You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૂકડાએ હુમલો કરતા પોલીસ અધિકારીનું મૃત્યુ
એક અણધારી ઘટનામાં એક કૂકડાએ કરેલા હુમલામાં પોલીસ અધિકારીનું મૃત્યુ થયું છે.
લેફ્ટેનન્ટ ક્રિસ્ટીન બોલોક ફિલિપિન્સના ઉત્તર સમાર પ્રાંતમાં ચાલતી ગેરકાયદેસર કૂકડાની લડાઈ અટકાવવા માટે ગયા હતા, ત્યારે કૂકડાના પગમાં બાંધવા આવતી તીક્ષ્ણ છરીથી તેઓ ઇજગ્રસ્ત થયા હતા.
છરી તેમના ડાબા પગે વાગતા જાંઘની ઘોરી નસ કપાઈ ગઈ હતી. તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર મળે એ પહેલાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
કોરોના વાઇરસના કારણે ફિલિપિન્સમાં કૂકડાની લડાઈ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ફિલિપિન્સ ન્યૂઝ એજન્સી (પીએનએ)ના અહેવાલ અનુસાર પ્રતિબંધ અમલમાં ન હોય ત્યારે રવિવારે, જાહેર રજાના દિવસોમાં અને ઉત્સવના સમય કૂકડાની લડાઈ યોજાવામાં આવે છે અને જેમની પાસે પરવાનો હોય માત્ર તેઓ જ આવી લડાઈનું આયોજન કરી શકે છે.
સમાચાર સંસ્થા એએફપી સાથે વાત કરતા પ્રાદેશિક પોલીસ વડા કર્નલ આર્નલ અપુદએ ઉત્તર સમાર પ્રાંતમાં બનેલ ઘટનાને કમનસીબ દુર્ઘટના તરીકે ગણાવી અને કહ્યું કે આ એક દુઃખદ ઘટના છે, જેને હું સમજાવી શકું એમ નથી.
જ્યારે મને આ વિશે કહેવામાં આવ્યું ત્યારે હું માનવા તૈયાર ન હતો. મારી 25 વર્ષની પોલીસ કારર્કિદીમાં આ પ્રથમ વખત છે જ્યારે કૂકડાના હુમલાના કારણે કોઈ પોલીસ અધિકારીનું મૃત્યુ નિપજ્યું હોય.
પીએનએ મુજબ પોલીસ વડાએ મૃતક પોલીસ અધિકારીના પરિવારજનો પાસે શોક વ્યક્ત કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીએનએના એહવાલ અનુસાર આ કેસમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને 7 કૂકડા ઉપરાંત 2 છરા અને 550 ફિલિપાઇન પીસો (11 અમેરિકન ડૉલર અથવા 8 બ્રિટિશ પાઉન્ડ) કબજે કર્યા છે.
ત્રણ શંકાસ્પદ લોકો હજુ પકડાયા નથી અને તેમની શોધખોળ ચાલી રહી છે.
કૂકડાના લડાઈ ફિલિપિન્સમાં બહુ પ્રખ્યાત છે, જેમા મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે અને કૂકડા પર દાવ લગાવે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો