ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ અમેરિકાની ચૂંટણીનાં પરિણામો પલટાવી શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
જો બાઈડન અમેરિકન ચૂંટણીમાં વિજેતા બન્યા તેને બે સપ્તાહ થઈ ચૂકયાં છે પણ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ હાર માનવા તૈયાર નથી. શું તેમની પાસે આ નિર્ણય ફેરવવાની યોજના છે?
પરિણામોને કાનૂની રીતે પડકારવાની ટ્રમ્પની નીતિ કામ નથી કરી રહી. ટ્રમ્પની ટીમે સંખ્યાબંધ કેસ દાખલ કર્યા છે પરંતુ હજુ સુધી કોઈ પુરાવા રજૂ કર્યા નથી.
તેમના વકીલ અને પૂર્વ ન્યૂયૉર્ક મેયર રુડી જ્યૂલિયાનીએ ગુરુવારે કહ્યુ કે ટ્રમ્પ કૅમ્પેન મિશિગનમાં પોતાનો કાનૂની કેસ પરત લઈ રહ્યું છે. મિશિગનમાં બાઇડનને 1 લાખ 60 હજાર મતોથી વિજય મળ્યો છે.
જ્યૉર્જિયા રાજ્યમાં પણ 50 લાખ બૅલટની ફરીથી ગણતરી કરાઈ છે અને બાઇડનને 12 હજારથી વધુ મતોથી જીત મળી છે. રાજ્યે પણ પરિણામો પર મહોર લગાવી દીધી છે.
હવે વારાફરતી દરવાજા બંધ થઈ રહ્યા છે તો ટ્રમ્પની રણનીતિ કાનૂની લડાઈથી રાજકીય લડાઈ પર જઈ રહી છે.

ટ્રમ્પની રણનીતિ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પ કદાચ આ બાબતો વિચારી રહ્યા છે -
- કાનૂની કેસ મારફત કે રિપબ્લિકન તરફી અધિકારીઓને વાંધો ઉઠાવી શકે એ માટે જેટલાં રાજ્યોમાં શક્ય હોય ત્યાં વોટ સર્ટિફિકેટની પ્રક્રિયા રોકવી
- જે રાજ્યોમાં બાઇડન ઘણા ઓછા મતોથી વિજયી થયા છે, ત્યાંના રિપલ્બિકન પ્રતિનિધિઓને ચૂંટણીમાં ગેરરીતિને પગલે પૉપ્લુટર વોટનાં પરિણામો ખારીજ કરવા મનાવવા.
- ત્યાર પછી પ્રતિનિધિઓને એ વાત માટે મનાવવા કે તેઓ પોતાના રાજ્યના ઇલેક્ટોરલ કૉલેજના વોટ 14 ડિસેમ્બરે બાઇડનની જગ્યાએ ટ્રમ્પને આપે.
- આવું પર્યાપ્ત રાજ્યોમાં કરવું જેમ કે વિસ્કૉન્સિન, મિશિગન અને પેન્સિલ્વેનિયામાં. જેથી ટ્રમ્પના 232 ઇલેક્ટોરલ વોટનો આંકડો 269ના વિજયના અંકને પાર કરી શકે.

આવું કરવા માટે ટ્રમ્પ શું કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પ તે લોકો પર દબાણ લાવી રહ્યા છે જેઓ એ મામલે પ્રભાવ ધરાવે છે કે રાષ્ટ્રપતિપદ માટે કોને પસંદ કરાય.
જ્યારે અમેરિકન લોકો વોટ કરે છે ત્યારે તેઓ રાજ્યસ્તરે ચૂંટણી કરતા હોય છે રાષ્ટ્રીય સ્તરે નહીં. તેઓ રાજ્યના ઇલેક્ટર્સ માટે મતદાન કરે છે જે જીતી લેવાયા બાદ રાષ્ટ્રપતિ માટે મતદાન કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘણી વાર આ ઇલેક્ટર્સ લોકોની પસંદ મુજબ જ મતદાન કરે છે. ઉદાહરણ તરીકે જો મિશિગનમાં બાઇડન જીતે છે તો ત્યાં ના ઇલેક્ટર્સ તેમને જ વોટ કરશે.
ટ્રમ્પે અલગઅલગ રાજ્યો પર દબાણ કરવાનો ઇશારો ત્યારે કર્યો જ્યારે એવી ખબરો સામે આવી કે તેમણે ડેટ્રૉઇટનાં પરિણામોને સર્ટિફાઈ કરવાથી ઇન્કાર કરવાવાળા રિપબ્લિકન અધિકારીઓને ફોન કર્યો હતો.
નાના સ્તરના બે અધિકારીઓનું રાષ્ટ્રપતિ સાથે સીધી વાત કરવાની બાબત જ અસામાન્ય છે. મિશિગનના રિપબ્લિકન પ્રતિનિધિઓને પણ શુક્રવારે વ્હાઇટ હાઉસ જવાનું નિમંત્રણ મળ્યું હતું.

ટ્રમ્પ સફળ થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
આ અશક્ય નથી પણ સંભાવના ઓછી છે. કેમ કે પહેલાં તો રાષ્ટ્રપતિએ ઘણાં રાજ્યોમાં એવું કરવું પડે જ્યાં બાઇડનની જીતનો અંતરનો આંકડો લાખો સુધીનો છે.
આ વર્ષ 2000 જેવું નથી કે જ્યારે આવું માત્ર મુખ્ય રાજ્ય ફ્લોરિડામાં જ હતું.
આ સિવાય મિશિગન, વિસ્કૉન્સિન, પેન્સિલ્વેનિયા અને નેવાડા જેવાં રાજ્યોને ટ્રમ્પની ટીમ નિશાન બનાવી રહી છે અને એટલે એમાંથી જેટલામાં પણ ડેમૉક્રેટ ગવર્નર છે અને તેઓ આ બધું થતું જોઈને હાથ પર હાથ રાખીને બેસી નહીં રહે.
જેમ કે મિશિગનમાં ગવર્નર ગ્રૅચન વ્હિટમર સ્ટેટ ઇલેક્શન બોર્ડને હટાવીને બીજુ બોર્ડ લાવી શકે છે તો બાઇડનની જીતને સર્ટિફાઈ કરી દેશે.
ડેમૉક્રેટિક ગવર્નર બાઇડનના સમર્થનવાળા ઇલેક્ટરના નામ આગળ કરી શકે છે. રિપલ્બિકન પ્રતિનિધિ પોતાના નામ આપશે. પછી સદને નિર્ણય કરવો પડશે કે તેઓ કયા ગ્રૂપને સાંભળે.
એવું નથી કે બાઇડનના સમર્થકો માટે ચિંતાની વાત નથી.
જોકે આ વાતની શક્યતા એટલી જ છે જેટલી કોઈકને લોટરી જીતવા પર વીજળી પડ્યાનો અનુભવ થાય. પરંતુ આ મંચ પર જીત હાથમાંથી જવી એવી વાત હશે કે તે વિશે વિચારીને પણ ડેમૉક્રેટ્સને ગભરાટ થઈ જશે.

આ રણનીતિ કાનૂની રીતે યોગ્ય?

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પે પોતાના કાર્યકાળનો મોટાભાગનો સમય રાષ્ટ્રપતિપદની પંરપરાઓને તોડવામાં લગાવ્યો છે. એવું લાગે છે કે કાર્યકાળના આ આખરી દિવસો પણ વધુ અલગ નથી.
ટ્રમ્પ ચૂંટણીઅધિકારીઓ અથવા રાજ્યના પ્રતિનિધિઓ પર દબાણ બનાવી રહ્યા છે. આવું પહેલાં નથી જોવા મળ્યું. આ વિવાદાસ્પદ છે પરંતુ ગેરકાયદે પણ.
અમેરિકામાં પહેલા રાજ્યના પ્રતિનિધિઓની શક્તિ વ્યાપક હતી કે તેઓ કઈ રીતે ઇલેક્ટોરલ વોટ આપે છે અને આજે પણ એવી કોઈ બંધારણીય જરૂરિયાત નથી કે પૉપ્યુલર વોટ અનુસાર જ મતદાન કરે.
પ્રતિનિધિઓએ પરિણામો અનુસાર જ મતદાન કરવાનું શરૂ કર્યું છે પણ મૂળ સિસ્ટમ હજુ પણ યથાવત્ છે.
જો રાષ્ટ્રપતિ પ્રતિનિધિઓને મનાવવામાં રાજી રહે છે જેમ મિશિગનમાં, તો ડેમૉક્રેટની કાનૂની લડાઈનો સામનો કરવો પડી શકે છે.
આ પ્રકારની બાબત ભૂતકાળમા ક્યારેક જ મુકદમાનો મુદ્દો બની હશે.
શું રાજ્ય ચૂંટણી સંબંધિત પોતાના કાયદા બદલી શકે છે? કદાચ આખરી નિર્ણય જજનો જ રહેશે.

પહેલાં આવું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લે વર્ષ 2000માં ઘટના બની હતી જેમાં અલ ગોર અને જ્યૉર્જ બુશ રાષ્ટ્રપતિચૂંટણીમાં ઊભા હતા. ફ્લોરિડામાં કેટલાક જ મતોનું અંતર હતું. સુપ્રીમ કોર્ટે દખલ કરી અને બુશ રાષ્ટ્રપતિ બની ગયા હતા.
જો કેટલાંક રાજ્યોમાં ચૂંટણીને લઈને વિવાદની વાત છે તો વર્ષ 1876માં જોવું પડે જ્યારે રિપબ્લિકન રદરફૉર્ડ હેય્સ અને ડેમૉક્રેટ સૅમ્યુઅલ ટિલડન રાષ્ટ્રપતિ ચૂંટણી લડી રહ્યા હતા.
ફ્લોરિડા, લુસિયાના, સાઉથ કૅરિલિનાના ઇલેક્ટોરલ કૉલેજમાં કોઈને પણ બહુમતી ન મળી.
આ પછી આ મામલો નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટિટિવ્સ પાસે ગયો જેમણે હેય્સની તરફ વલણ બતાવ્યું અને હેય્સ રાષ્ટ્રીય સ્તર પર પોતાના પ્રતિદ્વંધી સામે એ જ રીતે જીતી ગયા જે રીતે 2000માં બુશ અને વર્ષ 2016માં ટ્રમ્પ જીત્યા હતા.

ટ્રમ્પ પદ છોડવાનો ઇન્કાર કરે તો?

ઇમેજ સ્રોત, Getty Images
જો ટ્રમ્પનાં આ તમામ પગલાં નિષ્ફળ થઈ જાય તો 20 જાન્યુઆરી બપોરે 12 વાગ્યે અને 1 મિનિટ પર જો બાઇડન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બની જશે. પછી ટ્રમ્પ ભલે હાર માને કે ન માને.
આ મુદ્દે સિક્રેટ સર્વિસ અને અમેરિકાની સેના પૂર્વ રાષ્ટ્રપતિ સાથે એવો જ વ્યવહાર કરવા સ્વતંત્ર હશે જેઓ તેઓ સરકારી સંપત્તિ પર રહેલા કોઈ અન્ય અનધિકૃત વ્યક્તિ સાથે કરે છે.
ગુરુવારે એક પત્રકારપરિષદમાં જો બાઇડને કહ્યું, "આ અફસોસજનક છે જે ટ્રમ્પ કરી રહ્યા છે. તેઓ લોકતંત્ર વિશે દુનિયાને નુકસાનકારક સંદેશ આપી રહ્યા છે."
ટ્રમ્પ જો સફળ ન થાય તો પણ તેઓ આગામી ચૂંટણી માટે એક એવું ઉદાહરણ કાયમ કરી શકે છે જે અમેરિકન લોકોનો અમેરિકાના લોકતંત્ર અને સંસ્થાનો પરના વિશ્વાસને ઓછો કરશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















