બજેટ 2021-22ની મહત્ત્વની વાતો
- 2023 સુધી બ્રૉડ ગેજનું સંપૂર્ણ વીજળીકરણ
- રેલવેએ રાષ્ટ્રીય રેલયોજના બનાવી છે
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં સ્વાસ્થ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે. જાણો બીજું શું કહ્યું?
કોરોના વાઇરસની રસી માટે બજેટ 2021માં 35 હજાર કરોડ રૂપિયાની ફાળવણી, આ સિવાય હેલ્થકેર માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે શું જાહેરાત કરી?
લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે. જુઓ લાઇવ
સરકારની કમાણીનો સૌથી મોટો રસ્તો છે ટૅક્સ. એક ડાયરેક્ટ અને બીજો ઇનડાયરેક્ટ.
ડાયરેક્ટ એટલે એ ટૅક્સ જે કમાણી કરનાર કે લેણદેણ કરનાર સીધા ભરે છે અને તેની જવાબદારી કોઈ ત્રીજાને ટ્રાન્સફર કરી શકાતી નથી. તેમાં ઇન્કમટૅક્સ અને કૉર્પોરેટ ટૅક્સ કે કંપનીઓના ઇન્કમટૅક્સ સામેલ છે.
ઇનડાયરેક્ટ ટૅક્સ એ હોય છે, જેની ચુકવણી કરનાર પહેલાં ખરીદી કરનારા પાસેથી વસૂલે છે. જેમ કે સેલ્સ ટૅક્સ, જેના સ્થાને હવે જીએસટી આવી ગયો છે, એક્સાઇઝ અને કસ્ટમ ડ્યૂટી.
એ પણ જાણો કે સરકારને પૈસા ક્યાંથી મળે છે?
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ આજે બજેટ રજૂ કરશે. આ બજેટમાં લોકો અનેક પ્રકારની અપેક્ષાઓ રાખીને બેઠા છે.
આ વખતનું બજેટ અભૂતપૂર્વ હશે તેવો માહોલ પેદા કરવામાં આવી રહ્યો છે.
ત્યારે જાણો કે સરકાર સામે શું-શું પડકારો છે?
નાણામંત્રી નિર્મલા સીતારમણ અને રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુર કેન્દ્રીય બજેટ રજૂ કરતાં પહેલાં નાણામંત્રાલયની સામે આવ્યાં હતાં.
પહેલી વાર ભારતનું સામાન્ય બજેટ વહીખાતાની જગ્યાએ ટૅબલેટ પર રજૂ કરાશે.
તેમજ બધા સાંસદોને બજેટની ડિજિટલ કૉપી પણ અપાશે.
નાણામંત્રી (રાજ્ય) અનુરાગ ઠાકુરે સોમવારે સવારે કહ્યું કે આગામી બજેટ લોકોની અપેક્ષા પ્રમાણે હશે.
તેઓએ કહ્યું કે "સૌનો સાથ, સૌનો વિકાસ મંત્ર પર ચાલનારી સરકારે આત્મનિર્ભર ભારત પૅકેજની જાહેરાત કરીને દેશને એક નવી દિશા આપી છે. અને દેશને મહામારીથી બચાવીને અર્થવ્યવસ્થાને ઝડપથી પાટા પર લાવવાનું કામ કર્યું છે."
તો અનુરાગ ઠાકુર સોમવારે સંસદમાં વર્ષ 2021-2022ના કેન્દ્રીય બજેટ અગાઉ પોતાના નિવાસસ્થાને પૂજા કરતા જોવા મળ્યા હતા.
નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કરવા માટે સંસદ પહોંચી ગયાં છે.
1 ફેબ્રુઆરી એટલે કે આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
પહેલી વાર પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે.
કેન્દ્રીયમંત્રી નિર્મલા સીતારમણે કેટલાક દિવસ પહેલાં યુનિયન બજેટ મોબાઇલ ઍપ જાહેર કરી હતી, જેમાં બજેટ સંબંધિત બધા દસ્તાવેજ ડિજિટલ રૂપમાં ઉપલબ્ધ થશે.
નાણામંત્રી લોકસભામાં સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરશે. આ તેમનું ત્રીજું બજેટ હશે.
કોરોના મહામારી શરૂ થયા બાદ આ દેશનું પહેલું કેન્દ્રીય બજેટ હશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે કે બજેટને કોવિડને કારણે લાગેલા લૉકડાઉનની અસરને ઓછી કે દૂર કરવાના પ્રયાસમાં રૂપમાં જોવાશે.
અગાઉ નાણામંત્રીએ શુક્રવારે ગત વર્ષનું નાણાકીય આર્થિક સર્વેક્ષણ જાહેર કર્યું હતું, જેમાં આગામી વર્ષમાં જીડીપી 11 ટકા રહેવાની શક્યતા જણાવી હતી.
નમસ્કાર! બીબીસીના આ ખાસ કવરેજમાં તમારું સ્વાગત છે. આજે વર્ષ 2021-2022 માટે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરાશે. બજેટ સંબંધિત તમામ મહત્ત્વની જાણકારી માટે આ લાઇવ પેજ પર જોડાયેલા રહો.