ગુજરાતમાં ગત 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

રાજ્યમાં ભારે વરસાદને પગલે ઘણી નદીઓમાં પૂર આવ્યાં છે તો 70થી વધુ ડેમ 100 ટકા ભરાઈ ગયા છે.

લાઇવ કવરેજ

  1. ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

    સમગ્ર ગુજરાતમાં ગઈ કાલે એટલે કે 24 ફેબ્રુઆરીએ ધોધમાર વરસાદ પડ્યો હતો.

    રાજ્યના મહેસાણા, જામનગર, પાટણ, મોરબી, કચ્છ વગેરે જિલ્લાના તાલુકાઓમાં 5થી 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

    આ સિવાય મહેસાણા, પાટણ, હારીજ, રાધનપુર, સિદ્ધપુર, વાંકાનેર, સુરેન્દ્રનગર, મૂળી, થાનગઢ, ભચાઉ વગેરે તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે.

    ભારતના સરકારના મોસમ વિજ્ઞાન વિભાગ અને હવામાન વિભાગના આંકડા અનુસાર વરસાદના આંકડા તરફ નજર કરીએ તો-

    • મહેસાણાના કડીમાં 13 ઇંચ
    • જામનગર જિલ્લાના જોડિયામાં 13 ઇંચ
    • સુરતના ઉમરપાડામાં 10 ઇંચ
    • મોરબીના ટંકારામાં 10 ઇંચ
    • મોરબી તાલુકામાં 10 ઇંચ
    • મહેસાણાના બહુચરાજીમાં સાડા આઠ ઇંચ
    • પાટણના સરસ્વતીમાં આઠ ઇંચ
    • મહેસાણાના જોટાણામાં સાડા સાત ઇંચ
    • કચ્છ જિલ્લાના અંજારમાં સાડા સાત ઇંચ
    • કચ્છના કંડલા પૉર્ટમાં સાડા સાત ઇંચ
  2. ગીરસોમનાથમાં સિમેન્ટનો વિશાળ ટાંકો પાણીમાં તણાયો

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  3. ગુજરાતમાં 1900 લોકોને સલામત સ્થળે ખસેડાયા

    ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક ગામો અને વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

    સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદની સ્થિતિને કારણે આશરે 1900 લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.

    અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. રાજ્યમાં વરસાદને કારણે કુલ 9 લોકોનાં મોત પણ થયાં છે.

    ગુજરાતમાં વરસાદ

    ઇમેજ સ્રોત, NDRF

  4. મોરબીના ચીખલીમાં 30 મજૂરોને બચાવાયા

    ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ સંકટની સ્થિતિ બની છે.

    નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં અનેક લોકો ફસાયા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.

    મોરબી જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

    તો મીડિયા અહેવાલ અનુસાર, મોરબી જિલ્લાના ચીખલી ગામે કેટલાક શ્રમિકો ફસાયા હતા.

    સંપર્કવિહોણા ગામમાં અંદાજે 30 લોકો ફસાયા હોવાની જાણ થતાં ગામમાં એનડીઆરએફની ટીમ પહોંચી હતી. અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  5. ગુજરાતમાં પૂરમાં લોકો તણાયા, હજી વધારે વરસાદની આગાહી

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  6. આજે ગુજરાતમાં કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ?

    ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે.

    હવામાન વિભાગે આગાહી કરતાં રાજ્યના કેટલાક જિલ્લાઓને એલર્ટ પર મૂક્યા છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે મંગળવારે એટલે કે 25 ઑગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, કચ્છના કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

    આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, જામનગર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકામાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.

    બાકીના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 મહિનાથી સતત વરસાદ પડી રહ્યો છે. અહીં ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે.

    બીજી તરફ રાજ્યના 70થી વધારે ડેમ પૂરેપૂરા ભરાઈ ચૂક્યા છે. જ્યારે 100થી વધુ ડેમોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીચાણવાળા ગામોને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે.

    આ પહેલાં અનેક વિસ્તારોમાં પડેલા અતિભારે વરસાદે ગુજરાતમાં જનજીવનને માઠી અસર પહોંચાડી હતી. જોકે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 26 ઑગસ્ટ એટલે કે બુધવારથી વરસાદનું જોર ઘટવાની શરૂઆત થાય તેવી શક્યતા છે.

    ગુજરાતમાં વરસાદ

    ઇમેજ સ્રોત, Dilip mori

  7. સુપ્રભાત, ગુજરાતમાં ભારે વરસાદને લઈને બનેલી સ્થિતિનું લાઇવ કવરેજ મંગવારે પર ચાલુ છે. સોમવારે ગુજરાતમાં વરસાદની કેવી સ્થિતિ હતી. તે જોવા માટે નીચે સ્ક્રોલ કરો.

  8. ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે 100થી વધુ ડૅમો હાઇઍલર્ટ પર

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  9. કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી રસ્તાઓ ધોવાયા

    સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

    ડીડી ન્યૂઝ ગુજરાતી અનુસાર, ભારે વરસાદને કારણે કચ્છના ગ્રામીણ વિસ્તારોને જોડતાં 15 રસ્તાઓ છેલ્લા છ કલાકથી બંધ છે.

    તો કચ્છ સરહદને જોડતાં મોટા ભાગના રસ્તાઓ પાણી ડૂબેલા છે.

    અહેવાલ અનુસાર, કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં નદીઓ બે કાંઠે વહી રહી છે.

    તો કચ્છ સરહદને જોડતો લખપત-ગુનેરીનો રસ્તો પણ ભારે વરસાદને કારણે તૂટી ગયો હતો.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  10. જામનગર-મોરબીમાં જળબંબાકાર

    વરસાદ

    ઇમેજ સ્રોત, DD NEWS GUJARATI TWITTER

    ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી વચ્ચે અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો છે.

    ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે જનજીવનને અસર થઈ છે.

    ડીડી ન્યૂઝ ગુજરાતી અનુસાર, રાજકોટમાં ઘરોમાં પાણી ઘૂસ્યાં છે. ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાતાં લોકોની ઘરવખરી પલળી ગઈ હતી. જિલ્લામાં ભારે વરસાદને કારણે હાઇએલર્ટ અપાયું છે. SDRFની ટીમ પણ તહેનાત કરાઈ છે.

    તો ધોરાજી ખાતે સફુરા નદીને કાંઠે આવેલા પંચનાથ મહાદેવ મંદિરમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં.

    ભારે વરસાદને કારણે મચ્છુ ડેમના 18 દરવાજા 12 ફૂટ સુધી ખુલ્લા મુકાયા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળાં ગામોને ઍલર્ટ કરાયાં છે.

    કચ્છ જિલ્લાની વાત કરીએ તો ભુજમાં આજે સવારથી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

    ડીડી ન્યૂઝ ગુજરાતી અનુસાર, રાજકોટમાં પૂરને કારણે ફસાયેલા 1000 લોકોને બચાવાયા છે.

    તો છેલ્લા 24 કલાકમાં જામનગર-મોરબી જિલ્લામાં 13 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  11. ભારે વરસાદ બાદ ગુજરાતના ડૅમની શું સ્થિતિ છે?

    ગુજરાતમાં ડૅમની સ્થિતિ
    ગુજરાતમાં ડૅમની સ્થિતિ
  12. સુરેન્દ્રનગરના મૂળી અને થાનગઢમાં 7 ઇંચ વરસાદ

    સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને થાનગઢમાં ગત 24 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં 2.5 ઇંચ કે તેથી વધારે વરસાદ વરસ્યો છે.

    આ ઉપરાંત ભારે વરસાદ વિવિધ ડૅમના દરવાજા ખોલી નાખતા જિલ્લામાં 20 ગામો સંપર્ક વિહોણાં થયાં છે.

    જિલ્લામાં આવેલાં ફલકું ડેમ, નાયકા ડેમ, ધોળીધજા ડેમ,વાસણ ડેમ તથા ત્રિવેણી ઠાગાના દરવાજા ખોલવામા આવતા નીચાણવાળા વિસ્તારમા રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

    સુરેનદ્રનગર જિલ્લાના વિવિધ તાલુકામાં પડેલો વરસાદ

    • મૂળી 7 ઇંચ
    • થાનગઢ 7 ઇંચ
    • વઢવાણ 6.5 ઇંચ
    • લખતર 6.5 ઇંચ
    • સાયલા 4.5 ઇંચ
    • ધ્રાંગધ્રા 4 ઇંચ
    • ચોટીલા 3.5 ઇંચ
    • લીંબડી 3.5 ઇંચ
    • ચુડા 2.5 ઇંચ
    • દસાડા 2.5 ઇંચ

    શિયાણી, તાવી, લક્ષમીશર, રોજસર, ફુલવાડી, ધલવાણા, નટવરગઢ, જાબુ, ઉમેદપર, મુળ બાવળા, રામરાજપર, નાનાટીબલા, મોટા ટીબલા, રાણાગઢ, પરાલી, પરનાળા, નાનીકઠેચી, ગડથલ સહિતના ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.

    દક્ષેશ શાહ

    ઇમેજ સ્રોત, DAKSHESH SHAH

  13. ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ઘૂસી ગયાં છે

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  14. ગુજરાતમાં હજુ પણ 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

    સમગ્ર ગુજરાતમાં હાલના સમયમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ગામોને ઍલર્ટ પણ કરવામાં આવ્યાં છે.

    તો કેટલાંક ગામો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હોવાના અહેવાલો મળી રહ્યા છે.

    તો ગુજરાતના કુલ 206માંથી 76 ડૅમ એવા છે જે 100 ટકા ભરાઈ ગયા છે. તેમજ 121 ડૅમ હાઈઍલર્ટ પર રાખવામાં આવ્યા છે.

    ત્યારે ગુજરાતમાં હજુ પણ અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

    ભારતીય હવામાન વિભાગ અનુસાર હાલમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતમાં લો પ્રેશર સક્રિય છે. અને તે 24 કલાક સુધી સક્રિય રહે તેવી શક્યતા છે.

    અને તેના કારણે આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  15. જૂનાગઢ : ઘેડ પંથકનાં ગામો જળબંબાકાર

    તો ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકના ઘેડનાં ગામો જળબંબાકાર થયાં છે.

    જૂનાગઢ અને ગીર જંગલમાં ભારે વરસાદને કારણે સોરઠની નદીઓનાં પાણી ઘેડ પંથકમાં ફરી વળ્યાં છે.

    સતત વરસતા વરસાદને કારણે એક ગામથી બીજાં ગામોને જોડતા રોડ ઉપર ત્રણથી પાંચ ફુટ જેટલાં પાણી ભરાઈ ગયાં છે.

    ગામોનો અન્ય સાથે સંપર્ક કપાઈ જતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

    એટલું જ નહીં ઉપરવાસ વરસાદને કારણે પણ ઘેડ પંથકમાં પાણી ફરી વળ્યાં હતાં.

    ઘેડ પંથકનું ઓસા ગામ બેટ બન્યું હતું અને પૂર જેવી સ્થિતિને કારણે લોકોએ હાલાકી વેઠવી પડી હતી.

    વરસાદ

    ઇમેજ સ્રોત, Rajesh Ambaliya

    ઇમેજ કૅપ્શન, ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં
  16. ગુજરાતમાં ચોમાસાની પેટર્ન બદલી રહી છે?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  17. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદવાળાં શહેરો

    ગ્રાફિક્સ
  18. ભારે વરસાદને કારણે ડૅમ ઓવરફ્લો

    રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે ન્યારી-1 ડેમના 8 દરવાજા ખોલાયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

    તેમજ તેના કારણે નીચાણવાળા વિસ્તારોને ઍલર્ટ પણ કરવામાં આવ્યા છે.

    તો ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદાનો કાકડીઆંબા ડૅમ ઓવરફ્લો થયો છે.

    મીડિયા અહેવાલ અનુસાર નીચાણવાળા વિસ્તારોને સાવધ કરવામાં આવ્યા છે.

    મોરબીનો મચ્છુ-2 ડૅમ ઓવરફ્લો થતાં ડૅમના 14 દરવાજા 8 ફૂટ સુધી ખોલાયા છે.

    એવી જ રીતે ભારે વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લાનો નાયકા ડૅમ પણ ઓવરફ્લો થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

    ભાવનગર જિલ્લામાં આવેલો શેત્રુંજી ડૅમ પણ ઓવરફ્લો થયો હતો.

    મહીસાગરના કડાણા ડૅમના આઠ દરવાજા છ ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા.

    ડીડી ન્યૂઝ ગુજરાતી અનુસાર, રાજકોટ જિલ્લાના ધોરાજીના ભુખી ગામ નજીક આવેલા ભાદર-2 ડેમમાં સતત પાણીની આવક થતાં ડેમના 12 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે.

    તેમજ ધોરાજી, માણાવદર અને કુતિયાણા તાલુકા સહિતનાં ગામોને ઍલર્ટ કરાયાં છે.

    તો મહીસાગર પંથકમાં ભારે વરસાદના કારણે અહીં આવેલી મહી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. કડાણા ડેમમાં 1.5 લાખ ક્યૂસેક પાણીની આવક થતા જળસપાટી 416 ફૂટ પર પહોંચી હતી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  19. ગુજરાતના 76 ડૅમ 100 ટકા ભરાઈ ગયા, 121 ડૅમ હાઈઍલર્ટ પર

    N.W.R.W.S. અને કલ્પસર ડિપાર્ટમેન્ટ અનુસાર, ગુજરાતના કુલ 206 ડૅમ 70.26 ટકા ભરાઈ ગયા છે.

    કુલ 206માંથી 76 ડૅમ એવા છે જે 100 ટકા ભરાઈ ગયા છે.

    તેમજ 121 ડૅમ હાઈઍલર્ટ પર રાખવામાં આવ્યા છે અને 14 ડૅમને ઍલર્ટ પર રાખવામાં આવ્યા છે.

    વરસાદને કારણે ગુજરાતના 19 ડૅમને ચેતવણી આપવામાં આવી છે.

    તો 97 ડૅમ એવા છે જે 50 ટકાથી લઈને 99 ટકા સુધી ભરાઈ ગયા છે.

    ગુજરાતની જીવાદોર સમાન નર્મદા નદી પર આવેલો 'સરદાર સરોવર ડૅમ' પણ વરસાદને કારણે 65.64 ટકા ભરાઈ ગયો છે.

    ગુજરાતમાં વરસાદ

    ઇમેજ સ્રોત, ANI

  20. ગુજરાતના ચાર જિલ્લા હાઇ ઍલર્ટ પર

    ગુજરાતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ કફોડી થઈ રહી છે. રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે જુઓ વીડિયો.