You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસ : વિશ્વભરમાં લગભગ 25 લાખ લોકોને ચેપ લાગ્યો

કોરોના વાઇરસ સંબધિત દેશ અને દુનિયાની અપડેટ અહીં મેળવો.

લાઇવ કવરેજ

  1. કોરોના વાઇરસનાં ત્રણ મુખ્ય લક્ષણ શું છે? કેવી રીતે બચવું?

  2. કોરોના વાઇરસ પર બીબીસીનું લાઇવ રિપોર્ટિંગ અહીં જ પૂર્ણ કરીએ છીએ. નવી અપડેટ સાથે કાલે ફરીથી મળીશું. શુભ રાત્રી

  3. આજે દિવસ દરમિયાન શું થયું?

    • જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના હાલના આંકડા અનુસાર કોરોના વાઇરસને લીધે અત્યાર સુધી વિશ્વમાં 1,71,152 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે આ વાઇરસને ચેપ કુલ 24 લાખ, 94 હજાર, 915 લોકોને લાગી ચૂક્યો છે. જોકે, આ દરમિયાન છ લાખથી વધુ લોકો સાજા પણ થઈ ગયા છે.
    • આ વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા થયું છે. અમેરિકામાં અત્યાર સુધી 43 હજાર જેટલા લોકોનાં આ વાઇરસનો ચેપ લાગવાને લીધે મૃત્યુ થયાં છે. જ્યારે સાત લાખ 87 હજાથી વધુ લોકોને વાઇરસનો ચેપ લાગ્યો છે.
    • આ વાઇરસને લીધે અમેરિકા બાદ સૌથી વધુ મત્યુ સ્પેનમાં થયાં છે. સ્પેનમાં 24 હજાર, ઇટાલી અને ફ્રાન્સમાં 20-20 હજાર લોકોએ આ વાઇરસને લીધે જીવ ગુમાવ્યો છે. બ્રિટનમાં અત્યાર સુધી 16 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે.
    • ભારતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ દરદીઓની સંખ્યા 19 નજીક, મૃતકાંક 600થી વધુ.
    • ગુજરાતમાં પૉઝિટિવ કેસોની સંખ્યા બે હજાર કરતાં વધી ગઈ છે. ગુજરાતમાં કુલ ચેપગ્રસ્ત દરદીની સંખ્યા 2178 થઈ ગઈ છે. દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં સૌથી વધુ ચેપગ્રસ્ત દરદીઓ છે.
  4. બ્રેકિંગ, ગુજરાત : વધુ 112 કેસો નોંધાયા, કુલ કેસો 2178, કુલ મૃતકાંક 90

    ગુજરાતના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં મંગળવાર સવારે નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં કોરોના વાઇરસના નવા 112 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 13 મૃત્યુ થયાં છે. જોકે, આ દરમિયાન કુલ આઠ દરદીઓ સાજા પણ થઈ ગયા છે.

    આજના દિવસ દરમિયાન જે નવા કેસો નોંધાયા તેમાં 80 કેસ એકલા અમદાવાદમાં જ નોંધાયા છે. જ્યારે સુરતમાં નવ, વડોદરામાં છ, બનાસકાંઠામાં પાંચ, અરવલ્લીમાં ચાર, બોટાદમાં બે કેસ નોંધાયા. મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, નવસારી અને વલસાડમાં એક-એક કેસ નોંધાયો.

    આ સાથે જ ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 2178 થઈ છે, જ્યારે કુલ મૃતકાંક 90 થઈ ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી 130 દરદીઓને સાજા પણ કરી શકાયા છે.

    આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગની માહિતી જણાવે છે કે ગત 24 કલાકમાં રાજ્યમાં 3513 પરીક્ષણો કરવામાં આવ્યાં. જેમાંથી 239નો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો. આ સાથે જ અત્યાર સુધી ગુજરાતમાં કોરોના વાઇરસ માટે કરાયેલાં કુલ પરીક્ષણોનો આંક 36,829 થઈ ગયો છે.

  5. બ્રેકિંગ, ભારતમાં કોવિડ-19ના દરદીઓની સંખ્યા 19 હજાર નજીક

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા હાલના આંકડા અનુસાર દેશમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 19 હજારના આંકની નજીક પહોંચી ગઈ છે.

    મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશમાં ચેપગ્રસ્ત દરદીઓની કુલ સંખ્યા 18,985 થઈ ગઈ છે. સાથે જ મૃતકોની સંખ્યા 603 થઈ ગઈ છે.

    આ સાથે જ વાઇરસથી સાજા થયેલા લોકોનો આંક 3259 થઈ ગયો છે. હાલમાં દેશમાં કોવિડ-19ના સક્રિય દરદીઓ 15,122 છે.

  6. બ્રેકિંગ, અમદાવાદ : SVP હૉસ્પિટલમાં પથારીની સંખ્યા 1000 કરાશે

    અમદાવાદમાં કોવિડ-19ની સારવાર માટે સરદાર વલ્લભભાઈ પટેલ(SVP) હૉસ્પિટલમાં પથારીની સંખ્યા 500થી વધારીને 1000 કરવામાં આવશે.

    અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

    નોંધનીય છે કે અમદાવાદ જિલ્લામાં રાજ્યના સૌથી વધુ ચેપગ્રસ્ત દરદીઓ છે.

  7. અમેરિકામાં ઇમિગ્રેશન હાલ પરતું રદ

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે કોરોના વાઇરસને પગલે હાલ પુરતાં તમામ ઇમિગ્રેશનને રદ કરતાં ઍક્ઝિક્યુટિવ ઑર્ડર પર તેઓ સહી કરશે. તેમણે ટ્વિટર પર લખ્યું, “અદ્રશ્ય દુશ્મનના હુમલાને પગલે અને આપણા મહાન અમેરિકન નાગરિકોની નોકરી બચાવવા માટે હું યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇમિગ્રેશને હાલ પુરતું રદ કરનારા ઍક્ઝિક્યુટિવ ઑર્ડર પર સહી કરીશ.”જોકે, તેમણે આ અંગે વિસ્તૃત માહિતી નથી આપી. આ આદેશ બાદ કયા પ્રોગ્રામ પ્રભાવિત થશે એ પણ સ્પષ્ટ નથી થઈ શક્યું. આ સાથે જ શું રાષ્ટ્રપતિ આવા આદેશ આપી શકે કેમ એ પણ ચર્ચાનો વિષય છે. ટીકાકારોનું માનવું છે કે ઇમિગ્રેશન ન આપવા માટે અમેરિકન સરકાર મહમારીનો ઉપયોગ કરી રહી છે.

  8. બ્રેકિંગ, કોરોના વાઇરસ : ભારતમાં કુલ 18,601 મામલા, અત્યાર સુધી 590 મૃત્યુ

    સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું છે કે ગત 24 કલાકમાં કોરોના વાઇરસના ચેપમાંથી 705 લોકો સાજા થયા છે. જે બાદ દેશમાં સાજા થનારા કુલ દરદીઓની સંખ્યા 3252 થઈ ગઈ છે.

    આ ઉપરાંત કાલે એક જ દિવસમાં સંક્રમણના 1336 નવા કેસ સામે આવ્યા, જે બાદ દેશમાં ચેપ લાગવાના કુલ મામલા 18,601 થઈ ગયા છે. કોરોના વાઇરસને લીધે દેશમાં અત્યાર સુધી 590 લોકોનાં મૃત્યુ થયાં છે. રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં 28 દિવસથી કોરોના સંક્રમણનો એક પણ મામલો સામે નથી આવ્યો. અત્યાર સુધી દેશના 61 જિલ્લામાં 14 દિવસથી કોરોના વાઇરસનો એક પણ કેસ સામે નથી આવ્યો.

  9. બ્રેકિંગ, બે દિવસ સુધી રેપિડ ટેસ્ટ કિટથી નહીં થાય કોરોના વાઇરસનું પરીક્ષણ

    કેન્દ્રીય ગૃહ, આરોગ્ય મંત્રલાય અને આઈસીએમઆરની સંયુક્ત દૈનિક પત્રકારપરિષદમાં મંગળવારે જણાવાયું કે દેશમાં આગામી બે દિવસ સુધી રેપિડ ટેસ્ટ કિટ દ્વારા કોરોના વાઇરસની તપાસ નહીં કરવામાં આવે.

    આઈસીએમઆરના ડૉક્ટર રમણ ગંગાખેડકરે જણાવ્યું કે અલગઅલગ રાજ્યોમાં રેપિડ ટેસ્ટ કિટ દ્વારા કરાઈ રહેલાં પરીક્ષણોનાં પરિણામો અલગઅલગ આવી રહ્યાં છે. જેને પગલે આઈસીએમઆર પોતાની ટીમોને ત્યાં મોકલી રહી છે. સાથે જ રાજ્યોને રેપિડ ટેસ્ટ કિટનો બે દિવસ સુધી ઉપયોગ ન કરવાની સલાહ અપાઈ છે.

    પૂર્ણ તપાસ બાદ આઈસીએમઆર રેપિડ ટેસ્ટ કિટ પર દિશાનિર્દેશ જાહેર કરવામાં આવશે.

    ડૉક્ટર ગંગાખેડકરે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી કોરોના વાઇરસના 4 લાખ 49 હજાર 810 પરીક્ષણ કરાયાં. ગઈ કાલે 35 હજાર પરીક્ષણ કરાયાં.

  10. પપ્પા બર્થડેની પાર્ટી આપવાના હતા પણ એમને કોરોના થઈ ગયો- પોલીસપુત્ર

  11. ઋષિકેશમાં ગુફામાં રહેતા 6 વિદેશીઓને બહાર કઢાયા

    કોરોના વાઇરસને પગલે લાગુ કરાયેલા લૉકડાઉન બાદ હિમાલયની તળેટીમાં એક ગુફામાં રહી રહેલા છ વિદેશીઓને અધિકારીઓએ બચાવી લીધા છે.

    પૂરતા પૈસા ન હોવાથી ચાર પુરુષો અને બે મહિલાઓ લૉકડાઉનમાં ફસાઈ ગયાં હતાં અને તેમને ગુફામાં રહેવાની ફરજ પડી હતી.

    24 માર્ચ બાદ ભારતમાં હવાઈ, રેલ અને માર્ગનો વાહનવ્યવહાર બંધ છે.

  12. ઓડિશા : સારવાર દરમિયાન સ્વાસ્થ્યકર્મીઓનાં મૃત્યુ પર 50 લાખનું વળતર

    બીબીસીના સહયોગી પત્રકાર સુબ્રતકુમાર પતિએ જણાવ્યું છે કે ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે આજે એક વીડિયો સંદેશમાં કહ્યું કે કોરોના વાઇરસના દરદીઓની સારવાર કરતી વખતે જો કોઈ તબીબ કે સ્વાસ્થ્યકર્મીનું મૃત્યુ થશે તો તેમના પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે. આ ઉપરાંત તેમના નિવૃત્તિકાળ સુધી પૂરો પગાર પણ આપવામાં આવશે. રાષ્ટ્રીય સન્માન સાથે તેમની અંતિમવિધિ પણ કરવામાં આવશે.

    સરકારી કે બિનસરકારી ક્ષેત્રોમાં કામ કરી રહેલા તબીબો અને સ્વાસ્થ્યકર્મીઓનાં ક્ષેત્રમાં આ લાગુ કરવામાં આવશે. કોઈ તબીબ સાથે ગેરવર્તન કરનાર વિરુદ્ધ નેશનલ સિક્યૉરિટી ઍક્ટ અંતર્ગત આકરી કાર્યવાહી કરવામાં આવશે.

  13. કોરોના : માહિતી એજ બચાવ

    • કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે અહીં ક્લિક કરો
    • સેક્સ અને કોરોના વાઇરસ સંબંધિત સવાલ અને સાવચેતી જાણવા માટે અહીં ક્લિક કરો
    • ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
    • શું મચ્છરના કરડવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે? જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
    • કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
    • 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
    • ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
  14. બ્રેકિંગ, જર્મનીનો વિશ્વવિખ્યાત બીયર ફેસ્ટિવલ રદ

    કોરોના વાઇરસના સંક્રમણના ખતરાને ધ્યાને રાખીને જર્મનીમાં આ વર્ષે બીયર ફેસ્ટિવલ યોજવામાં નહીં આવે.

    જર્મનીમાં દર વર્ષે આ કાર્યક્રમ યોજાતો આવ્યો છે, જેમાં 50થી 60 લાખ લોકો ભાગ લેતા હોય છે. આ વર્ષે આ ફેસ્ટિવલ 19 સપ્ટેમ્બરે શરૂ થવાનો હતો.

    આ બીયર ફેસ્ટિવલના રદ થવાની માઠી અસર મ્યુનિખના અર્થતંત્ર પર થશે.

    સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે બીયર ફેસ્ટિવલથી મ્યુનિખની 1.07 બિલિયન ડૉલરની કમાણી થતી હતી.

  15. અમેરિકામાં જ્યારે પ્રદર્શનકારીઓ અને સ્વાસ્થ્યકર્મીઓ સામસામે આવી ગયા

    અમેરિકાના વિવિધ પ્રાંતોમાં સેંકડો લોકોએ એકઠા થઈને લૉકડાઉન હઠાવવાની માગ કરી હતી.

    આ પ્રદર્શનકારીઓ હી ડેન્વર શહેરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બે સ્વાસ્થ્યકર્મીઓએ થોડી વાર માટે પ્રદર્શનકારીઓને રોકી દીધા હતા.

    સ્વતંત્ર ફોટોગ્રાફર એલ્સન મૅક્લૅરને આ તસવીર કૅમેરામાં કેદ કરી હતી. તેમણે બઝફીડ ન્યૂઝને કહ્યું, "હું ઇતિહાસને સંગ્રહિત કરવા માગતી હતી."

    લૉકડાઉનના નિયમોને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કેટલાંક રાજ્યોના ગવર્નરો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ગવર્નરોનું કહેવું છે કે રાષ્ટ્રપતિ આ પ્રદર્શનકારીઓને ઉશ્કેરી રહ્યા છે.

    બીજી તરફ ટ્રમ્પનું કહેવું છે કે તેઓ પ્રદર્શનકારીઓની ભાવનાથી વાકેફ છે અને કેટલાંક રાજ્યોમાં જરૂરિયાત કરતાં વધારે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

  16. બ્રેકિંગ, ભારતમાં કોરોના વાઇરસના 18 હજારથી વધારે કેસ

    ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ 18,601 થઈ ગયા છે.

    ભારતના સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 590 લોકોનાં મૃત્યુ થયાં છે.

    આ સિવાય 3,251 દર્દીઓ સારવાર બાદ ફરીથી સ્વસ્થ થયા છે.

  17. ક્રૂડ પર ઊતર્યો કોરોનાનો કેર, ઇતિહાસમાં પહેલીવાર ભાવો નૅગેટિવ

  18. ફેસબુક અને સોશિયલ ડિસ્ટન્સિંગ

    સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે ફેસબુક દ્વારા પોતાના તરફથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જે ઇવેન્ટ્સમાં ભાગ લેનારાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવામાં આવી રહ્યો છે, તેને ફેસબૂક બૅન કરી રહ્યું છે.

    સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ દ્વારા કેટલાક 'ઍન્ટિ-ક્વોરૅન્ટીન' કાર્યક્રમોને હઠાવી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા ઉપર ફેસબુકના આ પગલાંની કેટલાક લોકો ટીકા કરી રહ્યાં છે, તો કેટલાક તેનું સમર્થન કરી રહ્યાં છે.

    ટ્રમ્પના પુત્રે ફેસબુકના પગલાની ટીકા કરી છે.

  19. બ્રેકિંગ, ગુજરાતમાં બે હજારથી વધુ કેસ

    ગુજરાતના આરોગ્યસચિવ જયંતી રવિએ મંગળવાર સવારે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું કે રાજ્યમાં 127 નવા કેસ નોંધાયા છે, આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા બે હજારને પાર કરીને 2066 પર પહોંચી છે.

    સોમવાર સાંજે પાંચ વાગ્યાથી મંગળવારે સવારે નવ વાગ્યા સુધી વધુ છ મૃત્યુ થયાં છે અને આ આંક 77 ઉપર પહોંચ્યો છે.

  20. કોરોના થાય તો, રોગમુક્તિ ક્યારે?

    ગુજરાતમાં કોરોનાના કેસ દિવસે-દિવસે વધી રહ્યાં છે, ત્યારે એક સવાલ થાય કે કોરોના થયા પછી કેટલો સમય સુધી તેની અસર રહે તથા ક્યારે સાજા થવાય.

    આવા જ કેટલાક સવાલનો જવાબ આપવાનો પ્રયાસ આ વીડિયોમાં થયો છે.