જગન્નાથની રથયાત્રા પૂર્ણ
નગરચર્યાએ નીકળેલા જગન્નાથની 142મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે.
જગન્નાથની રથયાત્રા શહેરમાં ફરી નિજ મંદિરે પરત ફરી.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિજય રૂપાણીએ પહિંદવિધિ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળા આરતી કરી.
નગરચર્યાએ નીકળેલા જગન્નાથની 142મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે.
જગન્નાથની રથયાત્રા શહેરમાં ફરી નિજ મંદિરે પરત ફરી.
છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ અને પૂર્વ મુખ્ય મંત્રી રમણ સિંહે રાયપુર ખાતે જગન્નાથ મંદિરે પૂજા કરી.
રથયાત્રાની ખાસિયત એ છે કે તેમાં અનેક પ્રકારનાં જોવાલાયક પ્રદર્શન હોય છે. એક તરફ પહેલવાનો શક્તિપ્રદર્શન કરતા હોય છે, તો બીજી તરફ ઢોલ-નગારાં સાથે શ્રદ્ધાળુઓ ભગવાનની ભક્તિમાં લીન જોવા મળે છે.
રથયાત્રામાં દરેક કોમના લોકો ભાઈચારા સાથે જોડાય છે અને જગન્નાથની રથયાત્રાને આગળ વધારે છે.
બંગાળી ફિલ્મ અભિનેત્રી અને સંસદસભ્ય નુસરત જહાંએ કોલકતા ખાતે ધાર્મિક સંગઠન ઇસ્કૉન દ્વારા આયોજિત રથયાત્રામાં ભાગ લીધો હતો.આ કાર્યક્રમની અધ્યક્ષતા પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કરી હતી.
ટાઇમલૅપ્સ વીડિયોમાં જુઓ અમદાવાદની રથયાત્રા
1969ની સાલમાં કોમી તણાવને કારણે રથયાત્રા અટકાવવી પડે તેવા સંજોગ ઊભા થયા હતા. જોકે, બાદમાં 'સરહદના ગાંધી' ખાન અબ્દુલ ગફાર ખાનના આગમન બાદ રથયાત્રા શક્ય બની હતી. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રથયાત્રા નિમિત્તે લખ્યું, 'તમામની ખુશી, સમૃદ્ધિ તથા સારા આરોગ્ય માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું.'
હનુમાનના ખભે રામ તથા લક્ષ્મણ હોય એવી પ્રતિકૃતિ
1946માં રથયાત્રા સમયે ફાટી નીકળેલાં તોફાનોને શાંત પાડવા માટે વસંત-રજબે તેમના પ્રાણની આહુતિ આપી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કચ્છીઓના નવવર્ષની શુભકામના પાઠવી હતી. મોદીએ કામના કરી હતી કે આવનારું વર્ષ આનંદ તથા સમૃદ્ધિથી ભરપૂર રહે તથા લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય.
રાજકોટમાં જગન્નાથની રથયાત્રા નીકળી તે સમયની તસવીર
રથયાત્રામાં અખાડાનાં આ બાળકો મલખમ કરી રહ્યાં છે, જેમાં જિમનાસ્ટ ગુરુત્વાકર્ષણબળને પડકારીને 9 ફૂટના થાંભલા ઉપર યોગાસન કરે છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ ઉપર લખ્યું, 'રથયાત્રાના અવસરે તમામ દેશવાસીઓને અભિનંદન તથા શુભકામનાઓ. હું કામના કરું છું કે ભગવાન જગ્નાનાથના આશીર્વાદ તમામના જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ લાવે.'
શું તમે અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજે યોજાતી રથયાત્રાનો ઇતિહાસ જાણો છો?
અમદાવાદમાં ક્યારે અને કેવી રીતે થઈ રથયાત્રાની શરૂઆત?
કેટલાંક વર્ષો એવાં રહ્યાં જ્યારે રથયાત્રામાં રાજકીય રંગ ભળ્યો.
આઝાદી પછી શરૂઆતનાં વર્ષોમાં રથયાત્રા દરમિયાન કોમી તણાવ ફેલાઈ જતો, પરંતુ છેલ્લા લગભગ દોઢ દસકથી શાંતિ પ્રવર્તે છે.
હિંદુઓની આ યાત્રા અંગે મુસ્લિમો શું માને છે?
પુરીના રેત શિલ્પકાર સુદર્શન પટનાયકે ગુરુવારે અષાઢી બીજના દિવસે રથયાત્રાની થીમ પર રેતશિલ્પ તૈયાર કર્યું હતું.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સોનાની સાવરણીથી પહિંદવિધિ કરી હતી. ત્યારબાદ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પણ પહિંદવિધિ કરી હતી.