You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

વડા પ્રધાને વિક્રમ લૅન્ડર સાથે સંપર્ક તૂટવા મામલે શું કહ્યું?

ચંદ્રની સપાટી ઉપર ઉતરણના બે કિલોમિટર પૂર્વે વિક્રમ લૅન્ડર સાથેનો સંપર્ક તૂટ્યો, ડેટાનું વિશ્લેષણ હાથ ધરાયું.

લાઇવ કવરેજ

  1. આ વાત તમે જાણો છો ખરા?

  2. બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે પણ ટ્વીટ કર્યું

    અક્ષય કુમારે પોતાના ટ્વિટર હૅન્ડલ પર લખ્યું કે આપણા દેશને ઇતિહાસ સર્જતા જોવું એ એક સન્માનની વાત હશે.

  3. ચંદ્રયાન-2 : મોદી સાથે 60 બાળકો નિહાળશે ઐતિહાસિક પળ

    સાત સપ્ટેમ્બર ભારત માટે ઐતિહાસિક તારીખ બનવા જઈ રહી છે જ્યારે ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ઊતરશે.

    આ ઘડીના સાક્ષી બનવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુમાં હાજર હશે.

    વડા પ્રધાન મોદી સાથે દેશભારમાંથી 60 વિદ્યાર્થીઓ પણ હશે જેમને એક સ્પર્ધા બાદ પસંદ કરવામાં આવ્યા છે.

    આ બાળકો વડા પ્રધાન સાથે બેસીને ભારતની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે.

  4. ચંદ્રયાન-2નું રોવર પ્રજ્ઞાન કેવી રીતે કામ કરશે?

  5. ઈસરોના ચૅરમૅને શું કહ્યું?

    ભારતીય સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનના ચૅરમૅન કે સિવાને ચંદ્રયાન-2ના લૅન્ડિંગ અંગે બોલતા કહ્યું, "અમે એ જગ્યાએ જઈ રહ્યા છીએ જ્યાં અત્યારસુધી કોઈ ગયું નથી. અમને સૉફ્ટ લૅન્ડિંગ અંગે ખાતરી છે. અમે એ સમયનો ઇંતજાર કરી રહ્યા છીએ."

  6. ચંદ્રયાન-2ના લૅન્ડિંગ સમયે શું થશે?

    ચંદ્રયાન-2ના લૅન્ડિંગ બાદ કેટલાક કલાકો માટે બ્લૅકઆઉટ રહેશે અને ત્યાંથી કોઈ ચિત્ર નહીં મોકલવામાં આવે. કેમ કે લૅન્ડિંગ સમય ચંદ્રની સપાટી પર ધૂળ ઊડશે.

    વિક્રમ લૅન્ડરનું જ્યારે ચંદ્ર પર લૅન્ડિંગ થશે ત્યારે આ ઐતિહાસિક પળને નિહાળતા લોકોને નિરાશાનો સામનો કરવો પડશે, કેમ કે આ પળનો કોઈ વીડિયો નહીં હોય.

    એટલું જ નહીં જ્યારે લૅન્ડિંગ થશે ત્યારે તેને જોવાની કોઈ રીત પણ નથી. કેમ કે બહાર કોઈ કૅમેરા નહીં હોય જે આ પળને કંડારી શકે.

  7. મુંબઈના ગણેશ મહોત્સવમાં ચંદ્રયાન-2ની થીમ

  8. દેશદુનિયાની નજર ભારતના આ મિશન પર

    આ મિશન સાથે વૈજ્ઞાનિકોનો ચંદ્રની ભૌગોલિક સ્થિતિ, ખનિજની સ્થિતિ, ચંદ્રની સપાટી પર ફેલાયેલાં રાસાયણિક તેમજ માટીનાં તત્ત્વો અને ચંદ્ર પર પાણીની સ્થિતિ અંગે સંશોધન કરવાના છે.

    સોવિયેટ યુનિયન, અમેરિકા અને ચીન બાદ ભારત ચોથો એવો દેશ છે કે જે મૂન-મિશન ચલાવી રહ્યો છે અને તે ભ્રમણકક્ષા, તેની સપાટી અને વાતાવરણ અંગે વિવિધ પ્રકારના પ્રયોગો હાથ ધરી રહ્યો છે.

  9. ચંદ્રયાન-2 મહત્ત્વનું કેમ?

    ચંદ્રયાન-2 મિશન એ ચંદ્રયાન-1નો જ બીજો ભાગ છે.

    ચંદ્રયાન-1ની મદદથી ચંદ્ર પર પાણીના કણોની શોધ થઈ હતી. હવે ચંદ્રયાન-2ની મદદથી પાણીની સ્થિતિને વધારે સારી રીતે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.

    ઑર્બિટર, લૅન્ડર અને રૉવર એમ ચંદ્રયાન-2 સ્પેસક્રાફ્ટને ત્રણ ભાગમાં વહેચવામાં આવ્યું છે.

    તેમાંના લૅન્ડરને ડૉ. વિક્રમ સારાભાઈના નામ પરથી 'વિક્રમ' નામ આપવામાં આવ્યું છે, જ્યારે છ વ્હિલ ધરાવતાં રૉવરને 'પ્રજ્ઞાન' નામ આપવામાં આવ્યું છે.

    આ રૉવરનું નિર્માણ ઈસરોએ જ કર્યું છે.

  10. વડા પ્રધાને ઐતિહાસક પળના સાક્ષી બનવા આગ્રહ કર્યો

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે ''હું તમને બધાને આગ્રહ કરું છું કે તમે ચંદ્રયાન-2ની ઐતિહાસિક પળને નિહાળો. તમારી તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરો. તેમાંથી કેટલીક તસવીરો હું રિ-ટ્વીટ પણ કરીશું.''

  11. લોકોએ પણ ચંદ્રયાન-2ને શુભેચ્છા આપી

  12. 'વિક્રમ' શુક્રવારે રાતે દોઢથી અઢી વાગ્યા દરમિયાન ચંદ્રની સપાટી પર લૅન્ડ કરશે

    'વિક્રમ'ની અંદર 'પ્રજ્ઞાન' નામનું રૉવર હશે, જે શનિવારે વહેલી સવારે સાડા પાંચથી સાડા છ વાગ્યા દરમિયાન લૅન્ડરની અંદરથી બહાર નીકળશે.

  13. ચંદ્રયાન-2નું ચંદ્ર પર સોફ્ટ લૅન્ડિંગ થશે

    શ્રીહરિકોટાથી લૉંચ થયાના દોઢ મહિના બાદ 3,84,000 કિલોમિટરની સફર ખેડી આજે રાત્રે ચંદ્રયાન-2નું લૅન્ડર 'વિક્રમ' ચંદ્ર પર 'સોફ્ટ લૅન્ડિંગ' કરશે.

    'વિક્રમ' શુક્રવારે રાતે દોઢથી અઢી વાગ્યા દરમિયાન ચંદ્રની સપાટી પર લૅન્ડ કરશે.

    'વિક્રમ'ની અંદર 'પ્રજ્ઞાન' નામનું રૉવર હશે, જે શનિવારે વહેલી સવારે સાડા પાંચથી સાડા છ વાગ્યા દરમિયાન લૅન્ડરની અંદરથી બહાર નીકળશે.