રાજ્યમાં પ્રથમ વખત 'પેપરલૅસ' બજેટ રજૂ થશે. આ માટે વિશેષ મોબાઇલ
ઍપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.
માત્ર એક દિવસ માટે
ઍપ્લિકેશન ઉપર વિધાનસભાની કાર્યવાહીનું સીધું પ્રસારણ થશે.
કોરોનાને કારણે
વિધાનસભામાં પ્રવેશ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગત સપ્તાહે 'ગુજરાત બજેટ' ઍપ્લિકેશનને
લૉન્ચ કરતી વેળાએ રાજ્યના નાયબ મુખ્ય મંત્રી તથા નાણાં મંત્રી નીતિન પટેલે કહ્યું
કે બજેટ તથા સંબંધિત અહેવાલોનું ડિજિટલ પ્રકાશન થવાથી કાગળના વપરાશમાં 80 ટકા જેટલો ઘટાડો થશે.
તેમણે કહ્યું :
"વર્ષ 1960-'61માં પ્રથમ બજેટ રજૂ થયું ત્યારે અલગ-અલગ 30 પ્રકારના બજેટસંબંધિત
પ્રકાશન થતા. ત્યારબાદ સરકારના વિભાગ વધ્યા, તેથી તેમની કામગીરી સંબંધિત અહેવાલ પણ
વધ્યા."
"હાલમાં અલગ-અલગ 74 પ્રકારના બજેટસંબંધિત પ્રકાશન ધારાસભ્યો, પત્રકારો તથા કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ
કચેરીઓને મોકલવામાં આવે છે. જેની પાછળ 55 લાખ 17 હજાર કરતાં વધુ કાગળનો ઉપયોગ થાય છે."
બજેટના દિવસની
કાર્યવાહીનું જીવંત પ્રસારણ થશે અને નાણાંમંત્રીનું ભાષણ પણ ઍપ્લિકેશન ઉપર જોઈ
શકાશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભા અને લોકસભા સહિત
અનેક રાજ્યોની વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે.
પરંતુ ગુજરાતની વિધાનસભાની કાર્યવાહીનું
પ્રસારણ નથી થઈ શકતું અને મોબાઇલ ફોન લઈ જવા ઉપર પણ નિષેધ છે.
બજેટ સત્ર પહેલી
એપ્રિલે પૂર્ણ થશે. ગુજરાતના પૂર્વ નાણા મંત્રી તથા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ
વાળા રેકર્ડ 18
વખત બજેટ રજૂ કરવાનો કીર્તિમાન ધરાવે છે.