ગુજરાતમાં ચોમાસાનું વહેલું આગમન, કયા-કયા જિલ્લાઓમાં પડશે વરસાદ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, તેની અધિકારિક તારીખ કરતાં ચોમાસું બે દિવસ વહેલું શરૂ થયું છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે ચોમાસાનું ગુજરાતમાં આગમાન થઈ ચૂક્યું છે.

વરસાદ

ઇમેજ સ્રોત, ARUN SANKAR

ઇમેજ કૅપ્શન, હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ચોમાસું હાલ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સુધી પહોંચી ગયું છે.

મુંબઈમાં બે દિવસ પહેલાં પહોંચેલું ચોમાસું આગળ વધીને હવે ગુજરાત સુધી પહોંચી ગયું છે, એટલે કે રાજ્યમાં ચોમાસાની વહેલી શરૂઆત થઈ ગઈ છે.

ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની અધિકારિક તારીખ 15 જૂન છે પરંતુ દર વર્ષે તેની આસપાસ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે.

આ વર્ષે ભારતમાં પણ ત્રણ દિવસ વહેલું ચોમાસું શરૂ થયું હતું. કેરળમાં 29 મેના રોજ ચોમાસાનું આગમાન થયું હતું.

હવામાન વિભાગે જે ચાર મહિનાનું લાંબાગાળાનું અનુમાન જાહેર કર્યું છે તે પ્રમાણે દેશમાં સરેરાશ 103 ટકા વરસાદ થવાની શક્યતા છે. જેમાં એરર માર્જિન 4 ટકા રાખવામાં આવ્યું છે. એટલે કે 103 કરતાં 4 ટકા વધારે કે ઓછો વરસાદ થઈ શકે છે. જેનો અર્થ એ છે કે દેશમાં સરેરાશ સારો વરસાદ થવાની શક્યતા છે.

line

ગુજરાતમાં ચોમાસાનું વહેલું આગમાન

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમી દ્વારકા તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ આવનરા બે દિવસમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.

દેશમાં કેરળથી ચોમાસાની શરૂઆત 29 મેના રોજ થઈ હતી અને ત્યારબાદ ચોમાસું આગળ વધ્યું હતું. જે બાદ લગભગ 10 દિવસ સુધી ચોમાસું આગળ વધ્યું ન હતું.

જોકે, આખરે 11 જૂનના રોજ મુંબઈમાં અને તેના બે દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ચોમાસું હાલ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સુધી પહોંચી ગયું છે.

વલસાડ, નવસારી, ડાંગ, તાપી તથા સુરત જિલ્લાના કેટલાક વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે, તથા સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથના કેટલાક વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે.

line

ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી?

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે.

ઉપરાંત, અમદાવાદ, સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થયો છે.

હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં આવનારા પાંચ દિવસો સુધી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે.

આવનારા બે દિવસો સુધી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવનારા પાંચ દિવસો સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથ જિલ્લાઓમાં પણ આવનારા પાંચ દિવસો સુધી વરસાદની આગાહી કરી છે.

રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમી દ્વારકા તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ આવનરા બે દિવસમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.

આવનારા એકાદ બે દિવસ સુધી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હવામાન પલટાઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

line

ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા?

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, PACIFIC

ઇમેજ કૅપ્શન, હવામાન વિભાગ અનુસાર હાલ ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની શક્યતા નથી અને મોટા ભાગના વિસ્તારોમાં છુટોછવાયો અને હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે આવનારા પાંચ દિવસો સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ચોમાસું ગુજરાતમાં પહોંચી ગયા બાદ હવે તે અન્ય વિસ્તારો તરફ આગળ વધશે.

હવામાન વિભાગ અનુસાર હાલ ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની શક્યતા નથી અને મોટા ભાગના વિસ્તારોમાં છુટોછવાયો અને હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત બે દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની પણ શક્યતા છે, માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને બાદ કરતાં અન્ય વિસ્તારોમાં વરસાદ 17 જૂન સુધી ઓછો રહેવાની શક્યતા છે.

ચોમાસું રાજ્યમાં આવી ગયું છે અને હવે અનેક જિલ્લાઓમાં વાવણીલાયક વરસાદ થવાની શક્યતા છે પરંતુ સમગ્ર રાજ્યમાં વાવણીલાયક વરસાદ થવાને હજી થોડો સમય લાગશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન