વિરાટ કોહલી : ક્રિકેટર વિરાટ કોહલીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કૅપ્ટનનું પદ છોડ્યું

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ક્રિકેટર વિરાટ કોહલીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કૅપ્ટન પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

આ પહેલાં તેમણે ટી20 અને વન ડે ક્રિકેટના કૅપ્ટનપદ પરથી રાજીનામું આપ્યું હતું.

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Gallo Images

ઇમેજ કૅપ્શન, આ પહેલાં તેમણે ટી20 અને વન ડે ક્રિકેટના કૅપ્ટન પદ પરથી રાજીનામું આપ્યું હતું.

તેમણે એક પોસ્ટ લખી જેમાં તેમણે કૅપ્ટન બનવાની તક આપવા બદલ બીસીસીઆઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

વિરાટ કોહલીએ લખ્યું કે, "મેં મારું કામ પૂરી ઇમાનદારી સાથે કર્યું અને કોઈ કચાશ બાકી નહોતી રાખી."

તેમણે આગળ લખ્યું કે,"હું જે પણ કામ કરું છું, તેમાં હું 120 ટકા યોગદાન આપવામાં ભરોસો કરું છું અને જો હું આવું નથી કરી શકતો તો હું સમજું છું કે આવું કરવું યોગ્ય નથી."

છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલી અને બીસીસીઆઈ વચ્ચે કૅપ્ટનશિપને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. વિરાટ કોહલીએ ટ્વિટર પર એક પોસ્ટમાં બીબીસીઆઈનો આભાર વ્યક્ત કર્યો.

વિરાટ કોહલીએ લખ્યું કે, "હું બીસીસીઆઈનો આભાર વ્યક્ત કરવા માગું છે કે તેમણે મને આટલા લાંબા સમય સુધી મારા દેશની કપ્તાની કરવાનો અવસર આપ્યો."

વિરાટ કોહલીનું પ્રદર્શન

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

વિરાટ કોહલી ભારતના સૌથી સફળ ટેસ્ટ કૅપ્ટન છે. વિરાટ કોહલી ભારતના સૌથી સફળ ટેસ્ટ કૅપ્ટન છે. તેઓ 68 ટેસ્ટ મૅચોમાં ભારતના કૅપ્ટન રહ્યા અને 40માં ટીમને વિજય અપાવ્યો.

ત્યાર બાદ મહેન્દ્રસિંહ ધોનીનો નંબર આવે છે. ધોનીએ 60 ટેસ્ટ મૅચોમાં ભારતીય ટીમના કૅપ્ટન રહ્યા અને 27માં વિજય અપાવ્યો.

વિરાટ કોહલીની ગણતરી દુનિયાના સૌથી સફળ કપ્તાનોમાં થાય છે.

કૅપ્ટન તરીકે ટેસ્ટ મૅચોમાં વિરાટ કોહલીનું બૅટ પણ ખૂબ ચમક્યું. કૅપ્ટન તરીકે 60 ટેસ્ટ મૅચોમાં તેમણે 20 સેંચ્યુરી અને 5864 રન બનાવ્યા.

વિરાટ કોહલીએ ટ્વિટર પર જારી પત્રમાં બીસીસીઆઈનો આભાર વ્યક્ત કર્યો.

line

યોગી આદિત્યનાથ ગોરખપુર બેઠક પરથી ચૂંટણી લડશે- ભાજપ

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ભાજપે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોનાં નામોની જાહેરાત કરી છે.

શનિવારે ધર્મેન્દ્રપ્રધાને કહ્યું કે કેન્દ્રીય ચૂંટણી સમિતિએ નિર્ણય લીધો છે કે વર્તમાન મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુરથી ચૂંટણી લડશે.

તો પાર્ટીના નેતા અરુણસિંહે કહ્યું કે પ્રયાગરાજની સિરાધુ સીટ પરથી કેશવપ્રસાદ મૌર્ય અને સરદનાથી સંગીત સોમ મેદાનમાં ઊતરશે.

પાર્ટીએ પહેલા તબક્કાના 57 ઉમેદવારો અને બીજા તબક્કાની ચૂંટણી માટે 48 ઉમેદવારોની સૂચિ જાહેર કરી છે.

line

રશિયા યુક્રેન પર હુમલો કરવા માટે કોઈ યોજના ઘડી રહ્યું છે?

જો બાઇડન

ઇમેજ સ્રોત, White House/Reuters

પેન્ટાગોનના પ્રવક્તા જોન કિર્બીએ શુક્રવારે મીડિયાને જણાવ્યું હતું કે રશિયા યુક્રેન પર હુમલો કરવાનું બહાનું મળે એ માટે યુક્રેનમાં "નકલી ફ્લૅગ ઑપરેશન"ની યોજના બનાવી રહ્યું છે.

જોન કિર્બીએ જણાવ્યું હતું કે "કેટલાક ઑપરેટિવ્સના સમૂહને તૈયાર કરવામાં આવ્યાં છે. રશિયા દ્વારા આ અભિયાનને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે રશિયા અથવા યુક્રેનમાં રશિયન બોલનારાઓ પર હુમલો થાય અને તેમને (રશિયા) પ્રવેશવાનું બહાનું મળે."

અમેરિકી અધિકારીઓએ કહ્યું છે કે આ ઑપરેટિવ્સ શહેરી વિસ્તારોમાં લડાઈ કરવામાં અને દારૂગોળાનો ઉપયોગ કરવામાં નિષ્ણાત છે જેથી તેઓ રશિયા તરફી બળવાખોરો વિરુદ્ધ કોઈ પણ ઑપરેશન કરી શકે.

યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે મોલ્ડોવાના ટ્રાન્સડાયનાસ્ટ્રિયા વિસ્તારમાં આવી જ ગતિવિધિઓ હાથ ધરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જોકે, રશિયન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.

દરમિયાન, યુક્રેને શુક્રવારે થયેલા સાયબર હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે.

આ સાયબર હુમલામાં યુક્રેનની તમામ સરકારી વેબસાઇટ્સને નિશાન બનાવવામાં આવી હતી.

આ સાઇબર હુમલામાં વેબસાઇટો પર યુક્રેનવાસીઓ માટે સંદેશ ફરતો કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ 'ખૂબ જ ખરાબ પરિસ્થિતિઓ માટે તૈયાર રહે.'

જોકે, આ હુમલાના કલાકો બાદ જ સરકારી વેબસાઇટ પર નિયંત્રણ પાછું મેળવી લેવામાં આવ્યું હતું.

હુમલાની નિંદા કરતા અમેરિકા અને નાટોએ યુક્રેનને મદદની ઑફર કરી છે. જોકે રશિયાએ હજી સુધી આ હેક પર કોઈ ટિપ્પણી કરી નથી.

line

ફિલિપાઇન્સ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે

બ્રહ્મોસ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતની સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસ પ્રથમ વખત નિકાસ થવા જઈ રહી છે અને ફિલિપાઇન્સ તેને ખરીદશે.

આ સમાચાર અંગ્રેજી અખબાર ધ હિંદુ અનુસાર, ફિલિપાઇન્સે ઍન્ટી શિપ ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની ખરીદીને મંજૂરી આપી દીધી છે.

આ ડીલ લગભગ $374.9 મિલિયનમાં થઈ છે. બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.

બ્રહ્મોસ મિસાઇલ માટે આ પહેલો વિદેશી ઑર્ડર છે. આ સિવાય બ્રહ્મોસને લઈને દક્ષિણપૂર્વ એશિયાના કેટલાક અન્ય દેશો સાથે પણ વાતચીત ચાલી રહી છે.

બ્રહ્મોસ મિસાઇલ ફિલિપાઇન્સ નેવીની કોસ્ટલ ડિફેન્સ રેજિમેન્ટમાં તહેનાત થનારી પ્રથમ મિસાઇલ હશે. દક્ષિણ ચીન સાગરમાં ચીન સાથેના વિવાદ વચ્ચે ફિલિપાઇન્સે ભારત પાસેથી બ્રહ્મોસ ખરીદવાનો નિર્ણય લીધો છે.

line

સીડીએસ જનરલ બિપિન રાવતનું હેલિકૉપ્ટર કેવી રીતે ક્રૅશ થયું હતું?

ઘટનાસ્થળ

ઇમેજ સ્રોત, Ani

ભારતીય વાયુસેનાએ કહ્યું છે કે જે હેલિકૉપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત માર્યા ગયા હતા તેમાં કોઈ "ષડયંત્ર કે બેદરકારી" નથી.

દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતનું ગયા મહિને 8 ડિસેમ્બરે હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. જનરલ રાવતનાં પત્ની પણ હેલિકૉપ્ટરમાં સવાર હતાં અને તેમણે પણ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.

વાયુસેનાએ કહ્યું છે કે, "તેમાં (તપાસમાં) જાણવા મળ્યું છે કે આ દુર્ઘટના કોઈ યાંત્રિક નિષ્ફળતા, કાવતરું અથવા બેદરકારીને કારણે થઈ નથી."

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, ભારતીય વાયુસેના દ્વારા કહેવામાં આવ્યું છે કે ટ્રાઇ-સર્વિસિસ કોર્ટ ઑફ ઇન્ક્વાયરીએ તેની પ્રારંભિક તપાસમાં ફ્લાઇટ ડેટા રેકૉર્ડર અને કોકપિટ વૉઇસ રેકૉર્ડરનું વિશ્લેષણ કર્યું છે.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

અને તેમાં હવામાનમાં આવેલા અચાનક બદલાવના કારણે હેલિકૉપ્ટર દુર્ઘટના બની હતી. તેનાં તારણોના આધારે, કોર્ટ ઑફ ઇન્ક્વાયરીએ કેટલીક ભલામણો કરી છે, જેની સમીક્ષા કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે 8 ડિસેમ્બર 2021ના રોજ હેલિકૉપ્ટર દુર્ઘટનામાં સીડીએસ જનરલ બિપિન રાવત સહિત 13 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ગ્રૂપ કૅપ્ટન વરુણસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. વરુણસિંહનું 15 ડિસેમ્બરે હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો