You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિધાનસભા ચૂંટણી : પશ્ચિમ બંગાળમાં 80 ટકા, આસામમાં 75 ટકા મતદાન
મમતા બેનરજીને આશા છે કે તેઓ સળંગ ત્રીજી વખત ચૂંટણી જીતવામાં સફળ રહેશે, જ્યારે ભાજપ અહીં પોતાનો ગઢ સ્થાપિત કરવા માગે છે.
લાઇવ કવરેજ
બ્રેકિંગ, બંગાળ અને આસામમાં પાંચ વાગ્યા સુધીમાં 70 ટકા કરતાં વધુ મતદાન
આસામ અને બંગાળમાં પાંચ વાગ્યા સુધી પ્રથમ તબક્કામાં અનુક્રમે 71.62 ટકા અને 77.99 ટકા મતદાન નોંધાયું છે. સમાચાર સંસ્થા એએનઆઈએ ભારતના ચૂંટણીપંચને ટાંકીને સંબંધિત માહિતી આપી છે.
બંગાળ-આસામમાં ચાર વાગ્યા સુધીમાં કેટલું મતદાન?
ભારતના ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર ચાર વાગ્યા સુધીમાં બંગાળમાં 70.17 ટકા જ્યારે આસામમાં 62.36 ટકા મતદાન નોંધાયું છે.
બ્રેકિંગ, મોદીનું બાંગ્લાદેશમાં ભાષણ ચૂંટણીની આચારસંહિતાનો ભંગ : મમતા
બાંગ્લાદેશના પ્રવાસ પર ગયેલા વડા પ્રધાન મોદી પર મમતાનો આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ, ચૂંટણીપંચમાં ફરીયાદ કરશે.બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે બાંગ્લાદેશના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ રાજ્યનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ લગાવ્યો છે.સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર ખડગપુરમાં એક ચૂંટણીસભા દરમિયાન મમતાએ કહ્યું, “અહીં (બંગાળમાં) ચૂંટણી થઈ રહી છે અને તેઓ (વડા પ્રધાન) બાંગ્લાદેશ જાય છે અને બંગાળ પર ભાષણો આપે છે. એ ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘન છે.” “ક્યારેક તેઓ કહે છે કે મમતા બાંગ્લાદેશમાંથી માણસો લાવ્યાં છે અને ઘૂસણખોરી કરી છે પણ વોટ માર્કેટિંગ માટે તેઓ (વડા પ્રધાન) ખુદ બાંગ્લાદેશ જાય છે.”
તેમણે એવું પણ કહ્યું, “2019માં લોકસભાની ચૂંટણીમાં એક બાંગ્લાદેશી ઍક્ટર અમારી રેલીમાં સામેલ થયા તો ભાજપે બાંગ્લાદેશ સાથે વાત કરીને તેમના વિઝા રદ કરાવી દીધા. હવે જ્યારે અહીં ચૂંટણી યોજાઈ રહી છે, તમે (વડા પ્રધાન) એક સમુદાયના મત મેળવવા માટે બાંગ્લાદેશ જાઓ છો તો તમારા વિઝા કેમ રદ ન થવા જોઈએ? અમે ચૂંટણીપંચને ફરિયાદ કરીશું.”
બાંગ્લાદેશને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભેટ, ઓરાકાન્દીમાં પ્રાથમિક શાળા ખોલશે ભારત
ઓરાકાન્દીમાં બાંગ્લાદેશી મતુઆ સમુયાદને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'ભારત તરફથી ઓરાકાન્દીમાં એક પ્રાથમિક શાળા ખોલવામાં આવશે.'
સાથે જ તેમણે ભારત તરફથી ઓરાકાન્દીની ગર્લ્સ મિડલ સ્કૂલને અગગ્રૅડ કરવાની વાત પણ કરી.
તેમણે કહ્યું, "ભારત આજે 'સૌનો સાથ, સૌનો વિકાસ તથા સૌનો વિશ્વાસ'ના મંત્રને લઈને આગળ વધી રહ્યું છે અને બાંગ્લાદેશ આમાં ભારતનું 'શોહો જાત્રી' (સહયોગી) છે."
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે'અમે ભારતમાં બનેલી કોવિડ વૅક્સિનને બાંગ્લાદેશના નાગરિકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.'
બ્રેકિંગ, બપોરે બે વાગ્યા સુધી : પશ્ચિમ બંગાળમાં 54.90 ટકા અને આસામમાં 45.24 ટકા મતદાન
પશ્ચિમ બંગાળ અને આસામમાં છૂટીછવાઈ હિંસાની ઘટનાઓ સિવાય પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.
બપોરે બે વાગ્યા સુધી પશ્ચિમ બંગાળમાં 54.90 ટકા અને આસામમાં 45.24 ટકા મતદાન થયું છે.
પશ્ચિમ બંગાળમાં નિર્ણાયક મુસ્લિમ મતો કોને ફળશે અને કોને નડશે?
પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ વોટર કેટલાંક નિશ્ચિત વિસ્તારોમાં કેન્દ્રિત નથી, પરંતુ જગ્યાએ જગ્યાએ ફેલાયેલાં પણ છે.
બાંગ્લાદેશની સરહદ પાસેના રાજ્યના જિલ્લામાં મુસ્લિમોની વસતિ ઘણી છે. મુર્શિદાબાદ, માલદા અને ઉત્તર દિનાજપુરમાં તો ક્યાંક ક્યાંક વસતિ 50 ટકાથી વધારે છે. આ સિવાય દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લામાં પણ તેમની ખાસી અસર છે.
વિધાનસભાની 294 સીટોમાંથી 70 થી 100 સીટ પર આ વર્ગના વોટ નિર્ણાયક છે.
વર્ષ 2006 સુધી રાજ્યની મુસ્લિમ વોટ બૅન્ક પર સામ્યવાદી પક્ષનો કબજો હતો. પરંતુ આની સાથે જ આ વર્ગના વોટર ધીમે-ધીમે મમતાની તૃણમૂલ કૉંગ્રેસ તરફ આકર્ષિત થયાં અને વર્ષ 2011 અને 2016માં આ વોટ બૅન્કના કારણે મમતા સત્તામાં ટક્યાં.
કૉંગ્રેસ અને લેફ્ટના ગઠબંધને પહેલાં જ કહ્યું છે કે તેમની સાથે હવે ફુરફુરા શરીફના પીરઝાદા અબ્બાસ સિદ્દીકી પણ છે. રાજકારણમાં સીધી રીતે તેમની પહેલી વખત એન્ટ્રી છે.
બીજી તરફ ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે.
ભાજપ મમતા બેનરજી પર તુષ્ટીકરણનો આરોપ મૂકે છે. જોકે, ઇમામોને ભથ્થાં ઉપરાંત દુર્ગાપૂજા મંડલોને આર્થિક મદદનો વ્યૂહ પણ મમતા બેનરજીએ અપનાવેલો છે.
મમતા બેનરજીએ મમતાએ રાજ્યના અંદાજે 37 હજાર દુર્ગાપૂજા સમિતિઓને 50-50 હજાર રૂપિયાનું દાન આપવાનું એલાન કર્યું છે.
એટલું જ નહીં કોરોના અને લૉકડાઉનના કારણે આર્થિક તંગી મુદ્દે મુખ્ય મંત્રીએ પૂજા સમિતિઓને વીજળીમાં 50 ટકાની છૂટ આપવાની જાહેરાત કરી હતી.
ઉપરાંત રાજ્યના આઠ હજારથી વધારે ગરીબ બ્રાહ્મણ પુજારીઓને એક હજાર રૂપિયા માસિક ભથ્થુ અને મફત આવાસ આપવાની જાહેરાત કરી હતી.
અમુક રાજકીય નિષ્ણાતો ઔવેસીની અને પીરઝાદા અબ્બાસ સિદ્દીકીની એન્ટ્રીથી ટીએમસીને નુકસાન થશે એવો ભય પણ વ્યક્ત કરે છે. વાંચો બીબીસી સંવાદદાતા સરોજ સિંહનો અહેવાલ.
બ્રેકિંગ, પશ્ચિમ બંગાળમાં બપોરે એક વાગ્યા સુધી 40 ટકા મતદાન
નરેન્દ્ર મોદી કે મમતા દીદી - કોલકાતામાં વસતા ગુજરાતીઓ કોના પક્ષે?
જ્યાંથી નેનો સાણંદ આવી એ સિંગુરમાં શું છે સ્થિતિ?
બ્રેકિંગ, 11 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળ અને આસામમાં 24 ટકા જેટલું મતદાન
બ્રેકિંગ, નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશના કાલીમંદિરમાં પૂજા
બ્રેકિંગ, પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની આગલી રાત બની લોહિયાળ, બૉમ્બમારો અને હત્યાનો બનાવ
તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપના પ્રતિનિધિઓ ચૂંટણી અધિકારીને મળશે
અાસામમાં 10 ટકા અને પશ્ચિમ બંગાળમાં 15 ટકા જેટલું મતદાન
શુભેન્દુ અધિકારીના ભાઈનો આક્ષેપ, 'મતદારોને રોકવામાં આવી રહ્યા છે'
ગુજરાતી ફૅક્ટરે મમતા બેનરજીને નંદીગ્રામથી લડવા મજબૂર કર્યાં?
વહેલી સવારથી મતદારોની મોટી સંખ્યા
નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે મમતા બેનરજી પોતાની સરકાર બચાવી શકશે?