છે પરંતુ તે નિષ્ફળ ગયા છે.

    વડોદરામાં અંતિમ સંસ્કાર માટે લાકડાં ખૂટતાં સામાજિક સંસ્થાએ દાનમાં આપ્યાં

    વડોદરામાં એક તરફ મૃતકાંક ઓછો બતાવવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી બાજુ સ્મશાનમાં રાત દિવસ અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

    આ સ્થિતિના કારણે સ્મશાનમાં લાકડાં પણ ખૂટી પડતાં કચ્છ કડવા પાટીદાર સમાજે વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત સ્મશાનોમાં 5 ટ્રક ભરીને લાકડાં દાનમાં આપ્યાં હતાં.

    વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં પીડિયાટ્રિશિયન વિભાગે 23 બાળકોને કોરોનામાંથી સ્વસ્થ કર્યાં

    વડોદરાની એસએસજી હૉસ્પિટલના પીડિયાટ્રિશિયન વિભાગમાં કોરોના સંક્રમિત બાળકોની સારવાર કરવામાં આવી રહી છે. આ વિભાગમાં 10 બેડ ફાળવવામાં આવ્યા છે. હાલ સુધીમાં 23 બાળકોની સારવાર કરાઈ છે.

    પીડિયાટ્રિકના હેડ શીલા ઐય્યરે જણાવ્યું, “23માંથી પાંચ બાળકો તો નવજાત હતાં. જે ગર્ભમાંથી ચેપ લઈને આવ્યાં હતાં. એક બાળકની સારવાર સાડા ત્રણ અઠવાડિયાં સુધી ચાલી હતી. 80 થી 85 બાળકોને હોમ ટ્રીટમેન્ટ આપીને ઠીક કર્યાં હતાં.”

  12. મહારાષ્ટ્રનું અમરાવતી : લૉકડાઉન બાદ ફરી વધી રહ્યા છે કેસ

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, EPA/JAGADEESH NV

    નીતેશ રાઉત

    બીબીસી મરાઠી

    મહારાષ્ટ્રનું અમરાવતી શહેર ફેબ્રુઆરીથી સમાચારોના કેન્દ્રમાં આવી ગયું હતું.

    કોરોના વાઇરસની બીજી લહેર શરૂ થઈ હતી અને શહેરમાં સંક્રમિત દરદીઓની સંખ્યા નવી ઊંચાઈએ પહોંચવા લાગી હતી.

    સંક્રમણના કેસમાં અભૂતપૂર્વ વૃદ્ધિને જોતાં શહેરમાં 15 દિવસના આકરા પ્રતિબંધ લગાવવામાં આવ્યા.

    લૉકડાઉન લગાવ્યા પછી સંક્રમણના કેસમાં ઘટાડો તો થયો પરંતુ હવે સ્થિતિ પછી પહેલાં જેવી થઈ ગઈ છે.

    અહીં રોજ સંક્રમણના 700 નવા કેસ રિપોર્ટ થઈ રહ્યા છે. મૃત્યુદરના આંકડા પણ વધ્યા છે.

    શહેરના લોકોને હૉસ્પિટલમાં પથારી મળવી મુશ્કેલ થઈ ગઈ છે. અન્ય શહેરોની જેમ અહીં પણ ઓક્સિજનની સમસ્યા છે.

    જિલ્લામાં વૅક્સિનેશન કાર્યક્રમ સાવ અટકી પડ્યો છે. જિલ્લામાં વૅક્સિનની અછત સર્જાઈ છે.

    રોજના 500થી 900 કેસ નોંધાઈ રહ્યા છે. છતાં લોકો લૉકડાઉનનું પાલન કરતા નથી. પોલીસ પાલન કરાવવા માટે મથી રહી છે.

  13. ગીરનાં નાનાં ગામોમાં કોરોનાનો કેર : એક દિવસમાં ત્રણ-ત્રણ લોકોનાં મૃત્યુ

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    દિલીપ મોરી, ગીર-સોમનાથ, બીબીસી ગુજરાતી માટે

    ગીરનાં નાનાં ગામોમાં એક-એક દિવસમાં ત્રણ-ત્રણ મોત થતાં લોકોમાં ભય ફેલાયો છે.

    ગીરગઢના ચીખલા કુબા ગામે એક દંપતીનું મૃત્યુ થયું છે, જ્યારે કોડીનારના ઘાટવડ ગામે પિતા-પુત્રનું કોરોના વાઇરસથી અવસાન થયું છે. આવા અનેક કિસ્સાઓ ગીરમાં જોવા મળી રહ્યા છે.

    ગીરના ઉનાના કોવિડ સ્મશાનમાં મંગળવારે 8 કોવિડ દરદીઓની અંતિમવિધિ કરાઈ હતી.

    સોમનાથના ત્રિવેણીઘાટ પાસે આવેલા સ્મશાન ઉપરાંત અનેક સ્મશાનમાં વેઇટિંગ ચાલી રહ્યું છે.

    લોકો ભવિષ્યમાં તેમને રેમડેસિવિર અને ઓક્સિજનના બાટલાની જરૂરિયાત પડશે એમ વિચારીને શોધી રહ્યા છે.

    ગીર સોમનાથ જિલ્લામાં 8 જગ્યા પર કોવિડ હૉસ્પિટલ છે, જેમાં વેરાવળની સિવિલ હૉસ્પિટલમાં ઓક્સિજનની ઘટના કારણે 7 લોકોનાં મૃત્યુ થયાં હોવાનો આરોપ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ લગાવ્યો હતો.

    સ્થાનિક રિપોર્ટરે જણાવ્યું કે નવાઈની વાત એ છે કે રોજના અનેક લોકો મોતને ભેટી રહ્યા છે, હૉસ્પિટલમાં બેડ નથી મળતી, સ્મશાનમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે આરોગ્ય વિભાગ દ્વારા રોજ પત્રકારોને પ્રેસનોટ અપાય છે તેમાં છેલ્લા 15 દિવસમાં એક પણ મોત થયું નથી એમ જણાવાયું છે.

    જિલ્લામાં રોજના 20થી 30 લોકો મૃત્યુ પામે છે પરંતુ અહીં સત્તાવાર એક પણ વ્યક્તિનું કોવિડના કારણે મોત થયાનું બહાર નથી આવતું.

    ગીરમાં 8 કોવિડ સેન્ટર છે પરંતુ માત્ર 3થી 4 સેન્ટરો પર ગંભીર દર્દીઓને હાલ સારવાર મળી રહી છે, કારણ કે ઓક્સિજન બેડ ખૂબ ઓછી જગ્યાએ છે.

    કોરોના વાઇરસના કેસ આવવાના કારણે શરદી, ખાસી, ઉધરસ આવતા લોકો દવાખાને જઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારનાં નાનાં ક્લિનિક પર સવારથી જ મોટી કતારો જોવા મળી રહી છે.

  14. 'રૂપાણી સરકારે કોઈ પણ તૈયારી વિના મિનિ-લૉકડાઉન જાહેર કરી દીધું છે'' રાજકોટમાં વેપારીઓ શું કહે છે?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  15. મધ્ય પ્રદેશમાં માનવાધિકાર આયોગે ઓક્સિજનની કમીથી મોત મામલે રિપોર્ટ માગ્યો

    કોરોના વાઇરસ

    ગુરપ્રિત સૈની, બીબીસી હિન્દી

    મધ્ય પ્રદેશમાં કોરોનાથી હાલત બગડતી જઈ રહી છે. સંક્રમણના કેસ 5 લાખ 25 હજારના આંકડાને પાર કરી ગયા છે.

    મધ્ય પ્રદેશનાં મોટાં ભાગનાં શહેરોમાં લાદેલા સીમિત લૉકડાઉન છતાં પણ સંક્રમણ ઓછું થયું નથી.

    મંગળવારે રાજ્યમાં સંક્રમણના 13,417 કેસ નોંધાયા હતા. ગત 26 દિવસોમાં કેટલાક દિવસોને બાદ કરતાં દરેક દિવસે રેકૉર્ડ કેસ નોંધાઈ રહ્યા છે.

    મંગળવારે પૉઝિટિવિટી રેટ 22.6 ટકા રહ્યો, એટલે કે રાજ્યમાં ટેસ્ટ કરાવનારો દર ચોથો માણસ પૉઝિટિવ આવ્યો છે.

    આ મહિને રોજનો પૉઝિટિવિટી રેટ ત્રણ ગણો વધારે રહ્યો છે. જોકે મંગળવારે સોમવારે નોંધાયેલા 23 ટકા પૉઝિટિવિટી રેટથી થોડો ઓછો રહ્યો.

    છેલ્લા કેટલાક દિવસોમાં પૉઝિટિવિટી રેટમાં સામાન્ય ઘટાડો થયો છે.

    મંગળવારે 98 લોકોનાં મૃત્યુ થયાં. આ સાથે જ રાજ્યમાં આ બીમારીથી મૃત્યુ પામનારની સંખ્યા 5,319 પર પહોંચી ગઈ છે.

    સૌથી વધુ 1837 કેસ ઇન્દોરમાં નોંધાયા છે. બાદમાં ભોપાલમાં 1836 અને ગ્વાલિયરમાં 1198 દર્દીઓ મળ્યા.

    રાહતની વાત એ છે કે 11,577 લોકો સાજા થઈ ગયા અને હૉસ્પિટલથી ઘરે ગયા છે.

    અત્યાર સુધીમાં રાજ્યમાં સાજા થવાનો આંકડો 4,25,812 છે.

    27 એપ્રિલે રાજ્યમાં 94,276 કેસ સક્રિય હતા. આ પણ એક રેકૉર્ડ છે, કેમ કે અગાઉ રાજ્યમાં ક્યારેય આટલા સક્રિય કેસ નહોતા.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શન માટે ઝૂઝતા લોકોની તસવીરો પણ જોવા મળી હતી, જેવી દેશના અન્ય ભાગોમાં પણ જોવા મળી હતી.

    અહીં ઇન્દોરમાં એક એવા પણ સમાચાર આવ્યા છે કે બ્લડ બૅન્કોમાં પ્લાઝ્મા કલેક્શનની કિટ ખૂટી પડી છે.

    એવામાં જે લોકો પ્લાઝ્મા દાન કરવા માટે જઈ રહ્યા છે, તેમને પાછા મોકલાઈ રહ્યા છે.

    મધ્ય પ્રદેશમાં મેડિકલ ઓક્સિજનના સપ્લાય માટે મંગળવારે સવારે ઝારખંડના બોકારોથી છ ટૅન્કર લઈને ટ્રેન રવાના થઈ, જેમાં 64 મેટ્રિક ટન ઓક્સિજન ભરેલો હતો.

    એક અઠવાડિયા પહેલાં શનિવાર અને રવિવાર દરમિયાનની રાતે શહડોલની સરકારી મેડિકલ કૉલેજમાં કમસે કમ છ કોવિડ દર્દીઓનાં મેડિકલ ઓક્સિજન ઓછું મળવાને કારણે મૃત્યુ થયાંના સમાચાર સામે આવ્યા હતા.

    પીટીઆઈએ આ સમાચાર સંસ્થાના ડીનના હવાલાથી આપ્યા હતા.

    બાદમાં મધ્ય પ્રદેશના મેડિકલ એજ્યુકેશન મંત્રી વિશ્વાસ સારંગે ઓક્સિજનની કમીની વાતનો ઇનકાર કર્યો હતો અને તપાસના આદેશ આપ્યા હતા.

    હવે મધ્ય પ્રદેશ માનવાધિકાર આયોગે મુરૈનામાં ત્રણ અને કટનીમાં બે કોરોના પૉઝિટિવ દર્દીનાં મૃત્યુ ઓક્સિજનની કમીને કારણે થવા મામલે સંજ્ઞાન લીધું છે અને સ્વાસ્થ્ય સચિવ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો અને મુખ્ય ચિકિત્સા અધિકારીઓ પાસેથી 3 મે સુધીમાં જાણકારી માગી છે.

    બંને ઘટના સોમવારે ઘટી હતી. બાદમાં મૃતકના સ્વજનો અને સ્વાસ્થ્યકર્મીઓ વચ્ચે વિવાદ પણ થયો હતો.

  16. અમદાવાદમાં 108 જરૂરી નહીં કોઈ પણ વાહનમાં પહોંચાશે હૉસ્પિટલ

    ઍમ્બુલન્સની લાઇન

    ઇમેજ સ્રોત, bipin tankariya

    અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન, એએમસીની હદમાં આવતી તમામ સરકારી અને કૉર્પોરેશને ડેઝિગનેટ કરેલી હૉસ્પિટલોમાં 108 સેવા મારફતે જ કોવિડ દરદીઓને દાખલ કરવામાં આવતા હતા તેના સ્થાને દરદી કોઈ પણ વાહન દ્વારા પહોંચશે તો તેને દાખલ કરવામાં આવશે.

    તારીખ 29 એપ્રિલ, 2021ના સવારે 8 વાગ્યાથી કોઈ પણ દરદી ખાનગી વાહનમાં પણ કોવિડ હૉસ્પિટલ પહોંચી શકશે.

    અમદાવાદમાં કોરોના વાઇરસની સારવાર કરતી તમામ ખાનગી હૉસ્પિટલમાં ચાલુ ક્ષમતાના 75 ટકા બેડ સારવાર માટે પૂરા પાડવાના રહેશે. આમ ગત 50 ટકામાં બીજા 25 ટકા બેડનો વધારો કર્યો છે. કૉર્પોરેશને અંદાજ આંક્યો છે કે તેને એક હજાર વધારે બેડ ઉપલબ્ધ થશે.

    પહેલાં કોરોના વાઇરસના દરદીઓને દાખલ કરવા માટે આધાર કાર્ડની જરૂર હતી, હવે નિર્ણય કરાયો છે કે અમદાવાદના આધાર કાર્ડની જરૂરિયાત નહીં પડે.

    કોરોના વાઇરસની સારવાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ક્વોટામાં 108 સેવાનો કે 108 કંટ્રોલ રૂમના રેફરન્સની જરૂરિયાત હતી તે હઠાવી દેવાઈ છે.

    કોરોના વાઇરસથી સારવાર કરતી તમામ હૉસ્પિટલોએ રાજ્ય સરકારના પોર્ટલ પર જોડાઈને ખાલી બેડની રિયલ ટાઇમ માહિતી લોકોને આપવાની રહેશે. અહીં નોંધવું રહ્યું કે તે પોર્ટલની માહિતી અપાઈ નથી.

    દરેક હૉસ્પિટલોની બહાર વિશાળ ડિસ્પલે બોર્ડ પર ખાલી બેડની રિયલ ટાઇમ દર્શાવવી પડશે.

    કોરોના વાઇરસની સારવાર કરતી તમામ હૉસ્પિટલો કોઈ પણ ટેક્નિકલ કારણર તાત્કાલિક સારવારની જરૂરિયાત હોય તેવા કોઈપણ દરદીને સારવારની ના પાડી શકશે નહીં.

  17. અમે શેરીઓમાં મરી રહ્યા છીએ, તેઓ ક્યાં છે?

      • લેેખક, Yogita Limaye
      • પદ, BBC South Asia correspondent

    થોડા છેલ્લા દિવસોમાં હું જ્યાં પણ ગઈ, હૉસ્પિટલ, સ્મશાન, મેં સરકાર વિરુદ્ધ વધી રહેલો ગુસ્સો જોયો.

    રતી ગાડગીલ તેમનાં માતાને કારમાં લઈને હૉસ્પિટલોમાં બેડ શોધવા માટે જ્યાં ત્યાં ફરી રહ્યાં હતાં.

    આંખમાં આસુંની ધાર સાથે તેમણે મને પ્રશ્ન કર્યો, “જ્યારે તેમને મત જોઈતા હતા ત્યારે તેઓ અમારી પાસે આવ્યા અને હવે… જ્યારે અમે શેરીમાં મરી રહ્યાં છીએ… તેઓ ક્યાં છે?”

    મેં જે એક હૉસ્પિટલની મુલાકાત લીધી હતી તેમાં માત્ર કલાકો પૂરતો જ ઓક્સિજન બાકી રહ્યો હતો. એક ડૉક્ટરે કહ્યું, “અમને સરકાર તરફથી માત્ર ખાતરી જ મળે છે, ઓક્સિજન નહીં.”

    હૉસ્પિટલની બહાર બેઠેલા પુત્ર માટે રાહ જોવાની આ સ્થિતિ ખૂબ પીડાદાયક છે. “મારા પિતાને ખબર નહોતી કે આ શું થઈ રહ્યું છે. તેઓ તેમના જ વિચારોમાં હતા કે બધું સારું છે અને તેઓ જલદી પરત ફરશે. પરંતુ અમે એકએક મિનિટ ડરમાં જીવી રહ્યા છીએ કે ઓક્સિજન ખૂટી પડશે તો. એ અમારો પ્રાથમિક હક છે. સરકાર શું કરી રહી છે?”

  18. ગુજરાતના આદિવાસી બહુમતી ધરાવતા તાપી જિલ્લામાં કેવી છે કોરોનાની સ્થિતિ?, નીરવ કંસારા, તાપીથી, બીબીસી ગુજરાતી માટે

    તાપી જિલ્લામાં કોરોનાની સ્થિતિ

    ઇમેજ સ્રોત, Nirav Kansara

    આદિવાસી બહુમતી ધરાવતા તાપી જિલ્લામાં છેલ્લા એક માસમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થયો છે.

    જિલ્લામાં અત્યાર સુધી 2,495 કોરોનાના કેસો નોંધાઈ ચુક્યા છે, જયારે સરકારી આંકડા પ્રમાણે કોવિડ ને લઈ 9નાં મોત, જયારે અન્ય બીમારી સાથે કોવિડ ને લઈ 76નાં મોત એમ કુલ 85નાં મોત થયાં છે.

    હાલ જિલ્લામાં 685 એક્ટિવ છે કેસો છે, જેઓ સરકારી અને ખાનગી કોવિડ હૉસ્પિટલોમાં સારવાર હેઠળ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો મળી કુલ 555 બેડ છે, જેમાં ઓક્સિજનવાળા 300 બેડ, ઓક્સિજન વગરના 218 બેડ, જયારે આઈસીયુ ના 37 બેડ છે.

    હાલ જિલ્લામાં દરરોજ 5.99 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડે છે. ઓક્સિજન હાલ સુરત થી લાવવામાં આવે છે. જિલ્લામાં હાલ સ્થિતિ કાબુમાં હોવાનું જવાબદાર અધિકારીઓ જણાવી રહ્યા છે.

    તાપી જિલ્લો મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલો હોવાથી આ તરફથી આવતાં વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

  19. ભરૂચ : સ્મશાનમાં ઍમ્બુલન્સની લાંબી લાઇનો, અંતિમસંસ્કારમાં મુશ્કેલી, સાજીદ પટેલ, ભરૂચથી, બીબીસી ગુજરાતી માટે

    ભરૂચનું સ્મશાન

    ઇમેજ સ્રોત, Sajid patel

    ઇમેજ કૅપ્શન, ભરૂચનું સ્મશાનમાં ઍમ્બુલન્સની લાઇનો

    ભરૂચ જિલ્લામાં કોરોનાથી સંક્રમિત દર્દીઓનો મોતનો સિલસિલો યથાવત છે. છેલ્લા કેટલાક દિવસથી સતત ભરુચનો કોવિડ સ્મશાનમાં સળગતી સમૂહ ચિતાઓથી ધમધમી રહ્યું છે.

    ગતરોજ 40 ઉપરાંત મૃતદેહોના અગ્નિસંસ્કાર કર્યા બાદ આજ સવારથી ભરૂચ કોવિડ સ્મશાન ખાતે અંતિમસંસ્કાર માટે મૃતદેહોને લઈ ઍમ્બુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે.

    હાલ સવારથી બપોર સુધી 25 જેટલા કોવિડ સંક્રમિત મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે.

    ભરૂચના સ્મશાનમાં ખુલ્લા આકાશ નીચે થતા અગ્નિસંસ્કાર

    ઇમેજ સ્રોત, Sajid patel

    ઇમેજ કૅપ્શન, ભરૂચના સ્મશાનમાં ખુલ્લા આકાશ નીચે થતા અગ્નિસંસ્કાર

    ભરૂચ કોવિડ સ્મશાનના ઇન્ચાર્જ ધર્મેશ સોલંકીના જણાવ્યા અનુસાર કોવિડ સ્મશાનમાં ખુલ્લા આકાશ નીચે ઉનાળાના દિવસોમાં ધગધગતા તાપમાં કામ કરવા માટે માણસોને ઘણી તકલીફ પડી રહી છે.

    કારણ કે સતત આવતા મૃતદેહો માટે સીમિત લોકો સાથે મોડી રાત સુધી અગ્નિદાહ માટે કામ કરવું પડે છે અને વહેલી સવારેથી પરત કામગીરીમાં લાગી જવું પડે છે.

  20. જમ્મુ-કાશ્મીરમાં કોરોનાની સ્થિતિ કેવી છે?, મોહિત કાંધારી, જમ્મુથી

    કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં કોરોના મહામારી ધીરે-ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.

    છેલ્લા ત્રણ દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં દર કલાકે એક કોરોના સંક્રમિતનું મોત થઈ રહ્યું છે. મંગળવારે પણ 25 કોરોના સંક્રમિતોએ દમ તોડી દીધો.

    એમાંથી 15 મોત જમ્મુના વિસ્તારમાં થી હતી. અત્યાર સુધી કાશ્મીરમાં 2,197 કોરોનાના દર્દીઓ મરી ચૂક્યાં છે. છેલ્લા પાંચ મહિનામાં 11,000થી વધારે સક્રિય પૉઝિટિવ મામલાઓ સામે આવ્યા છે.

    જમ્મુ-કાશ્મીરમાં 22,283 સક્રિમ પૉઝિટિવ કેસોમાં લગભગ 54 ટકા 12,251 જમ્મુ અને શ્રીનગર જિલ્લામાં નોંધાયા છે.

    કોરોના વાઇરસ

    ઇમેજ સ્રોત, Getty Images