ચીન : પત્નીને ઘરકામ કર્યાંનું વળતર ચૂકવવા પતિને કોર્ટનો આદેશ

ઓઈસીડીના આંકડાઓ અનુસાર ચીનમાં મહિલાઓ પગાર વગરના કામમાં દરરોજ ચાર કલાક ખર્ચ કરે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઓઈસીડીના આંકડાઓ અનુસાર ચીનમાં મહિલાઓ પગાર વગરના કામમાં દરરોજ ચાર કલાકનો સમય આપે છે.
પ્રકાશિત

એક મહત્ત્વના ચુકાદમાં બીજિંગની ફેંગસેંગ ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા પાંચ વર્ષ સુધી ઘરકામ કરવા બદલ વ્યક્તિને તેમની પત્નીને પચાસ હજાર યુઆન ચૂકવવાનો આદેશ કર્યો છે. સાથે ભરણષોષણ પેટે કોર્ટે દર મહિને 2000 યુઆન પણ ચૂકવવનો આદેશ કર્યો છે.

કોર્ટ રૅકર્ડ અનુસાર ચેંગ અટક ધરાવતી વ્યક્તિએ ગયા વર્ષે છૂટાછેડા માટે અરજી કરી હતી. 2015માં ચેંગના લગ્ન વૅન્ગ અટક ધરાવતાં મહિલા સાથે થયાં હતા. શરુઆતમાં મહિલા છૂટાછેડામાટે રાજી નહોતા. તેમનું કહેવું હતું કે તેમનાં પતિ ઘરકામ કરવામાં અને બાળકના ઉછેરમાં કોઈ મદદ કરી નથી.

પોતાના ચુકાદામાં કોર્ટે જણાવ્યું કે છૂટાછેડા બાદ દંપતીની વાસ્તિવક મિલ્કતોનું વિભાજન કરવામાં આવે છે. પરતું ઘરકામ એ અમૂર્ત મિલ્કતમાં આવે છે.

ઇન્ટરનેટ અને સોશિય મીડિયામાં આ કેસને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે, જ્યાં ઘણાં લોકો કહી રહ્યાં છે કે વળતરની રકમ બહુ ઓછી છે.

અત્રે નોંધવું રહ્યું કે ચીનમાં નવી સિવીલ કોડ લાગુ કર્યા બાદ આ ચુકાદો આવ્યો છે. નવા કાયદા અંતર્ગત જો બાળકોના ઉછેર, વૃદ્ધ સંબંધીઓની સારસંભાળ અને પતિના કાર્યમાં સહાય કરવામાં મહિલાનાં શિરે વધુ જવાબદારી આવે તો છૂટાછેડા લેતી વખતે તેઓ વળતર મેળવવાપાત્ર છે.

સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો