ઈરાને અમેરિકાનાં 18 મહત્ત્વપૂર્ણ ઠેકાણાં પર હુમલો કરવાનો દાવો કર્યો - ન્યૂઝ અપડેટ

ઈરાનનો હુમલો ઈરાને અમેરિકાનાં 18 મહત્ત્વપૂર્ણ ઠેકાણાં પર હુમલો કરવાનો દાવો કર્યો - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

બહેરીનના ગૃહ મંત્રાલયે નાગરિકોને સલામત સ્થળે ખસી જવા વિનંતી કરી છે.

સોશિયલ મીડિયા પર એક સંદેશમાં, બહેરીનના ગૃહ મંત્રાલયે નાગરિકો અને રહેવાસીઓને શાંત રહેવા અને નજીકના સલામત સ્થળે ખસી જવા વિનંતી કરી.

ગુરુવારે સવારે અમેરિકાના હુમલાના એક કલાક પછી, ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સીઓએ દેશની સેનાને ટાંકીને કહ્યું છે કે, "બહેરીનમાં અમેરિકાનાં લશ્કરી ઠેકાણાં પર હુમલો કરવામાં આવ્યો છે. સૈન્યના ડ્રૉન હુમલામાં અમેરિકાની પાંચમી ફ્લીટના પેટ્રિઅટ સિસ્ટમના કૉમ્યુનિકેશન એન્ટેના અને રડારને નિશાન બનાવવામાં આવ્યાં હતાં."

ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી IRNA એ રિવૉલ્યુશનરી ગાર્ડને ટાંકીને જણાવ્યું હતું કે, અમેરિકાની કાર્યવાહીના જવાબમાં તેણે બહેરીનમાં એક ઍરપૉર્ટ અને કુવૈતમાં બે અન્ય ઠેકાણાં સહિત '18 મહત્ત્વપૂર્ણ ઠેકાણાં' પર હુમલો કર્યો હતો.

અગાઉ, અમેરિકાએ ઈરાનમાં અનેક સ્થળો પર હુમલો કર્યો છે. તેના જવાબમાં, ઈરાને કહ્યું છે કે તે અમેરિકન હુમલાઓ સામે ઝૂકશે નહીં અને બદલો લેશે.

ઓમાનના કિનારા પાસે 24 ભારતીય ક્રૂ મેમ્બર્સવાળા જહાજ પર હુમલો, ત્રણ ભારતીય ગુમ, વિદેશ મંત્રાલયે શું કહ્યું?

પ્રતીકાત્મક તસવીર ઓમાનના કિનારા પાસે ભારતીય ક્રૂ મેમ્બર્સવાળા જહાજ પર હુમલો, વિદેશ મંત્રાલયે શું કહ્યું? - ન્યૂઝ અપડેટ ઈરાન અમેરિકા યુદ્ધ ખાડી યુદ્ધ હોર્મુઝ ઇઝરાયલ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ભારતના વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે બુધવારે 10 જૂને ઓમાન કિનારા નજીક 24 ભારતીય ક્રૂ મેમ્બર્સને લઈ જતાં એક કૉમર્શિયલ જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે 24 ભારતીય ક્રૂમાંથી 21 લોકોને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે અને ત્રણ ભારતીયો ગુમ છે.

જે જહાજ પર હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે તેનું નામ 'સેટ્ટેબેલો' હોવાનું કહેવાય છે.

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ફરી શરૂ થયેલા લશ્કરી સંઘર્ષ બાદ મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે.

વિદેશ મંત્રાલયે 10 જૂને સાંજે નિવેદન જાહેર કરીને આ હુમલાની નિંદા કરી હતી.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, "અમે આજે ઓમાન કિનારા નજીક કૉમર્શિયલ જહાજ સેટ્ટેબેલો પર થયેલા હુમલાની નિંદા કરીએ છીએ. જહાજ પર હાજર 24માંથી 21 ભારતીય ક્રૂ મૅમ્બર્સને બચાવી લેવાયા છે અને ત્રણ ભારતીયો લાપતા છે. આપણો દૂતાવાસ ઓમાનમાં સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યો છે."

અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને શું કહ્યું?

અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને શું કહ્યું? બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાએ કહ્યું છે કે તેણે ઈરાનમાં ઘણે ઠેકાણાંને નિશાન બનાવીને હુમલા કર્યા છે.

ઈરાનમાં યુદ્ધનું વ્યવસ્થાપન કરી રહેલા ખાતમ અલ-અનબિયા મુખ્યાલયે અમેરિકાના આ નવા હવાઈ હુમલાના એક કલાક પછી નિવેદન જારી કર્યું છે.

બીબીસી ફારસી સેવાના જણાવ્યા પ્રમાણે, "હાલ જોખમને કારણે હોર્મુઝ સ્ટ્રેટને ઑઇલ ટૅન્કરો તથા વાણિજ્યિક જાહજો સહિત તમામ પ્રકારનાં વહાણોના આવાગમન માટે બંધ જાહેર કરવામાં આવે છે. તથા અહીંથી પસાર થતાં કોઈ પણ જહાજોને નિશાન બનાવાશે."

ફાર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આઈઆરજીસી નૌકાદળે દાવો કર્યો છે કે તેમણે હોર્મુઝ સ્ટ્રેટમાં બે જહાજોને નિશાન બનાવ્યાં છે. જે જલડમરુમધ્યથી ગેરકાયદે પસાર થવાનો ઇરાદો ધરાવતાં હતાં.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું, "મહત્ત્વપૂર્ણ બુનિયાદી ઢાંચા લોકોની જીવનરેખા હોય છે. ટ્રાંસપૉર્ટથી લઈને વીજળી અને પાણીનાં ઠેકાણાંને નિશાન બનાવવાની ધમકી તાકતનું પ્રદર્શન નહીં, પરંતુ કોઈ પણ દેશના દૃઢ સંકલ્પની સામે હતાશાની નિશાની છે."

તેમણે કહ્યું કે ઈરાન પોતાના વિશેષજ્ઞોની જાણકારી, તેમની ક્ષમતા, રાષ્ટ્રીય એકતા અને એકજુટતાને કારણે કોઈના દબાણ કે ધમકીનો સામનો કરશે.

તસનીમ ન્યૂઝ એજન્સીએ એક સૈન્ય અધિકારીના હવાલે કહ્યું, "ઈરાન અમેરિકાના સૈન્ય આક્રમણનો જવાબ આપશે અને અમેરિકનોની ધમકીઓ અને સૈન્ય મૂર્ખતાની સામે ઘૂટણે નહીં પડે."

14 કુકીઓને મુક્ત કર્યાના એક દિવસ પછી મણિપુરમાં છ નાગા સમુદાયના લોકોના મૃતદેહ મળી આવ્યા

પ્રતીકાત્મક તસવીર 14 કુકીઓને મુક્ત કર્યાના એક દિવસ પછી મણિપુરમાં છ નાગાઓના મૃતદેહ મળી આવ્યા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

9મી જૂને મણિપુરમાં 14 કુકી બંધકોને મુક્ત કર્યાના એક દિવસ પછી, પોલીસે બુધવારે છ નાગા સમુદાયના લોકોના મૃતદેહ શોધી કાઢ્યા છે. આ લોકો ઘણા દિવસોથી લાપતા હતા.

બીબીસી સહયોગી દિલીપકુમાર શર્માએ આ માહિતીની પુષ્ટિ કરી છે.

મણિપુર પોલીસે બુધવારે જણાવ્યું હતું કે 13મેના રોજ કથિત રીતે અપહરણ કરાયેલા છ નાગા સમુદાયના પુરુષોના મૃતદેહ મળી આવ્યા છે. આ મૃતદેહો કાંગપોકપી જિલ્લાના ખારમ વૈફેઈ ગામ નજીકથી મળી આવ્યા હતા.

મણિપુર પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું, "પોલીસે, CRPF અને આસામ રાઇફલ્સના કુલ 450 જવાનો સાથે, સ્નિફર ડૉગ્સ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમોની મદદથી, લગભગ 24 કલાક સુધી સતત શોધખોળ કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ, આજે (બુધવાર) બપોરે છ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે મૃતકો તે લોકો છે જેમને 13 મે, 2026 ના રોજ લેઇલન વાઇફેઇ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા."

હકીકતમાં, ફેબ્રુઆરીમાં મણિપુરમાં તાંગખુલ નાગા અને કુકી સમુદાયો વચ્ચે ફરી ફાટી નીકળેલી હિંસામાં ઘણા લોકો માર્યા ગયા છે. આ હિંસા નાગા પ્રભુત્વ ધરાવતા ઉખરુલ જિલ્લામાં શરૂ થઈ હતી અને ત્યારથી તેની આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા પર અસર પડી છે.

13મેના રોજ, ત્રણ ચર્ચ નેતાઓની હત્યા બાદ, સશસ્ત્ર જૂથોએ કાંગપોક્પી અને સેનાપતિ જિલ્લામાં કુકી અને નાગા સમુદાયના ઓછામાં ઓછા 48 નાગરિકોને બંધક બનાવ્યા હતા.

જોકે, 15મેના રોજ મણિપુર પોલીસે દાવો કર્યો હતો કે અપહરણ કરાયેલા 28 લોકોને મુક્ત કરવામાં આવ્યા છે. મંગળવારે કુકી સમુદાયના 14 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, બુધવારે છ નાગા લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.

મંગળવારે જ્યારે નાગા લોકોના મુખ્ય સંગઠન યુનાઇટેડ નાગા કાઉન્સિલે 14 કુકી લોકોને મુક્ત કર્યા, ત્યારે તેણે સરકાર પાસેથી ખાતરી માંગી હતી કે તેમના છ ગુમ થયેલા લોકોને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવશે.

નાગા કાઉન્સિલે જણાવ્યું હતું કે મંગળવારે અટકાયતમાં લેવામાં આવેલા 14 કુકીઓને બાપ્ટિસ્ટ વર્લ્ડ કૉમ્યુનિટી, નાગા ચર્ચ, આદિવાસીઓ અને વિવિધ સંગઠનોની અપીલ બાદ મુક્ત કરવામાં આવ્યા હતા.

નાગા લોકોના મૃતદેહો મળવાથી, ખાસ કરીને સરહદી ગામડાંમાં, તણાવ વધુ વધવાની શક્યતા છે.

ઘટનાની તપાસ કરી રહેલી પોલીસ જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરી રહી છે અને ઘણી જગ્યાએ સુરક્ષા ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.

17 વર્ષ સુધી વિમાન ઉડાડનાર પાઇલટનું લાઇસન્સ નકલી હોવાનું બહાર આવ્યું, ઍર કૅનેડાએ શું કહ્યું?

ઍર કૅનેડા 17 વર્ષ સુધી વિમાન ઉડાડનાર પાઇલટનું લાઇસન્સ નકલી હોવાનું બહાર આવ્યું, ઍર કૅનેડાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images

ઍર કૅનેડાના ભૂતપૂર્વ પાઇલટ પર એવો આરોપ છે કે તેણે 17 વર્ષ સુધી માન્ય લાઇસન્સ વગર ઘણી વાર પૅસેન્જર વિમાનો ઉડાડ્યા હતા.

ઍર કૅનેડાએ જણાવ્યું હતું કે ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ગત વર્ષે પાઇલટને તાત્કાલિક ફરજ પરથી હઠાવી દેવામાં આવ્યા હતા. ઍરલાઇને એમ પણ કહ્યું હતું કે તેણે ટ્રાન્સપૉર્ટ કૅનેડાને આ બાબતની જાણ કરી હતી.

કૅનેડાના ઑન્ટારિયોના 59 વર્ષીય જ્યૉફ્રી વૉલ હવે છેતરપિંડી સંબંધિત અનેક આરોપોનો સામનો કરી રહ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, તે 2009થી નકલી દસ્તાવેજો સાથે પૅસેન્જર ફ્લાઇટ્સ ઉડાવી રહ્યા હતા. તે જ વર્ષે તેમને કૅપ્ટનના હોદ્દા પર પણ બઢતી આપવામાં આવી હતી. કૅપ્ટન બન્યા પછી પણ તે તેની લાયકાત વિશે ખોટી માહિતી આપી રહ્યો હતો.

આ પદ માટે પાઇલટ પાસે ઍરલાઇન ટ્રાન્સપૉર્ટ પાઇલટ લાઇસન્સ હોવું જરૂરી છે, જે લેખિત પરીક્ષાઓ પાસ કરીને મેળવવામાં આવે છે.

આ ઘટના બાદ, ઍરલાઇને સંબંધિત પાઇલટ્સ સાથે જોડાયેલી ઉડાણોને લઈ સ્પષ્ટીકરણ પણ આપ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રવાસીઓની સુરક્ષા ક્યારેય ખતરામાં નહોતી.

ઍર કૅનેડાએ જણાવ્યું છે કે બધા પાઇલટ્સ દર છ મહિને તાલીમ લે છે.

પીલ રિજનલ પોલીસ ડેપ્યુટી ચીફ નિક મિલિનોવિચે જણાવ્યું હતું કે ગેરકાયદેસર લાયસન્સ કેસના આરોપી વૉલ 27 વર્ષથી ઍર કૅનેડામાં હતા, તેમણે 1998માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

મિલિનોવિચે કહ્યું, "આ એક એવા ડૉક્ટર જેવું છે જેની પાસે જનરલ મેડિસિન પ્રૅક્ટિસ કરવાનું લાઇસન્સ છે પણ તેઓ પોતાના ક્લિનિકમાં મગજની સર્જરી કરતા હોય."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન