વર્લ્ડકપ ફાઇનલ જોવા પહોંચેલા તેંડુલકરે ભારતની જીત અંગે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઇનલ મૅચ પહેલાં માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકર રવિવારે સવાર અમદાવાદ પહોંચી ગયા છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બપોરે બે વાગ્યે મૅચની શરૂઆત થશે.
અમદાવાદ પહોંચેલા સચીને પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ ભારતીય ટીમને શુભકામના પાઠવવા પહોંચ્યા છે.
તેમણે કહ્યું, “હું ટીમને શુભકામના પાઠવવા પહોંચ્યો છું. આશા છે કે ભારત ટ્રૉફી જીતશશે. અગાઉ 5 તારીખે આવ્યો હતો અને હવે 19 તારીખે આવ્યો છું. આશા છે કે સાંજે ભારતીય ટીમને જીતતા જોઈશે. બધા એ જ ક્ષણની રાહ જોઈ રહ્યા છે. સાંજે જોઈએ શું થાય છે.”
વર્ષ 2003ના વર્લ્ડકપમાં સચીન તેંડુલકરે 673 રન બનાવ્યા હતા. પરંતુ આ વર્લ્ડકપમાં વિરાટ કોહલીએ તેમનો આ રેકૉર્ડ તોડી નાખ્યો છે.
આ વર્લ્ડકપમાં અથ્યાર સુધી કોહલી 711 રન કરી ચૂક્યા છે. તેમણે પોતાની દસ ઇનિંગમાંથી ત્રણમાં સદી અને પાંચમાં અર્ધસદી નોંધાવી છે.
