નરેન્દ્ર મોદી અમેરિકામાં આ પાંચ મોટી કંપનીના CEOની મુલાકાત કેમ મહત્ત્વપૂર્ણ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૉશિંગ્ટન પહોંચ્યા છે, જ્યાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ તથા ઑસ્ટ્રેલિયા અને જાપાનના વડા પ્રધાનો સાથે મુલાકાત કરશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ સિવાય તેઓ અમેરિકાની ટોચની કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે, જેમાં તેઓ ભારતમાં ઉપલબ્ધ આર્થિક તકો વિશે ચર્ચા કરશે. ગુરૂવારે તેઓ પાંચ સીઈઓ સાથે મુલાકાત કરવાના છે. જેમાંથી બે ભારતીય મૂળના અમેરિકન છે.

ઇમેજ સ્રોત, PMO Social
ઍડોબના શાંતનુ નારાયણ તથા જનરલ ઍટોમિક્સના વિવેક લાલ ભારતીય મૂળના છે. અન્ય ત્રણ સીઈઓમાં ક્વાલકૉમના ક્રિસ્ટિયાનો ઈ અમોન, ફર્સ્ટ સોલારના માર્ક વિડમાર તથા બ્લૅકસ્ટૉનના સ્ટિફન એ શ્વાર્જમૅન છે.
લાલની કંપની જનરલ ઍટોમિક્સ દ્વારા સૈન્ય દરજ્જાના ડ્રૉન બનાવવામાં નિપુણતા ધરાવે છે. તેમની કંપની આધુનિક ડ્રૉન બનાવવામાં ટોચની કંપની છે. અમેરિકા તેના મુખ્ય સહયોગી દેશોને જ આ પ્રકારની સૈન્ય ટેકનૉલૉજી આપે છે. ભારત પણ તેના સશસ્ત્રબળો માટે ડ્રૉન ખરીદવા ચાહે છે, એટલે આ બેઠક મહત્ત્વપૂર્ણ છે.
ભારતમાં 5જી ટેકનૉલૉજીને લૉન્ચ કરવા માટે અનેક સ્વદેશી કંપનીઓ સજ્જ છે તથા આ માટે પ્રૌદ્યોગિકી પણ તૈયાર કરી છે. ત્યારે તેને સલામત રીતે બજારમાં ઉતારવા માટે ચિપ બનાવવાની દિશામાં અગ્રણી કંપની ક્વાલકૉમના સીઈઓ અમોન સાથેની બેઠક મહત્ત્વપૂર્ણ છે.
ભારત દ્વારા તેની ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સૌરઊર્જાને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ માટે મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકો પણ મૂક્યા છે. આ સંજોગોમાં વિડમાર સાથેની મુલાકાત મહત્ત્વૂપર્ણ બની રહે છે. ફર્સ્ટ સોલારએ સૌરઊર્જાના ક્ષેત્રે કામ કરતી વિશ્વની ટોચની કંપની છે.
શ્વાર્જમૅનએ બ્લૅકસ્ટૉન કંપનીના સીઈઓ તથા સહ-સ્થાપક છે. જે પેંશન ફંડ તથા દુનિયાભરના ધનવાન લોકો પાસેથી નાણા લઈને રોકાણ કરે છે. ભારતમાં માળખાકીય સુવિધાના વિકાસ તથા વિસ્તાર માટે પુષ્કળ નાણાંકીય સંસાધનોની જરૂરિયાત છે, ત્યારે આ મુલાકાત મહત્ત્વપૂર્ણ બની રહે છે.
શાંતનુ નારાયણ આઇટી તથા ડિજિટલક્ષેત્રે સક્રિય છે. સરકાર ડિજિટલ ઇન્ડિયા ઉપર જોર આપી રહી છે, એટલે પણ આ મુલાકાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ભારતીયો દ્વારા આવકાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
વડા પ્રધાન મોદીએ પોતાના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર લખ્યું, "ઉમળકાભેર સ્વાગત કરવા બદલ હું વૉશિંગ્ટનમાં વસતા ભારતીય સમુદાયનો આભારી છું. વિદેશમાં વસતા ભારતીયો આપણી શક્તિ છે. તેમણે દુનિયાભરમાં ખુદને જે રીતે પ્રસ્થાપિત કર્યા છે, તે પ્રશંસાને પાત્ર છે."
આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની અમેરિકા યાત્રા તથા તેના કાર્યક્રમ સંબંધિત કેટલીક તસવીરો ટ્વીટ કરી હતી. મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને ભારતીય મૂળનાં કમલા હેરિસની સાથે પણ મુલાકાત કરવાના છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















