કોરોના વાઇરસ : ગુજરાતમાં બે હજાર નજીક પહોંચ્યો આંકડો, દેશમાં ત્રીજા ક્રમે

ગુજરાત સહિત દેશ-વિદેશના કોરોના સંબંધિત સમાચાર તથા અપડેટ્સ અહીં વાચો.

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, ગુજરાતમાં વધુ 108 કેસ, 91 કેસ અમદાવાદમાંથી

    ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે ગુજરાતમાં કોરોનાના વધુ 108 કેસ નોંધાયા છે, જે પૈકી 91 કેસ અમદવાદમાંથી છે.

    આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં રવિવાર સાંજથી વધુ ચાર મરણ નોંધાતાં કુલ મરણાંક 67એ પહોંચ્યો છે.

    અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 1851 કેસ નોંધાયા છે, 1662 દર્દીઓની સ્થિતિ સ્થિરછે અને 14 દર્દી વૅન્ટિલેટર પર છે.

    આ ઉપરાંત વિદેશમાં મુસાફરી કરીને આવનાર કચ્છના એક શખ્સનો રિપોર્ટ 14 દિન બાદ પૉઝિટિવ આવ્યો હોવાનો કિસ્સો પણ નોંધાયો છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  2. જ્યારે ગુજરાતમાં કોરોનાગ્રસ્ત ગુટકાચોરને કારણે આખો વિસ્તાર ક્વોરૅન્ટીન થયો

  3. ક્રૂડઑઈલમાં કડાકો

    સોમવારે અમેરિકામાં ક્રૂડઑઈલનો 15 ડૉલર પ્રતિબૅરલથી પણ નીચે ગગડી 14.73 પર પહોંચી ગયો હતો. ગત બે દશક દરમિયાન આ સૌથી મોટો કડાકો છે.

    આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રૅન્ડ ક્રૂડ 4.1 ટકા ઘટીને 26.93 ડૉલર ઉપર પહોંચી ગયું હતું, જે બાદમાં 28 ડૉલર આજુબાજુ સ્થિર થયું હતું.

    કોરોના વાઇરસને કારે લાગુ થયેલાં લૉકડાઉનને કારણે દુનિયાભરમાં ક્રૂડઑઈલની માગ અચાનક જ ઘટી ગઈ છે. આ સિવાય ઉત્પાદન ઘટાડવા સંબંધિત સહમતી સધાવામાં ઢીલ થતાં આમ થયું હોવાનું માનવામાં આવે છે.

    ક્રૂડઑઈલ ઉત્પાદનની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  4. ઑસ્ટ્રેલિયામાં બીચ ફરી ખૂલ્યા

    ઑસ્ટ્રલિયાના સિડની શહેરમાં બીચને સામાન્ય જનતા માટ ખોલી દેવાયા છે. કોરોનાના નવા કેસ નોંધાવાનું ઓછું થતાં અધિકારીઓએ આ નિર્ણય લીધો હતો.

    સિડનીના બીચની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  5. બ્રેકિંગ, પાકિસ્તાનમાં રમઝાનમાં ખુલ્લી રખાશે મસ્જિદ

    પાકિસ્તાનની સરકારે ઇસ્લામી જૂથો સામે ઝૂકવું પડ્યું છે. કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે રમઝાનના મહિનામાં પાકિસ્તાને મસ્જિદોમાં સામુહિક રીતે નમાઝ અદા કરવા પર પ્રતિબંધ લાદ્યો હતો.

    આ અઠવાડિયે જ દુનિયાભરમાં રમઝાનનો મહિનો શરૂ થઈ રહ્યો છે. રમઝાનમાં વિશ્વઆખામાં મુસ્લિમો મસ્જિદમાં એક સાથે નમાઝ અદા કરે છે. ધાર્મિક નેતાઓની સાથે સહમતિ સાધવામાં આવી છે કે 50 વર્ષથી મોટી વયના લોકો, બાળકો અને જે લોકોમાં ફ્લૂનાં લક્ષણો છે તેમને મસ્જિદમાં પ્રવેશ આપવામાં આવે.

    મસ્જિદોમાંથી કાર્પેટ હઠાવી દેવામાં આવશે અને ફ્લોર દરરોજ સાફ કરવામાં આવશે. નમાઝીઓ વચ્ચે જરૂરી અંતર રાખવાનું રહેશે. હાથ મિલાવવા અને ગળે મળવા પર પ્રતિબંધ છે.

    રમઝાન

    ઇમેજ સ્રોત, Getty Images

  6. એ સાત મહિલા જેમણે પોતાના દેશને કોરોના વાઇરસની મહામારીમાંથી ઉગારી લીધા

  7. બ્રેકિંગ, ચીનમાં સતત ત્રીજા દિવસે કોઈ મોત નહીં

    ચીને કહ્યું છે કે 19મી એપ્રિલે 12 નવા કેસ સામે આવ્યા છે અને આ ઉપરાંત 18મી એપ્રિલે 16 નવા કેસ નોંધાયા હતા. ચીનમાં સતત ત્રીજો એવો દિવસ છે કે જ્યારે કોરોના વાઇરસતી સંક્રમિત દર્દીનું મૃત્યુ ન થયું હોય.

  8. પાકિસ્તાનમાં રમઝાનની નમાજ યથાવત્

    પાકિસ્તાનના ધર્મગુરુઓનું કહેવું છે કે રમઝાનના મહિના દરમિયાન મસ્જિદોમાં નમાઝ ચાલુ રહેશે અને આ માટે જરૂરી સાવચેતી રાખવામાં આવશે.

    સાઉદી અરેબિયાની સર્વોચ્ચ ધાર્મિક પરિષદે દુનિયાભરના મુસ્લિમોને રમઝાન માસ દરમિયાન મસ્જિદમાં જઈને નમાઝ નહીં પડવા અપીલ કરી છે.

    મુસ્લિમો માટે પવિત્ર રમઝાન માસ દરમિયાન કોરોનાના વાઇરસના પ્રસારને અટકાવવા માટે આ નિર્દેશ આપવામાં આવ્યો છે. પરિષદે મુસ્લિમોને ધાર્મિકસભાઓ ટાળવા પણ કહ્યું છે.

    નમાઝની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  9. કોરોના વાઇરસ : અમદાવાદમાં પૉઝિટિવ કેસ 1100ને પાર કેવી રીતે પહોંચ્યા?

  10. કોરોના કવરેજનો ક્રમ

    • 19મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 18મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 17મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 16 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 15 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 14મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 13મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 12મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 11મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટ અહીં ક્લિક કરો
    • 10મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • નવમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • આઠમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • સાતમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • છઠ્ઠી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • પાંચમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • ચોથી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીંક્લિક કરો
    • ત્રીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • બીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીંક્લિક કરો
    • પહેલી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • ભારતમાં લૉકડાઉનના પ્રથમ સપ્તાહ દરમિયાનના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    કોરોના વાઇરસની માહિતી
  11. કોરોના વાઇરસ : આજથી દેશમાં શું-શું ખૂલશે અને શું-શું બંધ રહેશે?

  12. કોરોના વાઇરસ: સવાલ અને સાવચેતી

    • કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે અહીં ક્લિક કરો
    • સેક્સ અને કોરોના વાઇરસ સંબંધિત સવાલ અને સાવચેતી જાણવા માટે અહીં ક્લિક કરો
    • ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
    • શું મચ્છરના કરડવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે? જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
    • કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
    • 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
    • ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
    કોરોના વાઇરસ વિશે વધુ માહિતી
  13. સોમવાર સવારની સ્થિતિ

    • ગુજરાત સરકારના આરોગ્ય તથા પરિવારકલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 1743 પર છે. સાજા થઈને ડિસ્ચાર્જ થનાર પેશન્ટ્સની સંખ્યા 100ને પાર કરીને 105 પર પહોંચી છે. જ્યારે કુલ 63 મૃત્યુ થયાં છે.1101 કેસ સાથે કોરોનાના દરદીઓની સંખ્યા બાબતે અમદાવાદ રાજ્યમાં ટોચ પર છે. સુરતમાં 242 તથા વડોદરામાં 180 કેસ નોંધાયેલા છે. અન્ય કોઈ શહેરમાં કેસની સંખ્યા ત્રણ આંકડામાં નથી.
    • જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, અત્યારસુધી એક લાખ 65 હજાર લોકો આ મહામારીને કારણે મૃત્યુ પામ્યાં છે. જ્યારે વિશ્વમાં ચેપગ્રસ્તોની સંખ્યા 24 લાખને પાર કરી ગઈ છે. સોમવારે સવારે આ આંકડો 24 લાખ 1,379નો હતો.
    • અમેરિકામાં મરણાંક 41 હજારને પાર કરી ગયો છે. આ સિવાય ઇટાલીમાં (23,660), સ્પેનમાં (20,453) મૃત્યુ થયાં છે. ફ્રાન્સમાં મરણાંક 20 હજારના આંકને સ્પર્શવા પર છે. અહીં 19 હજાર 718 મૃત્યુ થયાં છે.
    • ભારત સરકારના આરોગ્ય તથા પરિવારકલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં કોરોનાને કારણ મૃત્યુ પામનરાંઓની સંખ્યા 500ને પાર કરી 519 પર પહોંચી ગઈ છે. દેશમાં 13,295 ઍક્ટિવ કેસ છે, જ્યારે 2301 પેશન્ટ્સને રજા આપી દેવાઈ છે.
    માસ્કધારી વ્યક્તિ

    ઇમેજ સ્રોત, Getty Images

  14. રાત્રિ દરમિયાન શું થયું?

    • અમેરિકામાં કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 41 હજાર કરતાં વધી ગઈ છે.જોકે દેશમાં મહામારીનું કેન્દ્રબિંદુ બનેલા ન્યૂ યૉર્કમાં નોંધાઈ રહેલા કેસોની સંખ્યા ઘટી છે, જેની રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પ્રશંસા કરી હતી.
    • પશ્ચિમ બંગાળ સરકારના આરોગ્ય વિભાગે ટ્વીટ કરીને કેન્દ્રીય સંસ્થા ICMR ઉપર ત્રુટીપૂર્ણ કિટ્સ સપ્લાય કરવાનો આરોપ મૂક્યો હતો. ખામીયુક્ત કિટને કારણે પરિણામ મળવામાં ઢીલ થઈ રહી હોવાનું રાજ્ય સરકારનું કહેવું છે.
    • અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે દેશમાં 41 લાખ 80 હજાર નાગરિકોના કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. અને વિશ્વમાં કોઈ દેશે આટલા પરીક્ષણ નથી કર્યાં. ટ્રમ્પે કહ્યું હતું કે મહામારી સામે લડવા તથા આર્થિક મદદ માટે તેઓ ડેમૉક્રેટિક પાર્ટીના નેતાઓ સાથે કામ કરશે.
    • રવિવાર દેશના પાટનગર દિલ્હીમાં કોરોના વાઇરસના 110 નવા કેસ નોંધાયા, આ સાથે અહીં કન્ફર્મ કેસની સંખ્યા 2003 થઈ ગઈ છે. દિલ્હીમાં 45 દર્દી મૃત્યુને ભેંટ્યા છે, જ્યારે 290 સાજા થઈ ગયા છે.
    • ઈરાને સોમવારથી મૉલ તથા બજારોને ખોલવાનો નિર્ણય કર્યો છે. આ પહેલાં શનિવારથી અહીં અમુક દુકાનો ફરી ધમધમતી થઈ હતી.
    • ઈરાનના સરકારી આંકડા પ્રમાણે, અહીં પાંચ હજાર લોકોનાં મૃત્યુ થયાં છે, પરંતુ કેટલાક નિષ્ણાતોના મતે સરકાર દ્વારા ખરો આંકડો છૂપાવવામાં આવી રહ્યો છે.
    • તેલંગણા સરકારે તા. 7મી મે સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ પહેલાં રવિવારે કેન્દ્ર સરકારે 20મી એપ્રિલ પછી લૉકડાઉનમાં સશરત આંશિક રાહત આપવાની જાહેરાત કરી હતી. અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા તા. ત્રીજી મે સુધી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.
    • ઇઝરાયલે અગાઉ જ અમુક દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી હતી, પરંતુ મૉલ વગેરે હજુ બંધ રહેશે.
    મહિલાની તસવીર

    ઇમેજ સ્રોત, AFP

  15. નમસ્કાર.

    આ લાઇવ પેજમાં આપનું સ્વાગત છે. દિવસ દરમિયાન કોરોના વાઇરસ સાથે જોડાયેલી ગુજરાત, દેશ તથા દુનિયાની ખબરો અમે અહીં તમારા માટે લઈને આવીશું. છેલ્લા 24 કલાકની અપડેટ્સ માટે અહીં ક્લિક કરો.