આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
બ્રેકિંગ, કૃષિક્ષેત્ર માટે રૂ. સાત હજાર 232 કરોડની ફાળવણી
- રૂ. બે લાખ 27 હજાર 029 કરોડનું અત્યારસુધીનું સૌથી મોટું બજેટ
- કૃષિક્ષેત્ર માટે રૂ. સાત હજાર 232 કરોડની ફાળવણી
- જળસંપત્તિ વિભાગ માટે રૂ. પાંચ હજાર 494 કરોડની ફાળવણી
- શિક્ષણ વિભાગ માટે રૂ. 32 હજાર 719 કરોડી જોગવાઈ
- ઉદ્યોગ અને ખાણવિભાગ માટે રૂ. છ હજાર 599કરોડની જોગવાઈ
- સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારના વિકાસ માટે રૂ. 652 કરોડની જોગવાઈ
- જળવાયુ પરિવર્તન વિભાગ માટે રૂ. 910 કરોડની ફાળવણી
ગુજરાતનું 2021-22નું બજેટ 2 લાખ 27
હજાર 029 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવશે. જે અત્યાર સુધીનું સૌથી મોટું
બજેટ છે.
આ બજેટમાં કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ અને
સહકાર વિભાગ માટે 7 હજાર 232 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
જળસંપત્તિ વિભાગ માટે રૂપિયા 5494
કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગ માટે કુલ રૂપિયા 32,719 કરોડ રૂપિયા, ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે 910 કરોડ
રૂપિયા અને ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
ઇમેજ સ્રોત, screen grab nitinpatel speech
બ્રેકિંગ, અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી કરવાની કોઈ દરખાસ્ત કરવામાં આવેલ નથી : વિધાનસભામાં સરકારે કરી સ્પષ્ટતા
કૉંગ્રેસના લાઠીના ધારાસભ્ય વિરમજી
ઠુમ્મરે વિધાનસભામાં પ્રશ્ન પુછ્યો હતો કે 31-12-2020એ અમદાવાદ શહેરનું નામ
કર્ણાવતી કરવાની દરખાસ્ત, માગણી, રજૂઆત ક્યારથી કેન્દ્ર સરકારમાં કરવામાં આવી છે? આ ઉપરાંત છેલ્લાં બે વર્ષમાં કેન્દ્ર સરકાર સમક્ષ આને લઈને શું પ્રયાસો કર્યા?
જેના જવાબમાં સામાન્ય વહીવટી વિભાગ વતી
મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે આવી કોઈ દરખાસ્ત કરવામાં આવેલી નથી. મુખ્ય મંત્રીએ કહ્યું કે, કોઈ દરખાસ્ત આપી
નથી તો આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
ઇમેજ સ્રોત, Getty Images
બ્રેકિંગ, વિધાનસભામાં નીતિન પટેલે બજેટ રજૂ કરવાની શરૂઆત કરી
ગુજરાત વિધાનસભામાં નીતિન પટેલે બજેટ રજૂ કરવાની શરૂઆત કરી હતી. તેમણે શરૂઆતમાં સરકારે કોરોના વાઇરસની મહામારી દરમિયાન કરેલી સરકારે કરેલી કામગીરીના વખાણ કર્યા હતા.
બજેટની બારખડી : વજુભાઈ વાળાનો રેકર્ડ
ગુજરાતના તત્કાલીન નાણા મંત્રી તરીકે વજુભાઈ વાળાએ 18 વખત બજેટ રજૂ કર્યું છે, જે એક કીર્તિમાન છે.
જ્યારે નીતિન પટેલ નવમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે.
વજુભાઈ વાળા હાલ કર્ણાટકના રાજ્યપાલ છે.
ઇમેજ સ્રોત, ANI
બ્રેકિંગ, ગુજસિટોકનો જ્યાં જ્યાં ઉપયોગ કર્યો ત્યાં ભાજપનો વિજય થયો : પ્રદિપસિંહ જાડેજા
રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાત વિધાનસભામાં કહ્યું કે ગુજસિટોકનો જ્યાં જ્યાં ઉપયોગ કર્યો ત્યાં ભાજપનો વિજય થયો છે.
તેમણે વધુમાં કહ્યું, "ગુજસિટોક કાયદો આવશે તો લઘુમતી મતોનું શું થશે એ તુષ્ટિકરણની રુહે કોંગ્રેસે વિરોધ કર્યો હતો"
ગુજરાત કંટ્રોલ ઑફ ટૅરરરિઝમ અને ઑર્ગેનાઇઝ ક્રાઇમનો કાયદો 2015માં પાસ કરવામાં આવ્યો હતો. જેને 2019માં લાગુ કરવામાં આવ્યો હતો.પ્રદિપસિંહની વાતનો વિરોધ કરતાં કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે ગ્રુહપ્રધાન દરેક વખતે લઘુમતીનો ઉલ્લેખ કરે છે, આ સંકુચિત માનસિકતા છે.
ઇમેજ સ્રોત, FB/Pradipsinhjadeja
બજેટની બારખડી : બજેટ રજૂ થયે કામ પૂર્ણ?
નાણા મંત્રી વિધાનસભામાં બજેટ વાંચી જાય અને રજૂ કરે તેની સાથે કામ પૂર્ણ નથી થતું.
ત્યારબાદ ચારેક દિવસ તેની ઉપર સામાન્ય ચર્ચા અને બાર દિવસ વિગતવાર ચર્ચા થાય છે.
ગૃહમાં બજેટ પસાર થાય એટલે તેને રાજ્યપાલ પાસે મંજૂરી અર્થે મોકલવામાં આવે છે અને તે કાયદાનું સ્વરુપ ધારણ કરે છે, એ પછી જ નિર્ધારિત જોગવાઈ મુજબ ખર્ચ કરી શકાય છે.
182 ધારાસભ્યોની વિધાનસભામાં શાસક ભાજપ 110 કરતાં વધુ બેઠક ધરાવે છે, જેથી બજેટ પસાર થવામાં મુશ્કેલી નહીં પડે.
બજેટની બારખડી : 'બજેટ' શબ્દ ક્યાંથી આવ્યો?
આવક તથા ખર્ચના અનુમાનને 'બજેટ' તરીકે ઓળખવામાં આવે છે.
કોઈપણ વ્યક્તિ, સમૂહ, ઉદ્યોગગૃહ કે સરકારને બજેટ બનાવવાની જરૂર રહે છે.
બજેટએ મૂળતઃ ફ્રેન્ચ શબ્દ 'Bougette' ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો મતલબ 'નાનકડી બૅગ' કે સિક્કા રાખવા માટેનું નાનું પાકિટ એવો થાય છે.
જુલાઈ-2019માં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતરમણે એન.ડી.એ. 2.0નું પહેલું પૂર્ણકાલીન બજેટ રજૂ કર્યું, ત્યારે તેમણે ચામડાંની બૅગને તિલાંજલિ આપીને લાલ કપડાંમાં વીંટીને ખાતાવહી રજૂ કરી હતી.
બ્રેકિંગ, દરેક ક્ષેત્રને મદદરૂપ થાય તેવું બજેટ હશે : નીતિન પટેલ
નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ
વિધાનસભામાં બજેટ રજૂ કરતા પહેલાં કહ્યું, "ગઈકાલની જીત બાદ અમારી જવાબદારી વધી છે. શક્ય હોય તેટલું બધું સરકાર
દરેક ક્ષેત્રને મદદરૂપ થવાની યોજનાની જાહેરાત કરી છે."
તેમણે કહ્યું, "સૌનો સાથ સૌનો વિકાસ આગળ વધારીશું"
"કોરોનાના સમયમાં રાજ્યની આવક ઘટી
ગઈ હોવા છત્તાં નાણાંકીય શિસ્ત અને વ્યવસ્થા જાળવવાનો પ્રયત્ન કર્યો છે."
"ગુજરાતની વિકાસ યાત્રાને આગળ
વધારે સરકાર લોકોને કાંઈક નવું આપે તેવો ભાવ પ્રગટ થાય તેનો પ્રયત્ન કર્યો
છે."
બજેટના કાગળ લઈને વિધાનસભા પહોંચેલા નીતિન પટેલે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે તાજેતરના સ્થાનિકસ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ રાજ્યની રૂપાણી સરકારની જવાબદારી વધી જવા પામી છે. આગામી બજેટ ગુજરાતને વિકાસ તથા પ્રગતિની દિશામાં આગળ લઈ જનારું હશે.
ઇમેજ સ્રોત, FB/NitinPatel
ઇમેજ કૅપ્શન, નાણા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે નાયબ મુખ્ય મંત્રીએ સોમવારે બેઠક કરી હતી
2020-21ના બજેટમાં 31,995 કરોડ શિક્ષણને ફાળવ્યા હતા
2020-21ના બજેટમાં ગુજરાત સરકારે શિક્ષણ માટે 31955 કરોડની જોગવાઈ કરાઈ હતી
ગુજરાત સરકારે 2020-21ના બજેટમાં શિક્ષણ પાછળ 31955 કરોડની જોગવાઈ કરી હતી.
જેમાંથી 250 કરોડની ફાળવણી રાજ્યની 500 શાળાઓને સ્કૂલ ઑફ એક્સલન્સ બનાવવા માટે કરવામાં આવી હતી.
650 કરોડની જોગવાઈ પ્રાથમિક શાળાઓના નવા બાંધકામ માટે કરવામાં આવી હતી.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય માટે 2020-21માં 11,243 કરોડની જાહેરાત કરાઈ હતી.
જેમાં 2000 કરોડની જોગવાઈ બાળકો અને માતાઓને જરૂરી પોષણક્ષણ આહાર મળી રહે તે માટેની યોજના પર ખર્ચવામાં આવ્યા હતા.
ઇમેજ સ્રોત, Getty Images
નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ પહોંચ્યા વિધાનસભા
નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ બજેટ લઈને ગુજરાત વિધાનસભા પહોંચ્યા છે. થોડાક જ સમયમાં બજેટ રજૂ કરશે.
બ્રેકિંગ, જાહેરઆરોગ્ય ક્ષેત્રે ફાળવણી પર રહેશે નજર
કોરોનાની બીજી લહેરની આશંકા તથા રસીકરણ અભિયાનની વચ્ચે નાણામંત્રી નીતિન પટેલની પર જાહેર આરોગ્યક્ષેત્રની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું દબાણ હશે.
ગુજરાતમાં 16મી જાન્યુઆરીથી પહેલા તબક્કાનું રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં આરોગ્યકર્મચારી, પોલીસકર્મચારી સહિત કોરોનાના ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવામાં આવી હતી.
સોમવારથી બીજા તબક્કાનું રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝનો (કોઈ બીમારી હોય કે ન હોય) તથા 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને (જેમને બીપી, ડાયાબિટીસ, મેદસ્વિતા કે અન્ય કોઈ બીમારી છે) રસી આપવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારનાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે દેશના આરોગ્યબજેટમાં 137 ટકાની વૃદ્ધિની જાહેરાત કરી હતી.
ઇમેજ સ્રોત, Reuters
2020માં રાજ્ય સરકારે રૂ. બે લાખ 14 હજાર કરોડનું બજેટ અનુમાન રજૂ કર્યું હતું
નાણાંકીય વર્ષ 2020-21 માટે રાજ્ય સરકારે રૂ. બે લાખ 14 હજાર 738 કરોડનું બજેટ અનુમાન રજૂ કર્યું હતું.
જેમાં ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ (જી.એસ.ટી.)માંથી 25.87 %, જી.એસ.ટી. સિવાયના રાજ્યવેરા (જંત્રી, રોડ ટૅક્સ વગેરે)માંથી 25 %, જાહેર દેવું 21.66 %, કેન્દ્રીય કરવેરામાંથી ભાગ 12.41 % કેન્દ્ર સરકાર તરફથી સહાય 7.5%, કરવેરા સિવાયની આવક 6.8 % ટકા, લૉન તથા પેશગી વસૂલાતમાંથી 0.12 % અને જાહેર હિસાબમાંથી 2.57 %ની આવક થશે, એવો અંદાજ મૂકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોનાને કારણે રાજ્ય સરકાર દ્વારા અનેક રાહતોની જાહેરાત કરવામાં આવી હતી અને લૉકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિઓ અપેક્ષા મુજબ ન થઈ હોઈ આ અનુમાનોમાં વ્યાપક ફેરફારો થઈ શકે છે.
'પેપરલૅસ' બજેટ રજૂ થશે, વિશેષ મોબાઇલ ઍપ્લિકેશન તૈયાર કરવામાં આવી
રાજ્યમાં પ્રથમ વખત 'પેપરલૅસ' બજેટ રજૂ થશે. આ માટે વિશેષ મોબાઇલ
ઍપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.
માત્ર એક દિવસ માટે
ઍપ્લિકેશન ઉપર વિધાનસભાની કાર્યવાહીનું સીધું પ્રસારણ થશે.
કોરોનાને કારણે
વિધાનસભામાં પ્રવેશ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગત સપ્તાહે 'ગુજરાત બજેટ' ઍપ્લિકેશનને
લૉન્ચ કરતી વેળાએ રાજ્યના નાયબ મુખ્ય મંત્રી તથા નાણાં મંત્રી નીતિન પટેલે કહ્યું
કે બજેટ તથા સંબંધિત અહેવાલોનું ડિજિટલ પ્રકાશન થવાથી કાગળના વપરાશમાં 80 ટકા જેટલો ઘટાડો થશે.
તેમણે કહ્યું :
"વર્ષ 1960-'61માં પ્રથમ બજેટ રજૂ થયું ત્યારે અલગ-અલગ 30 પ્રકારના બજેટસંબંધિત
પ્રકાશન થતા. ત્યારબાદ સરકારના વિભાગ વધ્યા, તેથી તેમની કામગીરી સંબંધિત અહેવાલ પણ
વધ્યા."
"હાલમાં અલગ-અલગ 74 પ્રકારના બજેટસંબંધિત પ્રકાશન ધારાસભ્યો, પત્રકારો તથા કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ
કચેરીઓને મોકલવામાં આવે છે. જેની પાછળ 55 લાખ 17 હજાર કરતાં વધુ કાગળનો ઉપયોગ થાય છે."
બજેટના દિવસની
કાર્યવાહીનું જીવંત પ્રસારણ થશે અને નાણાંમંત્રીનું ભાષણ પણ ઍપ્લિકેશન ઉપર જોઈ
શકાશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભા અને લોકસભા સહિત
અનેક રાજ્યોની વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે.
પરંતુ ગુજરાતની વિધાનસભાની કાર્યવાહીનું
પ્રસારણ નથી થઈ શકતું અને મોબાઇલ ફોન લઈ જવા ઉપર પણ નિષેધ છે.
બજેટ સત્ર પહેલી
એપ્રિલે પૂર્ણ થશે. ગુજરાતના પૂર્વ નાણા મંત્રી તથા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ
વાળા રેકર્ડ 18
વખત બજેટ રજૂ કરવાનો કીર્તિમાન ધરાવે છે.
ઇમેજ સ્રોત, Nitin Patel FB
ગુડ મૉર્નિંગ ગુજરાત!
નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજ પર આપનું સ્વાગત છે. અંહી અમે આપને આજના
ગુજરાતના બજેટ વિશેની લેટેસ્ટ અપડેટ ઉપરાંત દેશ-દુનિયાના મહત્ત્વના સમાચારો
આપીશું. સાથે જ આપને સ્પર્શતા મહત્ત્વના મુદ્દાઓનું આકલન અને વિશ્લેષણ પણ રજૂ
કરીશું. જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.