You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ભારતમાં નવ હજારથી વધારે કોરોનાના કેસ, 300થી વધુનાં મૃત્યુ

ગુજરાત સહિત દેશ-વિદેશના કોરોના વાઇરસ સંબંધિત અપડેટ્સ અહીં વાંચો.

લાઇવ કવરેજ

  1. એ ભારતીય ડૉક્ટર જેણે રસી શોધવા પોતાને ચેપ લગાડ્યો અને પોતાના પર પ્રયોગો કર્યા

  2. કોરોના મૅપ : ગુજરાત સહિત દેશ-વિદેશની સ્થિતિ વિશે અહીં જાણો

  3. લૉકડાઉનમાં ખાવાનું ન મળતાં મહિલાએ પાંચ બાળકને નદીમાં ફેંક્યાં? - ફૅક્ટ ચેક

  4. ન્યૂ યૉર્કમાં મૃતદેહોની અંતિમવિધિ કઈ રીતે કરાઈ રહી છે?

  5. સારાંશ

    • જૉન હૉપિકન્સ યુનિવર્સિટી અનુસાર, અત્યાર સુધીમાં કોરોનાને કારણે વિશ્વભરમાં 1,15,250 લોકોનાં મૃત્યુ, 18,63,400થી વધુ લોકો વાઇરસથી સંક્રમિત
    • અમેરિકામાં સૌથી વધુ 5,57,571 લોકોને ચેપ લાગ્યો અને અહીં 22,108 લોકોનાં મૃત્યુ
    • બ્રિટનમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોનાં મૃત્યુ
    • ગુજરાતમાં વધુ 34 કેસ નોંધાતા કુલ આંકડો 572 પર પહોંચ્યો અને કુલ મૃતાંક 26
  6. લૉકડાઉનને લીધે ભયના ઓછાયામાં ફફડતો આમ આદમી

  7. ન્યૂયૉર્કમાં મૃત્યુનો આંકડો 10 હજારને પાર

    ન્યૂયૉર્ક શહેરમાં કોરોના વાઇરસને કારણે થયેલાં મૃત્યુનો આંકડો 10 હજારને પાર કરી ગયો છે.

    છેલ્લા 24 કલાકમાં ન્યૂયૉર્કમાં કોરોના વાઇરસને કારણે 671 લોકોનાં મૃત્યુ થયાં છે.

    આની પુષ્ટિ ન્યૂયૉર્ક પ્રાંતના ગવર્નર એડ્ર્યુ કુઓમોએ કરી છે.

    તેમના જણાવ્યા અનુસાર, મૃત્યુ અને નવું સંક્રમણ સ્થિર જરૂર થયું છે, પરંતુ આખા પ્રાંતમાં દુખ અને દર્દ ફેલાયેલું છે.

  8. બ્રેકિંગ, ગુજરાતમાં નવા 34 કેસ, કુલ કેસ 572

    ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તારીખ- 13-4-2020ના રોજ સવારે 10 વાગ્યા પછીના કોરોના વાઇરસના કેસના આંકડા જાહેર કર્યા છે.

    આરોગ્ય વિભાગ અનુસાર, ગુજરાતમાં વધુ 34 કેસ નોંધાયા છે અને 7 દર્દીઓને સાજા થતા રજા અપાઈ છે. તેમજ એક પણ મૃત્યુ નોંધાયું નથી.

    ગુજરાતમાં કોરોના વાઇરસથી અત્યાર સુધીમાં 26 લોકોનાં મૃત્યુ થયાં છે.

    નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ જિલ્લામાં 25, ભરૂચમાં 3, વડોદરામાં 5 અને પંચમહાલમાં એક કેસ નોંધાયો છે.

    આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં પૉઝિટિવ દર્દીઓની સંખ્યા કુલ 572 પર પહોંચી છે.

    વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં આઠ દર્દી વૅન્ટિલેટર પર છે, 484ની તબિયત સ્થિર છે અને કુલ 54 દર્દીઓને રજા અપાઈ છે.

    છેલ્લા 24 કલાકમાં 2536 ટેસ્ટ કરાયા છે, જેમાં 60 કેસ પૉઝિટિવ, 1767 નૅગેટિવ આવ્યા છે અને 709 પૅન્ડિંગ છે.

  9. બ્રિટનમાં મૃતકોની સંખ્યા 11 હજારને પાર

    બ્રિટનમાં કોરોના વાઇરસને કારણે છેલ્લા 24 કલાકમાં 717 લોકોનાં મૃત્યુ થયાં છે.

    આ સાથે જ બ્રિટનમાં કોરોના વાઇરસથી અત્યાર સુધીમાં 11,329 લોકોનાં મૃત્યુ થયાં છે.

  10. બેલ્જિયમમાં કુલ 3,903 મૃત્યુ

    બેલ્જિયમમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસને કારણે 303 લોકોનાં મૃત્યુ થયાં છે.

    આ સાથે જ કોરોના મહામારીને કારણે બેલ્જિયમમાં મૃતકોની સંખ્યા વધીને 3,903 પર પહોંચી છે.

    બેલ્જિયમની વસતી 1.15 કરોડ છે અને અત્યાર સુધીમાં દેશમાં 30 હજારથી વધુ દર્દીઓ કોરોના વાઇરસથી સંક્રમિત છે.

  11. ગરીબો માટે મફતમાં કોવિડ-19 ટેસ્ટ

    સુપ્રીમ કોર્ટે આઠ એપ્રિલના પોતાના નિર્ણયમાં સંશોધન કરતાં કહ્યું કે પ્રાઇવેટ લૅબમાં કોવિડ-19 સંક્રમણની મફત ચકાસણી માત્ર ઈડબલ્યુએસ અને બીપીએલ વર્ગના લોકો માટે જ માન્ય ગણાશે.

    માટે એ લોકોએ પોતાનું આયુષ ઓળખપત્ર દર્શાવવાનું રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાકીના લોકોએ ટેસ્ટ માટે પૈસા આપવા પડશે.

    આ પહેલાં સુપ્રીમ કોર્ટે આઠ એપ્રિલે પોતાના વચગાળાના આદેશમાં કહ્યું હતું કે એ સરકારી લૅબમાં હોય કે સરકાર દ્વારા મંજૂરી મળેલી પ્રાઇવેટ લૅબમાં હોય- દરેક વ્યક્તિની કોવિડ-19ની ચકાસણી મફતમાં થશે.

  12. બોરિસ જૉન્સનનો કોરોનાનો રિપોર્ટ નૅગેટિવ

    બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન કોવિડ-19ના સંક્રમણમાંથી બહાર આવી ગયા છે.

    સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે તેમનો કોવિડ-19નો ટેસ્ટ-રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે.

    પ્રવક્તાએ જણાવ્યું કે જૉન્સન લંડનથી બહાર આવેલા સત્તાવાર આવાસ ચેકર્સમાં આરામ કરી રહ્યા છે. પ્રવક્તા અનુસાર, જૉન્સન માટે ચેકર્સ, 10 ડાઉનિંગ સ્ટ્રીટની તુલનામાં સારી જગ્યા ગણાવાઈ છે.

    ગત રવિવારે બોરિસ જૉન્સને વડા પ્રધાનપદની જવાબદારી સંભાળી રહેલા ડૉમિનિક રાબ સાથે વાત કરી હતી.

  13. રશિયામાં 24 કલાકમાં 2550 કેસો

    ગત 24 કલાકમાં રશિયામાં 2550 મામલા સામે આવ્યા છે.

    આ એક દિવસમાં રશિયામાં નોંધાયલા કોરોના વાઇરસના ચેપના સૌથી વધાર કેસો છે.

    દેશઆખામાં સંક્રમણના કુલ કેસ 18,328 થઈ ગયા છે. આ મહામારી રશિયામાં અત્યાર સુધી 148 લોકોનાં મૃત્યુ થયાં છે.

    જોકે, યુરોપના કેટલાંય રાષ્ટ્રોની સરખામણીએ રશિયામાં કોરોના વાઇરસના કસ બહુ ઓછા છે.

    જોકે, એમ છતાં રશિયાનો મોટા ભાગનો વિસ્તાર સંપૂર્ણ રીત લૉકડાઉનની સ્થિતિમાં છે.

  14. બ્રેકિંગ, ભારતમાં કુલ 9,352 કેસ, 324 મૃત્યુ

    સોમવાર સાંજે 5.45 વાગ્યે ભારતના આરોગ્ય અન કુટુંબકલ્યાણ મંત્રાલયની વેબસાઇટના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના વાઇરસના કુલ 9,352 કેસ નોંધાયો છે. જ્યારે મૃતકોની સંખ્યા 324 થઈ ગઈ છે. આ દરમિયાન અત્યાર સુધી 979 દરદી સાજા થઈ ગયા છે.

  15. ભારતમાં અત્યાર સુધી 9,152 કેસ, 308 મૃત્યુ

    આરોગ્ય તેમજ કુટુંબકલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે સોમવારે પત્રકારપરિષદમાં ભારતમાં કોરોના વાઇરસની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપી.

    તેમણે જણાવ્યું કે દેશભરમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત 9,152 કેસો નોંધાયા છે. જ્યારે દેશમાં અત્યાર સુધી 308 મૃત્યુ થયાં છે.

    ગત 24 કલાકમાં દેશભરમાં 796 નવા મામલા આવ્યા છે અને આ દરમિયાન 35 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યાર ગત 24 કલાકમાં 141 લોકો ઠીક થયા.

    આ મહામારીથી અત્યાર સુધી દેશભમાં 857 લોકો સાજા થઈ ગયા છે.

    સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશભરમાં 30 કરોડ લોકોને આર્થિક મદદ પહોંચાડાઈ છે. આ ઉપરાંત અત્યાર સુધી 2,6,212 પરીક્ષણ કરાયાં છે. દેશની સામે આગામી છ સપ્તાહ સુધી પરીક્ષણ કરવાનું કોઈ સંકટ નથી.

    ગૃહ મંત્રાલયનાં સંયુક્ત સચિવ પુર્ણ્ય સલિલા શ્રીવાસ્તવે પત્રકારપરિષદમાં જણાવ્યું કે કેટલીક શરતો સાથે ટ્રકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાની છૂટ આપવામાં આવશે.

    લૉકડાઉન દરમિયાન રૅશનના પુરવઠાની કોઈ ઘટ નહીં સર્જાય એ માટે આ વ્યવસ્થા કરાઈ છે અને આ અંગે તમામ રાજ્યોને પત્રો લખવામાં આવ્યા છે.

  16. લૉકડાઉનને લઈને ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાની પત્રકારપરિષદ

    કોરોના વાઇરસન લઈન રાજ્યમાં કાયદો અને વ્યવવસ્થાની સ્થિતિ અંગે જાણકારી આપતા રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ પત્રકારોને માહિતી આપી હતી.

    મહત્ત્વના મુદ્દા

    • વધુ વાહનો ભાડા ઉપર લઈને હૉટસ્પૉટ તથા ક્લસ્ટર ક્વોરૅન્ટીન સ્થળો ઉપર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
    • સોસાયટીના CCTV ફૂટેજનું પરીક્ષણ કરવામાં આવશે, જો તેમાં લૉકડાઉનનો ભંગ થતો માલૂમ પડશે તો ગુનો દાખલ કરાશે.
    • લૉકડાઉનમાંથી મુક્તિ મેળવવા માટે બનાવટી પાસ બનાવવાના બે કેસ નોંધાયા; જેમાં છેતરપિંડી તથા ગુનાહિત કાવતરાની કલમો દાખલ કરાઈ.
    • સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવવાના 253 કેસમાં 479 શખ્સોની ધરપકડ
    • ડ્રોન અને સીસીટીવી ફૂટેજ ઉપરાંત ધાબા પૉઇન્ટ દ્વારા લૉકડાઉનનો ચુસ્ત અમલ કરાવાશે
  17. જર્મનીમાં કોરોના વાઇરસથી ગ્રસ્ત લોકો સૌથી વધુ સાજા થયા

    જર્મનીમાં કોરોના વાઇરસના ચેપની સારવાર સૌથી અપાઈ રહી છે. અહીં ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા કરતાં વધુ લોકોની સારવાર કરાઈ છે અને તેઓ સાજા થઈ ગયા છે.

    ગત 24 કલાકમાં જર્મનીમાં સંક્રમણના 2537 નવા કેસો સામે આવ્યા, જેથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1,27,854 થઈ ગઈ. યુરોપમાં આ ચોથો સૌથી મોટો આંકડો છે. જોકે, અહીં 50 ટકાથી વધુ લોકો સારા થઈ ગયા છે.

    સ્પેનમાં કુલ ચેપગ્રસ્ત 166,831 લોકોમાંથી 37 ટકા સાજા થઈ ગયા છે. ઇટાલીમાં 156,363માંથી 22 ટકા, ફ્રાન્સમાં 133,670માંથી 21 ટકા સાજા થઈ ગયા છે..

    બ્રિટનમાં અત્યાર સુધી કુલ 85,208 લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. જોકે, અહીં સાજા થયલા લોકોનો આંકડો હાલ ઉપલબ્ધ નથી.

    જર્મનીમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામલા લોકોનો આંકડો પણ અન્ય દેશોની સરખામણીએ ઓછો છે. એનું કારણ એ છે કે અહીં મોટા પ્રમાણમાં પરીક્ષણ કરાયું છે. જે લોકોમાં કોરોના વાઇરસનાં લક્ષણો જોવા મળ્યાં એ બહુ હળવાં હતાં.

  18. હેલિકૉપ્ટર મની શું છે અને તેનાં જોખમો શું છે?

  19. બ્રેકિંગ, રાજ્યમાં શૈક્ષણિક કાર્યને લઈને વિજય રૂપાણીની ત્રણ જાહેરાત

    કોરોના વાઇરસના કારણે સર્જાયેલા સંકટમાં ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.

    નિર્ણય મુજબ ગુજરાતની કોઈ જ સ્કૂલ આ વર્ષે ફી વધારી નહીં શકે. આ નિર્ણય ગુજરાતની તમામ ખાનગી સ્કૂલોને પણ લાગુ પડશે, પછી એ ગુજરાત બોર્ડની હોય કે અન્ય બોર્ડની.આ ઉપરાંત એવો નિર્ણય પણ લેવાયો છે કે, માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી ઠેઠ નવેમ્બર સુધી જમા કરાવી શકશે. કોઈ વાલી આ ફી માસિક હપ્તે ભરવા માગે તો એ સવલત પણ મળશે.

    મુખ્ય મંત્રી રૂપાણીએ લીધેલા નિર્ણય મુજબ રાજ્યની કોઈ પણ સ્કૂલ 1 જૂન પહેલાં નહીં જ ખુલે. જ્યારે કૉલેજ અને યુનિવર્સિટીમાં 15 મે સુધી વૅકેશન રહેશે.

    ધોરણ 10 અને 12ની પરિક્ષાઓના પેપર-ચેકિંગનું કામ 16 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતિમાં વાલીઓને આર્થિક સંકડામણ ન થાય એ માટે આ બધા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

  20. દિલ્હીમાં ભૂકંપના હળવા આંચકા

    દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં બપોરે 2.40 વાગ્યાની આસપાસ ભૂકંપના આચકા અનુભવાયા.

    આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કૅલ પર 2.7 આસપાસ રહી.

    આ પહેલાં રવિવાર સાંજે પણ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં રિક્ટર સ્કૅલ પર 3.5ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.