કોરોના વાઇરસ : 15 લાખથી વધુ લોકો સંક્રમિત, 88 હજારનાં મૃત્યુ

ભારતમાં 5000થી વધારે કેસો છે ત્યારે દેશ-દુનિયાની માહિતી જાણો અહીં.

લાઇવ કવરેજ

  1. અમેરિકામાં કોરોનાથી એટલાં મોત કે લોકોને દફનાવવા માટે જગ્યા નથી

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  2. અમેરિકામાં ભયાવહ સ્થિતિ, બે દિવસમાં 3900 લોકોનાં મૃત્યુ

    અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1973 લોકોનાં મૃત્યુ થયાં છે.

    જૉન હૉપકિન્સ યુનિવર્સિટી મુજબ અમેરિકામાં સતત બીજા દિવસે સતત બે હજાર જેટલાં લોકોનો જીવ ગયો છે.

    ન્યૂઝ એજન્સી એએફપી પ્રમાણે મંગળવારે 1939 લોકોના જીવ ગયા હતા. છેલ્લા બે દિવસમાં અમેરિકામાં 3900 લોકોનાં મૃત્યુ થયાં છે.

    અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે મરણાંક અત્યાર સુધી 14,695 પહોંચ્યો છે જેમાંથી આશરે 4,000 લોકોનાં મૃત્યુ ન્યૂ યૉર્કમાં જ થયા છે.

    અમેરિકામાં ચાર લાખ કરતા વધારે કોવિડ-19 સંક્રમિતો છે.

    ન્યૂ યૉર્કના સૅન્ટ્રલ પાર્કમાં બેઠાં એક મહિલા

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ન્યૂ યૉર્કના સૅન્ટ્રલ પાર્કમાં બેઠાં એક મહિલા
  3. ગુજરાતમાં બુધવારે સાત નવા કેસ, કુલ આંકડો 186 થયો

    ગુજરાતમાં બુધવાર સાંજ સુધી કોરોના સંક્રમણના 186 કેસ સામે આવ્યા છે.

    સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર આંકડા મુજબ રાજ્યમાં 25 સંક્રમિતોને સારવાર પછી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાતમાં મરણાંક 16 છે.

    સરકારે બહાર પાડેલા આંકડા મુજબ ગુજરાતમાં 186માંથી 121 લોકોને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો છે. મૃત્યુ પામનાર 16 લોકોમાંથી 10 લોકોને લોકલ ટ્રાંસમિશનથી ચેપ લાગ્યો હતો.

    અમદાવાદમાં સ્વાસ્થ્યકર્મી થર્મલ સ્ક્રીનિંગ કરતા

    ઇમેજ સ્રોત, Getty Images

  4. કોરોના વાઇરસ વિશે વધુ માહિતી

    • ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટેઅહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી?જાણવા માટે અહીં ક્લિક કરો
    • ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
    • કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશેજાણવા માટે અહીં ક્લિક કરો
    • ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં?જાણવા માટે અહીં ક્લિક કરો
    ગ્રાફિક
  5. ચીનના હુબે રાજ્યમાં બે મૃત્યુ, બુધવારે જ વુહાનમાંથી લૉકડાઉન હઠાવ્યું

    કોરોના વાઇરસના સંક્રમણનું ઍપિસૅન્ટર વુહાન જ્યાં આવેલું છે તે ચીનના હૂબે પ્રાંતમાં લૉકડાઉન હઠાવ્યા પછી 2 લોકોનાં મૃત્યુની ઘટના બની છે.

    ચીનના નૅશનલ હૅલ્થ કમિશને આની પુષ્ટિ કરી છે.

    બુધવારે જ વુહાનમાંથી 11 અઠવાડિયા પછી લૉકડાઉન હઠાવવામાં આવ્યું.

    અહીં નવા 63 કેસોની પુષ્ટિ થઈ છે જેમાંથી 61 બહારથી આવેલા છે અને 56 એસિમ્પટોમેટિક કેસ છે જેમાં કોઈ લક્ષણ નથી દેખાયા.

    હાલ ચીનમાં કોવિડ-19 સંક્રમણના 81,865 કેસ છે.

    ચીન

    ઇમેજ સ્રોત, Getty Images

  6. ચીનમાં વન્યજીવોના માંસ પર પાબંદી મૂકી પણ કારગર સાબિત થશે?

    કોરોના વાઇરસ સામે દુનિયાના દેશો કેવી રીતે લડી રહ્યા છે, જુઓ બીબીસી સમાચારમાં.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  7. ભારતમાં મરણાંક 149 થયો

    ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયના ડૅશબોર્ડ પ્રમાણે દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ 4714 છે જ્યારે મરણાંક 149 છે.

    ભારતમાં 410 લોકોને સારવાર પછી હૉસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

    પ્રવાસી કામગારો

    ઇમેજ સ્રોત, Getty Images

  8. 'કોવિડ-19નું રાજનીતિકરણ બંધ થવું જોઈએ' : WHO

    રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીકા કરી હતી જેને જોતાં સંગઠનના વડાએ એકતા દાખવવાની અપીલ કરી છે.

    WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રૉસ ઍડહાનૉમ ઘેબ્રેયસસે સંગઠનનો બચાવ કર્યો છે અને અપીલ કરી છે કે કોવિડ-19નું રાજનીતિકરણ બંધ થવું જોઈએ.

    રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને અમેરિકા તરફથી મળતું ફંડિંગ રોકવા પર વિચારશે.

    તેમણે WHO પર ચીન તરફી હોવાનો આરોપ મૂક્યો હતો અને મહામારી પર સંગઠનની પ્રતિક્રિયા પર પ્રશ્નો કર્યા હતા.

    ડૉ ટેડ્રૉસે આ આરોપને નકારતા કહ્યું હતું, “અમે બધા રાષ્ટ્રોની નજીક છીએ, અમે કોઈ ભેદભાવ નથી કરતાં.”

    બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરવી જોઈએ. અને અમેરિકા WHOને ફંડ આપતું રહે કે કેમ એ બાબતે એક અધ્યયન કરાવશે.

    અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયોએ પણ કહ્યું હતું કે “સંગઠનોએ કામ કરવું પડે. જેના માટે તેમનું ગઠન થયું હોય તે પરિણામ તેમણે આપવા પડે.”

    ડોનાલ્ડ ટ્રમ્પ

    ઇમેજ સ્રોત, Getty Images

  9. દુનિયામાં 88 હજાર લોકોનાં મૃત્યુ

    કોરોના વાઇરસથી દુનિયામાં મૃત્યુની ઘટનાઓ વધી રહી છે. આ મહામારીમાં અત્યાર સુધી 88 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે.

    અમેરિકાની જૉન હૉપકિંસ યુનિવર્સિટી મુજબ 15 લાખ લોકોને સંક્રમણ થયું છે.

    અમેરિકામાં દર્દીઓની સંખ્યા સાટા ચાર લાખ પર પહોંચી રહી છે.

    જોકે, મૃત્યુના કેસોમાં સૌથી ખરાબ સ્થિતિ ઇટાલીની છે. ઇટાલીમાં અત્યાર સુધી 17 હજાર લોકોનાં મત્યુ થયા છે.

    Corona

    ઇમેજ સ્રોત, Getty Images