કોરોના લૉકડાઉન 2.0 : દેશના 170 જિલ્લાઓને હૉટસ્પૉટ જાહેર કરાયા

કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વને ભરડો લીધો છે, ત્યારે ટ્રમ્પે ટોચની આરોગ્ય સંસ્થાનું ફંડિંગ અટકાવ્યું.

લાઇવ કવરેજ

  1. કર્ફ્યુમાં છૂટ

    અમદાવાદના મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ પત્રકારોને જણાવ્યું હતું કે કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં ત્રણ કલાક માટે રાહત અપાશે. આ સિવાય તેમણે જણાવ્યું:

    • MLA ઇમરાન ખેડાવાલાની એસ.વી.પી. હૉસ્પિટલ ખાતે સારવાર, તેમની તબિયત સ્થિર
    • અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કૉર્પોરેટર બદરુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ, સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
    • કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે 150 જેટલા હંગામી વેચાણકેન્દ્ર ઊભાં કરાયાં
    • અમદાવાદના કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં બપોરે એકથી ચાર કલાક દરમિયાન માત્ર મહિલાઓને રાહત અપાશે
    • કોટ વિસ્તારમાં કર્ફ્યુ લદાયા બાદ ટેસ્ટિંગની કામગીરી ઝડપી બનાવવામાં આવી
    • ડૉક્ટર, પોલીસ કૉન્સ્ટેબલ, હેલ્થ ડિપાર્ટમેન્ટના એક કર્મચારી એમ ત્રણ ફ્રન્ટલાઇન ફાઇટર્સના રિપોર્ટ પૉઝિટિવ
    • જે વિસ્તારમાં નાગરિકો સહકાર નથી આપતાં, ત્યાં કોરોના પૉઝિટિવ કેસની સંખ્યા વધુ આવવાની શક્યતા વધારે
    • કૉંગ્રેસના અન્ય બે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તથા શૈલેશ પરમાર હોમ ક્વોરૅન્ટીન થયા, બંનેના સૅમ્પલ લેવામાં આવ્યા
    • કૉર્પોરેશનની 50 ટીમો દ્વારા ટેસ્ટિંગ હાથ ધરાયું, બુધવારે એક હજાર સૅમ્પલ લેવાનું લક્ષ્યાંક
    • હજુ અનેક અમદાવાદીઓ લૉકડાઉનનું પાલન કરવામાં સહકાર નથી આપી રહ્યા.
    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  2. કોરોના વાઇરસની આ વાતો જાણો છો?

    • કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી?જાણવા માટે અહીં ક્લિક કરો
    • ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
    • કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશેજાણવા માટે અહીં ક્લિક કરો
    • ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં?જાણવા માટે અહીં ક્લિક કરો
    કોરોના વાઇરસ સંબંધિત માહિતીની સ્ટ્રીપ
  3. 'રૂપાણી સ્વસ્થ'

    મુખ્ય પ્રધાનના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું:"બે તબીબો દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના આરોગ્યનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ પરિમાણ ઉપર તેઓ સ્વસ્થ છે."

    રૂપાણી વીડિયો કૉલિંગ, વીડિયો કૉન્ફરન્સ તથા ટેલિફોન દ્વારા સંવાદ, સંચાલન અને માર્ગદર્શન કરી રહ્યા છે અને ટેકનૉલૉજીના ઉપયોગથી પોતાની કામગીરી રાબેતા મુજબ કરતા રહેશે.

    આ સિવાય આગામી સાત દિવસ સુધી તેમના નિવાસસ્થાને કોઈ મુલાકાતીને પ્રવેશ આપવામાં નહીં આવે.

    ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. તેની ગણતરીની કલાકો પૂર્વે તેમણે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલ, રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત અનેક પ્રધાન તથા ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા, એટલે તંત્રમાં ચિંતાના વમળ ઊભા થયા હતા.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  4. લૉકડાઉન 2.0માં નરેન્દ્ર મોદી સરકારે શું ચાલુ રાખ્યું અને શું બંધ કર્યુ?

  5. 'હું કોરોના પૉઝિટિવ નથી'

    મહારાષ્ટ્રના માર્ગ અને જાહેરનિર્માણ પ્રધાન ડૉ. જિતેન્દ્ર આહ્વાડનું કહેવું છે કે તેઓ સ્વસ્થ છે અને તેઓ કોરોના નૅગેટિવ છે. અગાઉ અમુક મીડિયા દ્વારા એવા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા કે તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

    ડૉ. આહ્વાડે ટ્વીટની સાથે પોતાનો રિપોર્ટ પણ મૂક્યો હતો.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  6. લૉકડાઉનમાં સ્વજનનું મૃત્યુ સગાંવહાલાં માટે દુ:ખ સાથે 'સમસ્યા' પણ બની રહ્યું છે

  7. ગુજરાતની સ્થિતિ

    ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બુધવારે સવારે કોરોનાલક્ષી હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું હતું, જે મુજબ:

    • રાજ્યમાં કોવિડ-19ના 56 નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 695 ઉપર પહોંચી
    • 606 ઍક્ટિવ કેસમાંથી આઠ દરદીઓ વૅન્ટિલેટર ઉપર, 598ની હાલત સ્થિર
    • વધુ બે મૃત્યુ સાથે કુલ મરણાંક 30 થયો
    • કોરોના વાઇરસની હેલ્પલાઇન 104 ઉપર 42 હજાર 300 જેટલા કૉલ નોંધાયા, 783 પેશન્ટ્સને સારવાર અપાઈ
    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  8. ગૃહમંત્રાલયની નવી ગાઇડલાઇન્સ

    દેશમાં તા. ત્રીજી મે સુધી લૉકડાઉનને લંબાવી દેવામાં આવ્યું છે,જેના પરિણામે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા નવેસરથી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં કોરોનાની અસરથી મુક્ત હોય તેવા વિસ્તારોમાં અમુક પ્રવૃત્તિઓને સશર્ત આંશિક છૂટછાટો આપવામાં આવી છે, જેનો હેતુ 'ખેડૂતો તથા રોજમદારોને રાહત આપવા'નો હોવાનું જણાવવામાં આવ્યું છે.

    નવી માર્ગદર્શિકા પ્રમાણે, રેલવે, માર્ગ વાહનવ્યવહાર, હવાઈવ્યવહાર દ્વારા મુસાફરોની અવરજવર પર પ્રતિબંધ યથાવત્ રહેશે, જોકે ચીજવસ્તુઓની (આવશ્યક તથા બિનઆવશ્યક બંને) હેરફેર ચાલુ રહેશે.

    આ સિવાય ધાર્મિક તથા રાજકીય મેળાવડાઓ ઉપરનો પ્રતિબંધ યથાવત્ રહેશે તથા થિયેટર અને મૉલ જેવાં સ્થળો તત્કાળ નહીં ખુલે.

    ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંગળવાર (તા. 14મી એપ્રિલ)ના રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે લૉકડાઉન 2.0 દરમિયાન શું થઈ શકશે તથા શું નહીં થઈ શકે, તેની વિસ્તૃત માર્ગદર્શિકા તા. 15મી એપ્રિલે બહાર પાડવામાં આવશે .

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  9. ભારતમાં સંક્રમિતોની સંખ્યા 11 હજાર કરતાં વધુ

    કેન્દ્રીય આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલાં આંકડા મુજબ, સવારે નવ કલાકે દેશમાં કોરોનાના કુલ 11,439 કેસ નોંધાયા છે. જ્યારે 377 દરદીનાં મૃત્યુ થયાં છે.

    સૌથી વધુ 2,687 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે, જ્યારે 178 મૃત્યુ થયાં છે. દિલ્હીમાં 1561 કેસ નોંધાયા છે, જ્યારે 30 મૃત્યુ થયાં છે.

  10. BBC ગુજરાતી સમાચાર

    મંગળવારે સાંજે આઠ કલાકે જી.એસ.ટીવી. પર પ્રસારિત થયેલ BBC ગુજરાતી સમાચાર આપે નિહાળ્યા હતા?

    વિશ્વમાં ક્યાં કેટલા સમય માટે લૉકડાઉન લાગુ થયું છે, આ સિવાય અનેક ઉદ્યોગક્ષેત્રો ઉપર મંદીના ઓળા ઉતરી રહ્યા છે, તેની છણાવટ કરવામાં આવી હતી.

    જો આપ ચૂકી ગયા હો, તો અહીં નિહાળી શકો છો.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  11. અમેરિકામાં લૉકડાઉન ક્યારે ખુલશે?

    અમેરિકામાં લૉકડાઉનને ક્યારે સમાપ્ત કરવું, તે અંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા રાજ્યોના ગવર્નરો વચ્ચે મતભેદ યથાવત્ છે.

    મંગળવારે ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે કહ્યું, "આ માટે રાજ્યપાલો જવાબદાર છે. તેમણે પોતાની જવાબદારી સ્વીકારીને વધુ સારી રીતે કામ કરવું પડશે."

    ટ્રમ્પનું કહેવું છે કે દેશભરમાંથી લૉકડાઉન ઉઠાવી લેવાની યોજના અંતિમ તબક્કામાં છે અને કદાચ પહેલી મેથી રાબેતા મુજબ ધમધમવા લાગશે.

    ટ્રમ્પે ઉમેર્યું હતું કે પોતાના રાજ્યમાં લૉકડાઉનને ક્યારે હઠાવવું તે અંગેનો નિર્ણય લેવાનો અધિકાર ગવર્નરો પાસે હશે, પરંતુ તેમની ઉપર સંઘીય સરકારની નજર રહેશે.

    જો કોઈ રાજ્ય સરકાર ઢીલ કરશે તો તેને જાણ કરવામાં આવશે.

    ડોનાલ્ડ ટ્રમ્પ ફોટો

    ઇમેજ સ્રોત, Getty Images

  12. ગુજરાતમાં હાઈ-પ્રોફાઇલ કોરોના દર્દી બનનાર ઇમરાન ખેડાવાલા કોણ છે?

  13. કવરેજનો ક્રમ

    • 14મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 13મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 12મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 11મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટઅહીં ક્લિક કરો
    • 10મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • નવમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • આઠમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • સાતમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • છઠ્ઠી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • પાંચમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • ચોથી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીંક્લિક કરો
    • ત્રીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • બીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીંક્લિક કરો
    • પહેલી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • ભારતમાં લૉકડાઉનના પ્રથમ સપ્તાહ દરમિયાનના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    corona virus updates strip
  14. WHO પર ટ્રમ્પ લાલધૂમ

    અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ને આપવામાં આવતું ફંડિંગ અટકાવી દેશે.

    ટ્રમ્પે કહ્યું હતું કે કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે WHOએ શું કર્યુ, તેની ભૂમિકાની સમીક્ષા કરવામાં આવશે.

    કોવિડ-19 વાઇરસે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન આ મહામારીને અટકાવવા માટે પ્રયાસરત છે, ત્યારે ટ્રમ્પે તેનું ફંડિંગ અટકાવવાનો નિર્ણય કર્યો છે.

    આ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રને અપાતા ફંડ ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા. ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા વિશ્વ જળવાયુ પરિવર્તન સંધિમાંથી પણ ખસી ગયું હતું. આ સિવાય વર્લ્ડ ટ્રૅડ ઑર્ગેનાઇઝેશન પર પણ ટ્રમ્પ નિશાન સાધતા રહે છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  15. કોરોના વાઇરસ કવરેજ

    નમસ્કાર, કોરોના વાઇરસ સંબંધિત બીબીસી ગુજરાતીના કવરેજમાં આપનું સ્વાગત છે. અહીં અમે આપને દેશવિદેશમાં કોરોના સંબંધિત અપડેટ્સથી વાકેફ કરીશું.

    ગત 24 કલાકનું કવરેજ વાચવા માટે અહીં ક્લિક કરો.

    રાત્રિ દરમિયાન શું થયું?

    • અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થાને મળતું ફંડિંગ અટકાવ્યું. ટ્રમ્પનું કહેવું છે કે કોરોના વાઇરસના પ્રસારમાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ભૂમિકાની તપાસ કરવામાં આવશે.
    • ફ્રાન્સના વિદેશમંત્રીએ પેરિસ સ્થિત ચીનના દૂતાલયના રાજદૂતને સમન કર્યા હતા. દૂતાલયની વેબસાઇટ ઉપર સતત બીજા દિવસે કોરોના સામેની લડાઈમાં પશ્ચિમી દેશોની ભૂમિકાની ટીકા કરતો લેખ છપાયો હતો. ફ્રાન્સનું કહેવું છે કે ચીનના રાજદૂતની આ પ્રકારની સાર્વજનિક ટિપ્પણીએ બંને દેશો વચ્ચેના સંબંધની આધારશિલાથી વિરુદ્ધ છે.
    • જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, વિશ્વમાં કોરોના કન્ફર્મ કેસ 20 લાખ પર પહોંચવા પર છે, જ્યારે સવા લાખથી વધુનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
    • ગુજરાતના આરોગ્ય ખાતાની માહિતી મુજબ, કોરોનાના 650 કેસ, 59 સાજા થયા, જ્યારે 28નાં મૃત્યુ મૃત્યુ થયાં છે.
    • ગુજરાતના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. તેમણે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલ, રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી.
    • કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માહિતી મુજબ, ભારતમાં નવ હજાર કરતાં વધુ ઍક્ટિવ કેસ, જ્યારે 353નાં મૃત્યુ થયાં છે.
    મહિલાના આરોગ્યની તપાસ કરી રહેલા કર્મચારીની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images