કોરોના લૉકડાઉન 2.0 : દેશના 170 જિલ્લાઓને હૉટસ્પૉટ જાહેર કરાયા
કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વને ભરડો લીધો છે, ત્યારે ટ્રમ્પે ટોચની આરોગ્ય સંસ્થાનું ફંડિંગ અટકાવ્યું.
લાઇવ કવરેજ
આ સાથે જ કોરોના વાઇરસ સંબંધિત આજનું લાઇવ રિપોર્ટિંગ અહીં પૂર્ણ કરવામાં આવે છે. નવી અપડેટ સાથે કાલે મળીશું બીબીસી ન્યૂઝ ગુજરાતી પર. શુભ રાત્રી.
કોરોના વાઇરસ : આજનો સારાંશ
- ભારતમાં કોરોના વાઇરસના ચેપના કુલ 11,439 કેસ થઈ ગયા છે. બીમારીથી અત્યાર સુધી 377 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે 1305 લોકો સારવાર બાદ સાજા પણ થયા છે.
- ગુજરાતમાં કોરોના વાઇરસથી પૉઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 766 થઈ ગઈ છે.
- દેશના તમામ જિલ્લાઓને ત્રણ કેટગરીમાં વહેચી દેવામાં આવ્યા છે, હૉટસ્પૉટ, નૉન હૉટસ્પોટ અને ગ્રીન ઝોન.
- 170 જિલ્લાઓને હૉટસ્પૉટ ઝોનમાં રાખવામાં આવ્યા છે, એટલે કે આ વિસ્તારમાં 20 એપ્રિલ બાદ પણ કોઈ છૂટ નહીં મળે.
- વિશ્વભરમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા 20 લાખનો આંકડો વટાવી ગઈ છે.
- કોરોના વાઇરસથી સૌથી વધુ મૃત્યુના હિસાબે સ્પેન દુનિયામાં ત્રીજા નંબરે છે. ગત 24 કલાકમાં અહીં 523 લોકોનાં મૃત્યું થયાં છે.
- બ્રિટનમાં કોરોના વાઇરસને લીધે 12,868 લોકોનાં મૃત્યુ થયાં.
- ગુજરાતમાં કૉંગ્રેસના વધુ એક નેતા બદરૂદ્દીન શેખને પણ કોરોના પૉઝિટિવ આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે શેખનાં પત્નીનો પણ કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.
- બનાસકાંઠાના અમીરગઢમાં પરપ્રાંતીય લોકો ફસાઈ ગયા છે. રાજસ્થાન-ગુજરાતની સરહદો બંધ કરી દેવાતાં આ પરપ્રાંતીય મજૂરો રઝળી પડ્યા હતા. અમીરગઢના મામલતદારે મામલો થાળે પાડ્યો હતો
- વિશ્વમાં કોરોના વાઇરસના કોપ વચ્ચે સંશોધકોને અલગ પ્રકારનો કોરોના વાઇરસ મળ્યો છે. કેરળ, હિમાચાલ પ્રદેશ, પોન્ડીચેરી અન તામિલનાડુમાં બે ચામાચીડિયાંમાં 'બૅટ કોરોના વાઇરસ' જોવા મળ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
માત્ર 13 દિવસમાં 10 લાખ દરદી વધ્યા
વિશ્વભરમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા 20 લાખનો આંકડો વટાવી ગઈ છે. કોરોના વાઇરસનો ચેપ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે, એનો અંદાજો એ વાત પરથી આવી શકે કે માત્ર 13 દિવસમાં આ આંકડો બેગણો વધી ગયો છે. કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા 2 એપ્રિલે 10 લાખ હતી અને 15 એપ્રિલ આવતાંઆવતાં આ આંકડો 20 લાખને પાર થઈ ગયો.

ઇમેજ સ્રોત, Getty Images
શા માટે ટ્રમ્પે WHOનું ફંડિંગ અટકાવ્યું?
ગુજરાતમાં નવા 71 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ
આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 15 એપ્રિલ દસ વાગ્યા બાદ કુલ 71 કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ દર્દીનાં મૃત્યુ થયાં છે અને પાંચ સાજા થયા છે.
આ સાથે જ રાજ્યમાં કોરોનાથી પૉઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 766 થઈ ગઈ છે.
આ દરમિયાન સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં વધુ 46 કેસો નોંધાયા છે. અમદાવાદમાં ચેપગ્રસ્ત દરદીઓની કુલ સંખ્યા 450 થઈ ગઈ છે.
જ્યારે સુરતમાં ત્રણ, વડોદરામાં પાંચ, રાજકોટમાં છ, ભરૂચમાં બે, આણંદમાં સાત અને નર્મદા જિલ્લામાં નવા બે કેસ નોંધાયા છે.

ઇમેજ સ્રોત, Getty Images
ચામાચીડિયામાં કોરોના વાઇરસ?
વિશ્વમાં કોરોના વાઇરસના કોપ વચ્ચે સંશોધકોને અલગ પ્રકારનો કોરોના વાઇરસ મળ્યો છે. કેરળ, હિમાચાલ પ્રદેશ, પોન્ડીચેરી અન તામિલનાડુમાં બે ચામાચીડિયાંમાં 'બૅટ કોરોના વાઇરસ' જોવા મળ્યા છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે (આઈસીએમઆર)એ આ વાત કરી છે. આ અંગેનો અભ્યાસ ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રિસર્સમાં છપાયો છે.
'ઇન્ડિયા ટુડે'માં છપાયેલા અહેવાલ અનુસાર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીનાં વૈજ્ઞાનિક અને આ અભ્યાસનાં ઑથર ડૉક્ટર પ્રજ્ઞા ડી. યાદવના જણાવ્યા અનુસાર આ બૅટ કોરોના વાઇરસ માણસમાં રોગ ફેલાવે છે કે કેમ એ હજુ સુધી જાણી શકાયું નથી.

ઇમેજ સ્રોત, Getty Images
મુરાદાબાદમાં મેડિકલ ટીમ પર પથ્થરમારો
મુરાદાબાદમાં કોરોના વાઇરસના શંકાસ્પદ લોકોને લેવા ગયેલી મેડિકલ ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં એક ડૉક્ટર અને ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા. કેટલીય ગાડીઓને નુકસાન પણ પહોંચ્યું.
પોલીસે આ મામલે કેટલાક લોકોની ધરપકડ કરી છે અને વિસ્તારને સંપૂર્ણ રીતે સીલ કરી દીધો છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે દોષિતો પર એનએસએ અંતર્ગત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસનો ચેપ કુલ 727 લોકોન લાગ્યો છે અને રાજ્યમાં અત્યાર સુધી 11 લોકોનાં મૃત્યુ થયાં છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
કોરોના વાઇરસથી ઇમરાન ખેડાવાલા પૉઝિટિવ : વિજય રૂપાણી સાથેની બેઠકની ચર્ચા કેમ?
ગુજરાતમાં કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.
ગુજરાતમાં હાલ કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને મુખ્ય મંત્રી સાથે તેમની થયેલી બેઠક ચર્ચામાં છે.
અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠકથી કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો તે દિવસે જ તેમણે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથેની એક બેઠકમાં મુખ્ય મંત્રીના નિવાસસ્થાને ભાગ લીધો હતો.
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
અમીરગઢમાં પરપ્રાંતીય મજૂરો ફસાયા
બનાસકાંઠાના અમીરગઢમાં પરપ્રાંતીય લોકો ફસાઈ ગયા છે. રાજસ્થાન-ગુજરાતની સરહદો બંધ કરી દેવાતાં આ પરપ્રાંતીય મજૂરો રઝળી પડ્યા હતા.
મંગળવારે પ્રથમ લૉકડાઉન પૂરું થતાં મજૂરો વતન પરત ફરવા માગતા હતા. જોકે, સરહદો બંધ હોઈ તેઓ પરત જઈ શકે એમ નહોતા એટલે તેમણે અન્ન, જળ ત્યાગી દીધા હતા.
જે બાદ અમીરગઢના મામલતદારે મામલો થાળે પાડ્યો હતો.
દેશના 170 જિલ્લાઓને હૉટસ્પૉટ જાહેર
ભારતમાં લૉકડાઉન જાહેર કરાયા એના 22 દિવસો થઈ ગયા છે, ત્યારે આરોગ્ય મંત્રાલયે બુધવાર જણાવ્યું છે કે દેશભરમાં કેટલાક જિલ્લાઓને હૉટસ્પૉટ, નૉન-હૉટસ્પોટ અને ગ્રીન ઝૉનમાં વહેંચવામાં આવ્યા છે.
દેશના 170 જિલ્લાઓને હૉટસ્પૉટ, જ્યારે 207 જિલ્લાને નૉન-હૉટસ્પૉટ જાહેર કરવામાં આવ્યા છે.
બુધવાર સાંજની સ્થિતિ અનુસાર દેશભરમાં કોરોના વાઇરસના દર્દીઓનો આંક 11 હજારને પાર કરી ગયો છ, જ્યારે 377 મૃત્યુ થયાં છે. અત્યાર સુધી દેશભરમાં 1,305 દરદીઓ સાજા પણ થયા છે.
સ્થિતિ મુજબ, ભારતમાં નવ હજાર કરતાં વધુ ઍક્ટિવ કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુનો આંખ 353 થઈ ગયો છે.

ઇમેજ સ્રોત, Getty Images
બ્રેકિંગ, ભારતમાં કોરોના વાઇરસની લેટેસ્ટ અપડેટ
ભારતમાં કોરોના વાઇરસના ચેપના કુલ 11,439 કેસ થઈ ગયા છે.
ભારત સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પત્રકારપરિદમાં જણાવ્યું કે આ બીમારીથી અત્યાર સુધી 377 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે 1305 લોકો સારવાર બાદ સાજા પણ થયા છે.
દેશના તમામ જિલ્લાઓને ત્રણ કેટગરીમાં વહેચી દેવામાં આવ્યા છે, હૉટસ્પૉટ, નૉન હૉટસ્પોટ અને ગ્રીન ઝોન.
દેશના 170 જિલ્લાઓને હૉટસ્પૉટ ઝોનમાં રાખવામાં આવ્યા છે, એટલે કે આ વિસ્તારમાં 20 એપ્રિલ બાદ પણ કોઈ છૂટ નહીં મળે.
આરોગ્યમંત્રાલય તરફથી જણાવાયું છે કે દેશમાં હજુ સુધી કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી ફેલાયું.

ઇમેજ સ્રોત, Getty Images
સુરતમાં પરપ્રાંતીય મજૂરોનો જમાવડો
સુરતના પરપ્રાંતીય મજૂરોના વતન પરત જવાનો મુદ્દો મોટું સ્વરૂપ લઈ રહ્યો છે.
વરાછા અને અશ્વિની કુમાર રોડ વિસ્તારમાં ગઈ કાલે મજૂરોએ કરેલા જમાવડા બાદ આજે પરપ્રાંતીય મજૂરો સુરતના પંડોળ વિસ્તારમાં એકઠા થયા હતા અને વતન પરત ફરવાની માગ રજૂ કરી હતી.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
કૉંગ્રેસના વધુ એક નેતાનો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ
કૉંગ્રેસના વધુ એક નેતા બદરૂદ્દીન શેખને પણ કોરોના પૉઝિટિવ આવ્યો છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે શેખનાં પત્નીનો પણ કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.
શેખ હાલમાં અમદાવાદમાં કૉર્પોરેટર છે.
નોંધનીય છે કે આ પહેલાં અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠકથી કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
બ્રેકિંગ, સ્પેનમાં અત્યાર સુધી 18,500થી વધુ મૃત્યુ
કોરોના વાઇરસથી સૌથી વધુ મૃત્યુના હિસાબે સ્પેન દુનિયામાં ત્રીજા નંબરે છે. ગત 24 કલાકમાં અહીં 523 લોકોનાં મૃત્યું થયાં છે.
સ્પેનમાં અત્યાર સુધી આ મહામારીએ 18,500થી વધુ લોકોનો ભોગ લીધો છે. સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે સ્પનિશ સંસદને જણાવ્યું કે જ્યાં સુધી આ બીમારીની વૅક્સિન નથી શોધાતી, ત્યાં સુધી વિશ્વમાં જીવન સામાન્ય નહીં થઈ શકે.
જોકે, ગત સપ્તાહે સ્પેનમાં લૉકડાઉનમાં થોડી ઢીલ અપાઈ. આખરી ગાઇડલાઇન સાથે સ્પેનમાં મૅન્યુફૅક્ચરિંગ અને બાંધકામ ક્ષેત્રમાં કામ કરવાની મંજૂરી અપાઈ છે.

ઇમેજ સ્રોત, Getty Images
‘અમદાવાદમાં દર્દીઓને ધર્મના આધારે અલગઅલગ રાખવાના અહેવાલો પાયાવિહોણા’
અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ધર્મના આધારે કોરોના વાઇરસના દર્દીઓને અલગઅલગ રાખવામાં આવતા હોવાના અહેવાલોને આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગે ફગાવી દીધા છે. વિભાગે ટ્વીટ કરીને જણાવ્યું છે. ‘મીડિયામાં એવા અહેવાલો પ્રકાશિત થયા છે કે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દર્દીઓને ધર્મના આધારે અલગઅલગ વૉર્ડમાં રાખવામાં આવ્યા છે. આ રિપોર્ટ પાયાવિહોણા છે.’‘દર્દીઓને તેમની મેડિકલ સ્થિતિ, લક્ષણોની તીવ્રતા તથા ઉંમર અને સારવાર કરી રહેલા તબીબોનાં સૂચનોના આધારે અલગઅલગ રાખવામાં આવ્યા છે.’
‘એટલે મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો પાયાવિહોણા અને ગેરમાર્ગે દોરનારા છે.’
બદલો X કન્ટેન્ટ, 1X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
બદલો X કન્ટેન્ટ, 2X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
એશિયાના વિવિધ દેશોમાં કોરાના વાઇરસની સ્થિતિ
દક્ષિણ કોરિયા
કોરોના વાઇરસના આ કપરા કાળમાં પણ દક્ષિણ કોરિયામાં નેશનલ ઍસેમ્બલીની ચૂંટણી યોજાઈ રહી છે. જોકે, સ્વચ્છતા પર પૂરતું ધ્યાન અપાઈ રહ્યું છે, જેથી ચેપના જોખમને ટાળી શકાય.
તાઇવાન
ગત એક મહિનામાં પ્રથમ વખત એવું થયું છે કે તાઇવાનમાં 24 કલાક દરમિયાન ચેપ લાગવાનો એક પણ મામલો સામે નથી આવ્યો. આ એ વાતના સ્પષ્ટ સંકેત છે કે પ્રારંભમાં જ લગાવાયલા પ્રતિબંધોએ અહીં કામ કર્યું છે.
સિંગાપોર
સિંગાપોરમાં કોરોના વાઇરસના સંક્રમણના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. મંગળવારે સિંગાપોરમાં સંક્રમણના 334 નવા મામલા સામે આવ્યા. આ સાથે જ દેશમાં સંક્રમણના કુલ મામલાની સંખ્યા વધીને 3252 થઈ ગઈ છે.
ચીન
ચીને પોતાને ત્યાં પ્રતિબંધો લાદીને અને પ્રારંભમાં જ તપાસ કરીને કોરોના વાઇરસના ચેપને ફેલાતો અટકાવવા ભરપૂર પ્રયાસો કર્યા. જોકે, હજુ પણ ચીનમાં દરરોજ સંક્રમણના નવાનવા મામલાઓ સામે આવી રહ્યા છે. અલબત્ત, આમાંથી મોટા ભાગના મામલા એ જ છે, જે બહારના લોકોમાં જોવા મળ્યા છે. કેટલાય મામલા ચીનના એ નાગરિકોમાં જોવા મળ્યા, જેઓ રશિયામાંથી પરત ફર્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઑલા મુંબઈમાં મેડિકલ ટ્રીપ કરશે
પ્રાઇવેટ ટૅક્સી કૅબ ઑલાએ મુંબઈમાં મેડિકલ ટ્રીપ શરૂ કરવા ‘બૃહમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરશન’(બીએમસી)સાથે ભાગીદારી કરી છે. બીએમસી દ્વારા શહેરના તમામ વૉર્ડમાં સ્વાસ્થ્યકર્મી અને પૅરામેડિકલ સ્ટાફને લઈ જવા-મુકી જવા માટે ડૅડિકેટેડ કાર ઉપબલ્ધ કરવામાં આવી છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
કોરોના વાઇરસ : જર્મનીમાં મૃતકાંક ત્રણ હજારને પાર
જર્મનીમાં કોરોના વાઇરસના ચેપથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ત્રણ હજારને પાર થઈ ગઈ છે.
રૉબર્ટ કૉચ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ફેક્શિયસ ડિસીઝનું કહેવું છે કે ગત 24 કલાકમાં જર્મનીમાં 285 લોકોનાં મૃત્યુ થવાની પુષ્ટિ કરાઈ છે.
આ મામલા સાથે જ જર્મીનમાં કુલ મૃતકાંક 3254 થઈ ગયો છે. જર્મનીમાં કુલ 127,584 લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. જોકે, આમાંથી અડધાથી વધુ લોકો સાજા પણ થઈ ગયા છે.

ઇમેજ સ્રોત, Getty Images
કોરોનાના કવરેજનો ક્રમ
- 14મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- 13મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- 12મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- 11મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટઅહીં ક્લિક કરો
- 10મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- નવમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- આઠમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- સાતમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- છઠ્ઠી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- પાંચમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- ચોથી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીંક્લિક કરો
- ત્રીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- બીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીંક્લિક કરો
- પહેલી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
- ભારતમાં લૉકડાઉનના પ્રથમ સપ્તાહ દરમિયાનના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો

