You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનાની કઈ રસી સફળ થવાની વધારે સંભાવના છે, ક્યાં સુધીમાં રસી આવશે?
- લેેખક, જેમ્સ ગેલાધર
- પદ, આરોગ્ય અને વિજ્ઞાન સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ગત બે અઠવાડિયામાં ફાઇઝર/બાયૉએન્ટેક અને મૉડર્ના બંનેએ પોતાની કોરોના વાઇરસની રસીને લઈને ખૂબ જ સફળ પરીક્ષણોની જાહેરાત કરી છે.
અન્ય વૅક્સિન પર કામ ચાલી રહ્યું છે, જ્યારે ત્રીજી મહત્ત્વની ટ્રાયલ, બેલ્જિયમની કંપની જાનસેન કરી રહી છે અને તેના પર બ્રિટનમાં સંશોધન ચાલી રહ્યું છે.
જો તમે ઇચ્છો છો કે તમારું જીવન ફરીથી સામાન્ય થઈ જાય તો આપણને વૅક્સિનની આવશ્યકતા છે.
હાલ પણ, મોટી સંખ્યામાં લોકોને કોરોના વાઇરસના સંક્રમણનો ખતરો છે. હાલમાં, આપણે આપણી રહેણીકરણી પર સંયમ રાખીને વધારે લોકોને મૃત્યુ પામવાથી બચાવી રહ્યા છીએ.
પરંતુ, વૅક્સિન આપણા શરીરને આનાથી સુરક્ષિત રીતે લડવાનું શીખવશે. આ આપણને પહેલીવખત કોરોના વાઇરસનો ચેપ લાગવાથી બચાવશે અથવા ઓછામાં ઓછું કોરોના વાઇરસને પ્રાણઘાતક થવાથી રોકશે.
વૅક્સિનની સાથે સારો ઉપચાર જ ‘કોરોના વાઇરસની મહામારીમાંથી બહાર નીકળવાની રણનીતિ’ છે.
કઈ વૅક્સિનની સફળ થવાની શક્યતાઓ સૌથી વધારે છે?
ફાઇઝર/બાયૉએનટેક એ દવા કંપની છે જેણે સૌથી પહેલાં પોતાની વૅક્સિનના પરીક્ષણના અંતિમ તબક્કાનાં પરીક્ષણોની જાણકારી જાહેર કરી છે.
આના ડેટા પ્રમાણે આ વૅક્સિનથી 90 ટકા લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગતા અટકી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંદાજે 43 હજાર લોકો પર આ વૅક્સિનના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને સુરક્ષાને લઈને કોઈ ચિંતા સામે આવી નથી.
મૉડર્ના પોતાની વૅક્સિનનું પરીક્ષણ અમેરિકામાં 30 હજાર લોકો પર કરી રહ્યું છે, આમાંથી અડધાથી વધારે લોકોને ડમી ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં.
તે મુજબ આ વૅક્સિન 95.4 ટકા લોકોને સુરક્ષા આપી શકે છે. તેમણે પરીક્ષણ માટે હાજર કોરોનાનાં લક્ષણવાળા પહેલાં 95 લોકોમાંથી પાંચ લોકોને જ વાસ્તવિક રસી આપી.
બ્રિટીશ દવા કંપની એસ્ટ્રાઝેનેકા અને ઑક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ મળીને એક વૅક્સિન વિકસિત કરી રહ્યા છે. આગામી કેટલાંક અઠવાડિયાંમાં આના પરીક્ષણનાં પરીણામ પણ આવી જશે.
આ વચ્ચે સ્પુતનિક વી નામની રસી પર એક ડેટા જાહેર કરવામાં આવ્યો હતો જે ઉત્સાહ વધારનારો છે.
ત્રીજા તબક્કાનાં છેલ્લાં પરિણામો પ્રમાણે, ફાઇઝરની વૅક્સિન આ ચરણમાં છે, રશિયાના સંશોધકોએ કહ્યું કે આ 92 ટકા સુધી સફળ છે.
શું બીજી રસી વિકસિત કરવામાં આવી રહી છે?
આવનારાં અઠવાડિયાં અને મહિનાઓ દરમિયાન ઍડવાન્સ ટ્રાયલ પર કામ કરી રહેલી અન્ય ટીમથી પરિણામ આવવાની આશા છે.
જાનસેનના પરીક્ષણમાં આખા બ્રિટનમાંથી 6 હજાર લોકોને સામેલ કરીને કામ શરૂ કરવામાં આવ્યું છે. અન્ય દેશ પણ આ પ્રયાસમાં સામેલ થઈને આ સંખ્યા 30 હજાર સુધી લઈ જશે.
કંપની પહેલાં પણ પોતાની વૅક્સિનનું મોટા પ્રમાણમાં પરીક્ષણ કરી ચૂકી છે, જેમાં વૉલિન્ટિયર્સને એક ડોઝ આપવામાં આવ્યો છે, હવે કંપની જોઈ રહી છે કે બીજો ડોઝ વધારે મજબૂત અને લાંબા સમય સુધી ચાલી શકે તેવી ઇમ્યૂનિટી આપે છે કે નહીં.
અન્ય વૅક્સિનના પરીક્ષણ પણ પોતાના છેલ્લા તબક્કામાં છે. આમાં ચીનમાં વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયૉલૉજિકલ પ્રૉડક્ટ્સ અને સાઇનોફાર્મા અને રશિયાની મૉસ્કો સ્થિત ગેમાલેયા રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપિડેમિયોલૉજી એન્ડ માઇક્રોબાયૉલૉજી પણ સામેલ છે.
જોકે, ચીનની કંપની સિનોવેકમાં બનાવાયેલી એક વૅક્સિન પર બ્રાઝિલમાં ચાલી રહેલા પરીક્ષણ ચાલી રહ્યું હતું જેને એક ગંભીર ઘટનાનો હવાલો આપીને રોક લગાવી દેવામાં આવી હતી, જેમાં એક વૉલિન્ટિયરનું મૃત્યુ થયું હતું.
જે વૅક્સિન વિક્સિત કરવામાં આવી રહી છે તે કેટલી અલગ છે?
વૅક્સિનનો ઉદ્દેશ્ય આપણી ઇમ્યુન સિસ્ટમને નુકસાન પહોંચાડ્યા વિના કોરોના વાઇરસના કેટલાક ભાગ સુધી પહોંચાડવાનો છે.
આનાથી આપણી ઇમ્યૂન સિસ્ટમ હુમલાખોર વાઇરસની ઓળખ કરીને એનાથી લડવાનું શીખે છે. જેને અનેક રીતે કરી શકાય છે.
ફાઇઝર/બાયૉએનટેક (અને મૉડર્ના)એ જે વિક્સિત કરી છે તેને આરએનએ વૅક્સિનના રૂપમાં ઓળખવામાં આવે છે. આ પ્રયોગાત્મક દ્રષ્ટિકોણ અપનાવે છે, આમાં વાઇરસના અનુવાંશિક કોડને માણસના શરીરમાં મોકલવામાં આવે છે અને તેના દ્વારા ઇમ્યૂન સિસ્ટમને લડવાની ટ્રેનિંગ આપવામાં આવે છે.
જાનસેનની વૅક્સિન આમાં કૉમન કૉલ્ડ વાઇરસનો ઉપયોગ કરી રહી છે જેમાં આનુવંશિક બદલાવ કરવામાં આવ્યા છે.
જેથી આ માણસ શરીરને નુકસાન પહોંચાડે નહીં મૉલિક્યૂલર સ્તરે આ કોરોના વાઇરસને મળે છે. આ કોરોના વાઇરસને ઓળખવા અને તેનાથી લડવા માટે ઇમ્યૂન સિસ્ટમને પ્રશિક્ષણ આપવું જોઈએ.
આ પ્રકારે, ઑક્સફર્ડ અને રશિયાની વૅક્સિન પણ નુકસાન નહીં પહોંચાડનારા વાઇરસ માટે છે જેનાથી ચિમ્પાન્ઝી સંક્રમિત થાય છે અને આમાં આનુવંશિક ફેરફાર કરીને આને કોરોના વાઇરસ જેવો બનાવવામાં આવ્યો છે, જેથી શરીર પર આની પ્રતિક્રિયા જોવાના પ્રયાસ કરવામાં આવે.
ચીનમાં બનેલી બે વૅક્સિન વાસ્તવિક વાઇરસનો ઉપયોગ કરી રહી છે પરંતુ તેમાં તેની દુર્બળ અવસ્થાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલા માટે આનાથી કોરોના વાઇરસનું સંક્રમણ થઈ શકતું નથી.
અહીં એ સમજવું મહત્ત્વપૂર્ણ હશે કે આમાં કંઈ વૅક્સિન સૌથી સારું પરિણામ આપશે.
જોકે ચાલી રહેલાં પરીક્ષણોમાં જે લોકો વિચારીને આનાથી સંક્રમિત થઈ રહ્યા છે તે આ સવાલોના જવાબ આપવામાં મદદ કરી શકે છે.
વૅક્સિન ક્યાં સુધી બનાવવામાં આવશે?
ફાઇઝરનું માનવું છે કે તે આ વર્ષના અંત સુધી દુનિયાના 5 કરોડ ડોઝ અને 2021ના અંતમાં અંદાજે 130 કરોડ ડોઝને આપવામાં સક્ષમ થશે.
બ્રિટનને 2020ના અંત સુધીમાં 1 કરોડ ડોઝ જોઈશે. તેણે ત્રણ કરોડ ડોઝનો પહેલાં જ ઑર્ડર કરી દીધો છે.
એસ્ટ્રાઝેનેકા/ઑક્સફર્ડે એકલાં જ બ્રિટનને પોતાની વૅક્સિનના 10 કરોડ ડોઝ આપવાની વાત પર સહમતિ દર્શાવી છે. જો આની વૅક્સિન સફળ સાબિત થઈ તો આ વિશ્વસ્તરે 20 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવશે.
બ્રિટન મૉડર્નાની સાથે પણ વાતચીત કરી રહ્યું છે પરંતુ તેની વૅક્સિન વસંત ઋતુ પહેલાં મળશે નહીં.
વૅક્સિન પહેલાં કોને મળશે?
આ એ વાત પર આધાર રાખે છે કે વૅક્સિન જ્યાં ઉપલબ્ધ થશે તે સમયે કોરોના વાઇરસ ક્યાં ફેલાઈ રહ્યો છે અને કયાં ગ્રૂપ પર સૌથી વધારે અસરકારક છે.
વૅક્સિન કોને આપવામાં આવે, બ્રિટનમાં આને લઈને ઑલ્ડ કૅર હૉમમાં રહેતાં ઘરડાં અને તેમની દેખરેખ રાખતા કર્મચારી સરકારની પહેલી પ્રાથમિક્તા છે.
આ પછી આરોગ્ય કર્મચારી જે હૉસ્પિટલમાં કામ કરે છે અને તેમની ઉંમર 80 વર્ષથી વધારે છે જેમને કોરોના વાઇરસનો સૌથી વધારે ભય રહેલો છે.
હજુ હાલ વધારે શું કરવાની આવશ્યકતા છે?
પરીક્ષણમાં એ જોવા મળવું જોઈએ કે વૅક્સિન કેટલી સુરક્ષિત છે.
ક્લિનિકલ ટ્રાયલમાં એ દેખાવું જોઈએ કે વૅક્સિનથી લોકો બીમાર થવાથી બચી રહ્યા છે અથવા ઓછામાં ઓછા એમ કે મૃત્યુ પામનારની સંખ્યા ઓછી થઈ રહી છે.
અરબોની સંખ્યામાં વૅક્સિન બનાવવા માટે મોટા સ્તરે તેને વિક્સિત કરવા પડશે.
દવા નિયામકોને આને લોકોને આપવાને લઈને પહેલાં પોતાની મંજૂરી જરૂર આપવી જોઈએ.
માનવામાં આવી રહ્યું છે કે જો વૅક્સિન સારી રીતે કામ કરે અને દુનિયાભરની વસ્તિના 60 થી 70 ટકા લોકોને રસી આપી દેવામાં આવે તો આ સંક્રમણને વધવાથી રોકવામાં મદદ કરશે.
શું વૅક્સિનથી તમામની રક્ષા થશે?
લોકો રસીકરણને લઈને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વૅક્સિનનો ઇતિહાસ બતાવે છે કે કોઈપણ વૅક્સિન ઘરડાં લોકો પર ઓછી સફળ થાય છે કારણ કે તેમના શરીરની ઇમ્યૂન સિસ્ટમ આટલી ઉત્સાહથી પ્રતિક્રિયા આપતી નથી.
એકથી વધારે ડોઝ આના પર કાબૂ મેળવી શકે છે કારણ કે આ એક રસાયણ (સહાયક દવા)ની સાથે આપવામાં આવે છે જે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો