દિલ્હીમાં માત્ર 7થી 8 હજાર પી.પી.ઇ. કિટ બચી છે : આરોગ્ય પ્રધાન
કોરોના વાઇરસના દરદીઓની સારવાર કરતી વખતે ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ જે કપડાં પહેરેે છે તે પી.પી.ઇ (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમૅન્ટ) 7000-8000 જેટલાં જ બચ્યાં છે.
દિલ્હી સરકારના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને સમાચાર સંસ્થા એ.એન.આઇ.ને જણાવ્યું કે અમારી પાસે માત્ર 7000-8000 જેટલી પી.પી.ઇ. કિટ બચી છે.
જે માત્ર બે-ત્રણ દિવસ સુધી ચાલશે.
સત્યેન્દ્ર જૈને કહ્યું અમે 50 હજાર કિટ્સ ઝડપી મળે તેવી માગ પણ કરી છે.
તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં હાલ સુધી 386 કોરોના વાઇરસના દરદીઓ છે. જેમાંથી 259 દર્દીઓ નિઝામુદ્દીનની મરકઝ બિલ્ડિંગના છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે શાહરૂખ ખાને પણ 50 હજાર પી.પી.ઇ કિટ્સ મહારાષ્ટ્ર અને પશ્વિમ બંગાળ સરકારને આપવાની જાહેરાત કરી હતી.