You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

વિધાનસભા ચૂંટણી : પશ્ચિમ બંગાળમાં 80 ટકા, આસામમાં 75 ટકા મતદાન

મમતા બેનરજીને આશા છે કે તેઓ સળંગ ત્રીજી વખત ચૂંટણી જીતવામાં સફળ રહેશે, જ્યારે ભાજપ અહીં પોતાનો ગઢ સ્થાપિત કરવા માગે છે.

લાઇવ કવરેજ

  1. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મતદારોને અપીલ

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે ટ્વીટ કરીને પશ્ચિમ બંગાળ અને આસામને મતદારોને રેકર્ડ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.

  2. પશ્ચિમ બંગાળના પુરુલિયામાં મતદાનનો પ્રારંભ

    પશ્ચિમ બંગાળના પુરુલિયામાં વહેલી સવારથી જ મતદાનમથકો પર મતદારોની લાઇન જોવા મળી હતી.

    કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાને રાખીને મતદાનમથક પર સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કર પહેરવા જેવા નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ રહી છે.

    સાથે-સાથે મતદાનમથકો પર મતદારોનું સ્ક્રીનિંગ પણ કરાઈ રહ્યું છે.

  3. પશ્ચિમ બંગાળમાં ત્રિપાંખિયો જંગ

    પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ, ભાજપ તથા કૉંગ્રેસ-ડાબેરી પક્ષો અને ઇન્ડિયા સૅક્યુલર ફ્રન્ટની યુતિ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.

    મમતા બેનરજીને આશા છે કે તેમનો પક્ષ સળંગ ત્રીજી વખત ચૂંટણી જીતવામાં સફળ રહેશે, જ્યારે ભાજપ અહીં પોતાનો ગઢ સ્થાપિત કરવા માગે છે.

    294 ધારાસભ્યોવાળી વિધાનસભા માટે આઠ તબક્કામાં મતદાન યોજાશે અને બીજી મેના રોજ પરિણામ જાહેર થશે.

    આજે પ્રથમ તબક્કામાં બંગાળની 30 બેઠક પર મતદાન યોજાશે.

    ચોથી મે સુધીમાં આગામી વિધાનસભાના ગઠનસંબંધિત સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવાની રહેશે.