You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસ : કેટલીક શરતો સાથે રાજ્યની અંદર શ્રમિકો આવજા કરી શકશે

ગુજરાત સહિત દેશ-વિદેશના કોરોના સંબંધિત સમાચાર તથા અપડેટ્સ અહીં વાચો.

લાઇવ કવરેજ

  1. ચીને પરિણામ ભોગવવાં પડશે : ડોનાલ્ડ ટ્રમ્પ

    વ્હાઇટ હાઉસમાં યોજાયેલી પત્રકારપરિષદમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું કે, કોરોના વાઇરસને ચીનમાં શરૂ થતાં પહેલાંથી જ રોકી શકાયો હોત, પરંતુ એવું નથી થયું અને આખી દુનિયા તેનું પરિણામ ભોગવી રહી છે.

    ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે ચીનના વુહાન શહેરમાં ગત વર્ષે ડિસેમ્બર માસમાં કોરોના વાઇરસના સંક્રમણની શરૂઆત થઈ અને હવે જ્યારે દુનિયામાં એક લાખ 57 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે, ત્યારે શું આ માટે ચીને પરિણામ ભોગવવું પડશે?

    આ સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું, "જો તેમણે જાણી જોઈને કર્યું હશે, તો ચોકક્સપણે પરિણામ ભોગવશે. જો ભૂલ હશે તો ભૂલ તો ભૂલ જ હોય છે, પરંતુ જો તેમણે જાણી જોઈને કર્યું હશે, તો તેમણે પરિણામ ભોગવવા પડશે."

    ટ્રમ્પે કહ્યું, "જો ચીનથી ક્યાંય ચૂક થઈ છે અને નિયંત્રણ નથી કરી શકતા અથવા તેમણે જાણીજોઈને કર્યું છે, તો બંનેમાં ફરક છે. તે આની તપાસી કરી રહ્યા છે. એવામાં આપણે રાહ જોવી રહી, અમે લોકો પણ આની તપાસ કરી રહ્યા છીએ."

  2. સુરતમાં આ ટેનામેન્ટ બન્યું કોરોનાનું કેન્દ્ર

    સુરતમાં એક જ જગ્યાએથી કોરોના વાઇરસના 55 પૉઝિટિવ કેસ નોંધાયા છે.

    સુરતના માનદરવાદા વિસ્તારમાં આવેલા આ ટેનામેન્ટમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે.

    જાણો આ અંગે સ્થાનિકો શું કહી રહ્યા છે?

  3. કોરોના કવરેજનો ક્રમ

    • 18મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 17મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 16 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 15 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 14મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 13મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 12મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 11મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટ અહીં ક્લિક કરો
    • 10મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • નવમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • આઠમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • સાતમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • છઠ્ઠી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • પાંચમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • ચોથી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીંક્લિક કરો
    • ત્રીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • બીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીંક્લિક કરો
    • પહેલી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • ભારતમાં લૉકડાઉનના પ્રથમ સપ્તાહ દરમિયાનના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
  4. અમેરિકા કરતાં ચીનમાં વધુ મૃત્યુ થયાં : ટ્રમ્પ

    વ્હાઇટ હાઉસમાં કોરોના વાઇરસની મહામારીને લઈને યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે કોરોના વાઇરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં ચીન પહેલા નંબરે છે.

    ટ્રમ્પે કહ્યું, "કોરોના વાઇરસના કારણે મૃત્યુની બાબતમાં અમેરિકા પહેલા નંબરે નથી, પરંતુ ચીન પહેલા નંબર પર છે. આપણે તેની આસપાસ પણ નથી. તમે બધા જાણો છો, હું પણ જાણું છું અને તેમને પણ ખ્યાલ છે."

    તેમણે વધુમાં કહ્યું કે બ્રિટન, સ્વિટ્ઝરલૅન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સની સરખામણીએ અમેરિકામાં કોરોના વાઇરસથી થયેલાં મૃત્યુની ઍવરેજ ઓછી છે. સ્પેનમાં મૃત્યુની સરેરાશ અમેરિકાથી ચારગણી છે.

    રાષ્ટ્રપ્રમુખે કહ્યું, "અમેરિકામાં કોરોના વાઇરસથી થનારા મૃત્યુનો દર યુરોપના દેશોથી પણ ઓછો છે."

  5. 100 કલાકાર, એક ધ્યેય

    દુનિયાના 100થી વધુ કલાકારોનો બૅનિફિટ શો શરૂ થઈ ગયો છે.

    'વન વર્લ્ડ-ટુગેધર ઍટ હોમ' નામના આ કૉન્સર્ટનું આયોજન ગ્લોબલ સિટીઝન મૂવમૅન્ટ નામનું સંગઠન અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે સંકળાયેલાં પૉપસ્ટાર લેડી ગાગા સાથે મળીને કરી રહ્યાં છે.

    તેમાં લેડી ગાગા ઉપરાંત ટેલર સ્વિફ્ટ, આંદ્રિયા બોચેલી, ટીવી વન્ડર ઑપેરા વિન્ફ્રે, પૉલ મૌકાર્ટની, પીયર્સન બ્રોસ્નન જેવાં દિગ્ગજ કલાકારો ભાગ લઈ રહ્યાં છે.

    આ શોમાં ભારતના પ્રિયંકા ચોપડા અને વિશાલ મિશ્રા પણ સામેલ છે.

    આ કાર્યક્રમનું સીધું પ્રસારણ એમેઝોન પ્રાઇમ વીડિયો, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટ્યૂનઇન, ટ્વિચ અને યુટ્યૂબ સહિતના ઍપલ મ્યુઝિક અને ઍપલ ટીવી પર કરવામાં આવી રહ્યું છે.

    આ કાર્યક્રમને કોરોના મહામારી સામે લડી રહેલાં વિશ્વ સ્વાસ્થય સંગઠનને આર્થિક મદદ કરવાના ઉદ્દેશ્યથી આયોજિત કરાયો છે.

    લૅડી ગાગાએ કહ્યું કે આ કાર્યક્રમનું આયોજન માત્ર ફંડ જમા કરવા માટે નથી થઈ રહ્યું, પરંતુ સ્વાસ્થ્ય કર્મચારીઓને એ સંદેશ પહોંચાડવાનો છે કે સંકટના આ સમયમાં તેમના કામનું આખી દુનિયા સન્માન કરે છે.

  6. રાતથી અત્યારસુધી શું બન્યું

    • કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ જાહેરાત કરી છે કે અમેરિકાની સાથે જોડાયેલી કેનેડાની સરહદ આગામી ત્રીસ દિવસ સુધી બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે સરહદ મંગળવારે ખુલવાની હતી.
    • સ્પેનમાં કોરોના વાઇરસના કારણે 20 હજારથી વધારે લોકોના મૃત્યુ થતાં વડા પ્રધાને લૉકડાઉનને પંદર દિવસ માટે વધારવા સંસદને ભલામણ કરી છે.
    • અમેરિકાના ન્યૂ યૉર્કના ગવર્નર એન્ડ્રૂ કૂમોએ કહ્યું કે કોવિડ-19ના દરદીઓની સંખ્યામાં ઘટાડો થવો એ ખુશીના સમાચાર છે.
    • બ્રિટનની સ્વાસ્થય સેવા એન.એચ.એસ.ના ડિરેક્ટર સ્ટિફન પોવિસે કોવિડ-19 અંગે કહ્યું છે કે આ એવો મામલો નથી કે જે અમુક અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય. આપણે લાંબા સમય સુધી કોરોનાની સામે આ લડાઈમાં ટકી રહેવું પડશે.
    • કોરોના વાઇરસ સામે લડી રહેલાં સ્વાસ્થયકર્મીઓને સલામ કરવા માટે દુનિયાના 100 જાણીતા આર્ટિસ્ટે શનિવાર/રવિવારે પોત-પોતાના ઘરમાંથી ઓનલાઇન કૉન્સર્ટમાં ભાગ લીધો હતો.
  7. રવિવાર સવારની સ્થિતિ

    દુનિયાભરમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 23 લાખને પાર કરી ગઈ છે.

    સૌથી વધારે કેસ અમેરિકામાં નોંધાયા છે, જ્યાં સાત લાખથી પણ વધારે કેસ નોંધાયા છે.

    કોરોના વાઇરસના કારણે દુનિયામાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા એક લાખ 60 હજાર પર પહોંચવા આવી છે.

    સૌથી વધારે મૃત્યુ અમેરિકામાં (37,625), ઇટાલીમાં (23,227 લોકોનાં), સ્પેનમાં (20,043 લોકોનાં) થયા છે.

    સ્પેનમાં ફ્રાન્સ (19,323) કરતાં પણ વધારે મૃત્યુ થયા છે.

    કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા 14,792એ પહોંચી છે.

    ભારતમાં હાલ સુધીમાં 488 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 2014 લોકો સાજા પણ થયા છે.

    ગુજરાતમાં પૉઝિટિવ કેસની સંખ્યા 1376એ પહોંચી છે. શનિવારે 277 નવા પૉઝિટિવ કેસ નોંધાયા હતા.

    ગુજરાતના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, રાજ્યમાં 53 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 93 લોકો સાજા થયા છે. સૌથી વધારે કેસ અમદાવાદ (862 કેસ), વડોદરા (158 કેસ) અને સુરતમાં (153 કેસ) નોંધાયા છે.

  8. કૅનેડા અમેરિકા સરહદ બંધ

    કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જાહેરાત કરી છે કે અમેરિકા સાથે જોડાયેલી સરહદ આગામી 30 દિવસ સુધી બંધ રહેશે.

    અગાઉથી જ બંને દેશો વચ્ચે બિનજરૂરી મુસાફરી ઉપર નિષેધ હતો, જે આગામી મંગળવારે સમાપ્ત થનાર હતો. હવે તેને વધુ 30 દિવસ માટે લંબાવી દેવાયો છે.

    ટ્રુડોનું કહેવું છે કે કોરોનાની મહામારીથી બંને દેશના નાગરિકોને બચાવવા માટે આમ કરવું અનિવાર્ય હતું.

  9. નમસ્કાર. કોરોના સંબંધિત બીબીસી ગુજરાતીના કવરેજમાં આપનું સ્વાગત છે. ગત 24 કલાક દરમિયાન કોરોના મુદ્દે દેશ-વિદેશમાં શું થયું થયું તે વિશે વાચવા માટે અહીંક્લિક કરો.