ભારતમાં ગત 24 કલાકમાં 900થી વધુ કેસ, ગુજરાતમાં મૃતકાંક 53

ગુજરાત સહિત દેશ-વિદેશના કોરોના સંબંધિત અપડેટ્સ અહીં વાચો.

લાઇવ કવરેજ

  1. કોરોના અપડેટ્સ

    • દુનિયાભરમાં કોરોના વાઇરસથી 22 લાખ 40 હજારથી વધુ લોકો સંક્રમિત, અત્યાર સુધીમાં 1 લાખ 54 હજારથી વધુનાં મૃત્યુ
    • અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા 7 લાખને પાર, અત્યાર સુધીમાં 36,800થી વધુ મૃત્યુ
    • ઇટાલીમાં અત્યાર સુધીમાં 22,745 મૃત્યુ, સ્પેનમાં મૃત્યુઆંક 20 હજારને પાર
    • ભારતમાં અત્યાર સુધીમાં 488નાં મૃત્યુ, સંક્રમિતોની સંખ્યા 14,792 પર પહોંચી
    • ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1376 પર પહોંચી, અત્યાર સુધીમાં 53નાં મૃત્યુ

    આજનું લાઇવ રિપોર્ટિંગ અહીં જ પૂર્ણ કરીએ છીએ. દેશ અને દુનિયાની કોરોના સંબંધિત તાજી અપડેટ્સ સાથે આવતી કાલે ફરીથી મળીશું. શુભરાત્રિ.

  2. બ્રેકિંગ, ગુજરાતમાં 20એપ્રિલથી આંશિક ઔદ્યોગિક એકમો ચાલુ કરી શકાશે

    ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં નિર્ણય લેવાયો છે કે આગામી 20એપ્રિલથી રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાની હદ સિવાયના વિસ્તારોમાં આવેલાં ઔદ્યોગિક એકમો કાર્યરત થઈ શકશે.

    જોકે, આવાં એકમોએ કામદારો માટે ફેકટરીના સંકુલમાં જ રહેવાની વ્યવસ્થા કરવાની રહેશે અને શક્ય એટલી ઓછી અવરજવરની તકેદારી રાખવી પડશે.

    આ બેઠકમાં એવું પણ નક્કી કરાયું કે શહેરી વિસ્તારોમાં આવેલાં ઔદ્યોગિક એકમો ક્યારે શરૂ કરવાં એ અંગે સ્થિતિના નિરીક્ષણ બાદ નિર્ણય લેવાશે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં આવેલાં નિર્માણાધીન બાંધકોમોની જગ્યાએ જ શ્રમિકોના રહેવાની વ્યવસ્થા ચાલુ રાખી શકાશે.

    જોકે, આ દરમિયાન રોજગાર આપનારા માલિકે કામદારો માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સરકારી માર્ગદર્શિકા મુજબની વ્યવસ્થા પણ ઊભી કરવાની રહેશે.

    આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ અગ્ર સચિવ મનોજ દાસ ઉપસ્થિત રહ્યા હતા.

  3. વડા પ્રધાન મોદીએ કહ્યું- ગભરાવાની જરૂર નહીં

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું, "ગભરાવાની જરૂર નથી. બધા જરૂરી સાવધાની રાખો. આપણે બધા ભેગા મળીને કોવિડ-19 મહામારીને ચોક્કસથી પરાસ્ત કરીશું."

    વડા પ્રધાને પોતાના ટ્વીટમાં ઉપભોક્તા અને ખાદ્યાન્નમંત્રી રામવિલાસ પાસવાનનું એક ટ્વીટ લિંક કર્યું હતું.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  4. બ્રેકિંગ, ગુજરાતમાં કોરોનાને લીધે મૃતાંક 53 પર પહોંચ્યો

    ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજે (તારીખ 18-04-2020) સવારે 10 વાગ્યા પછીના કોરોના વાઇરસ અંગેના આંકડા જાહેર કર્યા હતા.

    જે મુજબ ગુજરાતમાં નવા 104 કેસ પૉઝિટિવ નોંધાયા છે અને 5 દર્દીઓનાં મૃત્યુ થયાં છે. તેમજ 5 દર્દી સાજા થતાં રજા અપાઈ છે.

    આ સાથે ગુજરાતમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1376 થઈ ગઈ છે.

    આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં કોરોના વાઇરસને લીધે અત્યાર સુધીમાં 53 લોકોનાં મૃત્યુ થયાં છે.

    હાલમાં 10 દર્દી વૅન્ટિલેટર પર છે, 1220 સ્થિર છે અને અત્યાર સુધીમાં 93 દર્દીઓને રજા અપાઈ છે.

    અમદાવાદમાં સૌથી વધુ 96 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 3, ભાવનગરમાં 2, મહીસાગર, પંચમહાલ અને સાબરકાંઠામાં એક-એક કેસ નોંધાયા છે.

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2664 ટેસ્ટ કરાયા છે, જેમાં 277 કેસ પૉઝિટિવ અને 2387 કેસ નૅગેટિવ નોંધાયા છે.

    દફનવિધિ

    ઇમેજ સ્રોત, Getty Images

  5. સ્પેનમાં મૃતકોની સંખ્યા 20,000ને પાર

    સ્પેન સરકારે કહ્યું કે દેશમાં કોરોના વાઇરસને કારણે મૃતકોની સંખ્યા વધીને 20,000 ઉપર થઈ ગઈ છે.

    સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં મહામારીને કારણે 20,043 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે.

    છેલ્લા 24 કલાકમાં સ્પેનમાં 565 લોકોએ જીવ ગુમાવ્યો છે.

    અમેરિકા અને ઇટાલી બાદ સ્પેનમાં સૌથી વધુ મૃત્યુ થયાં છે અને સૌથી વધુ પ્રભાવિત છે.

  6. કોરોના : આર્થિક પૅકેજની ચુકવણી માટે રૂપાણીને પત્ર

    ગુજરાતમાં લૉકડાઉનને કારણે બેરોજગાર, આર્થિક રીતે પાયમાલ થયેલા અસંગઠિત ક્ષેત્રના કામદારો-શ્રમજીવી-નાના વ્યવસાયકારો માટે આર્થિક પૅકેજ માટે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.

    પત્રમાં તેઓએ લખ્યું- "કોરોના મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને લીધે ધંધા-રોજગાર બંધ છે. અનેક કારીગરો, નાના વ્યવસાયકારો, શ્રમજીવીઓ, બેરોજગારો આર્થિક રીતે પાયમાલ થયા છે."

    "આથી સરકારને અમે વિનંતી કરીએ છીએ કે સરકારની 25 માર્ચની સૂચનાથી જે કારીગર વર્ગને આર્થિક સહાય માટે ફૉર્મ ભરાવ્યાં હતાં. તાત્કાલિક તેના પર કાર્યવાહી કરીને તમામ અસંગઠિત ક્ષેત્ર, સ્વરોજગાર અને કારીગર વર્ગના લોકોને પ્રતિમાસ ચાર હજાર રૂપિયાની આર્થિક સહાય તેમના બૅન્ક ખાતામાં જમા તે રીતે એપ્રિલ, મે અને જૂન- ત્રણ મહિનાનું આર્થિક પૅકેજ તાત્કાલિક જાહેર કરવામાં આવે અને તાત્કાલિક ચુકવણી કરવામાં આવે."

    તો ગુજરાત કૉંગ્રેસ દ્વારા કર્ણાટકમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓને પરત લાવવા વિનંતી કરવામાં આવી છે.

    કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જણાવ્યું કે "કર્ણાટકની અલગઅલગ કૉલેજમાં ફસાયેલા 25 ગુજરાતી વિદ્યાર્થીઓને સલામત રીતે ગુજરાત પરત લાવવા માટે વિનંતી કરું છે. કર્ણાટક સરકારને વહેલી તકે વિદ્યાર્થીઓને ગુજરાત લાવવા માટેની વ્યવસ્થા માટે આપની ઑફિસથી સૂચના આપવામાં આવે, તથા તેમની ભોજનની જરૂરિયાત પણ પૂરી પાડવામાં આવે તેવી વિનંતી કરું છું."

  7. બ્રેકિંગ, કોરોના વાઇરસ : છેલ્લા 24 કલાકમાં ભારતમાં 43નાં મૃત્યુ

    સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં કોરોના પૉઝિટિવની સંખ્યા વધીને 14,378 થઈ છે.

    છેલ્લા 24 કલાકમાં 991 નવા કેસ સામે આવ્યા અને 43 લોકોનાં મૃત્યુ થયાં છે.

    આ સાથે ભારતમાં કોરોનાને કારણે મૃતકોની સંખ્યા 480 પર પહોંચી છે.

    સ્વાસ્થ્ય મંત્રાલયના લવ અગ્રવાલ અનુસાર, અત્યાર સુધીમાં 13.85 ટકા દર્દીઓ સાજા થઈ ગયા છે.

    લવ અગ્રવાલ અનુસાર, "એક સકારાત્મક ટ્રૅન્ડની નોંધ કરવામાં આવી છે કે 23 રાજ્યના 47 જિલ્લામાં છેલ્લા 28 દિવસમાં કોઈ નવો કેસ સામે આવ્યો નથી. આ એ જિલ્લા છે જ્યાં પહેલા પૉઝિટિવ કેસ સામે આવ્યા હતા."

    12 રાજ્યના 22 એવા જિલ્લા છે જ્યાં ગત બે અઠવાડિયાંમાં કોઈ નવો કેસ સામે આવ્યો નથી.

    ત્રણ એવા જિલ્લા છે જ્યાં પહેલા 14 દિવસ સુધી કેસ નહોતા ત્યાં હવે કેસ સામે આવ્યા છે. આ જિલ્લામાં બિહારના પટના, હરિયાણાના પાનીપત અને પશ્ચિમ બંગાળના નદિયાનો સમાવેશ થાય છે.

    લવ અગ્રવાલ અનુસાર, "કોવિડ-19ને કારણે ભારતમાં થયેલાં કુલ મૃત્યુમાંથી 75.3 ટકા લોકો સાઠ વર્ષથી વધુ ઉંમરના છે. આ સિવાય કોરોનાને કારણે મરણ થયેલા લોકોમાંથી 83 ટકા લોકો એવા છે જેમને અગાઉ કોઈ બીમારી હતી."

    તો ગૃહ મંત્રાલયનું કહેવું છે કે એ વિદેશી નાગરિકોના વિઝા નિઃશુલ્ક વધારાશે, જેઓ લૉકડાઉનને કારણે ભારતમાં ફસાયા છે.

    માસ્ક પહેરેલ વ્યક્તિ

    ઇમેજ સ્રોત, Getty Images

  8. રાહતફંડ માટે આજે આંતરરાષ્ટ્રીય મ્યુઝિક કૉન્સર્ટ

    દુનિયાના 100થી વધુ સંગીતકારો આજે એક મોટો બૅનિફિટ શો કરવા જઈ રહ્યા છે.

    'વન વર્લ્ડ-ટુગેધર ઍટ હોમ' નામના આ કૉન્સર્ટનું આયોજન ગ્લોબલ સિટીઝન મૂવમૅન્ટ નામનું સંગઠન અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં પૉપસ્ટાર લેડી ગાગા સાથે મળીને કરી રહ્યાં છે.

    તેમાં લેડી ગાગા, ટેલર સ્વિફ્ટ, આંદ્રિયા બોચેલી, સ્ટીવી વન્ડર ઑપેરા વિન્ફ્રે, પૉલ મૌકાર્ટની, પીયર્સન બ્રોસ્નન જેવાં દિગ્ગજ કલાકારો ભાગ લઈ રહ્યાં છે.

    આ શોમાં ભારતીય કલાકાર પ્રિયંકા ચોપડા અને વિશાલ મિશ્રા પણ પ્રસ્તુતિ આપશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  9. સોનિયા તથા રાહુલ ગાંધીએ ખેડાવાલાના ખબર-અંતર પૂછયા

    ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીએ કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનાં ખબર-અંતર પૂછ્યાં હતાં.

    જમાલપુર-ખાડિયાના કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેઓ હાલ એસ.વી.પી. હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

    આ ઉપરાંત મનીષ દોશીએ જણાવ્યું હતું કે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે પણ ટેલિફોનિક ખબર-અંતર પૂછ્યાં હતાં.

    આ પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ ઇમરાન ખેડાવાલા સાથે વાતચીત કરી હતી.

    રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી

    ઇમેજ સ્રોત, Getty Images

  10. પંજાબમાં એસીપીનું કોરોના વાઇરસથી મૃત્યુ

    પંજાબના લુધિયાણા જિલ્લાના જનસંપર્ક વિભાગે એક ટ્વીટ કરીને કહ્યું છે કે આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ અનિલ કહોલીનું કોવિડ-19થી મૃત્યુ થયું છે.

    તેમની લુધિયાણાની એસપીએસ હૉસ્ટિલમાં સારવાર ચાલી રહી હતી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  11. ભારતમાં ગત 24 કલાકમાં 900થી વધુ કેસ, ગુજરાતમાં મૃતકાંક 53

  12. બ્રેકિંગ, અન્ન સુરક્ષા ધારા હેઠળ એક-એક હજાર રૂપિયા જમા કરાવાશે- અશ્વિની કુમાર

    મુખ્ય મંત્રીના સચિવ અશ્વિની કુમારે લૉકડાઉન દરમિયાન કેટલીક જાહેરાતો કરી હતી.

    પત્રકારપરિષદમાં તેઓએ કહ્યું કે અન્ન સુરક્ષા ધારા હેઠળનું કાર્ડ ધરાવનારનાં ખાતાંમાં એપ્રિલ માસ દરમિયાન એક-એક હજાર રૂપિયા જમા કરાવાશે, સોમવારથી ચુકવણું હાથ ધરાશે.

    "તેમજ રૂપિયા 660 કરોડના ખર્ચે લગભગ 66 લાખ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રૂપિયા એક-એક હજારની આર્થિક સહાય અપાશે."

    અશ્વિની કુમારે એમ પણ જણાવ્યું કે આર્થિક સહાય માટે લાભાર્થીએ કોઈ પ્રક્રિયા કરવાની નહીં રહે, સરકાર પાસે રહેલા ડેટાના આધારે નાણાં જમા કરાવાશે.

    "લૉકડાઉનને કારણે ગરીબ તથા મધ્યમ વર્ગના નાગરિકોની રોજીરોટીને અસર પહોંચી હોઈ, એપ્રિલ માસ દરમિયાન પરિવારદીઠ રૂપિયા એક-એક હજારની સહાય અપાશે."

  13. છ દિવસમાં ગુજરાતમાં થયેલી એ શોધ જે કોરોના વાઇરસને રોકવામાં મદદરૂપ થશે

  14. કોરોના વાઇરસ કવરેજ

    • 17મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 16 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 15 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 14મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 13મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 12મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 11મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટઅહીં ક્લિક કરો
    • 10મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • નવમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • આઠમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • સાતમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • છઠ્ઠી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • પાંચમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • ચોથી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીંક્લિક કરો
    • ત્રીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • બીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીંક્લિક કરો
    • પહેલી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • ભારતમાં લૉકડાઉનના પ્રથમ સપ્તાહ દરમિયાનના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
  15. એન્જેલિના જોલીના જેવા લૂક લઈને ચર્ચામાં આવેલાં મહિલાને કોરોના પૉઝિટિવ

    એન્જેલિના જોલીના જેવા જ લૂકને કારણે ચર્ચામાં આવેલાં સહા તબાને કોરોના વાઇરસ થયો છે. હાલ આ મહિલાને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

    ઇરાનના ફાતેમેહ ખિશ્વાંદ સોશિયલ મીડિયામાં સહા તબા નામથી ઓળખાય છે.

    વર્ષ 2018માં તેમણે કરાયેલી પોતાના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી પછી તબા ચર્ચામાં આવ્યાં હતાં.

    ઘણા બધા ફૅન્સના મતે તેમણે શૅર કરેલા ફોટોમાં તેઓ તદ્દન એન્જેલિના જોલી જેવાં જ લાગતાં હતાં.

    તેઓ ગત ઑગસ્ટ મહિનાથી ઇશનિંદાના આરોપ હેઠળ ઇરાનની જેલમાં છે. જ્યાં તેમને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો.

  16. કોરોના સંકટ : 'છાતી પર બિલાડી બેસી ગઈ હોય એવું ડિપ્રેશન થાય છે'

  17. કેમ દુનિયા રસી બનાવવાનું ચૂકી ગઈ?

    2012માં એક જીવલેણ કોરોના વાઇરસ MARSCOV- મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમનો પ્રકોપ થયો.

    આ બીમારી ઊંટથી મનુષ્યોમાં પહોંચી હતી, ત્યારે પણ ઘણા વૈજ્ઞાનિકોએ આ વિષાણુઓની સામે રસી શોધવાની જરૂરિયાત ફરીથી દોહરાવી.

    આજે જ્યારે 20 વર્ષ પછી નવા કોરાના વાઇરસ SARSCOV- 2 એ લાખો લોકોને સંક્રમિત કરી દીધા છે, ત્યારે વિશ્વ ફરી એક વાર પૂછી રહ્યું છે કે, 'એની રસી ક્યાં સુધીમાં તૈયાર થઈ જશે?'

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  18. સંકટને અવસરમાં બદલી શકાય છે - રાહુલ ગાંધી

    રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે હાલના સંકટના સમયને અવસરમાં બદલી શકાય છે.

    રાહુલ ગાંધીએ કહ્યું કે કોવિડ-19ની મહામારીના કારણે સંકટ ઘણું મોટું છે. આની સામે લડવા માટે તેમણે વૈજ્ઞાનિકો, ઇજનેર અને ડેટા ઍક્સપર્ટોને સમસ્યાના સમાધાન માટે કામે લગાડવાનું સૂચન કર્યું.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  19. કોરોનાના કેસની સંખ્યા ચરમ પર પહોંચશે અને પછી ઘટાડો નોંધાશે : જયંતી રવિ

    ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ કોરોના વાઇરસને લઈને સંબોધેલી પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, "કોરોનાના કેસની સંખ્યા ચરમ પર પહોંચશે અને પછી તેમાં ઘટાડો નોંધાશે."

    ગુજરાતમાં શનિવારે સૌથી વધારે કેસ નોંધાયા છે. ગુજરાતમાં શનિવારે 176 નવા પૉઝિટિવ કેસ નોંધાયા હતા.

    તેમણે વધુમાં કહ્યું હતુ કે પ્લાઝમા ટ્રાન્સફ્યૂશન માટેની જરૂરી મંજૂરી મળી, શનિવારથી આ પદ્ધતિથી સારવારની શરૂઆત કરાવવાના પ્રયાસ ચાલુ છે.

    જયંતી રવિએ કહ્યું કે 21મી એપ્રિલ પછી પ્લાન્ડ સર્જરી કરાવનારનો કોરોનો ટેસ્ટ કરાવ્યા પછી જ ઑપરેશન હાથ ધરાય તેવી યોજના કરાઈ છે.ઉલ્લેખનીય છે કે, કોરોના પૉઝિટિવ દરદીનું ઑપરેશન કરનાર એલ.જી. હૉસ્પિટલના સ્ટાફનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં આરોગ્યજગતમાં ચકચાર મચી જવા પામી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  20. ગુજરાતમાં સાત દરદીનાં મૃત્યુ, કુલ મૃતકાંક 48

    ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે વધુ સાત દરદીનાં મૃત્યુ થતાં કુલ મૃતકાંક 48એ પહોંચ્યો છે.

    ગુજરાતમાં નવા 176 પૉઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ પૉઝિટિવ કેસની સંખ્યા 1272એ પહોંચી ગઈ છે.

    શુક્રવાર સાંજથી નવા નોંધાયેલા 176 પૉઝિટિવ કેસમાંથી 143 કેસ અમદાવાદમાં નોંધાયા છે, જ્યારે સુરત અને વડોદરામાં 13-13 કેસ નોંધાયા છે.

    ગુજરાતમાં સૌથી વધારે કેસ અમદાવાદ (765), સુરત (156), વડોદરા (152) અને રાજકોટમાં (30) છે.

    જે સાત લોકોનાં મૃત્યુ થયાં છે એમાંથી ચાર દરદી અમદાવાદના છે. જ્યારે સુરત, અરવલ્લી અને વડોદરાના એક-એક દરદીનો સમાવેશ થાય છે.

    ગુજરાતમાં વધુ બે દરદી સાજાં થતાં કુલ 88 દરદી ડિસ્ચાર્જ થયાં છે.

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Reuters