રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોજાયેલી ચૂંટણીની મતગણતરીની તૈયારીઓ શરૂ

ઇમેજ સ્રોત, PHOTO BY PARWAZ KHAN/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય કે મધ્યસત્ર ચૂંટણી તથા સ્વરાજ્યનાં એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણીનું મતદાન 16મી ફેબ્રુઆરીના રોજ થયું હતું.
આ ચૂંટણીની મતગણતરી સવારે નવ કલાકે શરૂ થશે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ માટે 155 મતગણતરી સ્થળોની વ્યવસ્થા કરવામાં આવી છે. 160 જેટલા હૉલમાં આ મતગણતરી થઈ રહી છે. તે માટે વિવિધ જગ્યાએ 735 જેટલાં ટેબલો લગાવાયાં છે.
મતગણતરી માટે 3,790 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ માટે 8,601 જેટલા સુરક્ષાકર્મીઓ તહેનાત છે.

