બ્રેકિંગ, અમદાવાદમાં સાત વર્ષીય બાળકીનો રિપોર્ટ પૉઝિટિવ, પૉઝિટિવ કેસની સંખ્યા 95
ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતી રવિએ શુક્રવારે આપેલી માહિતી મુજબ કોરોના સંક્રમણને કારણે ગુજરાતમાં પૉઝિટિવ કેસની સંખ્યા 95 થઈ, વધુ એક મૃત્યુ થતાં મરણાંક આઠનો થયો.
તમામ નવા સાત કેસ અમદાવાદમાં સામે આવ્યા છે જેમાં સાત વર્ષની બાળકી પણ સામેલ છે, જેને સ્થાનિક સંપર્કથી ચેપ લાગ્યો છે.
જયંતી રવિએ આપેલી માહિતી મુજબ ગુજરાતમાં 14,868 લોકો ક્વોરૅન્ટીનમાં મૂકવામાં આવ્યા છે અને રાજ્યમાં કુલ 1944 સૅમ્પલ ટેસ્ટ થયા છે.
સાત નવા કેસ સાથે અમદાવાદમાં કોરોનાના કુલ 38 દર્દી, વડોદરામાં મૃત્યુ પામનાર દર્દી મૂળ પંચમહાલના છે.
ત્યારે અન્ય જિલ્લાઓમાં આંકડા આ પ્રમાણે છે
ભાવનગર - 7
ગાંધીનગર - 11
રાજકોટ - 10
સુરત - 12
વડોદરા - 9
ગીર સોમનાથ 2, કચ્છ 1, મહેસાણા 2, પંચમહાલ 1, પોરબંદર 3