મહેસાણા : નોકરી, શિક્ષણ અને શૌચાલયની સમસ્યા

#BBCGujaratOnWheels મહેસાણા જિલ્લાના ગામડાંમાં બીબીસી ગુજરાતીને લોકોએ કહી તેમની સમસ્યા.

લાઇવ કવરેજ

  1. બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  2. સફરની શરૂઆતની સાથે મહેસાણા જિલ્લા વિશે થોડી માહિતી

    ગુજરાતની ઉત્તરે આવેલો મહેસાણા જિલ્લો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે.

    તેમનું ગામ વડનગર ગુજરાતમાં સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સ્થાપત્ય કળાની દૃષ્ટિએ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

    હાલ ગુજરાતના રાજકારણમાં સત્તાધિશો માટે પડકારરૂપ બની ગયેલા પાટીદાર યુવાન હાર્દિક પટેલનો સામાજિક, રાજકીય ઉદય પણ મહેસાણા જિલ્લાના વિસનગર ગામમાં કરેલી પહેલી સભાથી જ થયો હતો.

    જો કે મહેસાણાની ઓળખ આ બે ઘટનાઓ નથી.

    પરંતુ અહીંના સતત કાર્યશીલ, અત્યંત મહેનતું લોકો ઉપરાંત જ્ઞાતિ, સમાજ અને ઉદ્યોગોનું એકબીજા સાથે ખૂબ જ મજબૂતીથી ગુંથાયેલું સામાજિક માળખું એ મહેસાણાનો મિજાજ છે.

    ગુજરાતના રાજકારણ, કૃષિ, પશુપાલન, નિકાસ અને વેપારમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

    ખેતીમાં કામ કરતા ખેડૂત

    ઇમેજ સ્રોત, Getty Images

  3. સફર શરૂ કરતા પહેલાં ચર્ચા કરી રહેલી બીબીસી ગુજરાતીની ટીમ..

    ટીમ
  4. બનાસકાંઠાની સફર બાઇકર્સની નજરે

    ફેસબુક લાઇવમાં બાઇકર્સે તેમના અનુભવો વર્ણવ્યા હતા.

  5. બનાસકાંઠા બાદ આજે મહેસાણાનો મિજાજ પારખશે બીબીસીની બાઇકર્સ

    સુપ્રભાત. બનાસકાંઠાની સફર પૂર્ણ કરીને આજે બીબીસી ગુજરાતીની બાઇકર્સ મહેસાણા જિલ્લાનાં ગામડાંની મુલાકાત લેવા માટે જઈ રહી છે.

    સફરની શરૂઆત માટે તૈયાર બાઇકર્સ.. તો તમે પણ અમારી સાથે આ સફર કરવા માટે તૈયાર થઈ જાઓ.

    બાઇકર