You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ગુજરાતમાં ભાજપે, તો કૉંગ્રેસે હિમાચલ પ્રદેશમાં મુખ્ય મંત્રી નક્કી કર્યા

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સર્વાનુમતે ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા, જ્યારે હિમાચલ પ્રદેશમાં મુખ્ય મંત્રીપદનાં બે દાવેદારો હતાં

લાઇવ કવરેજ

  1. ચક્રવાત મૈંડૂસના કારણે તમિલનાડુમાં ઍલર્ટ જાહેર

    ભારતીય હવામાન વિભાગ દ્વારા શનિવારે જણાવવામાં આવ્યું હતું કે, ચક્રવાત મૈંડૂસના લૅન્ડફૉલની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તમિલનાડુમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમિલનાડુના દરિયાકાંઠામાં ભારે વરસાદના કારણે શુક્રવારે સાંજે મામલ્લાપુરથી ચક્રવાત મંડૂસ શરૂ થયું હતું.

    આઈએમડીએ જણાવ્યું હતું કે, “ચક્રવાત મૈંડૂસ લગભગ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી 2 કલાકમાં ધીરે-ધીરે ડીપ ડિપ્રેશન અને શનિવારે બપોર સુધી ધીમું પડવાની સંભાવના છે.”

    ચેન્નઈના ડીડીજીએમ એસ બાલાચંદ્રને જણાવ્યું હતું કે, “ચક્રવાત મૈંડૂસના કારણે ચેન્નઈના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને ભારે પવનનો સામનો કરવો પડી રહ્યો છે.”

    “ચક્રવાત મૈંડૂસ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. તેથી ઉત્તર-પશ્ચિમ જિલ્લાઓમાં 55-65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે સાંજ સુધીમાં ઘટીને 30-40 કિમી પ્રતિ કલાક થઈ જશે.”

    ગ્રેટર ચેન્નઈ કૉર્પોરેશને લોકોને વિનંતી કરી છે કે, જ્યાં સુધી ચક્રવાત મૈંડૂસ ધીમું ન થાય ત્યાં સુધી બહાર જવાનું ટાળો.

    હવામાન વિભાગના ઍલર્ટ બાદ તમિલનાડુના 10 જિલ્લામાં એનડીઆરએફ અને રાજ્ય સુરક્ષા બળની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે. ચક્રવાત મૈંડૂસના કારણે ચેન્નઈ, વિલ્લુપુરમ, કુડ્ડાલોર અને કાંચીપુરમ જિલ્લામાં સ્કુલ-કૉલેજો આજે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ચક્રવાત મૈંડૂસ આજે રાત સુધી આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા તટને પાર કરવાની સંભાવના છે.

    તમિલનાડુના મુખ્ય મંત્રી એમ કે સ્ટાલિને શુક્રવારે કહ્યું હતું કે, “ચક્રવાત મૈંડૂસને ધ્યાનામાં રાખીને તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યાં છે.”

  2. નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.

    અહીં તમને ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.

    9 ડિસેમ્બર સુધીની અપડેટ માટે અહીં ક્લિક કરો.