You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ રથયાત્રા : હર્ષોલ્લાસ સાથે જગન્નાથની રથયાત્રા પૂર્ણ
વિજય રૂપાણીએ પહિંદવિધિ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળા આરતી કરી.
લાઇવ કવરેજ
અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ
અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે.
અમિત શાહે કરી મંગળા આરતી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુરુવારે ગુજરાતમાં હતા, ત્યારે તેમણે મંગળા આરતીનો લાભ લીધો હતો. આ સમયે તેમનાં પત્ની સોનલબહેન પણ હાજર હતાં.
શાહ કેન્દ્રીય ગૃહ પ્રધાન બન્યા તે પછી આ તેમની પ્રથમ ગુજરાત મુલાકાત છે.