ઘાનામાં ભારે વિસ્ફોટ બાદ ઇમારતો ધરાશાયી, અત્યાર સુધી 17 મૃતદેહો મળ્યા

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

પશ્ચિમ ઘાનાના એક શહેરમાં ભારે ધડાકા બાદ ઘણા લોકોનાં મૃત્યુ થયાં હોવાની આશંકા છે અને આ દરમિયાન સેંકડો ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. આ શહેર સોનાના ખનન માટે પ્રસિદ્ધ છે.

એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું છે કે એપિએટમાં થયેલા ધડાકામાં 17 મૃતેદહો મળ્યા છે.

પોલીસે પણ આ આંકની પુષ્ટિ કરી છે.

પોલીસનું કહેવું છે કે બોગોસો અને બાવડી વચ્ચે 'ભારે ધડાકો' થયો છે જ્યાં ખનન માટે વિસ્ફોટક લઈ જઈ રહેલા વાહન અને મોટરસાઇકલ વચ્ચે થયેલા અકસ્માતના કારણે આ ઘટના સર્જાઈ હતી.

સ્થાનિક મીડિયા દ્વારા શૅર કરાયેલ તસવીરોમાં ભારે ધુમાડો ઊઠતો જોઈ શકાય છે. તસવીરોમાં ઇમારતો ધ્વસ્ત થઈ ગયેલી અને કાટમાળમાં ફેરવાઈ ગયેલી નજરે પડે છે. લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા છે.

યગ્રાફિક વીડિયોમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો જોવા મળે છે.

બીજી તરફ સડક પર ધડાકાથી બનેલા એક ખાડાને પણ જોઈ શકાય છે.

ઘાનાના રાષ્ટ્રપતિ નાના અકૂફો - અડ્ડોએ કહ્યું કે 'સ્થિતિને નિયંત્રિત' કરવા ઇમર્જન્સી મદદ માટે સેના આવી છે.

તેમણે ટ્વીટ કરીને આને 'અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને દુ:ખદ' ઘટના ગણાવી છે.

વિસ્તારમાં બચાવઅભિયાન જારી છે અને લોકોને આ વિસ્તાર છોડી દેવાનું કહેવાયું છે.

પોલીસે નજીકનાં શહરોનાં પ્રશાસનને કહ્યું છે કે તેઓ 'પોતાની કક્ષાઓ, ચર્ચો વગરેનાં દ્વાર પીડિતો માટે ખોલી દે જેથી તેઓ ત્યાં રહી શકે.'

પોલીસનું કહેવું છે કે, "અમે લોકોને સંયમ જાળવવાની અપીલ કરી રહ્યા છીએ જેથી સ્થિતિ સંભાળી શકાય."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો