ભારતમાં ગત 24 કલાકમાં 900થી વધુ કેસ, ગુજરાતમાં મૃતકાંક 53

ગુજરાત સહિત દેશ-વિદેશના કોરોના સંબંધિત અપડેટ્સ અહીં વાચો.

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, ભારતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા 14,378એ પહોંચી, 480 લોકોનાં મૃત્યુ

    ભારતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા 14,378એ પહોંચી છે.

    ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં હાલ સુધીમાં 480 દરદીઓના મૃત્યુ થયા છે.

    ભારતમાં ઍક્ટિવ કેસની કુલ સંખ્યા 11,906 છે. જ્યારે 1991 દરદીઓ સાજા થઈ ગયા છે.

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Reuters

  2. નેવીના 21 જવાન કોરોનાના પૉઝિટિવ

    સમાચાર સંસ્થા પી.ટી.આઈ. ભારતીય નૌકાદળને ટાંકીને લખે છે કે ભારતીય નૌકાદળના મુંબઈ મથકમાં 21 નૌસૈનિકોના કોરોના વાઇસના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે.

    મુંબઈ ખાતે આવેલાં આઈ.એન.એસ. આંગ્રે ખાતે ફરજ બજાવતા 20 નૌસૈનિકનો આમાં સમાવેશ થાય છે.

    ભારતીય નૌકાદળે કહ્યું હતું કે આ 7 એપ્રિલે જે વ્યક્તિ પૉઝિટિવ આવ્યો હતો, તેનાથી બીજા લોકોમાં ચેપ ફેલાયો છે. આઈ.એન.એસ. આંગ્રેમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

    નૌકાદળે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ શિપ કે સબમરીન પર કોઈ ચેપગ્રસ્ત નથી.

    ભારતીય નૌસૈનિકોની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક
  3. કોરોના વાઇરસ : ચીનની લૅબોરેટરીમાંથી જગતભરમાં ફેલાયો વાઇરસ?

  4. કોરોના વાઇરસ કવરેજ

    • 17મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 16 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 15 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 14મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 13મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 12મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 11મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટઅહીં ક્લિક કરો
    • 10મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • નવમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • આઠમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • સાતમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • છઠ્ઠી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • પાંચમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • ચોથી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીંક્લિક કરો
    • ત્રીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • બીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીંક્લિક કરો
    • પહેલી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • ભારતમાં લૉકડાઉનના પ્રથમ સપ્તાહ દરમિયાનના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
  5. BBC ગુજરાતી સમાચાર : 17-04-2020

    ચીનના વુહાનમાં એક દિવસમાં મૃતકાંકમાં 50 ટકાનો વધારો, સ્થાનિક અધિકારીઓએ આંકડા છુપાવ્યા હોવાના આરોપોને નકાર્યા અને બ્રાઝિલમાં થતાં સંખ્યાબંધ મોતને કારણે કબ્રસ્તાનમા જગ્યા ખૂટી.આ સિવાયની કોરોના સંબંધિત દેશ-વિદેશની માહિતીસભર બીબીસી ગુજરાતી સમાચાર શુક્રવારે સાંજે પ્રસારિત થયા હતા, જો આપ ચૂકી ગયા હો, તો અહીં નિહાળી શકો છો.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  6. નવસારીમાં લૉકડાઉન દરમિયાન લગ્ન કરતાં પોલીસે પાડી રેઇડ

    સમાચાર સંસ્થા એ.એન.આઈ.ના અહેવાલ અનુસાર, નવસારીમાં યોજાયેલા એક લગ્ન કાર્યક્રમમાં પોલીસે રેડ પાડીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

    નવસારીના વાંકલ ગામમાં વરરાજા, વધૂ અને તેમના પરિવારના સભ્યોની વિરુદ્ધમાં લૉકડાઉનના ભંગ બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

    નવસારીના એસ.પી.ના કહેવા પ્રમાણે, વર-વધૂ સહિત 14 લોકો લગ્ન માટે એકઠા થયા હતા. તેમની સામે પોલીસે કાયદાકીય ધોરણે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  7. સ્પેનમાં મરણાંક 20 હજારને પાર

    સ્પેનમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 20 હજાર કરતાં વધી ગઈ છે.

    મૃતકોની સંખ્યાના હિસાબે સ્પેનનું સ્થાન અમેરિકા અને ઇટાલી બાદ ત્રીજા ક્રમે છે.

    સંક્રમિત દર્દીઓની સંખ્યાના મામલે સ્પેન બીજા નંબરે છે.

    સ્પેનમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ એક લાખ 90 હજાર કરતાં વધારે નોંધાયા છે.

  8. અમેરિકાએ કોરોના વાઇરસ સામે લડવા પાકિસ્તાનને 8.4 મિલિયન ડૉલરની મદદની જાહેરાત કરી

    સમાચાર સંસ્થા એ.એન.આઈ.ના અહેવાલ અનુસાર, અમેરિકાએ કોરોના વાઇરસના સંક્રમણ સામે લડવા માટે પાકિસ્તાનને 8.4 મિલિયન ડૉલરની મદદની જાહેરાત કરી છે.

    આ મદદની જાહેરાત પાકિસ્તાન ખાતે અમેરિકાના ઍમ્બૅસૅડર પોલ જૉન્સે કરી હતી.

    વીડિયો મૅસેજમાં તેમણે કહ્યું હતું કે 8 મિલિયન ડૉલરથી વધુની મદદ દ્વારા, અમેરિકા પાકિસ્તાનભરમાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા અને પીડિત લોકોની કાળજી લેવા માટે ત્યાંની સરકારની મદદ કરશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  9. કોરોના વિશેની આ વાતો જાણો છો?

    • કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી?જાણવા માટે અહીં ક્લિક કરો
    • ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
    • કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશેજાણવા માટે અહીં ક્લિક કરો
    • ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં?જાણવા માટે અહીં ક્લિક કરો
    કોરોના વાઇરસની સ્ટ્રીપ
  10. કોરોના: કાલ રાત્રિથી શું બન્યું?

    દુનિયાભરમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 22 લાખ 40 હજારને પાર કરી ગઈ છે. સૌથી વધારે કેસ અમેરિકામાં નોંધાયા છે. અમેરિકામાં સાત લાખથી પણ વધારે કેસ નોંધાયા છે.

    • કોરોના વાઇરસના કારણે દુનિયામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 1.50 લાખથી પણ વધારે થઈ ગઈ છે. સૌથી વધારે મૃત્યુ અમેરિકામાં (31,456 લોકોનાં), ઇટાલીમાં (22,745 લોકોનાં), સ્પેનમાં (20,002) લોકોનાં મૃત્યુ થયા છે.
    • અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ન્યૂયોર્કના ગવર્નર ઍન્ડ્રૂ કૂમો વચ્ચે તણાવ વધ્યો છે. ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે કોરોના વાઇરસના કારણે જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તેમને હઠાવવાનો નિર્ણય રાજ્યના ગવર્નરનો હોવો જોઈએ અને સંઘીય સરકાર આ મામલે માત્ર દિશાનિર્દેશ જાહેર કરી શકે છે.આ પછી શુક્રવારે ન્યૂ યૉર્કના ગવર્નરની સામે ટ્રમ્પે એક પછી એક ટ્વીટ કર્યા અને ગવર્નર કૂમમોને કહ્યું કે ફરિયાદ કરવામાં ઓછો સમય કાઢવો જોઈએ, જ્યારે પોતાના કામમાં વધારે સમય આપવો જોઈએ.મામલો ત્યારે વધ્યો જ્યારે કૂમોએ આરોપ મૂક્યો કે લૉકડાઉન હઠાવવા અન સામાન્ય જનજીવનને ફરી શરૂ કરવા માટે જરૂરી આર્થિક મદદ સંઘીય સરકાર આપી રહી નથી. એવામાં ટ્રમ્પે આશા રાખવી ન જોઈએ કે જરૂરી આર્થિક મદદ વગર રાજ્ય સરકારો આ મામલે આગળ વધી શકશે.
    • ભારતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા 13835એ પહોંચી છે. ભારતમાં હાલ સુધીમાં 452 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં 1766 લોકો સાજા પણ થયા છે.
    • ગુજરાતમાં પૉઝિટિવ કેસની સંખ્યા 1099એ પહોંચી છે. શુક્રવારે 170 નવા પૉઝિટિવ કેસ નોંધાયા હતા.
    • ગુજરાતમાં 41 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 86 લોકો સાજાં થયા છે. સૌથી વધારે કેસ અમદાવાદ (622 કેસ), સુરત(140 કેસ) અને વડોદરામાં (142 કેસ)માં નોંધાયા છે.
    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Reuters

  11. WHOની ભલામણ

    વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના વડા ડૉ. ટેડ્રોસ એડહનૉમ ગિબ્રિયેસિસે તમામ દેશોની સરકારોને અપીલ કરી છે કે કોરોના વાઇરસને કારણે ઊભી થયેલી સ્થિતિને પગલે વન્યજીવોનાં માંસના વ્યાપાર ઉપર કડક નિયંત્રણ લાદે.

    તેમણે વધુમાં કહ્યું હતું કે જે બજારોમાં જીવિત પ્રાણીઓને વેચવામાં આવતા હોય, તેવી 'વેટ માર્કેટ'ને ખોલવાની પરવાનગી ત્યારે જ અપાય, જ્યારે ભોજન અને સ્વચ્છતાના તમામ માપદંડોનું કડકાઈથી પાલન થાય.

    ઉપરાંત તેમણે કહ્યું કે એક આકલન પ્રમાણે, તમામ નવા વાઇરસમાંથી 70 ટકા વન્ય પ્રાણીઓમાંથી પ્રવેશ્યા છે.

    અમુક થિયરી મુજબ ચીનના વુહાન શહેરની સીફૂડ માર્કેટ ખાતેથી કોરોના વાઇરસની બીમારી શરૂ થઈ હતી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  12. નમસ્કાર. કોરોના વાઇરસ સંબંધિત બી.બી.સી. ગુજરાતીના લાઇવ કવરેજમાં આપનું સ્વાગત છે. અહીં અમે આપને ગુજરાત સહિત દેશ-વિદેશના કોરોના સંબંધિત સમાચોરથી અપડેટ રાખીશું.

    ગત 24 કલાક દરમિયાન શું થયું, તે આપ અહીં વાચી શકો છો.