You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : નવા વેરિઅન્ટથી બ્રિટન બેહાલ, બોરિસ જોન્સને લાગુ કર્યું લૉકડાઉન
કોરોના વાઇરસના વધી રહેલા કેસોને પગલે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે.
સોમવારે સસતત સાતમા દિવસે બ્રિટનમાં 50 હજાર કેસ સામે આવ્યા છે. નાતાલ પછી કેસોમાં 50 ટકાનો વધારો થયો છે. 18 હૉસ્પિટલો ફુલ છે અને દેશની હૉસ્પિટલોમાં પ્રતિ 10 પથારીએ 3 દર્દીઓ કોરોનાના છે.
ઉલ્લેખનીય છે યુકેમાં કોરોના નવા વેરિઅન્ટને પગલે કેસોમાં મોટો વધારો થયો છે અને આ વેરિઅન્ટ અન્ય કરતાં ખૂબ જ ઝડપથી સંક્રમણ ફેલાવે છે.
બોરિસ જોન્સને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી. મંગળવારથી શાળાઓ, કૉલેજ, વિશ્વવિદ્યાલયો રિમોટ અભ્યાસ પર જ ચાલશે.
બીબીસી સંવાદદાતા ગગન સભરવાલે કહ્યું કે લૉકડાઉનની જાહેરાત સાથે જ હવે લોકોનું ઘરેથી બહાર નીકળવું લગભગ બંધ થઈ જશે અને અનિવાર્ય કામથી જ લોકો બહાર નીકળી શકશે. આ પ્રતિબંધ ફેબ્રુઆરી મધ્ય સુધી લાગુ રહેશે એવી ધારણા છે.
વડા પ્રધાન બોરિસ જોન્સને રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું, ''જે રીતે સંક્રમણના કેસો વધી રહ્યા છે એનાથી એ સ્પષ્ટ છે કે આપણે વધારે મહેનત કરવાની જરૂર અને તેથી દેશવ્યાપી લૉકડાઉન લાગુ કરી દેવું જોઈએ.''
જોકે, એમણે એમ પણ કહ્યું જરૂરી કામો માટે ઘરની બહાર નીકળી શકાય છે. જેમ કે, જરૂરી સામાન લાવવો, જો વર્ક ફ્રૉમ હોમ શક્ય ન હોય તો ઑફિસ જવું, એક્સરસાઇઝ, મેડિકલ સહાયતા અને ઘરેલુ હિંસાથી બચાવ માટે બહાર નીકળી શકો છો.
વડા પ્રધાન બોરિસ જોન્સને બ્રિટનના ચીફ મેડિકલ ઑફિસરોને સલાહ આપી છે કે દેશમાં કોવિડ ઍલર્ટ લેવલ પાંચ પર કરી દેવામાં આવે. આનો અર્થ એ છે કે જો તરત પગલાં ન લેવાયા તો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા-એનએચએસની ક્ષમતાથી વધારે કેસ સામે આવી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે કહ્યું, બ્રિટનમાં રસીકરણનો સૌથી મોટો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે અને યુરોપના અન્ય દેશોની સરખામણીમાં વધારે લોકોને વૅક્સિન અપાઈ ચૂકી છે.
એમણે કહ્યું કે રસીકરણમાં ઝડપ આવી છે એનું કારણ ઑક્સફર્ડ-ઍસ્ટ્રાઝેનેકા વૅક્સિન છે, જે આપવાનું આજથી શરૂ થયું છે.
વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું ''જો બધુ ઠીક રહ્યું તો ફેબ્રુઆરી મધ્ય સુધી ચાર પ્રાથમિકતાવાળા સમૂહોમાં તમામને રસી અપાઈ જશે. ''
એમણે કહ્યું કે ''આપણે આ સમૂહોમાં તમામને રસી આપવામાં કામિયાબ રહ્યા તો એક મોટી સંખ્યાની વસતિને વાઇરસના રસ્તાથી બચાવી શકીશું.''
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો