પૂર્વ સીએજી વિનોદ રાયે કૉંગ્રેસી નેતા સંજય નિરૂપમની માફી કેમ માગી?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભૂતપૂર્વ કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (સીએજી) વિનોદ રાયે કૉંગ્રેસના નેતા સંજય નિરૂપમની બિનશરતી માફી માગી છે.

'ઇન્ડિયા ટુડે'ના રિપોર્ટ અનુસાર વિનોદ રાયે ટુજી કૌભાંડ મામલે સંજય નિરૂપમ વિશે ટિપ્પણી કરી હતી તેના બદલ માફી માગી છે.

શું છે મામલો?

વિનોદ રાય

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે ટુજી સ્પૅક્ટ્રમ કૌભાંડનો વિવાદ થયો હતો ત્યારે વિનોદ રાયે એક ટિપ્પણી કરી હતી.

તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું હતું, "ટુજી કૌભાંડમાં વડા પ્રધાન મનમોહનસિંહનું નામ ન આવે તે માટે કેટલાક સંસદસભ્યોએ મને દબાણ કર્યું હતું."

તેમણે સંજય નિરૂપમના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. બાદમાં કેટલાક મીડિયા ઇન્ટરવ્યૂમાં પણ તેમણે આવું કર્યું હતું.

આથી વર્ષ 2014માં સંજય નિરૂપમે માનહાનીનો દાવો કર્યો હતો.

જોકે હવે તેમણે માફી માગી લીધી છે અને કહ્યું, "'ટુજી સ્પૅક્ટ્રમ ફાળવણીના રિપોર્ટ મામલે મનમોહનસિંહનું નામ ન આવે તે માટે કેટલાક સંસદસભ્યોએ દબાણ કર્યું હોવાની વાતમાં મેં ભૂલથી સંજય નિરૂપમનું નામ લીધું હતું."

વિનોદ રાયે તેમના ઍફિડેવિટમાં આ વાત જણાવી હતી.

વળી તેમણે એમ પણ કહ્યું છે કે ટીવી અને અખબારોમાં તેમનાં જે નિવેદન હતાં તેને ખોટી રીતે રજૂ કરાયાં હતાં.

રાયે તેમના ઍફિડેવિટમાં લખ્યું, "મારા નિવેદનથી સંજય નિરૂપમને કેટલી વેદના થઈ છે તે હું સમજી શકું છું. આથી હું બિનશરતી માફી માગું છું. મને આશા છે કે સંજય નિરૂપમ મારી માફી સ્વીકારશે અને આ મુદ્દાનો અહીં જ અંત લાવશે."

સંજય નિરૂપમનું નિવેદન નોંધીને પટિયાલા હાઉસ કોર્ટે કેસનો નિકાલ કરી દીધો હતો.

line

વિનોદ રાયની માફી બાદ કેવી પ્રતિક્રિયા આવી?

કૉંગ્રેસના નેતા સંજય નિરુપમ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના નેતા સંજય નિરુપમ

સંજય નિરૂપમના વકીલે કહ્યું, "સંજય નિરૂપમે માફી સ્વીકારી લીધી છે. વિનોદ રાય હવે આમાંથી મુક્ત છે. કોર્ટે કેસનો નિકાલ કરી દીધો છે."

બાદમાં સંજય નિરુપમે એક નિવેદમાં કહ્યું હતું, "વિનોદ રાયે આખા દેશની માફી માગવી જોઈએ. તેમણે ટુજી મામલે જે ખોટા આક્ષેપો કર્યાં તેના બદલ તેમણે દેશની માફી માગવી જોઈએ."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

કૉંગ્રેસના મહાસચિવ અને પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું, "કૉંગ્રેસ સરકાર અને કૉંગ્રેસ સામે કરવામાં આવેલા ખોટા આરોપનો ભાંડો ફૂટી ગયો છે. સંજય નિરૂપમે લડાઈ લડી તે ખૂબ જ સારી વાત છે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

આ મુદ્દે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વિટ કરી લખ્યું, "સત્યમેવ જયતે. આજે કૉંગ્રેસ અને મનમોહનસિંહની જીત થઈ છે. વિનોદ રાયે જે ખોટા આરોપો કર્યાં હતા તે બદલ દેશની માફી માગવી જોઈએ. કોઈ પણ પુરાવા વગર કૉંગ્રેસને બદનામ કરવું એક ગુનાહિત કૃત્ય હતું. આજે દેશ નોટબંધી, ખોટી રીતે લાગુ કરાયેલ જીએસટી સહિતની ભાજપની નીતિઓથી પીડાઈ રહ્યો છે. જે વિનોદ રાયને આભારી છે."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

સોશિયલ મીડિયા પર પણ ઘણાએ આ મામલે પ્રતિક્રિયા આપી જેમાં રચિત શેઠે લખ્યું, "એ ભૂલશો નહીં કે અન્ના હઝારે અને વિનોદ રાયે દેશને કેટલું નુકસાન કર્યું છે."

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

વરિષ્ઠ લેખક અને પત્રકાર પરણજોય ગુહાઠકુર્તાએ ટ્વિટ કર્યું, "આ સાધારણ વાત નથી.ખૂબ જ રસપ્રદ વાત છે કે વિનોદ રાયે માફી માગી છે."

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો