ગુજરાતમાં ગત 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

રાજ્યમાં ભારે વરસાદને પગલે ઘણી નદીઓમાં પૂર આવ્યાં છે તો 70થી વધુ ડેમ 100 ટકા ભરાઈ ગયા છે.

લાઇવ કવરેજ

  1. જૂનાગઢ પંથકની નદીઓ ગાંડીતૂર

    તો જૂનાગઢ પંથકમાં અતિભારે વરસાદથી અહીં આવેલી નદીઓ ગાંડીતૂર બની છે.

    સૌરાષ્ટ્રની મુખ્ય ગણાતી નદીઓમાંની એક ઓઝત નદીમાં ઘોડાપૂર આવતાં નીચાણવાળા વિસ્તારોને ઍલર્ટ કરાયા છે.

    વંથલી ઓઝત ડૅમના ખુલ્લા દરવાજા ઉપરથી 1.40 મિટરનો ઓવરફ્લો થઈ રહ્યો છે.

    ભારે વરસાદને કારણે અનેક ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં.

    વંથલીના ટીકર ગામે રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

  2. નદીનાં પાણી ગામમાં ઘૂસ્યાં

    ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના કેશોદ ગ્રામ્ય વિસ્તારની ઓઝત નદીનાં પાણી બામણાસા ગામમાં ઘૂસ્યાં હતા.

    નદીના કાંઠે આવેલાં ખેતરોમાં પાળા તૂટી જતાં ગામમાં પાણી ફરી વળ્યાં હતા. તેને કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો હતો.

    ખેતરમાં પાણી ફરી વળતાં હજારો વીઘા જમીનમાં પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.

    નદી કાંઠાના લોકો પૂરના ભય હેઠળ પોતાના ઘર કે અગાશી પર ચડીને આસપાસના પૂરની સ્થિતિનો ચિંતાર બતાવવા વીડિયો વાયરલ કરી રહ્યા છે.

    તો ભારે વરસાદને કારણે તંત્રે ઘેડ પંથકનાં ગામોને સતર્ક રહેવા ચેતવણી પણ આપી છે.

    ગુજરાતમાં વરસાદ

    ઇમેજ સ્રોત, bbc

  3. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ

    સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક સામાન્ય વરસાદ નોંધાયો છે તો કોઈ સ્થળે ભારેથી અતિભારે વરસાદ વરસતાં સામાન્ય જનજીવનને અસર પહોંચી છે.

    ભારે વરસાદથી ખેતરો, નદીઓ, રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ભરાઈ ગયાના હોવાના અહેવાલ મળતા રહે છે.

    સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા પ્રમાણે જામનગર, મહેસાણા, મોરબી, સુરત વગેરે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે.

    સમગ્ર ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાઓ અને 251 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.

    ભારે વરસાદથી ગામનું તળાવ ભરાઈ ગયું

    ઇમેજ સ્રોત, SURESH GAVANIYA/BBC

    ઇમેજ કૅપ્શન, ભારે વરસાદથી ગામનું તળાવ ભરાઈ ગયું
  4. ભાદર ડૅમ ઓવરફ્લો

    સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ થતી જણાઈ રહી છે.

    રાજકોટ જિલ્લામાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. રાજકોટના ધોરાજીમાં છેલ્લા બે કલાકમાં 50 મિમી વરસાદ નોંધાયો છે.

    સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, રાજકોટ જિલ્લામાં આવેલો ભાદર ડૅમ ભારે વરસાદને કારણે છલકાઈ રહ્યો છે. આથી પાસે આવેલા જેતપુર શહેરમાં પાણી ભરાયાં છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  5. ક્યાં કેટલો વરસાદ પડ્યો?

    સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા પ્રમાણે, તાલુકા પ્રમાણે પડેલા વરસાદની વાત કરીએ તો જામનગરના જોડિયામાં છેલ્લા 24 કલાકમાં 338 મિલીમીટર વરસાદ નોંધાયો છે.

    આ સિવાય મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં 328 મિમી વરસાદ પડ્યો છે. તો મોરબી જિલ્લાના ટંકારામાં 270 મિમી, સુરતના ઉમરપાડામાં 256, મોરબી તાલુકામાં 249 મિમી, મહેસાણાના બહુચરાજીમાં 224 મિમી, પાટણના સરસ્વતીમાં 209, કચ્છના અંજારમાં 199 મિમી વરસાદ નોંધાયો છે.

    આ સિવાય સમગ્ર ગુજરાતના તાલુકાઓમાં હાલમાં પણ મેઘમહેર ચાલુ છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ અવિરત વરસાદ પડી રહ્યો છે.

    એવી જ રીતે રાજકોટ, સુરેન્દ્રનગર, ગીરસોમનાથ, જૂનાગઢ, જામનગર, મોરબી, કચ્છ જિલ્લામાં વરસાદ પડ્યો છે.

    ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અહીં પણ મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા વગેરે જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો છે.

    ગુજરાતમાં વરસાદ

    ઇમેજ સ્રોત, bbc

  6. મહેસાણામાં ભારે વરસાદ, રસ્તાઓ ઘરોમાં પાણી-પાણી

    મહેસાણામાં ભારે વરસાદ થયો છે. જેના કારણે ઘરોમાં પાણી ઘૂસ્યાં હતાં અને રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જુઓ વીડિયો

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  7. છેલ્લા બે કલાકમાં ધોધમાર વરસાદ

    24 તારીખે આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં મોરબીના ટંકારામાં સૌથી વધુ 75 મિમી એટલે કે ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

    એવી જ છેલ્લા બે કલાકમાં મોરબી તાલુકામાં 68 મિમી, સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં 56 મિમી, પાટણના સિદ્ધપુરમાં 54 મિમી, કચ્છના ભુજમાં 50 મિમી, રાજકોટના ધોરાજીમાં 50 મિમી વરસાદ નોંધાયો છે.

    એ જ રીતે વાંકાનેર, વાડિયા, થાનગઢ, લોધિકા, જામકંડોરણા, મૂળી વગેરે તાલુકાઓમાં 30 મિમીથી 50 મિમી સુધીનો વરસાદ છેલ્લા બે કલાકમાં વરસી ગયો છે.

    ભારે વરસાદને કારણે હવે ખેડૂતોની મુશ્કેલી પણ વધતી જણાઈ રહી છે, કેમ કે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.

    હાલમાં ખેડૂતોએ ખેતરમાં કપાસ, એરંડા, ધાન્ય વગેરે વાવ્યાં છે. નીચાણવાળાં ખેતરોમાં સતત પાણી ભરાયેલાં હોવાને કારણે પાક બળીને જવાની પણ શક્યતા છે.

    વરસાદ

    ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

  8. ગુજરાતમાં ઑગસ્ટ સુધીમાં જ 95 ટકા જેટલો વરસાદ

    ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે.

    અનેક ગામોમાં પાણી ભરાઈ ગયાં છે તો પૂરની સ્થિતિને કારણે ઘણા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.

    હવામાન ખાતાના આંકડા પ્રમાણે 23 ઑગસ્ટ સુધીમાં રાજ્યમાં 95 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જે છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધારે છે.

    સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આશરે સતત બે મહિનાથી વરસાદ પડી રહ્યો છે.

    ગુજરાતમાં હાલ તેની સરેરાશ કરતાં પણ વધારે વરસાદ પડી ગયો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે હજી 26 ઑગસ્ટ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

    26 ઑગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટે તેવી સંભાવના છે.

    રાજ્યમાં ભારે વરસાદ