You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ચૂંટણી પરિણામ : મહારાષ્ટ્રમાં ભાજપને પાતળી બહુમતી, હરિયાણામાં બહુમતી નહીં

મહારાષ્ટ્ર અને હરિયાણાની સાથે 16 રાજ્યોની 51 બેઠકોની પેટાચૂંટણીનાં પરિણામો જાહેર

લાઇવ કવરેજ

  1. હરિયાણામાં કટોકટીની સ્થિતિ અને મહારાષ્ટ્રમાં શિવસેનાનો હાથ ઉપર

    ભાજપને હરિયાણામાં સરકાર બનાવવા માટે સહયોગની જરૂર પડે એમ છે અને મહારાષ્ટ્રમાં પણ શિવસેનાએ સારો દેખાવ કર્યો હોવાથી સત્તામાં અડધી ભાગીદારીની વાત થઈ રહી છે.

    હરિયાણામાં ભાજપ 41 બેઠકો પર આગળ છે પરુંતુ બહુમતી નથી. કૉંગ્રેસ 28 બેઠકો પર અને જનનાયક જનતા પાર્ટી 11 બેઠકો પર આગળ છે.

    મહારાષ્ટ્રમાં ભાજપ 102 બેઠકો પર અને શિવસેના 65 બેઠકો પર આગળ છે. એનસીપી-કૉંગ્રેસ સહિત અન્ય 31 બેઠકો પર આગળ છે.

    શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું છે કે સત્તામાં 50-50 ટકાની ફૉર્મ્યુલા રહેશે.

    બીજી તરફ જેપીપીના દુષ્યંત ચૌટાલાએ કૉંગ્રેસ તરફથી મુખ્ય મંત્રી પદની ઑફર હોવા અંગે અજાણ હોવાનું કહ્યું અને સાથે એમ પણ જણાવ્યું કે સ્થિતિ સંપૂર્ણ સ્પષ્ટ થયા પછી એ નક્કી થશે.

  2. આદિત્ય ઠાકરે 19,000 મતોથી આગળ

    મહારાષ્ટ્રની વરલી બેઠક પરથી આદિત્ય ઠાકરે 19,000 મતોથી આગળ છે.

    ઠાકરે પરિવારમાં ચૂંટણી લડનારી તેઓ પહેલી વ્યક્તિ છે.

  3. મહારાષ્ટ્રમાં ભાજપની બેઠકો ઘટવા તરફ, શિવસેનાનો અડધી સત્તાનો દાવો

    મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ-શિવસેના ગઠબંધનની સરકાર બનાવવા તરફ છે પરંતુ સરકારમાં ભાગીદારીની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

    ભાજપ-શિવસેનાનું ગઠબંધન 174 બેઠકો પર આગળ છે. એમાં શિવસેના 70 બેઠકો પર અને ભાજપ 104 બેઠકો પર આગળ છે.

    ભાજપની બેઠકોની સંખ્યા ઘટી રહી છે ત્યારે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે શિવસેના મહાગઠબંધનમાં રહેશે અને સત્તામાં અડધી ભાગીદાર રહેશે.

  4. ધનંજય મુંડે પંકજા મુંડે કરતાં 18000 મતોથી આગળ

    પરલી બેઠક પર એનસીપીના ઉમેદવાર ધનંજય મુંડે એમનાં બહેન અને ભાજપનાં ઉમેદવાર પંકજા મુંડે કરતાં 18000 મતોથી આગળ ચાલી રહ્યા છે.

  5. મહારાષ્ટ્રમાં શિવાજીના વંશજ ઉદયરાજે ભોંસલે 30,000 મતોથી પાછળ

    સતારા લોકસભા બેઠકથી ઉદયનરાજે ભોંસલે 30,000 મતોથી પાછળ છે.

    ઉદયન રાજે ભોંસલે મહારાષ્ટ્રના રાજકારણ મહત્ત્વનું ઐતિહાસિક પાત્ર અને મુદ્દો ગણાતા શિવાજી મહારાજના વંશજ છે.

    ઉદયનરાજે એનસીપી છોડીને ભાજપમાં જોડાયા હતા અને તેઓ લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર છે.

  6. મનોહર લાલ ખટ્ટર 7000 મતોથી આગળ

    શરૂઆતના વલણમાં હરિયાણામાં મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટર 7000 મતોથી આગળ છે.

    હરિયાણા વિધાનસભા વલણમાં 45 બેઠકો પર ભાજપ આગળ છે. 32 બેઠકો પર કૉંગ્રેસ આગળ છે અને જેપીપી 8 બેઠકો પર અન્ય આગળ છે.

    હરિયાણામાં ભાજપ પહેલીવાર હરિયાણામાં એકલેહાથે લડી રહ્યું છે.

  7. મહારાષ્ટ્રમાં શિવાજીના વંશજ ઉદયરાજે ભોંસલે પાછળ

    સતારાથી ઉદયરાજે ભોંસલે પાછળ ચાલી રહ્યા છે. ઉદય રાજે ભોંસલે મહારાષ્ટ્રના રાજકારણ મહત્ત્વનું ઐતિહાસિક પાત્ર અને મુદ્દો ગણાતા શિવાજી મહારાજના વંશજ છે.

    ઉદયનરાજે એનસીપી છોડીને ભાજપમાં જોડાયા હતા અને તેઓ લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર છે.

  8. કૅપ્ટન અભિમન્યુ પાછળ

    હરિયાણામાં નારનોંદ બેઠક પરતી ભાજપના ઉમેદવાર કૅપ્ટન અભિમન્યુ 1500 મતોથી પાછળ છે. જનતા જનનાયક પાર્ટીના ઉમેદવાર રામ કુમાર ગૌતમ આગળ ચાલી રહ્યા છે.

  9. પંજાબની 4 બેઠકોની પેટાચૂંટણીમાં કૉંગ્રેસ આગળ

    પંજાબમાં 4 બેઠકોની પેટાચૂંટણીમાં શરૂઆતના વલણમાં કૉંગ્રેસ પાર્ટી 3 બેઠકો પર આગળ ચાલી રહી છે અને શિરોમણી અકાલી દળ 1 બેઠક પર આગળ છે.

  10. બારામતીથી અજિત પવાર આગળ

    મહારાષ્ટ્રની બારામતી બેઠક પરથી એનસીપી નેતા અજિત પવાર આગળ ચાલી રહ્યા છે.

    ભાજપના ઉમેદવાર ગોપીચંદ પડલકર એમને મોટી ટક્કર આપી રહ્યા છે.

  11. ગુજરાતીઓ મહારાષ્ટ્રના રાજકારણમાં ક્યાં?

    મુંબઈમાં ગુજરાતીઓની વસ્તી 20 ટકા છે, છતાં રાજકીયક્ષેત્રે તેમને અપેક્ષા મુજબનું પ્રતિનિધિત્વ નથી મળતું.

    ગુજરાતી કૉર્પોટેર તથા ધારાસભ્ય તો બની શકે છે, પરંતુ તેથી આગળ વધવામાં કપરાં ચઢાણ ચઢવા પડે છે.

  12. મનોહર લાલ ખટ્ટર 4588 મતોથી આગળ

    શરૂઆતના વલણમાં હરિયાણાના મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટર 4588 મતોથી આગળ છે.

    હરિયાણા વિધાનસભા વલણમાં 46 બેઠકો પર ભાજપ આગળ છે. 28 બેઠકો પર કૉંગ્રેસ આગળ છે અને 15 બેઠકો પર અન્ય આગળ છે.

    ભાજપ પહેલીવાર હરિયાણામાં એકલેહાથે લડી રહ્યું છે.

  13. આદિત્ય ઠાકરે વરલી બેઠક પર 7020 મતોથી આગળ

    બાળ ઠાકરેના પૌત્ર આદિત્ય ઠાકરે વરલી બેઠક પરથી પ્રથમ રાઉન્ડને અંતે 7020 મતોથી આગળ ચાલી રહ્યા છે.

    ઠાકરે પરિવારમાંથો આદિત્ય પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે.

  14. પ્રથમ રાઉન્ડને અંતે પૃથ્વીરાજ ચૌહાણ આગળ

    મહારાષ્ટ્રમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે અને પ્રથમ રાઉન્ડને અંતે પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણ કરાડ બેઠક પર 1200 મતોથી આગળ ચાલે છે.

    મહારાષ્ટ્રમાં શરૂઆતના વલણમાં ભાજપ-શિવસેના ગઠબંધન બહુમતી તરફ છે.

  15. હરિયાણામાં જબરદસ્ત ટક્કર

    હરિયાણા વિધાનસભા પરિણામમાં 49 બેઠકો પર ભાજપ આગળ છે. 25 બેઠકો પર કૉંગ્રેસ આગળ છે અને 13 બેઠકો પર અન્ય આગળ છે.

    હરિયાણામાં ભાજપ પહેલીવાર હરિયાણામાં એકલે હાથે લડી રહ્યું છે.

  16. ભાજપ એકલે હાથે સત્તા નહીં મેળવી શકે – શિવસેના

    શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના વગર એકલે હાથે સત્તા નહીં મેળવી શકે.

  17. ભાજપના કાર્યાલયમાં ઉત્સાહનો માહોલ

    મુંબઈ ખાતે મહારાષ્ટ્ર ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને ચૂંટણી પરિણામ પૂર્વે જ લાડવા બનાવીને ઉજવણીની તૈયારી શરૂ કરી દીધી હતી.

  18. પ્રથમ રાઉન્ડને અંતે દેવેન્દ્ર ફડણવીસ આગળ

    પ્રથમ રાઉન્ડને અંતે દેવેન્દ્ર ફડણવીસ આગળ

    મહારાષ્ટ્રમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે અને પ્રથમ રાઉન્ડને અંતે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ 2560 મતથી આગળ ચાલી રહ્યા છે.

    મહારાષ્ટ્રમાં શરૂઆતના વલણમાં ભાજપ-શિવસેના ગઠબંધન બહુમતી તરફ છે.

  19. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન 147 બેઠકો પર આગળ

    મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન 147 બેઠકો પર આગળ મહારાષ્ટ્રમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે અને શરૂઆતના વલણમાં ભાજપ-શિવસેના ગઠબંધન બહુમતી તરફ છે.

    મહારાષ્ટ્રમાં વિધાનસભામાં ભાજપ શિવસેના ગઠબંધન 147 બેઠકો પર આગળ છે અને કૉંગ્રેસ-એનસીપી ગઠબંધન 55 બેઠકો પર આગળ છે. અન્ય 8 બેઠકો પર આગળ છે.

  20. આદિત્ય ઠાકરે વરલી બેઠક પરથી આગળ

    બાળ ઠાકરેના પૌત્ર આદિત્ય ઠાકરે વરલી બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે.

    ઠાકરે પરિવારમાંથી આદિત્ય પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે.

    આદિત્ય ઠાકરેનું ગુજરાતી પોસ્ટર કેમ છો વરલી આ ચૂંટણીમાં ચર્ચામાં હતું.