ઈરાનનો ખતરનાક યુદ્ધઅભ્યાસ, હોરમૂઝની ખાડીમાં અમેરિકન ઍરક્રાફ્ટ કેરિયર ઉડાવ્યું

અમેરિકાના સૈનિકોએ પોતાના બે રિજનલ બૅઝને ઍલર્ટ કરી દીધા છે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, અમેરિકાના સૈનિકોએ પોતાના બે રિજનલ બૅઝને ઍલર્ટ કરી દીધા છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

ઈરાને પોતાની મિસાઇલોના અભ્યાસ દરમિયાન અમેરિકાની ડમી યુદ્ધજહાજ મિસાઇલ ઉડાવી દીધી છે.

આ કાર્યવાહી રણનીતિક રીતે બહુ મહત્ત્વની માનવામાં આવતા સ્ટ્રેટ ઑફ હોરમૂઝમાં કરવામાં આવી છે, આ ચેનલ ફારસની ખાડીને ઓમાનની ખાડી સાથે જોડે છે.

આ અભ્યાસને કારણે અમેરિકાના સૈનિકોએ પોતાના બે રિજનલ બૅઝને ઍલર્ટ કરી દીધા છે.

જોકે બાદમાં અમેરિકાની નૌસેનાએ ઈરાનના આ અભ્યાસને બેજવાબદાર અને બેદરકારીપૂર્વકનો ગણાવ્યો છે.

અમેરિકાની નૌસેના અનુસાર ઈરાન તરફથી આ તેને ઉશ્કેરવાનું અને કાર્યવાહી માટે મજબૂર કરવા જેવું પગલું હતું.

ઈરાન તરફથી આ અભ્યાસ એવા સમયે કરાયો છે, જ્યારે ખાડી ક્ષેત્રમાં તેહરાન અને વૉશિંગ્ટન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે.

ઈરાનના સરકારી ટેલિવિઝન મુજબ અભ્યાસનું નામ પેગંબર મોહમ્મદ 14મું રાખવામાં આવ્યું હતું.

તો અમેરિકાનું ડમી યુદ્ધજહાજ એવું જ નજર આવતું હતું જેવું કે અમેરિકાએ ખાડી દેશમાં તહેનાત કર્યું છે. આ ડમી યુદ્ધજહાજ પર ડમી ફાઇટર જેટવિમાન પણ તહેનાત હતાં. આ યુદ્ધજહાજ પર અલગઅલગ ખૂણેથી મિસાઇલ છોડવામાં આવી હતી.

આ યુદ્ધજહાજ પર હેલિકૉપ્ટરથી પણ મિસાઇલ છોડવામાં આવી જે યુદ્ધજહાજના એક કિનારે ટકરાઈ હતી.

line

આક્રમક અભ્યાસ પર અમેરિકાની પ્રતિક્રિયા

ઈરાને મિસાઇલોના અભ્યાસ દરમિયાન અમેરિકાની ડમી યુદ્ધજહાજ મિસાઇલ ઉડાવી દીધી છે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ઈરાને મિસાઇલોના અભ્યાસ દરમિયાન અમેરિકાની ડમી યુદ્ધજહાજ મિસાઇલ ઉડાવી દીધી છે

ઈરાનના રિવ્યૂલ્યુશનરી ગૉર્ડ્સના કમાન્ડર મેજર જનરલ હુસેન સાલામીએ સરકારી ટેલિવિઝનને કહ્યું, "આ અભ્યાસમાં અમારી વાયુસેના અને નૌસેનાનો આક્રમક અંદાજ નજર આવ્યો."

અમેરિકા સેના અનુસાર આ અભ્યાસમાં બૈલિસ્ટિક મિસાઇલથી ફાયરિંગ કરાયું, જેના કારણે સંયુક્ત આરબ અમિરાત અને કતારમાં અમેરિકા યુનિટને ઍૅલર્ટ કરાયું હતું.

અમેરિકન નૌસેનાના બહરીનસ્થિત પાંચમી ફ્લીટના પ્રવક્તા રેબેકા રેબારિચે જણાવ્યું કે અમેરિકા નૌસેના પોતાના સહયોગીઓની સાથે રક્ષાત્મક અભ્યાસ કરે છે, જેથી નૌસેના સુરક્ષાને મજબૂતી મળે, પરંતુ ઈરાનનો અભ્યાસ આક્રમક હતો, જે ઉશ્કેરણીજનક અને કાર્યવાહી કરવા પર મજબૂર કરવા સમાન હતો.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો